1 of 18

1

SHRI R. K. PARIKH ARTS AND SCIENCE COLLEGE

PETLAD

DEPARTMENT OF SOCIOLOGY

WELCOMES

Students, Goodmonring

Paper code:UA06CSOC32

Title: Data collection Techniques & Analysis

Semester:06

Year – 2021-22

2 of 18

2

Sem. VI Course No.32

( Data collection techniques & Analysis)

3 of 18

Unit No.I (Types of Data)માહિતીના પ્રકાર

  • Meaning of Data, Meaning of Primary data, Source of Primary data, Importance of
  • Limitations of Primary data.)

3

4 of 18

સૌપ્રથમ સામાજિક સંશોધન માટેના વિષયની પસંદગી કરવામાં આવે છે. વિષયની પસંદગી થયા બાદ સંશોધકે સંશોધન-યોજના ઘડવાની હોય છે

સંશોધક પોતાના સંશોધનકાર્યમાં કેવા સ્વરૂપની માહિતીનો ઉપયોગ કરવા માગે છે અને એ માહિતી ક્યાંથી તથા કેવી રીતે મેળવવામાં આવશે તેની સ્પષ્ટતા સંશોધન-યોજનામાં ઘણી આવશ્યક છે.

4

5 of 18

�(1)માહિતી એટલે શું ? (What is Data?) :

  • અભ્યાસ અને વિશ્લેષણના આધાર તરીકે કામમાં આવતા સંશોધન-વિષયને આનુષંગિક બધી જ ભૂતકાલીન અને વર્તમાનકાલીન વિગતોને માહિતી કહેવાય.
  • શ્રીમતી યંગના શબ્દોમાં કહીએ તો, Data are all relevant materials, past and present, serving as bases for study and analysis.

5

6 of 18

જોહન ડોલાર્ડ વગેરે લેખકો માહિતીને વિદ્યમાન મસાલો કે સામગ્રી ( Living stuff) તરીકે ઓળખાવે છે. સંક્ષેપમાં, માહિતી એટલે સામાજિક સંશોધન માટે ઉપયોગી એવી અભ્યસસામગ્રી

. સામાજિક સંશોધન માટે ઉપયોગમાં લેવાતી માહિતી “ગૌણ” અને “પ્રાથમિક” એમ બે પ્રકારની હોય છે.

6

7 of 18

(2) પ્રાથમિક માહિતીનો અર્થ (Meaning of Primary Data)

  • પ્રો. રોબર્ટસ અને રાઈટના મતે, અમુક સંશોધન-સમસ્યાના ચોક્કસ હેતુ માટે એકઠી કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય.
  • સંશોધકે પ્રત્યક્ષ રીતે જ જાતે સૌપ્રથમ વાર એક્ત્ર કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. આવી માહિતીના સંપાદનની તેમજ તેના પ્રકાશનની જવાબદારી પણ માહિતી એક્ત્ર કરનાર મૂળ વ્યક્તિની રહે છે

7

8 of 18

�First hand data ને પ્રાથમિક માહિરી કહેવાય.

  • પ્રાથમિક માહિતીના સ્ત્રોતો – ક્ષેત્રીય સ્ત્રોતો (Sources of Primary Data – Field Sources)
  • પ્રાથમિક માહિતીના મુખ્ય સ્ત્રોતો તરીકે જે –તે સંશોધનક્ષેત્ર પોતે જ છે. આથી આવા સ્ત્રોતોને ક્ષેત્રીય સ્ત્રોતો કહેવામાં આવે છે.

8

9 of 18

ક્ષેત્રીય સ્ત્રોત એટલે શું ?

  • જે વિસ્તારના લોકોના સામાજિક જીવન અંગે સંશોધન કરવાનું હોય એ ક્ષેત્ર કે વિસ્તારમાં જઈને ત્યાં વસવાટ કરતી વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવામાં આવે છે ત્યારે એ વિસ્તારની વ્યક્તિઓને ક્ષેત્રીય સ્ત્રોત કહેવાય. એટલે કે એ વિસ્તારમાં વસવાટ કરતી વ્યક્તિઓ “ક્ષેત્રીય સ્ત્રોત” છે. આથી ક્ષેત્રીય સ્ત્રોતને વૈયક્તિક (Personal) કે પ્રત્યક્ષ (Direct) સ્ત્રોત પણ કહેવામાં આવે છે.

