ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
2
English Summer Camp Activities List STD-: 3 to 5
3
NoDayStdActivityInstructionsTime TLM
4
113 to 5Throwing a ball/Icebreaking1) શિક્ષકે બાળકોનું સર્કલ બનાવવું. જેમાં બાળકો ઉભા રહેશે. તેમજ તેમને એક બોલ આપવો જેના હાથમાં બોલ હોય તે બાળક બોલશે, Ex.- "Hello! My name is Rinku". હવે તે બાળક આગળના બાળકને પાસ કરે તે પણ તેનું નામ કહે. આ પ્રમાણે બધા બાળકોનું નામ જાણવું.
2) હવે બીજા રાઉન્ડમાં કોઈ એક બાળક ગમે તે બાળકની સામે બોલ ફેકે અને કહેશે, Ex.- "Hello! Kavita, I am Rinku". આમ ગેમ આગળ વધારવી. કોઈ બાળક રીપીટ થવું ન જોઈએ.
40 Minબોલ
5
2Colour Game1) સૌ પ્રથમ ૪- ૪ બાળકોના ગ્રૂપ પાડો. ત્યારબાદ દરેક ગ્રૂપને બનાવેલ ચિટ્સમાથી ઍક ચીટ લેવા કહો. ત્યારબાદ તે ચીટ મા જે માહિતી આપી હોઈ તે પ્રમાણે અનુસરવુ. આ રીતે ગેમ આગળ વધશે. જે ટીમ પહેલા શોધી લાવશે તે જીતી જશે.
જેમકે, FIND 4 GREEN COLOUR OBJECTS.
40 Min-
6
3Identify action 1) સૌ પ્રથમ શિક્ષકે બધા action verb ના કાર્ડસ કે ચિત્રો બાળકોને એક-એક બતાવીને ઓળખવા કહેવું. પછી શિક્ષક બોલાવે તેમજ એક્શન કરે તે પ્રમાણે બાળકો પાસે કરાવવી.
2) એક બોક્ષમાં દરેક action ની ચિટ્ઠી મુકવી. પછી બાળકોની સંખ્યા પ્રમાણે શિક્ષકે ગ્રુપ બનાવવા. પછી જે ટીમ હશે તે જ ટીમનો બાળક આવીને action કરશે. તે action તેનું ગ્રુપ ઓળખશે. પછી તે સાચું હશે તો તેના ગ્રુપને પોઈન્ટ આપવો. ત્યારબાદ બીજા ગ્રુપનો વારો. આ પ્રમાણે ગેમ આગળ વધશે. દરેકનો વારો આવે તેવી રીતે ગેમ રમાડવી.
3) બોર્ડ પર સૌથી વધુ પોઈન્ટ નોંધાયેલ હોય તે જૂથ વિજેતા બનશે.
40 MinAction verb ચિઠ્ઠી
7
423 to 5Handkerchief tag1) શિક્ષકે બાળકોની બે ટીમ પાડવી. જેમાં બંનેમાં સરખી સંખ્યા રાખવી. બંને ટીમનું નામ આપવું.
2) આ બંને ટીમના બાળકોને સરખા નામ આપવા. બંને ટીમના બાળકોને એકબીજાને ખબર ન પડે તે રીતે નામ જણાવવા. જેમકે, ટીમ 'A' માં Monday હોય તો ટીમ 'B' માં પણ એક બાળકનું નામ Monday હોય. પછી બંને ટીમની વચ્ચે રાઉન્ડ કરીને એક રૂમાલ તેમાં મુકવો.
3) હવે શિક્ષકે બંને ટીમની વચ્ચે ઉભા રહીને એક નામ બોલશે. જેમકે, 'Red' બોલે તો બંને ટીમમાંથી તે નામના બે બાળકો આવશે અને તે રૂમાલને પોતાની ટીમમાં લઇ જવા પ્રયત્ન કરશે. જે બાળકના હાથમાં રૂમાલ હોય અને તેને લઇ જતા સમયે બીજો બાળક તેને અડકે તો તે Out ગણાશે.
4) જે બાળક તે રૂમાલ પોતાની ટીમમાં લઇ જવામાં સફળ નીવડે તેની ટીમને પોઈન્ટ મળશે. અંતે વધુ પોઈન્ટ હોય તે ટીમ વિજેતા ગણાશે.
30 Minહાથ રૂમાલરંગો, પક્ષી, મહિનાના નામ આપવા.
8
5Make a word1) બે જૂથ બનાવવા. તેમાંથી દરેક જૂથને AEICTSPMHN - alphabets ના ફ્લેશકાર્ડ આપી દો.
