1 of 14

ડી. એલ. એડ્. અભ્‍યાસક્રમ ‌(દ્વિતીય વર્ષ) �કોર્સ – ર (અ) શાળા સંસ્કૃતિ, નેતૃત્વ અને પરિવર્તન � પ્રકરણ-૧�ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ- ૧� શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન��રજૂઆત ડૉ. સુરેશ ઢીલા�લેક્ચરર �જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન�અમરેલી �

2 of 14

ભૂમિકા

  • મનુષ્‍ય જીવનની વિવિધ પ્રવૃત્તિઓ વ્‍યવસ્‍થિત ચાલે તે સમાજની જરૂરિયાત છે.
  • વ્‍યવસ્‍થાપન કે પ્રબંધ (Management) નો આધુનિક ખ્‍યાલ ઔદ્યોગિક ક્રાંતિને કારણે આવેલા પરિવર્તનોના પરિણામે વિકાસ પામ્યો છે.
  • વ્‍યવસ્‍થાપન કે પ્રબંધનો શબ્‍દકોષીય અર્થ – ’વ્‍યવસ્‍થા કરવી તે’ એવો થાય છે.
  • નિયત કરેલાં ઘ્‍યેયોની સિદ્ધિ માટે પ્રાપ્‍ત સંસાધનો અને માનવ શકિતનો કાર્યક્ષમ ઉપયોગ કરી અસરકારક પરિણામો પ્રાપ્‍ત કરવાં એ વ્‍યવસ્‍થાપનનો હેતુ છે.
  • સંચાલન (Administration)નો પરંપરાગત ખ્‍યાલ ઉપલબ્‍ધ સંસાધનોના યાંત્રિક ઉપયોજન પર કેન્‍દ્રિત છે.
  • વ્‍યવસ્‍થાપનનો (Management)નો આધુનિક ખ્‍યાલ નિયત ઘ્‍યેયોની પ્રાપ્‍તિ માટે સંસ્‍થાના ભૌતિક સંસાધનોની સાથે માનવ સંસાધનના યોગ્‍ય પ્રબંધ પર ભાર મૂકે છે.
  • સમાજની માંગ અનુસાર શિક્ષણ વ્‍યવસ્‍થાનો વિકાસ કરવા માટે શિક્ષણના ક્ષેત્રે પણ યોગ્‍ય વ્‍યવસ્‍થાપનની જરૂરિયાત ઊભી થાય છે.

3 of 14

વ્‍યવસ્‍થાપનની સંકલ્‍પના

‘વ્‍યવસ્‍થાપન કરવું એટલે પૂર્વાનુમાન કરી આયોજન કરવું, સંગઠિત કરવું, નિદર્શિત કરવું, સંયોજિત કરવું અને નિયંત્રણ કરવું.‘

- હેનરી ફેઓલ

‘વ્‍યવસ્‍થાપન એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા એક સહકારી જૂથ સામાન્‍ય ઘ્‍યેયોની પ્રાપ્‍તિની દિશામાં કાર્ય કરે છે.‘

- જે.એલ. મેસી

આમ,વ્‍યવસ્‍થાપન એટલે -

  • આયોજન, સંગઠન, નિદર્શન, પ્રેરણા, સંયોજન અને નિયંત્રણની પ્રક્રિયા
  • સમાન ઘ્‍યેયોની પ્રાપ્‍તિ માટે સંકલિત અને સહિયારો પ્રયાસ
  • લક્ષ્યની સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સંસાધનોનો અસરકારક વિનિયોગ

4 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનો અર્થ

  • શિક્ષણના નિયત ઘ્‍યેયોની સિદ્ધિ માટે ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનના અસરકારક વિનિયોગ દ્વારા ગુણવત્તાયુકત અને પરિવર્તનશીલ શિક્ષણ પ્રક્રિયાનું આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્‍યાંકન અને નવીનીકરણ એટલે શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન.

5 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનું સ્‍વરૂપ

  • શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન એ હેતુલક્ષી પ્રક્રિયા છે.
  • શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન એ સતત ચાલતી પ્રક્રિયા છે.
  • શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન એ પરિવર્તનશીલ પ્રક્રિયા છે.
  • ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનનો અસરકારક વિનિયોગ તેનું મુખ્‍ય કાર્ય છે.
  • શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન શિક્ષણ સંબંધિત આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્‍યાંકન અને નવીનીકરણની પ્રક્રિયા છે.
  • ગુણવત્તાયુકત શિક્ષણ એ શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનું ઘ્‍યેય છે.
  • સરકાર, સમાજ, શિક્ષણ સંસ્‍થાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનાં મૂળભૂત અંગો છે.
  • શિક્ષણ પ્રક્રિયામાં તેનાં ઘટકોના યોગ્‍ય પ્રયોજન દ્વારા પરિણામલક્ષી કાર્ય કરવું એ તેની ફલશ્રુતિ છે.

