1 of 11

ધ્વનિવિચાર

2 of 11

પ્રસ્તાવના

  • ધ્વનિ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાય છે.
  • ધ્વનિ આમ તો વ્યાકરણનો વિષય છે.
  • અર્થના સ્ફોટને પણ ધ્વનિ કહે છે.
  • સૂચિત અર્થ અથવા વ્યંગ્યાર્થને પણ ધ્વનિ કહે છે.
  • નગારા ઉપર દાંડિયો પડે છે ત્યારે નગરની પાસેના આકાશમાં અવાજ ઉત્પન્ન થાય છે. પણ આપણે સંભાળીએ છીએ તે શબ્દતરંગ એનાથી ભિન્ન હોય છે. મૂળ શબ્દતરંગ પોતાની આસપાસ એક તરંગમાળા ઉત્પન્ન કરે છે, અને તેનો છેલ્લો તરંગ આપણા કાને અથડાય છે – એ પણ ધ્વનિ કહેવાય છે.
  • શબ્દના છેલ્લા વર્ણના ઉચ્ચારણ સાથે એના આગલા વર્ણોના સંસ્કાર ભળતાં સ્ફોટ પ્રકટ થાય છે. એ સ્ફોટને પ્રગટ કરતા અવાજને ધ્વનિ કહે છે.
  • એ જ રીતે જે શબ્દો અને અર્થો સૂચિત અર્થ પ્રગટ કરી શકે એમ હોય છે તેને ધ્વનિ કહે છે.

3 of 11

  • ‘સૂર્ય આથમ્યો.’ – એ સાદું વાક્ય છે. એનો વાચ્યાર્થ સૂર્યાસ્ત થયો એવો થઈ શકે પણ એનો વ્યંજિત અર્થ ઘણા નીકળી શકે. જેમકે, બ્રાહ્મણ પોતાના દીકરાને આ વાક્ય કહે તો હવે સંધ્યા-આરતીનો સમય થયો છે એવો અર્થ વ્યંજિત થાય. મજુર આ વાક્ય બોલે તો ‘કામ બંધ કરવાનો સમય થયો છે.’ એવો અર્થ બહાર આવે. ભરવાડ તેના દીકરાને કહે તો ‘ગાયોને ઘર તરફ લઈ લે’ એવો અર્થ નીકળે.
  • આમ, સૂચિત અર્થ પ્રગટ થાય તેને ધ્વનિ કહે છે.

4 of 11

ધ્વનિસિદ્ધાંત

  • ભારતીય કાવ્યમીમાંસામાં આનંદવર્ધનનો ધ્વનિસિદ્ધાંત જાણીતો છે.
  • ‘ધ્વનિ’ સંજ્ઞા મૂળ તો વ્યાકરણની પરિભાષામાંથી લેવામાં આવી છે.
  • શબ્દનો ઉચ્ચાર થાય ત્યારે એ એક પછી એક એવાં બે સ્વરૂપે પ્રગટે છે.
  • એનું પ્રથમ સ્વરૂપ તે શબ્દ ઉચ્ચારાય ત્યારે થતો ધ્વનિનાદ (sound)નું સ્વરૂપ તે ધ્વનિ.
  • એ પછી શ્રોતાના ચિત્તમાં આખો શબ્દ પહોંચ્યા પછી અર્થ નામનું એનું બીજું સ્વરૂપ પ્રગટે છે.
  • ધ્વનિનું આ અર્થસ્વરૂપ આપને કાવ્યમાં લેવાનું હોય છે. કારણકે એ નિત્ય અર્થપ્રતીતિ કરાવનારું આ બીજું રૂપ તે અર્થસ્ફોટ કહેવાય.
  • કાવ્યમાં અર્થ આપનારી આવી વિશિષ્ટ શબ્દ શક્તિને ધ્વનિ કહે છે.
  • આનંદવર્ધને ધ્વનિનો ખ્યાલ સમજાવતાં સ્વાભાવિક રીતે જ શબ્દની ત્રણ શક્તિઓને કેન્દ્રમાં રાખી છે.
  • કાવ્યમાં અર્થ આપવાની ક્ષમતામાં શબ્દનું ભારે મહત્વ છે.
  • આ શબ્દ અભિધા, લક્ષણા અને વ્યંજના એવી ત્રણ પ્રકારની શક્તિ ધરાવે છે.

5 of 11

  • આચાર્ય આનંદવર્ધન પોતાના ‘ધ્વન્યાલોક’માં ધ્વનિ વિચાર આપે છે. એટલે કે ધ્વનિવિચારણા પ્રણેતા આચર્ય આનંદવર્ધન છે.
  • તેમના મત મુજબ જ્યાં ગતિ છે ત્યાં ધ્વનિ છે.
  • કોઈ મોડું આવે અને તમે કહો, “આજે કેમ વહેલા આવ્યા?” આ ધ્વનિ.
  • ‘અભિજ્ઞાન શાકુંતલ’માં દુષ્યંત શકુંતલાનો ત્યાગ કરે, મરીચિ ઋષિના આશ્રમમાં દુષ્યંત અને શકુંતલાનો પુત્ર સર્વદમન સિંહના બચ્ચાં સાથે રમી રહ્યો છે. દુષ્યંત ચિંતિત છે, એ જ વખતે કુટીરમાંથી શકુંતલા બહાર આવે છે. એક તાપસી શકુંત (પક્ષી/ મોર) લાવી આપવા કહે છે. - “શકુંત: લાવણ્યમય પ્રેક્ષસ્વ:’ એટેલે કે આ શકુન્તનું લાવણ્ય જો. આ શબ્દની શક્તિ છે.
  • સાહિત્યનો આનંદ આપણને એના નિષ્પન્ન થતાં ધ્વનિ દ્વારા પ્રાપ્ત થાય છે.
  • આનંદવર્ધન ધ્વનિની વ્યાખ્યા આપતાં કહે છે “ધ્વનિ: કાવ્યસ્ય આત્મા’. એટલે કે ધ્વનિ કાવ્યનો આત્મા છે.
  • જેમાં અર્થ પોતાને અથવા પોતાના અર્થને ગૌણ બનાવીને પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છે તે કાવ્યવિશેષને તજજ્ઞો ધ્વનિ કહે છે.

6 of 11

  • એટલે કે કાવ્યના શબ્દોમાંથી અંતે સ્ફૂરી રહેતો રહેતો કોઈ જુદો જ ભાવાર્થ. આ વ્યાખ્યા સમજાવતાં આનંદવર્ધન નારીના લાવણ્યનું ઉદાહરણ આપે છે.
  • જેમ નારીના દેહમાં તેનાં અંગ-ઉપાંગોથી ભિન્ન લાવણ્ય હોય છે તેમ કાવ્યના શબ્દાર્થ અને અલંકારો રૂપ પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન એવો પ્રતીયમાન અર્થ હોય છે.
  • જે મહાકવિઓની વાણીમાંથી વાચ્યાર્થબોધને અંતે વ્યંજના દ્વારા સમજાય છે.
  • ધ્વનિ એટલે સંકેત.
  • ધ્વનિ અર્થસંગોપનની પ્રક્રિયા છે એમાં સંગોપિત અર્થનું પ્રાકટ્ય છે.

7 of 11

  • આનંદવર્ધને કાવ્યમાં ધ્વનિના પરાવર્તન માટે બે શરતો મૂકી છે :
  • કાવ્ય મહાકવિનું એટલે કે ઉત્તમ પ્રતિભાનું હોવું જોઈએ.
  • એનો ભાવક સહૃદય હોવો જોઈએ.
  • અહીં આનંદવર્ધને કારયિત્રી અને ભાવયિત્રી બેઉ પ્રતિભાનો મહિમા કર્યો છે. એટલે ધ્વનિ કાવ્ય સર્જવા માટે એનાં કવિમાં ઉંચી પ્રતિભા હોવી જોઈએ.
  • એ જ રીતે ધ્વનિ કાવ્યને સમજવા માટે ભાવકમાં પણ ઉંચી પ્રતિભા હોવી જોઈએ.
  • જો કાવ્ય કશાય ધ્વનિ વગરનું હશે તો એ સાહિત્યકૃતિ નહિ હોય.

8 of 11

ધ્વનિના પ્રકાર

  • આનંદવર્ધને ધ્વનિના ત્રણ પ્રકાર પાડ્યા છે :

વસ્તુ ધ્વનિ

અલંકારધ્વનિ

રસધ્વનિ

9 of 11

વસ્તુધ્વનિ

  • જે કાવ્યમાં એનું વિષયવસ્તુ જ ધ્વનિને વ્યંજિત કરે એ જ આપણને બીજો અર્થ આપતું હોય અથવા વિષયવસ્તુ પોતે જ અર્થને બહાર લાવતું હોય તેને વસ્તુધ્વનિ કહે છે.
  • “આટલાં ફૂલો નીચે અને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી.”
  • દલપતરામનાં પ્રબોધક કાવ્યો વસ્તુ ધ્વનિનાં નોંધપાત્ર ઉદાહરણ છે.

10 of 11

અલંકાર ધ્વનિ

  • અલંકાર ધ્વનિમાં કાવ્યમાં વપરાયેલો અલંકાર વ્યંજિત થઈને જુદો જ અર્થ આપતો હોય છે.
  • જેમકે, અલંકારધરી અનેક ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ, વ્યતિરેકૉ કે અતિશયોક્તિઓ અલંકારધ્વનિનાં ઉદાહરણો છે.
  • દા.ત. દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય”
  • દીકરાઓ પાણી પેઠે પૈસા વાપરે છે.
  • નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
  • હોડી જાણે આરબઘોડી

11 of 11

રસધ્વનિ

  • રસધ્વનિને આનંદવર્ધને પણ સર્વશ્રેષ્ઠ ધ્વનિ કહ્યો છે.
  • વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ પણ આખરે તો રસધ્વનિને પરિપુષ્ટ કરવા કાવ્યમાં આવે છે.
  • કાવ્યમાંથી કોઈ વિશેષ અર્થબોધ થાય, જે અભિધા કે લક્ષણાને આધારે નહિ પણ વ્યંજનાને આધારે થાય ત્યારે કાવ્યમાં ભાવ રસની કક્ષાએ પહોંચે છે.
  • આમ, વ્યંગ્ય ભાવ તે રસધ્વનિનું ઉદાહરણ છે.
  • વસ્તુ અને અલંકાર ધ્વનિ પણ રસધ્વનિમાં ભળી જાય છે.
  • મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
  • ચોમાસુનું વેલડું કાંઈ ઉપડ્યું બારોબાર ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર
  • કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે
  • ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.