2) કોઈ પણ શબ્દ બોલવો અને બંને જૂથના મિત્રો પોતાના ફ્લેશ કાર્ડ પ્રમાણે ઊભા રહી શબ્દ બનાવશે. Example: Cat
3) બંને માં સૌથી પહેલા જે જૂથ શબ્દ બનાવે તેને એક પોઈન્ટ મળશે, અંતે જે જૂથના વધારે પોઈન્ટસ હશે તે વિજેતા.
30 Minઆલ્ફાબેટના ફ્લેશકાર્ડઝEx.-CAT, MAT, MAP, SIT, PET, TAP, NET, TEN, PIN, SPIN, HIT, HEN etc. શબ્દો બનાવે.
9
6Dumb charades words1) બે જૂથ બનાવો, તેમાંથી એક જૂથમાંથી કોઈ એક વ્યક્તિ ઉભો થશે અને તેને શિક્ષક એક શબ્દ કહેશે. બાળક જે શબ્દ સાંભળશે તેનો અભિનય કરશે બાળક કઈ બોલે નહિ તેની કાળજી રાખવી. Example: Cat
2) બંને જૂથનો ઓછામાં ઓછો ચાર વાર વારો આવવો જોઈએ. સાચો નામ ઓળખે તેનો એક પોઈન્ટ. જે જૂથ સૌથી વધારે પોઈન્ટ્સ મેળવે તે વિજેતા.
30 Minજેનો અભિનય કરાવવો હોય તે લીસ્ટEX.-elephant, lion, mouse, tree, book, pencil, phone, car, dog, doctor, teacher, barber, farmer, etc.
10
7Passing gameAnimals, Vegetables, Fruits જેવા ટોપિક શિક્ષકે બોર્ડ પર લખવા. શિક્ષક બધા બાળકોનું એક મોટુ ગોળ બનાવશે. તેમને જણાવશે કે જેમની પાસે બોલ આવે તે કોઈપણ Animals, Vegetables, Fruits માંથી કોઈપણ એક નામ બોલી બોલ બીજાને પાસ કરશે. આ રીતે ગેમ આગળ ચાલશે. જે ના બોલી શકે તે out ગણાશે. 30 Minબોલ
11
833 to 5Throwing a ball1) શિક્ષકે બાળકોનું સર્કલ બનાવવું. જેમાં બાળકો ઉભા રહેશે. તેમજ તેમને એક બોલ આપવો જેના હાથમાં બોલ હોય તે બાળક કોઈ એક શબ્દ બોલે. ત્યારબાદ જેના હાથમાં બોલ આવે તે આગળના શબ્દનો છેલ્લો અક્ષર હોય તેના પરથી શબ્દ બોલે. જેમકે, એક બાળક બોલ્યો Mango તો બીજો બાળક 'o' પરથી ox બોલે. જે બાળક ન બોલી શકે તે out ગણાશે. 2) અંતે જે બાળક રહે તે વિજેતા ગણાશે. 30 Minબોલ
12
9Find a person1) કોઈ બાળકને રૂમની બહાર મોકલી દેવો અને અંદર રહેલા બાળકોમાંથી કોઈ એક બાળકને પસંદ કરવો અને બહાર રહેલો બાળક અંદર આવીને અંદર રહેલા બાળકને ઓળખશે. (આજ પ્રમાણે આસપાસ રહેલી વસ્તુઓ પણ પસંદ કરી શકાય)
2) ઓળખ કરાવવા શિક્ષક English માં અથવા અંગ્રેજી અને ગુજરાતી મિશ્ર ભાષામાં બાળકનું વર્ણન કરશે. વર્ણન માટે સૌથી પહેલા ઓછામાં ઓછા બે વાક્યો હોવા જોઈએ.
30 Min
વર્ણન માટેના વાક્યો
Ex.- Sit in first bench.
Short hair
Sit on last bench
wearing red shirt
Wearing cap
Long hair
13
10Hidden words1) શિક્ષકે બાળકોને તે જાણતા હોય તેવા પ્રાણીઓના નામ પૂછીને બોર્ડ પર લખવા.
2) શિક્ષકે બોર્ડ પર ‘Close the door at once!’ લખવું. બાળકોને તે વાંચીને તેમાં છુપાયેલ પ્રાણીનું નામ શોધવા કહેવું. જો તેઓ શોધી ન શકે તો શિક્ષકે કહેવું કે, 'rat'. પછી તેમને ફરી શોધવા કહેવું. જયારે બાળકોને તે મળી જાય ત્યારે તે શબ્દ નીચે બોર્ડ પર લાઈન કરવા કહેવું.
