1 of 52

આરોગ્ય શાખા

જિલ્લા પંચાયત, ભાવનગર

2 of 52

  • પ્રાથમિક સેવાઓ:-

૨૯૯ સબ સેન્ટરો

૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

૪ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

૪ મોબાઇલ હેલ્થ યુનિટ

    • નિષ્ણાંત તબીબી સેવાઓ :-

૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્રો

૨ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ

    • સુપર સ્પેશીયાલીસ્ટ સેવાઓ :

૧ મેડીકલ કોલેજ હોસ્પિટલ

ભાવનગર જિલ્લામાં આરોગ્ય સેવાઓને છેવાડાના માણસો સુધી પહોંચાડવાનું વ્યવસ્થા તંત્ર

3 of 52

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

PMVVY

4 of 52

5 of 52

જનની સુરક્ષા યોજના

યોજના શરૂ થયા વર્ષ

૨૦૦૫

યોજનાનું નાણાકીય સ્ત્રોત

નેશનલ રૂરલ હેલ્થ મિશન હેઠળ આ યોજનાનો અમલ થાય છે. એન.આર.એચ.એમ. અંબ્રેલા પ્રોગ્રામ હોઇ તેની નાણાંકીય પેકેજ પ્રમાણે ભારત સરકારનો ૮૫ ટકા અને રાજય સરકારનો ૧૫ ટકા ફાળો હોય છે.

તા. ૦૫/૦૧/૨૦૦૯ પછી આ યોજનામાં કોઇ સુધારો થયેલ નથી.

6 of 52

જનની સુરક્ષા યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ. કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે. જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારના તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

7 of 52

જનની સુરક્ષા યોજના અંતર્ગત સહાય / લાભ

  • આ યોજના હેઠળ લાભાર્થીને રૂા. ૭૦૦/- ગ્રામ્ય વિસ્તાર તથા રૂા. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે.

8 of 52

જનની સુરક્ષા યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • આ યોજના અંતર્ગત સહાય માટે સ્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો હોવાનો પુરાવો અથવા આવકનો પુરાવો લગાવવાનો રહેશે.

  • સ્રી આરોગ્ય કાર્યકર(આપના વિસ્તાર)ના દ્વારા આપને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • નાણા સીધા લાભાર્થીના આધારસીડીંગ કરેલ બેંક ખાતામાં જમા થશે.

9 of 52

રાષ્ટ્રિય પરિવાર નિયોજન

યોજના શરૂ થયા વર્ષ

૧૯૫૧

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ભારત સરકાર તરફથી

(૧૦૦ ટકા ભારત સરકાર)

ઠરાવ ક્રમાંકઃ એફપીડબલ્યુ/૧૦૨૦૦૬/૨૦૫૬/બ-૧(ઘ), સચિવાલય ગાંધીનગરનો ૨૩/૧૦/૦૭નો ઠરાવ

10 of 52

રાષ્ટ્રિય પરિવાર નિયોજનના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉંમર ૨૨ વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા તેને એક બાળક હોવુ જોઇએ અને તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ. પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવુ જોઇએ (બે માંથી એક આ પદ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ. તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ) પુરૂષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય, તેની ઉમર ૬૦ વર્ધથી નીચે હોવી જોઇએ તેને એક બાળક હોવું જોઇએ અને તેની ઉંમર ૧ વર્ષથી વષરે હોવી જોઇએ. લાભાર્થીની પત્નીનું આપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પદ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનિસક અવસ્થા સારી હોવી જોઇએ.

11 of 52

રાષ્ટ્રિય પરિવાર નિયોજન અંતર્ગત સહાય / લાભ

વિગત

લાભાર્થીને સહાય

મોટીવેટર

વાઝેકટોમી(દરેક)

૨૦૦૦

૩૦૦

ટયુબેકટોમી (બી.પી.એલ+એસ/એસટી)

૧૪૦૦

૩૦૦

ટયુબેકટોમી (એ.પી.એલ.)