9

10 of 18

પ્રત્યક્ષ સર્વક્ષણ દ્વારા એક્ત્ર કરવામાં આવતી માહિતી ક્ષેત્રીય સ્ત્રોતોમાથી મેળવેલી હોય છે�

  • ટૂંકમાં, જે વ્યક્તિઓ કે જૂથને લગતું સંશોધન કરવાનું હોય એ વ્યક્તિઓ કે જૂથ પાસેથી પ્રત્યક્ષ રીતે માહિતી મેળવવામાં આવે ત્યારે તેને ક્ષેત્રીય સ્ત્રોતમાંથી માહિતી મેળવી છે તેમ કહેવાય.

10

11 of 18

  • ક્ષેત્રીય સ્ત્રોતમાંથી માહિતી મેળવવા માટે સંશોધકે જે – તે ક્ષેત્રમાં રહેતી વ્યક્તિઓનો પ્રત્યક્ષ સંપર્ક સાધવો પડે છે અને તેમની પાસેથી માહિતી મેળવવા માટે નિરીક્ષણ, પ્રશ્નાવલિ, અનુસૂચિ કે મુલાકાત જેવી પ્રયુક્તિઓ કે પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે.

11

12 of 18

(3)ક્ષેત્રીય સ્ત્રોતોનું મહત્ત્વઃ

  • (i)ક્ષેત્રીય સ્ત્રોતો જટિલ માનવસંબંધોને સમજવામાં ઉપયોગી બને છેઃ

12

13 of 18

  • (ii)ક્ષેત્રીય સ્ત્રોતો સમાજજીવનને લગતી વાસ્તવિક માહિતી મેળવવામાં ઉપયોગી છેઃ

13

14 of 18

(iii)ક્ષેત્રીય સ્ત્રોત એ પ્રત્યક્ષ સ્ત્રોત છેઃ

  • સંશોધક અને માહિતીદાતા વચ્ચે પ્રત્યક્ષ સંપર્કને લીધે સંશોધન-વિષય અંગે સંશોધકમાં નવી દ્ર્ષ્ટિ વિકસે છે અને સંશોધન અંગે નવો અભિગમ પણ વિકસે છે.

14

15 of 18

  • (iv)નવા ખ્યાલોનું ઘડતર કરવામાં, પ્રવર્તમાન ખ્યાલોનું પુનઃ ઘડતર કરવામાં,

15

16 of 18

(4)ક્ષેત્રીય સ્ત્રોતોની મર્યાદાઃ

  • (i)ક્ષેત્રીય સ્ત્રોતોમાંથી માહિતી મેળવવાનું કાર્ય ખર્ચાળ અને સમય માગી લે તેવું છે. તેમાં મહિનાઓ અને વરસોનો સમય પણ વીતી જવા પામે. જોકે, ખર્ચ અને સમયનો આધાર સંશોધન-સમસ્યાના સ્વરૂપ અને નિદર્શ (Sample) ના કદ ઉપર રહેલો છે.

16

17 of 18

  • (ii)ક્ષેત્રીય સ્ત્રોતના ઉપયોગમાં સંશોધક અને માહિતીદાતા વચ્ચે સંપર્ક સ્થાપિત થતો હોવાથી સંશોધકની હાજરી, તેના અંગત મૂલ્યો વગેરેની અસર માહિતીદાતા ઉપર થાય તે દ્વારા માહિતી ઉપર પણ પડવાનો સંભવ રહેલો છે. આવી અસરના કારણે યથાર્થ અને વિશ્વસનીય માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી થાય છે.

17

18 of 18

  • (iii)ક્ષેત્રીય સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે સંશોધકે તાલીમ મેળવવી આવશ્યક છે. આ માહિતી કઈ રીતે મેળવી શકાય તે અંગે પદ્ધતિશાસ્ત્રીય જ્ઞાન મેળવવું આવશ્યક છે, તેમજ આવી માહિતી મેળવવા માટે સંશોધકમાં ધૈર્ય, ખંત, ઉદ્યમીપણું અને વૈજ્ઞાનિક વલણના ગુણો હોવા આવશ્યક છે, એ વિના સંશોધક ફળદાયી નીવડી શકે નહીં.

18