3) પછી શિક્ષકે બાળકોની બે ટીમ પાડવી. જો વધુ સંખ્યા હોય તો વધુ ટીમ પાડવી. પછી શિક્ષકે પ્રાણીઓના નામ છુપાયેલ હોય તેવા વાક્યો બોર્ડ પર લખવા અને તેમાંથી દરેક જૂથના બાળકોને તે શોધવા કહેવું. જેના માટે બે મિનીટ આપવી. જે જૂથ ઓછી મીનીટમાં શોધે તે હાથ ઉંચો કરશે. તેમજ તે વિજેતા ગણાશે.
30 Min-
14
11RAJA SAYS1) સૌ પ્રથમ શિક્ષક બોલશે તે રીતે બાળકોઍ ACTION કરવાની છે. જેમા જો શિક્ષક બોલે કે, "RAJA SAYS,TOUCH YOUR EYES" તો બાળકો પોતાની આંખો અડશે. અને જો શિક્ષક ખાલી આટલૂ જ બોલે કે "TOUCH YOUR EYES" અને RAJA SAYS ના બોલે તો બાળકોઍ statue થઇ જવું.
2) જે બાળક ACTION કરશે તે OUT ગણાશે તે પહેલા બાળકોને સમજાવવુ. આ રીતે શિક્ષક વારાફરતી બાળકોને
TOUCH YOUR NOSE, RAISE YOUR HAND, RUN ON THE PLACE જેવા INSTRUCTIONS આપશે અને બાળકો ACTION કરશે.
30 MinINSTRUCTIONS નું લીસ્ટ
15
1243 to 5Take & Put1) શિક્ષકે પહેલા બાળકો બધી વસ્તુઓના નામ જાણે છે કે નહિ તે ચેક કરવા બધી વસ્તુઓ એક એક ઉપાડીને પૂછવું કે, આ કઈ વસ્તુ છે?
2) હવે બાળકો Prepositions વિષે જાણે છે તે માટે કોઈ એક વસ્તુ અલગ-અલગ પોઝીશનમાં મુકીને ચેક કરવું.
3) હવે બાળકોના બે ગ્રુપ પાડવા. ત્યારબાદ એક બાઉલમાં સ્થળ આધારિત Prepositions ની ચિઠ્ઠીઓ બનાવીને મુકવી. તેમજ બધી વસ્તુઓ ટેબલ પર મૂકો.
4) હવે કોઈપણ એક ગ્રુપમાંથી એક બાળક આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે. તેમાં જે Preposition આવે તેને અનુલક્ષીને ટેબલ પરથી કોઈ એક વસ્તુ લઈને Preposition ને આધારે મુકવી. જેમકે, ચિઠ્ઠીમાં 'under' આવે તો બોલને ટેબલ નીચે મુકશે. જો બાળકે Preposition પ્રમાણે વસ્તુ સાચી મૂકી હોય તો તે ગ્રુપને એક પોઈન્ટ આપવો. જો ખોટું હોય તો બીજા ગ્રુપને વારો આપવો. આ પ્રમાણે એક્ટીવીટી કરાવવી.
5) પછી તે વસ્તુની પોઝીશનના આધારે શિક્ષક તે બાળકને પૂછશે. જેમકે, Where is the ball? તો તે બાળક જવાબ આપશે, under the table. તો શિક્ષકે બોલાવવું, The ball is under the table.
નોંધ:- દરેક વખતે ગ્રુપમાંથી અલગ-અલગ બાળકો આવવા જોઈએ. તેમજ જે ચિઠ્ઠીનો ઉપયોગ થઇ ગયો હોય તેને બાજુમાં રાખવી. બધી ચિઠ્ઠીનો ઉપયોગ થઇ ગયા પછી ફરી એક કરી લેવી. એકને એક Preposition આવે તો દરેક વખતની પોઝીશન જુદી-જુદી હોવી જોઈએ.
30 Minબોલ, ડસ્ટર, પેન, બેગ, પેન્સિલ...
16
13Number Gameસૌ પ્રથમ બાળકોને મોટુ સર્કલ બનાવવા કહો. ત્યારબાદ દા.ત. જો વર્ગમા 26 બાળકો હોય તો તમે કહો કે "Make groups of 3 students". માટે બાળકો 3-3 ના ગ્રુપ બનાવશે. અને 2 બાળકો બાકી રહી જશે. માટે 2 બાળકો આઉટ થઈ ગયા.