૨૨૦૦

૩૦૦

12 of 52

રાષ્ટ્રિય પરિવાર નિયોજનનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે.
  • કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને સહાય આપવામાં આવશે.
  • નાણા સીધા લાભાર્થીના આધારસીડીંગ કરેલ બેંક ખાતામાં જમા થશે.

13 of 52

14 of 52

રાષ્ટ્રિય રકત્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

યોજના શરૂ થયા વર્ષ

૧૯૫૫

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ભારત સરકાર

સેન્ટ્રલ લેપ્રસી ડીવીઝન નવી દિલ્હી

સને ૧૯૮૩ પછી આ યોજનામાં કોઇ સુધારો થયેલ નથી.

15 of 52

રાષ્ટ્રિય રકત્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • રકતપિતના ચિન્હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિની સારવાર મફત પુરી પાડવામાં આવે છે.
  • પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્તોને માઇક્રો સેલ્યુલર રબર(એમ.સી.આર.) શૂઝ મફત પુરા પાડવામાં આવે છે.
  • વિકૃતિ ધરાવતા તમામ રકતપિતગ્રસ્તોને રકિનસટ્રકટીવ સર્જરી ભારત સરકારશ્રી માન્ય સેન્ટર
  • (૧) સીવીલ હોસ્પિટલ – અમદાવાદ.
  • (૨) એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા

ખાતે મફત કરી આપવામાં આવે છે.

16 of 52

રાષ્ટ્રિય રકત્તપિત્ત નિર્મૂલન અંતર્ગત સહાય / લાભ

  • રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે./સા.આ.કે. અને જનરલ હોસ્પિટલમાં મફત પુરી પાડવામાં આવે છે.
  • પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્તોને માઇક્રો સેલ્યુલર રબર શૂઝ (એમ.સી.આર) વર્ષમાં બે વાર મફત પુરા પાડવામાં આવે છે.
  • વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્તોને વિકૃતિ દૂર કરવા માટે રીકનસટ્રકટીવ સર્જરી ભારત સરકારશ્રી માન્ય સેન્ટરમાં કરાવવામાં આવે છે.

17 of 52

રાષ્ટ્રિય રકત્તપિત્ત નિર્મૂલનનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • MCR શૂઝ – એસ.સી.આર. શૂઝ મેળવવા માટે રકતપિત્તગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીને કોઇ આધાર પુરાવાની જરૂર રહેતી નથી. આર.સી.એસ.-
  • મેજર આર.સી.એસ. કરાવેલ રકતપિત્તગ્રસ્તે બી.પી.એલ. કાર્ડ ધારક છે. તેનો સક્ષમ અધિકારીશ્રીનો પુરાવો (બી.પી.એલ.કાર્ડ) રજુ કરવાનું રહેશે.
  • ભારત સરકાર દ્વારા માન્ય કરેલ સંસ્થામાં આપરેશન કરાવેલ છે તેનો દસ્તાવેજી પુરાવો ૧.એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા, ૨.નવી સીવીલ હોસ્પિટલ, અમદાવાદ.
  • રકતપિત્તગ્રસ્ત આ.સી.એસ. ઓપરેશન માટે હોસ્પિટલાઇઝેશન થયેલ છે તેનો પુરાવો.

18 of 52

રાષ્ટ્રિય રકત્તપિત્ત નિર્મૂલનનો લાભ કયાંથી મળશે

  • MCR શૂઝ – જિલ્લા રકતપિત્ત અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીશ્રીની કચેરી દ્વારા
  • RCS - એજન
  • MDT - તમામ પ્રા.આ.કે./સા.આ.કે., જનરલ હોસ્પિટલમાં મફત પુરી પાડવામાં આવે છે.

