1 of 24

શ્રી નાણોટા પ્રાથમિક શાળા

WWW.EDUCATIONGUJARATI.COM

2 of 24

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

વિષયાંગ : મુઘલ સામ્રાજ્ય ભાગ - ૨

3 of 24

જહાંગીર ( ઈ.સ. 1605 - ઈ.સ. 1627 )

  • અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો .

  • તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિંદુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા .

4 of 24

જહાંગીર ( ઈ.સ. 1605 - ઈ.સ. 1627 )

  • તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા .
  • તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી .
  • તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું .

5 of 24

જહાંગીર ( ઈ.સ. 1605 - ઈ.સ. 1627 )

  • જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો .
  • તે પોતે પણ મહાન ચિત્રકાર હતો .
  • ( ઈ.સ. 1627 માં ) જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો

6 of 24

  • શાહજહાં ( ઈ.સ. 1627 – ઈ.સ. 1658 ) :
  • શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું .

  • તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા – સ્થાપત્યનો ચાહક હતો .

7 of 24

  • તેની પત્ની મુમતાજમહલનાં અવસાન પછી તેની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું .

  • તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે .
  • શાહજહાં ( ઈ.સ. 1627 – ઈ.સ. 1658 ) :

8 of 24

ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )

  • શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો .
  • શાહજહાંના મોટા પુત્ર દારાશિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો .

9 of 24

ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )

  • ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી , તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને ( દારાની હત્યા અને મુરાદને જેલની સજા ) ગાદી પચાવી પાડી.
  • અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશનિકાલ કર્યો .

10 of 24

ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )

  • ઔરંગઝેબે પચાસેક વર્ષ સુધી રાજ્ય કર્યું .
  • તેના રાજ્યમાં ઉત્તરે કરમીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચગાંવથી લઈ પશ્ચિમના હિંદુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા .

11 of 24

ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )

  • ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો .
  • તેણે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી .

12 of 24

ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )

  • તે સંગીતકલાનો , મૂર્તિપૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો .
  • તેના સમયમાં ઘણાબધા વિદ્રોહો થયા .

13 of 24

ઔરંગઝેબ ( ઈ.સ. 1658 – ઈ.સ. 1707 )

  • તે એક શક્તિશાળી બાદશાહ હતો .
  • જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ શાસન કર્યું .
  • ઈ.સ. 1707 માં તેનું મૃત્યુ થયું .
  • તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતાં મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો .

14 of 24

રાણા સંગ્રામસિંહ :

  • બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે .

  • તેઓ વીર અને સાહસિક હતા . અનેક યુદ્ધમાં વિજયી બન્યા હતા .

15 of 24

રાણા સંગ્રામસિંહ :

  • જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત્ થઈ ગયું .

16 of 24

  • મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા .
  • અકબરે મેવાડ પર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું .
  • અકબર વિજયી થયા ,

મહારાણા પ્રતાપ

17 of 24

મહારાણા પ્રતાપ

  • પરંતુ રાણા પ્રતાપે ઉદેપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી , સંઘર્ષ ચાલુ જ રહ્યો .
  • બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા , પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા .
  • તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું .

18 of 24

મહારાણા પ્રતાપ

  • ઈ.સ. 1576 ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા .
  • બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી .
  • 51 વર્ષની વયે તેમનું અવસાન થયું .

19 of 24

  • દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા .
  • તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે .
  • ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું .

વીર દુર્ગાદાસ રાઠોડ

20 of 24

છત્રપતિ શિવાજી

  • ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા .
  • ઈ.સ. 1627 માં તેમનો જન્મ શિવનેરી ( મહારાષ્ટ્ર ) માં થયો હતો .
  • માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો .

21 of 24

છત્રપતિ શિવાજી

  • તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા .

  • મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કર્યા હતા .

22 of 24

છત્રપતિ શિવાજી

  • ઈ.સ. 1665 માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી .
  • ઔરંગઝેબે તેમને જેલમાં પણપૂર્યા હતા , પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા .

23 of 24

છત્રપતિ શિવાજી

  • ઈ.સ. 1674 માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા .
  • તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા .
  • તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાનમંડળ કહેવામાં આવતું .
  • ઈ.સ. 1680માં તેમનું અવસાન થયું.

24 of 24

Thank You

Any questions

www.Educationgujarati.com