હવે બાળકોની સંખ્યા મુજબ કહો કે
"Make groups of 5 students". આ રીતે ગેમ ચાલુ રાખો. છેલ્લે 2-3 બાળકો રહે ત્યા સુધી રમત રમો. આ રમત ઉપરથી બાળકો સંખ્યા બોલતા, સાંભળતા સમજશે. આ રમત ત્યારે રમાડો જ્યારે બાળકો થાકી ગયા હોય અથવા વિષય ભણીને કંટાળ્યા હોય.
30 Min-
17
14Find the rhyming word1) બે-બેની પેર બનાવો. બોર્ડ પર 40 શબ્દો અગાઉથી લખી દો. જે શબ્દો બે-બેની પેરમાં રાઈમ થતા હોય પણ બોર્ડ પર આડા-અવળી લખવા.
2) હવે પહેલી પેર માંથી એક બાળક એક શબ્દ પર circle કરશે અને બીજો બાળક તે શબ્દ માટેનો rhyming word એક મિનિટમાં શોધવાનો રહેશે. સાચું શોધે એનો એક પોઈન્ટ. દરેક જૂથનો ઓછામાં ઓછો 4 વાર વારો આવવો જોઈએ.
3) જેના વધારે પોઈન્ટ્સ થાય તે વિજેતા ગણાશે.
30 MinRhyming words list
18
15Tongue twisters1) બે જૂથ પાડવા બાળકોને tongue twister આપવું ને બંને જૂથમાંથી જે 5 વાર સૌથી પહેલા સાચું બોલે તેને એક પોઈન્ટ મળશે.
2) ઓછામાં ઓછા 5 બંને જૂથને પૂછવા જે જૂથના સૌથી વધારે પોઈન્ટ્સ મળે તે વિજેતા.
Example: She sells seashells by the seashore
30 Minવાક્યોનું લીસ્ટ બનાવવું.
19
1653 to 5Word magic1) શિક્ષકે બાળકોના 4-5 ના ગ્રુપ પાડવા. તેમાં એક-એક લીડર બનાવવો. બાળકોને હાથીનું ચિત્ર બતાવવું તેમજ ELEPHANT બોર્ડ પર લખવું.
2) હવે ગ્રુપના દરેક બાળકને ELEPHANT ના લેટરમાંથી જેટલા સ્પેલિંગ બને તે પોતાની નોટમાં લખવા કહેવું. આ લખવા માટે 10 મિનીટ આપવી.
3) ગ્રુપ લીડરે સ્પેલિંગ લખાઈ ગયા પછી બધા બાળકો પાસેથી કાગળ લઈને તેનું એક લીસ્ટ બોર્ડ પર લખવા કહેવું. 4) હવે બોર્ડ પરના લીસ્ટમાંથી એક જ ગ્રુપના સરખા સ્પેલિંગ દૂર કરવા, ELEPHANT ના લેટર બહારનો સ્પેલિંગ હોય તે કાઢી નાંખવો.
5) હવે જે ગ્રુપના વધુ words હોય તે ગ્રુપને વધુ પોઈન્ટ આપવા. તેમજ અર્થપૂર્ણ શબ્દોનો એક્સ્ટ્રા પોઈન્ટ આપવો. આમ, અંતે જે ગ્રુપના વધુ પોઈન્ટ હોય તે વિજેતા ગણાશે.
45 Minહાથીનું ચિત્ર, નોટ-પેન
20
17Draw and win1) બાળકોને એક એક કરીને 5 આકારો દોરવવા જે સૌથી સાચા આકાર દોરે તે વિજેતા. જરૂર પડે તો આની સાથે number પણ ઉમેરી શકાય.
2) Draw a circle. Draw a rectangle. Draw a triangle. Draw a line. Draw a square.
30 Minટૂંકા વાક્યો બનાવવા.
21
18Twenty objects1) બાળકો સમક્ષ 20 વસ્તુઓ(picture) મુકવાની અને તેમને એક મિનિટ આપવી બધું યાદ કરવા માટે.
2) એક મિનિટ પછી બધીજ વસ્તુઓ દૂર કરી બાળકોને જે વસ્તુઓ જોઈ તેના નામ English માં બોલવા કહો.
3) જે બાળક સૌથી વધારે સાચા નામ બોલે તે વિજેતા.
4) જો શાળામાં પ્રોજેક્ટરની વ્યવસ્થા હોય તો બાજુવાળો ચાર્ટ બતાવવો. ન હોય તો અલગ-અલગ વસ્તુઓ જે બાળકો પરિચિત હોય તેવી અગાઉથી એકઠી કરવી.