19 of 52

આયુષ્યમાન ભારત�પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના

યોજના શરૂ થયા વર્ષ

જુન - ૨૦૧૮

સહાય : કુટુંબ દીઠ વાર્ષિક રૂા. ૫,૦૦,૦૦૦/- સુધીની સારવાર

20 of 52

21 of 52

દિકરી યોજના

યોજના શરૂ થયા વર્ષ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ એફ.પી.ડબલ્યુ-૧૦૮૭-૨૭૫ ઘ, તા. ૨૮/૧૨/૧૯૮૯

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ગુજરાત સરકારશ્રીના બજેટમાં આયોજનની અંદાજપત્રીય જોગવાઇ હેઠળ મુખ્ય સદરઃ ૨૨૧૧ પરિવાર કલ્યાણ સદરે મંજુર થયેલ જોગવાઇમાંથી નાણાંકીય સ્ત્રોત મેળવવામાં આવે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ એફ.પી.ડબલ્યુ-૧૦૮૭-૨૭૫-ઘ, તા. ૦૭/૧૧/૧૯૯૦ થી આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો.

22 of 52

દિકરી યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • દિકરી ન હોય અને ફકત એક કે બે દિકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવે તો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે.

23 of 52

દિકરી યોજના અંતર્ગત સહાય / લાભ

  • દિકરો ન હોય અને ફકત એક દિકરી હોય તેવા દંપતિને રૂા. ૬૦૦૦/-
  • દિકરો ન હોય અને ફકત બે દિકરી હોય તેવા દંપતિને રૂા. ૫૦૦૦/-

દિકરી યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.

  • નઆ યોજના નો લાભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી હેઠળ આપવામાં આવે છે. (THO – MO)

24 of 52

મમતા તરૂણી

યોજના શરૂ થયા વર્ષ

૨૦૦૯

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ભારત સરકારશ્રીના RCH-II/NRHM પ્રોગ્રામમાંથી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ એફ.પી.ડબલ્યુ-૧૦૨૦૦૯-૧૧૪૯-બી-૧, તા. ૦૫/૧૧/૨૦૦૯ થી આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો.

25 of 52

મમતા તરૂણીના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • ૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આવરી લેવામાં આવે છે.

26 of 52

મમતા તરૂણી અંતર્ગત સહાય / લાભ

  • દરેક લાભાર્થીને એક માસની જરૂરિયાત જેટલી લોહતત્વની ગોહી (મહિનાની ૪) આપવાની રહેશે.
  • તરૂણીઓનું વર્ષમાં ત્રણવાર વજન કરવામાં આવશે અને વજન મોનીટરીંગ કરવામાં આવે છે.
  • જીવન શિક્ષણ વિશે વાર્તાલાપ કરવાનો રહેશે.
  • ટી.ટી.(ધનુરવાની રસી) ૧૦ અને ૧૬ વર્ષની તરૂણીઓને આપવામાં આવે છે.
  • મમતા તરૂણી દિવસે દરેક કેન્દ્રમાં છ માસના સમયાંતરે મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા હિમોગ્લોબીન(એચ.બી.) માપવાનું રહેશે.

27 of 52

મમતા તરૂણી અંતર્ગત સહાય / લાભ

  • રેફરલની જરૂરિયાત અનુસાર, તરૂણીને એડોલેસન્ટ ફ્રેન્ડલી (AFHS) કે અન્ય કેન્દ્રમાં રીફર કરવાનું રહેશે.
  • જુથ પૈકીની ઓછામાં ઓછા વજનવાળી ૧૦ છોકરીઓ સંકલિત બાળ વિકાસ યોજનાની કિશોરી શક્તિ પૂરક આહાર માટે પાત્ર બનશે.

28 of 52

મમતા તરૂણીનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • ૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓએ આશાબેન પાસે પોતાનું નામ નોંધાવવાના રહેશે.

  • ગામમાં યોજાતા મમતા દિવસે તેમજ આંગણવાડીને ત્યાંથી યોજનાનો લાભ મળશે.

29 of 52

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જંતુનાશક દવા યુકત મચ્છરદાની પૂરી પાડવી.

યોજના શરૂ થયા વર્ષ

૨૦૦૩-૦૪

યોજનાનું નાણાકીય સ્ત્રોત

રાજય સરકારશ્રીની બજેટ અને ભારત સરકારશ્રી તરફથી સાધન સામગ્રીના રૂપમાં સહાય.

વર્ષઃ ૨૦૧૦-૧૧ થી લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્રેટેડ બેડ નેટસ આપવામાં આવે છે.

