વિવિધ માનવ જૂથોના પર્યાવરણ સાથેના સબંધો.
પર્યાવરણની જુદા-જુદા માનવ જૂથોપર અસરો વર્તાય છે.જેમ કે સ્ત્રીઓ,બાળકો,આદિવાસીઓ વગેરે.
- સ્ત્રીઓ :
- ભારતના સમાજમાં સ્ત્રીઓ નબળું અંગ ગણાય છે.
- ભારતમાં સ્ત્રીઓનુ પ્રમાણ 49.9% છે
- પુરુષોનું પ્રમાણ 50.1% છે.
- ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે.
- ભારતમાં પુરુષોનું સ્થાન પ્રથમ અને સ્ત્રીઓનુ સ્થાન દ્ધિતીય ગણાય છે.
- પર્યાવરણની સૌથી વધારે અસર સ્ત્રીઓ પર થાય છે.
- ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને ગરીબ,ભૂમિહીન પરિવારો તથા નાના અને સીમાંત ખેડૂતોના પરિવારોની મહિલાઓ પર વધારે વિપરીત અસર પડે છે.
- ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં પરિવારો માટે બળતણ,ઘાસચારો અને પાણી જેવી જરૂરિયાતો એકત્ર કરવાનું કામ પરંપરાગત રીતે મહિલાઓ કરતી આવી છે.