6 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનું કાર્યક્ષેત્ર :

1 પ્રશાસકીય વ્યવસ્‍થાપન

  • સરકાર દ્વારા શૈક્ષણિક પ્રશાસન માટેનાં વ્‍યવસ્‍થિત તંત્રની રચના કરવામાં આવે છે.
  • શૈક્ષણિક પ્રશાસનનું મુખ્‍ય કાર્ય શિક્ષણ વ્‍યવસ્‍થાનું સંચાલન કરવાનું છે.
  • પ્રશાસકીય વ્‍યવસ્‍થાપનમાં શિક્ષણ વિષયક નીતિઓનું નિર્ધારણ, શિક્ષણ વિષયક કાયદાઓ અને નિયમોનું ઘડતર અને અમલીકરણ, શિક્ષણ સહાયક યોજનાઓનું નિર્માણ, અભ્‍યાસક્રમ રચના, પાઠયપુસ્‍તક નિર્માણ, શિક્ષક પ્રશિક્ષણ, શિક્ષણ નિરીક્ષણ, શિક્ષક તાલીમ, પરીક્ષાઓનું સંચાલન, શિક્ષણ નિયમન, અને વહીવટી પ્રણાલીના વ્‍યવસ્‍થાપન વગેરેનો સમાવેશ થાય છે.

7 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનું કાર્યક્ષેત્ર :

2 શાળા વ્‍યવસ્‍થાપન

  • શાળા વ્‍યવસ્‍થાપનમાં વિદ્યાર્થીઓના શાળા પ્રવેશથી માંડીને શૈક્ષણિક આયોજન, અમલીકરણ, શિક્ષણકાર્ય, શાળાના રોજિંદા કાર્યો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, મૂલ્‍યાંકન, શાળા શિસ્‍ત, ભૌતિક સુવિધાઓ, શાળા ભાવાવરણ, શાળા પર્યાવરણ, આંતરમાનવીય સંબંધો, તંત્ર સાથે સંકલન, વહીવટી સંચાલન, વાલીઓ સાથે પ્રત્‍યાયન તેમજ સમાજ સાથેના સંબંધોના વ્‍યવસ્‍થાપનનો સમાવેશ થાય છે.
  • અસરકારક શાળા વ્‍યવસ્‍થાપનમાં સરકાર, સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

8 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનું કાર્યક્ષેત્ર :

3 વર્ગખંડ વ્‍યવસ્‍થાપન

  • વર્ગ એ શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનો નાનામાં નાનો ઘટક છે.
  • ’ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહયું છે’ - કોઠારી કમિશનનું આ વાકય તેનું મહત્વ સૂચવે છે.
  • વર્ગખંડ એ અઘ્‍યયન-અઘ્‍યાપન પ્રક્રિયાની કર્મભૂમિ છે.
  • શિક્ષકે અસરકારક વર્ગખંડ વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓના ઘડતરની જવાબદારી વહન કરવાની છે.
  • વર્ગખંડ વ્‍યવસ્‍થાપનમાં અઘ્‍યયન-અઘ્‍યાપન પ્રક્રિયાનું વ્‍યવસ્‍થાપન કેન્‍દ્રસ્‍થાને છે.
  • શિક્ષક અઘ્‍યયન-અઘ્‍યાપન પ્રક્રિયાના વ્‍યવસ્‍થાપનનો આધારસ્‍તંભ છે.
  • અઘ્‍યયન - અઘ્‍યાપન પ્રક્રિયાના અસરકારક વ્‍યવસ્‍થાપન માટે શિક્ષકે વિદ્યાર્થીકેન્‍દ્રી અઘ્‍યાપન પ્રક્રિયા પ્રયોજવી જોઈએ.
  • વર્ગનું ભાવાવરણ અને શિસ્‍ત એ વર્ગખંડ વ્‍યવસ્‍થાપનના અગત્‍યના ઘટકો છે.

9 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન તંત્ર

1 રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન તંત્ર

  • શિક્ષણ મંત્રાલય,
  • એનસીઇઆરટી, એનસીટીઇ, ન્‍યુપા, યજીસી વગેરે સંસ્‍થાઓ

2 રાજય કક્ષાએ શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન તંત્ર

  • શિક્ષણ વિભાગ
  • જીસીઇઆરટી
  • પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
  • કમિશ્નર ઓફ સ્કૂલ્સ,
  • સમગ્ર શિક્ષા અભિયાન
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ
  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
  • રાજ્ય પરિક્ષા બોર્ડ વગેરે...