30 of 52

લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • મેલેરીયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સમાવેશ પામતા ગામના લાભાર્થી કુટુંબો

યોજના અંતર્ગત સહાય / લાભ

  • કુટુંબ દીઠ ૨.૫ વ્યક્તિ માટે એક મચ્છરદાની પૂરી પાડવી.

31 of 52

યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • મેલેરીયા માટેના જોખમી વિસ્તારોમાં સમાવેશ પામતા લાભાર્થી કુટુંબોએ આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

  • પ્રા.આ.કેન્દ્રથી ગ્રામ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી મારફતે આ યોજનાનો લાભ મેળવી શકાય.

32 of 52

કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY)

યોજના શરૂ થયા વર્ષ

૨૦૧૧-૧૨

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ગુજરાત રાજય

33 of 52

KPSY ના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગ દ્વારા જાહેર કરાયેલ ગરીબી રેખા હેઠળના કુટુંબોની સગર્ભા માતાઓ.

34 of 52

KPSY અંતર્ગત સહાય / લાભ

  • સગર્ભાવસ્થામાં, પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરવવાથી રૂા. ૨૦૦૦/- ની સહાય
  • સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂા. ૨૦૦૦/-
  • બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂા. ૨૦૦૦ની સહાય.
  • આમ, કુલ રૂા. ૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

35 of 52

KPSY નો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્તાના પ્રથમ ત્રીમાસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ. પાસે નોંધણી કરાવવાથી પ્રથમ હપ્તો મળવા પાત્ર થશે.
  • ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવા પાત્ર થશે.
  • ગરીબી રેખા હેઠળની માતાના બાળકના જન્મ બાદના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા પાત્ર થશે.
  • નાણા સીધા લાભાર્થીના આધારસીડીંગ કરેલ બેંક ખાતામાં જમા થશે.

36 of 52

  • જે કીસ્સામાં લાભાર્થી બી.પી.એલ.સવર્ગમાં આવે છે. તેવા પ્રથમ પ્રસૂતિના કીસ્સામાં લાભાર્થીને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMVVY) માથી રૂ.૫૦૦૦ /- અને કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) માથી રૂ.૧૦૦૦/- એમ કુલ રૂ.૬૦૦૦ /- ની સહાય મળવાપાત્ર રહેશે.
  • એ.પી.એલ.પ્રથમ પ્રસૂતીનાં કિસ્સામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMVVY) હેઠળ રૂ.૫૦૦૦/- મળવાપાત્ર થશે જ્યારે કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) માથી કોઈ રકમ મળવાપાત્ર થશે નહીં.
  • બીપીએલ લાભાર્થીને કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) હેઠળની શરતોને આધીન બીજી પ્રસૂતીમાં રૂ.૬૦૦૦ /- અને ત્રીજી પ્રસૂતીમાં રૂ.૬૦૦૦ /- યથાવત રીતે મળવાપાત્ર રહેશે.

KPSY નો લાભ મેળવવા માટેની પદ્ધતિ

37 of 52

જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK)

યોજના શરૂ થયા વર્ષ

૨૦૧૧

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ગુજરાત રાજય

38 of 52

JSSK ના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

  • ગુજરાત સરકાર દ્વારા આ યોજના સરકારી દવાખાનામાં અમલમાં મુકવામાં આવેલ છે જેમાં તમામ સગર્ભા માતાઓ કે જે સરકારી દવાખાનામાં સુવાવડ કરાવે તેને સંપૂર્ણપણે મફત એકપણ પૈસાનો ખર્ચ કર્યા વગર તમામ સારવાર મફત આપવામાં આવે છે.

39 of 52

JSSK અંતર્ગત સહાય / લાભ

  • મફત સુવાવડ
  • મફત સીઝેરીયન એકશન ડીલીવરી
  • મફત નિદાન જેમાં લોહી પેશાબ તથા સોનોગ્રાફી વિગેરે
  • મફત જમવાનું નોર્મલ ડીલીવરીમાં ૩ દિવસ સુધી અને સીજેરીયનમાં ડીલીવરીમાં થાય તો ૭ દિવસ
  • મફત લોહી
  • મફત વાહનની સગવડતા (એક દવાખાના થી બીજા દવાખાના સુધીની પણ મફત સુવિધા રીફર કે માટે)

40 of 52

JSSK અંતર્ગત સહાય / લાભ

  • તમામ પ્રકારના જરૂરી ખર્ચાઓ મફતમાં
  • નવા જન્મેલા માંદા બાળકોને પણ ૩૦ દિવસ સુધી મફત સારવાર તથા દવાઓ
  • તમામ પ્રકારના રીપોર્ટો મફત
  • ઇારજન્સીમાં દવાની જરૂરીયાત અને સરકારી સ્ટોરમાં ઉપલબ્ધ હોય તો બહારથી દવા ખરીદી મફતમાં સારવાર
  • આમ નવજાત બાળકને તથા સગર્ભા માતાને તમામ પ્રકારની સારવાર મફતમાં આપવામાં આવે છે.

41 of 52

JSSK નો લાભ મેળવવા માટેની પદ્ધતિ

  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ સરકારી દવાખાનામાં જ દાખલ થવાનું હોય છે.

  • રાજય સરકારના તમામ સરકારી દવાખાનાઓમાંથી આ લાભ મળી શકશે.

42 of 52

શાળા આરોગ્ય–રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

43 of 52

44 of 52

નેશનલ આયર્ન + ઇનીશેટીવ

45 of 52

તબીબી સહાય

46 of 52

47 of 52

ઇ-સંજીવની (ટેલી-મેડીસીન)

48 of 52

49 of 52

આભાકાર્ડ

  • આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (આભા કાર્ડ) હેલ્થ આઈડી શું છે?
  • 27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (ABDM)ની શરૂઆત કરી.  આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે.  આ ID એ 14-અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકો છો.

50 of 52

આભા કાર્ડ ના ફાયદા –

  • જો તમે ABHA હેલ્થ આઈડી કાર્ડની અરજી અને ડાઉનલોડ કરો તો તમે નીચેના લાભો મેળવી શકો છો.
  • તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો, વગેરે, માત્ર થોડી ક્લિક્સ સાથે ઉપયોગ કરી શકો છો.
  • તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો વગેરે સાથે સરળતાથી શેર કરી શકો છો. આમ, તમે નવા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો.
  • તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) ને ઉપયોગ કરી શકો છો જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન થનાર છે.
  • તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી (HFR) ને પણ ઉપયોગ કરી શકો છો જે ભારતમાં તમામ સરકારી અને ખાનગી તબીબી સુવિધાઓની લીસ્ટ ઉપલબ્ધ થનાર છે.
  • આ કાર્ડ આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે.  સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો સમાવેશ થાય છે.

51 of 52

  • ABHA રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન નોંધણી માટે સામાન્ય રીતે કોઈપણ ભૌતિક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોતી નથી.  જો કે, તમારે તમારું ABHA ID જનરેટ કરવા માટે નીચેની માહિતી દાખલ કરવાની જરૂર પડી શકે છે.
  • મોબાઇલ નંબર
  • આધાર નંબર
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)
  • તમારો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર (હેલ્થ કાર્ડ ID) કેવી રીતે બનાવવો
  • તમારું ABHA હેલ્થ આઈડી કાર્ડ નીચેની રીતે ઓનલાઈન મેળવી શકાય છે.
  • સત્તાવાર વેબસાઇટ (www.healthid.ndhm.gov.in) દ્વારા
  • ABHA મોબાઇલ એપ્લિકેશન દ્વારા
  • NCD એપ્લિકેશન અને TeCHO+ એપ્લીકેશન અને અન્ય એપ્લીકેશન દ્વારા
  • તમામ આરોગ્ય કેન્દ્રો ઓનલાઈન નોંધણી માટે સુવિધાઓ અને સહાય પ્રદાન કરી શકે છે.

52 of 52

Health Department

District Panchayat Office

Bhavnagar