30 Minવસ્તુઓના નામનું લીસ્ટ
22
19Make Alphabet Game1) સૌ પ્રથમ શિક્ષક 8-8 બાળકોની એક ટીમ બનાવશે. ત્યારબાદ શિક્ષક કોઈ alphabet કે shape બોલશે. અને બાળકો તે પ્રમાણે ગોઠવાઈ જશે. જેમ કે, shape a alphabet A. તો દરેક ટીમના બાળકો A shape માં ગોઠવાઈ જશે.
2) જે ટીમ A સૌથી પહેલા બનાવી લે એ ટીમને એક પોઈન્ટ આપવો.
3) આમ જે ટીમના પોઈન્ટ વધુ હોય તે વિજેતા ગણાશે.
30 Min-
23
2063 to 5Colour colour1) સૌ પ્રથમ શિક્ષક બાળકોનું સર્કલ બનાવશે. ત્યારબાદ બાળકો ગોળ ગોળ ફરશે. શિક્ષક બોલશે color color. ત્યારબાદ બાળકો બોલશે which color. શિક્ષક કોઈ પણ કલરનું નામ બોલશે અને બાળકો તે કલરને અડશે.30 Min-
24
21Chinese whisper1) સૌ પ્રથમ શિક્ષક બાળકોના 5 ગ્રૂપ પાડશે. ત્યારબાદ દરેક ગ્રૂપને લાઇનમા બેસાડશે અને લાઈનમા જે સૌથી પહેલા બેઠુ હોય તે બાળકને શિક્ષક એક વાક્ય કહેશે. ત્યારબાદ તે બાળક બાજુવાળાના કાનમા તે વાક્ય બોલશે.
2) જેમાં તે વાક્ય બીજા કોઈને સંભળાય નહી તે રીતે બોલવુ. આમ આગળ વધશે. ત્યારબાદ સૌથી છેલ્લે બેઠેલો બાળક વાક્ય બોલશે કે તેને શુ સાંભળ્યુ. તે પેહલા બાળક કરતા અલગ જ હશે.
3) આમ દરેક ગ્રુપના વાક્યો સાંભળવા. કોનું વાક્ય છેલ્લે સુધી એ જ રહ્યું છે તે જોવું. તેમજ તે ગ્રુપને વિજેતા જાહેર કરવું.
4) જો સમય હોય તો બધા બાળકોનું સર્કલ બનાવીને આ ગેમ રમાડવી.
30 Minનાના નાના વાક્યો
25
22Count the alphabet's number1) બોર્ડ પર આડા અવળા alphabets લખી દો. તેમાંથી એક-એક બાળકને ઉભો કરીને ગમે તે એક alphabet ની જે સંખ્યા હોય તે લખવા કહો. Ex.- D F G A P... હવે એક બાળકને બોલાવો તેને જેમકે, F ની નીચે જે નંબરે તે આવે તે ગણીને લખવા કહેવું. જેમકે, F એ 6 નંબરે આવે છે તો તેના નીચે તે '6' લખે. જે ખોટી સંખ્યા લખે તે આઉટ ગણાશે.
2) જો બાળકોનું લેવલ સારું હોય અને ઉપર પ્રમાણે પૂર્ણ થાય તો હવે, કોઈપણ બે-બે આલ્ફાબેટ લખવા. પછી તે આલ્ફાબેટની નીચે તેનો નંબર લખાવીને તેનો સરવાળો કરવા કહેવું.
Ex.- AC - 1+3 = 4
30 Min-
26
23Dropping points1) બાળકોને 4-5 ગ્રુપમાં અલગ કરી લો. શરૂઆતમાં દરેક જૂથ પાસે 100 પોઈન્ટ્સ હશે.
2) બોર્ડ પર એક ખોટો સ્પેલિંગ લખવો. Example-"NAF" તો બાળકોનો જવાબ અર્થપૂર્ણ "FAN" થાય.
3) કોઈ એક જૂથને જવાબ પૂછવો. જો જવાબ સાચો હશે તો પોઈન્ટ્સ જેમ છે એમજ રહેશે પરંતુ જો જવાબ ખોટો હશે તો 10 પોઈન્ટ્સ ઓછા થશે.
4) આવી રીતે દરેક જૂથને ઓછામાં ઓછો ૩ વાર વારો આવે એવો પ્રયત્ન કરવો.
5) જે જૂથના સૌથી વધારે પોઈન્ટ્સ બચે તે વિજેતા.
30 Minભૂલવાળા સ્પેલિંગનું લીસ્ટ તૈયાર કરવું.
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100