10 of 14

શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન તંત્ર

  1. સ્‍થાનિક કક્ષાએ શૈક્ષણિક વ્‍યવસ્‍થાપન તંત્ર
  2. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
  3. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
  4. જિલ્લા શિક્ષણ સમિતિ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી)
  5. નગર/ મહાનગર શિક્ષણ સમિતિ (શાસનાધિકારી)
  6. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,
  7. બીઆરસી, સીઆરસી
  8. શાળા વ્યવસ્થાપન સમિતિ

11 of 14

શિક્ષણ સહાયક સંગઠનો

1 બિનસરકારી સંગઠનો

  • શિક્ષણના ક્ષેત્રમાં કેટલાંક બિનસરકારી સંગઠનો પણ મદદરૂપ થાય છે.
  • સેવાના ઉદે્શ સાથે કાર્યરત આવી સંસ્‍થાઓ શિક્ષણના ક્ષેત્રે સુવિધાઓનું નિર્માણ, શાળાઓના સંચાલન, શૈક્ષણિક સાધન સહાય, સામાજિક જાગૃતિ, કન્‍યા કેળવણી અને બાળ અધિકાર જેવાં ક્ષેત્રમાં કાર્યરત છે.
  • આજ રીતે શિક્ષણના ક્ષેત્રે કેટલાંક ટ્રસ્‍ટ, સોસાયટી, અને સેવાકીય સંસ્‍થાઓ પણ શાળાઓના સંચાલનથી લઈ વિવિધ શિક્ષણ સહાયક પ્રવૃત્તિઓ કરે છે.
  • આંતરરાષ્ટ્રીય સ્‍તરે શિક્ષણના ક્ષેત્રે કાર્યરત બિનસરકારી સંગઠનોમાં ’યુનિસેફ’ (United Nations International Children’s Emergency Fund - UNICEF) નું સ્‍થાન મોખરાનું છે.
  • યુનિસેફ એ United Nations - UNO (યુનો)ની પેટા સંસ્‍થા છે. જે સમગ્ર વિશ્વમાં બાળ અધિકારના ક્ષેત્રમાં કાર્ય કરે છે.
  • ’યુનિસેફ’ ભારતમાં 1949થી કાર્યરત છે.

1.3.2 સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ

સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી પ્રાથમિક શાળાઓના વ્‍યવસ્‍થાપનની જવાબદારી સંભાળે છે. ગ્રામ્‍ય વિસ્‍તારની શાળાઓના વ્‍યવસ્‍થાપન માટે જિલ્‍લા પંચાયતની શિક્ષણ સમિતિ કાર્ય કરે છે. જિલ્‍લા પંચાયતના ચૂંટાયેલા સભ્‍યો પૈકી આ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતના વડા ચેરમેન છે. જે સમિતના સભ્‍યો પૈકી જ હોય છે. જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ જિલ્‍લા શિક્ષણ સમિતિના વહીવટી વડા છે. આ સમિતિની મુખ્‍ય જવાબદારી જિલ્‍લા પંચાયતના કાર્યક્ષેત્રની પ્રાથમિક શાળાઓના વ્‍યવસ્‍થાપનની છે. જેનાં મુખ્‍ય કાર્યોમાં સરકારના નીતિ નિયમોનું પાલન કરાવવું, નવી શાળાઓની સ્‍થાપના કરવી, શાળાઓનું નિયમન કરવું, શૈક્ષણિક ગુણવત્તાની જાળવણી કરવી, શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવી, શિક્ષકોની નિમણૂંક કરવી, શિક્ષકોના સેવા વિષયક પાસાંઓનું વ્‍યવસ્‍થાપન કરવું અને શાળા વિકાસના કાર્યોનું આયોજન અને વ્‍યવસ્‍થાપન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

શહેરી વિસ્‍તારોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્‍યો પૈકી શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતના વડા ચેરમેન છે. જે સમિતિના સભ્‍યો પૈકી જ હોય છે. શાસનાધિકારી આ સમિતિના વહીવટી વડા છે. આ સમિતિ પણ જિલ્‍લા શિક્ષણ સમિતિની જેમ શૈક્ષણિક વ્‍યવસ્‍થાપનનું કાર્ય કરેછે.

શાળા કક્ષાએ શાળા વ્‍યવસ્‍થાપનના કાર્યમાં શાળા વ્‍યવસ્‍થાપન સમિતિ સહયોગ કરે છે . બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કાયદો (2009) અંતર્ગત દરેક શાળામાં શાળા વ્‍યવસ્‍થાપન સમિતિની રચના કરવી ફરજિયાત બની છે. આ સમિતિ વિદ્યાર્થીઓના વાલીઓ (3/4 સભ્‍યો) શિક્ષકો, શિક્ષણવિદો અને સંચાલકોની બનેલી હોય છે. શાળા વ્‍યવસ્‍થાપન સમિતિના મુખ્‍ય કાર્યો આ મુજબ છે :

1. શાળાની કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખવું.

2. શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરવી.

3. સરકાર અથવા સ્‍થાનિક સત્તાતંત્ર અથવા બીજા કોઈ સ્રોતમાંથી મળેલી ગ્રાન્‍ટના ઉપયોગ પર દેખરેખ

અને નિયંત્રણ રાખવું.

4. નિયત કરવામાં આવ્‍યા હોય તેવાં બીજા કાર્યો કરવા.

1.3.3 શાળા વ્‍યવસ્‍થાપક મંડળો

સામાન્‍ય રીતે બિનસરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓના સંચાલનની જવાબદારી શાળા વ્‍યવસ્‍થાપક મંડળો સંભાળે છે. આ મંડળોની મુખ્‍ય ભૂમિકા સુચારું રીતે શાળા સંચાલનનું કાર્ય કરવાની છે. શાળા સંબંધિત , વહીવટી અને શૈક્ષણિક સંચાલનની જવાબદારી આ મંડળો દ્વારા નિભાવવામાં આવે છે. આ સિવાય વિદ્યાર્થી પ્રવેશ, ભૌતિક સુવિધાઓનું નિર્માણ અને દેખરેખ તેમજ શાળાના રોજબરોજના કાર્યમાં દિશાસૂચન કરવાનું કાર્ય પણ શાળા સંચાલક મંડળ કરે છે. પ્રવર્તમાન સમયમાં વધી રહેલી શિક્ષણની માંગને પહોંચી વળવા માટે સરકારી વ્‍યવસ્‍થાની સાથે ધાર્મિક, સામાજિક અને સેવાકીય સંગઠનો દ્વારા ઊભી કરવામાં આવતી શાળાઓ અને શિક્ષણ સહાયક પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે.

શિક્ષક સંઘો

12 of 14

શિક્ષણ સહાયક સંગઠનો

2 સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ

  • સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી પ્રાથમિક શાળાઓના વ્‍યવસ્‍થાપનની જવાબદારી સંભાળે છે.
  • ગ્રામ્‍ય વિસ્‍તારની શાળાઓના વ્‍યવસ્‍થાપન માટે જિલ્‍લા પંચાયતની શિક્ષણ સમિતિ કાર્ય કરે છે.
  • શહેરી વિસ્‍તારોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની શિક્ષણ સમિતિ કાર્ય કરે છે.
  • શાળા કક્ષાએ શાળા વ્‍યવસ્‍થાપનના કાર્યમાં શાળા વ્‍યવસ્‍થાપન સમિતિ કાર્ય કરે છે .

13 of 14

શિક્ષણ નીતિઓ

  • આઝાદી બાદ જુદાં જુદાં શિક્ષણપંચો અને શિક્ષણ નીતિઓએ ભારતમાં શિક્ષણની દિશા નકકી કરવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે :
  • યુનિવર્સિટી શિક્ષણ પંચ (રાધાકૃષ્‍ણન પંચ,1948)
  • માઘ્‍યમિક શિક્ષણ પંચ (મુદલિયાર પંચ, 1952)
  • અને રાષ્ટ્રીય શિક્ષણ પંચ (કોઠારી પંચ,1964) મ
  • ભાર વિનાનું ભણતર (પ્રો. યશપાલ સમિતિ,1993)
  • નવી રાષ્‍ટ્રિય શિક્ષણ નીતિ (1986)
  • આચાર્ય રામમૂર્તિ : સમિતિ (1990)
  • એનસીએફ ( 2005), અનેસીએફ-ટીઇ (2010)
  • મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો (2009)
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (2020)

14 of 14

શિક્ષણ સહાયક સંગઠનો

૩ શિક્ષક સંઘો

  • શિક્ષકસંધો એ શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતાં સંગઠનો છે.
  • શિક્ષણ સહાયક સંગઠનોમાં શિક્ષક સંઘોની ભૂમિકા મહત્‍વની છે.

મુખ્ય કાર્યો :

  • શિક્ષકો અને સરકાર વચ્‍ચે સંકલનની ભૂમિકા ભજવી.
  • શિક્ષકોના પ્રશ્નો સંદર્ભે સરકાર અને શાળા વ્‍યવસ્‍થાપક મંડળો સાથે પરામર્શન કરવું.
  • નીતિ વિષયક બાબતોમાં શિક્ષકોનો પક્ષ રજૂ કરવો.
  • શિક્ષકો માટે સુવિધાઓ ઊભી કરવી.
  • શિક્ષક અને તેનાં પરિવારો માટે કલ્‍યાણકારી અને રચનાત્‍મક પ્રવૃત્તિઓ હાથ ધરવી.
  • શાળા, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ઉત્‍થાનની પ્રવૃત્તિઓ કરી તંદુરસ્‍ત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવું