1 of 53

ધોરણ 12 કમ્પ્યુટર

Chapter – 5

એમ – કોમર્સનો પરિચય

Presented By : Chirag Parmar

2 of 53

મોબાઈલ કોમર્સ (Mobile Commerce)ને એમ-કોમર્સ (M-commerce) તરીકે ઓળખવામાં આવે છે. તે મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ (Personal Digital Assistant - PDAs), સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા કોઈ પણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ કે વેચાણને રજૂ કરે છે. એમ-કોમર્સ ઉપયોગકર્તાને લવચિક્તા (flexibility) અને સાર્વત્રિકતા (ubiquity)ના લાભ પૂરા પાડે છે.

બેન્ક પોતાના ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેરબજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ-વેચાણ કરવા માટેની સુવિધા આપે છે. આ સેવાને મોબાઈલ-બેકિંગ (Mobile Banking) અથવા એમ-બેકિંગ (M-Banking) કહે છે.

  • પ્રસ્તાવના (Introduction)

3 of 53

  • એમ-કોમર્સનાં કેટલાંક ઉદાહરણ આ મુજબ છે :

  • હવાઈ ટિકિટની ખરીદી
  • ચલચિત્રની ટિકિટની ખરીદી
  • રેસ્ટોરન્ટનું બુકિંગ અને આરક્ષણ
  • શેરબજારનું પૃથક્કરણ
  • તત્કાલ નાણાની ચુકવણી કરવા માટે
  • ઓનલાઇન વસ્તુ કે સેવા મેળવવા માટે
  • બેન્ક ખાતાના સ્ટેટમેન્ટ જોવા માટે વગેરે......

4 of 53

  • એમ-કોમર્સના લાભ (Benefits of M-Commerce)
  • એમ-કૉમર્સ ઉપયોગકર્તાને અનુકૂલન પૂરું પાડે છે. મોબાઈલ ઉપકરણ પરની કેટલીક કિલિક દ્વારા કોઈ પણ સમયે ખરીદી, બૈંકિંગ અને મીડિયા ફાઈલ ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે.
  • મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈ પણ સમયે ને સ્થાને સંપર્ક કરી શકાય છે.
  • વ્યવહારખર્ચમાં ઘટાડો થાય છે.
  • વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે. તદુપરાંત ઉપયોગકર્તા પાસે આ માટે PC કે લેપટોપ હોવું જરૂરી નથી.
  • વ્યાવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત બને છે.
  • વૈશ્વિક સંપર્ક શક્ય બને છે.
  • વ્યવસાય નિરંતર એટલે કે 24*7 સમયે ચલાવી શકાય છે.
  • કોઈ પણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે.

5 of 53

  • અંગત કમ્પ્યૂટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચુકવણી કરી શકાય છે.
  • સમયાધારિત જટિલ (time critical) અને સંકટકાલીન માહિતી મોકલવા ઉપયોગી છે.
  • હસ્તગત ઉપકરણનું ભૌતિક સ્થાન સરળતાથી શોધી શકાય છે. સ્થાન આધારિત વિનિયોગોના ઉદ્ભવથી ઉપયોગકર્તા સુસંગત માહિતી મેળવી શકે છે. આ પ્રકરણમાં આગળ આપણે સ્થાન આધારિત વિનિયોગો વિશે ચર્ચા કરીશું.
  • મોબાઇલ ઉપકરણ પર વિવિધ ચેતવણીઓ (Customized alerts) સરળતાથી મેળવી શકાય છે.
  • વર્તમાન યુગમાં તત્કાલ જોડાણ અને વધુ ઝડપી 3G સેવાઓની ઉપલબ્ધિએ એમ-કોમર્સને વધુ પ્રચલિત બનાવ્યું છે.
  • ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે. હવાઈ કે ટ્રેનની અનુસૂચિ, વિલંબ કે રદ કર્યાની માહિતી ઉપયોગકર્તાને તેના મોબાઇલ ઉપકરણ પર વાસ્તવિક સમયે પૂરી પાડી શકાય છે.

6 of 53

  • એમ-કોમર્સની મર્યાદા (Limitations of M-commerce)
  • હાલમાં ઉપલબ્ધ હસ્તગત (handheld) સાધનો સ્ક્રીનનું મર્યાદિત કદ ધરાવે છે. વળી, તે ફાઈલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતરમાં પણ મર્યાદિત છે. ઘણીવાર વીડિયો દર્શાવવા પણ મુશ્કેલ બને છે.
  • અંગત કમ્પ્યૂટરની સરખામણીમાં ઉપયોગકર્તા માટેનો ઈન્ટરફેસ ઓછો અનુકૂળ હોય છે.
  • મોબાઈલ ઉપકરણો પાસે કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહક્ષમતા મર્યાદિત હોય છે.
  • એમ-કૉમર્સ વાયરલેસ નેટવર્ક પર ચાલે છે, જે વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત છે.
  • તે મર્યાદિત બૅન્ડવિડ્થ (ગતિ) ધરાવે છે.
  • મોબાઈલ અને વાયરલેસ બ્રૉડબેન્ડ માળખાંને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે.

7 of 53

  • મોબાઇલ માર્કેટિંગ અને સંચાલન (Mobile Marketing and Advertising)

હવે સંસ્થાઓ માર્કેટિંગથી વિજ્ઞાપન સુધીની સેવાઓના વિસ્તાર માટે એમ-કોમર્સનો ઉપયોગ કરે છે. સંસ્થાઓ દ્વારા વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો સુધી પહોંચવા માટે મોબાઈલ વિજ્ઞાપનનો માર્ગ સૌથી વધુ પ્રચલિત બન્યો છે. મોટા ભાગના પોર્ટલ માટે ઈન્ટરનેટ પર વિજ્ઞાપન એ આવકનો એક મોટો સ્ત્રોત બની રહ્યો છે. ઘણા છૂટક વેપારીઓ સ્થાન આધારિત મોબાઈલ વિજ્ઞાપનનો વિકલ્પ પૂરો પાડે છે, જેના દ્વારા ગ્રાહકો સુધી પહોંચી વેચાણ વધારી શકાય છે.

8 of 53

  • મોબાઈલ પર ટિકિટ (Mobile Ticketing)

ઉપયોગકર્તા મોબાઈલનો ઉપયોગ કરી સરળતાથી હવાઈ, રેલવે કે ચલચિત્રની ટિકિટ ખરીદી શકે છે. ઉપયોગકર્તાના મોબાઈલ ઉપકરણ પર આ ટિકિટ મોકલવામાં આવે છે.

વિનિયોગનો ઉપયોગ કરીને અથવા હવાઈ યાત્રાના એજન્ટનો પોર્ટલનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન દ્વારા ટિકિટ સરળતાથી રદ પણ કરાવી શકાય છે. તે અવરજવર કે પાર્કિંગના કષ્ટમાંથી મુક્તિ અપાવે છે, કારણકે ઉપયોગકર્તાએ ટિકિટ ખરીદવા જે-તે સ્થળે જવાની જરૂર રહેતી નથી.

9 of 53

1. IRCTC નું લૉગિન પેજ

2. IRCTC નું ટિકિટ બુક કરવા માટે સ્થળ પસંદ કરવાનું પેજ

IRCTC – Indian Railway Catering And Tourism Corporation limited

10 of 53

આપણે મોબાઈલ સાધનનો ઉપયોગ કરી ઓનલાઈન ટિકિટની નોંધણી કરવાનો પ્રયત્ન કરીએ. યૂઝરનેમ અને પાસવર્ડ પૂરાં પાડયા બાદ (નોંધ : ઉપયોગકર્તા પાસે પહેલેથી ખાતું છે) ઉપયોગકર્તા આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ મૂળ સ્થાન (source) અને ગંતવ્ય (destination)નાં નામ, મુસાફરીની તારીખ, ટિકિટનો પ્રકાર અને નિયત હિસ્સા (quota) અંગેની તેની યોજના દાખલ કરી શકે છે.

નોંધણી થયા બાદ ઉપયોગકર્તાને IRCTC તરફથી ઈ-ટિકિટનો સંદેશ મોકલવામાં આવે છે, જે મુસાફરી દરમિયાન રજૂ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે, કમ્યુટર સાથે જોડાયા વિના કે રેલવે-સ્ટેશને પ્રત્યક્ષ હાજરી આપ્યા વિના ઉપયોગકર્તા કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે મોબાઈલ ઉપકરણની મદદથી આ સેવાનો ઉપયોગ કરી શકે છે.

11 of 53

  • મોબાઈલ હરાજી (Mobile Auctions)

હાલના સમયમાં હરાજીની સાઈટ ઘણી પ્રચલિત થઈ રહી છે. ઉપયોગકર્તા બોલી લગાવી શકે છે, બોલી પર સતત દેખરેખ રાખી શકે છે અને આ પ્રક્રિયામાં યોગ્ય રીતે સમયસર સક્રિય રહી શકે છે. મોબાઈલ ઉપકરણ પર હરાજી માટેની ઈ-બે સાઈટનું દૃશ્ય આકૃતિમાં દર્શાવ્યું છે. ઉપયોગકર્તા મોબાઈલ ઉપકરણ વડે અહીં ઉત્પાદન માટે બોલી લગાવી શકે છે.

12 of 53

  • મોબાઈલ દ્વારા મનોરંજન (Mobile Entertainment)

મોબાઈલ સાધનોનો વ્યાપક ઉપયોગ ઓડિયો સાંભળવા, વીડિયો જોવા અને રમતો રમવા માટે કરવામાં આવે છે. મોબાઈલના ઉપયોગકર્તાઓ મનોરંજનની ઓનલાઈન લાઈબ્રેરીમાં સભ્ય થઈ શકે છે, જ્યાં તેઓ ગીતો, વીડિયો કે રમતોને શોધી પોતાના સંગ્રહમાં સરળતાથી ડાઉનલોડ કરી અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. વિપુલ સંખ્યાના મોબાઈલ ધારકોને ડાઉનલોડ આધારિત ચુકવણી, કાર્યક્રમ આધારિત ચુકવણી કે લવાજમ આધારિત સેવાઓ પૂરી પાડી શકાય છે. અને તેમણે આ સેવાઓ માટે ચુકવણી કરવા તૈયાર રહેવું પડે છે. નીચે મનોરંજન માટેના લોકપ્રિય માધ્યમો આપેલા છે.

13 of 53

  • મોબાઈલ દ્વારા ખરીદી (Mobile Purchase)

મોબાઈલ દ્વારા ખરીદીની પ્રક્રિયા ગ્રાહકને કોઈ પણ સમયે ને સ્થળે ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે. ગ્રાહકો ઉત્પાદનની જાણકારી મેળવી ચુકવણીની સુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ કરી ખરીદીનો ઓર્ડર આપી શકે છે. છૂટક વેપારી ગ્રાહકને લેખિત સૂચિને બદલે તેને જોઈતાં ઉત્પાદનોની યાદી સીધી જ તેના મોબાઈલ પર મોકલી શકે છે. છૂટક વેપારીઓ ગ્રાહકનો સંપર્ક સાધી તેમને સ્થાનિક દુકાનો પર મળતા વળતર વિશેની જાણકારી પૂરી પાડી શકે છે. આકૃતિમાં મોબાઈલ ઉપકરણ પર જોવા મળતું ફિલિપકાર્ટનું હોમપેજ રજૂ કરવામાં આવ્યું છે.

Flipkart નું હોમેપેજ

14 of 53

વિભાગના ઉત્પાદનો (Products)

Product ની પસંદગી

Order પ્રક્રિયા

ગ્રાહકની વિગતો, સરનામું વગેરે...

15 of 53

  • મોબાઈલ દ્વારા નાણાંકીય સેવાઓ (Mobile Financial Services)

આજકાલ, ઘણી પ્રતિષ્ઠિત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ એમ-કોમર્સનો ઉપયોગ કરે છે. તેઓ તેમના ગ્રાહકોને મોબાઈલ ફોન કે અન્ય મોબાઈલ સાધનો દ્વારા તેમનાં ખાતાંની જાણકારી, શેરનું ખરીદ-વેચાણ, દેવાં-માફી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે. યુનિયન બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ-સેવા આકૃતિમાં દર્શાવી છે. ગ્રાહક તેના મોબાઈલ સાધન પર બેન્ક દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ મેળવી શકે છે. ગ્રાહક તેની ખાતાકીય સિલક તપાસી શકે છે, અન્ય બેન્કનાં ખાતાંમાં રકમનું હસ્તાંતરણ કરી શકે છે, ચેકબુક મેળવવા માટે વિનંતી કરી શકે છે

Uniun App નું હોમ પેજ

16 of 53

  • મોબાઈલ દ્વારા માહિતી સેવા (Mobile Information Services)

અંગત કમ્પ્યૂટરની જેમ જ મોબાઈલધારકોને વિપુલ પ્રમાણમાં માહિતીને લગતી સેવાઓ પૂરી પાડી શકાય છે. આમાં સમાવિષ્ટ છે :

  • સમાચારસેવા
  • શેરબજારની વિગતો
  • ખેલકૂદ-સમાચાર
  • નાણાકીય નોંધ
  • યાતાયાતની માહિતી

17 of 53

  • સ્થળ અને શોધ સેવા (Location and Search Service)
  • મોબાઈલ કૉમર્સના ઉપયોગ સમયે ઉપયોગકર્તાના મોબાઈલ ફોનનું સ્થાન એક અગત્યની માહિતી બની રહે છે. ઉદાહરણ તરીકે, મર્યાદિત કિંમતમાં અને ચોક્કસ વિશિષ્ટતાઓ સાથે ઉપલબ્ધ સ્માર્ટફોનને ખરીદવા માંગતા ઉપયોગકર્તાને તેની નજીકની દુકાનનું સ્થાન જાણવામાં રસ હશે કે જ્યાંથી તે પોતાની અપેક્ષા મુજબનું ઉત્પાદન મેળવી શકે.
  • સ્થાન અને શોધની સેવા ઉપયોગકર્તાને તેના વર્તમાન સ્થાનથી શહેરની નિકટવર્તી દુકાનોની માહિતી મળે એ જરૂરી છે.
  • મોબાઈલ સાધનોની મદદથી કોઈ નિશ્ચિત જગ્યા, સિનેમાગૃહ, ભોજનાલય, દવાખાનું કે અન્ય સુવિધાઓ માટેની માહિતી મેળવી શકાય છે. L-commerce નામથી ઓળખાતી સ્થળ આધારિત શોધ વિશે અભ્યાસ કરીએ.

18 of 53

  • એલ – કોમર્સ (L – Commerce)
  • PDA, સેલ્યુલર ફોન અને પોકેટ પીસી જેવા વધુ ને વધુ વાયરલેસ સાધનોએ એમ-કોમર્સની વૃદ્ધિ માટે નોંધપાત્ર તકો ઊભી કરી છે. ગ્રાહક કે વિક્રેતાની ઉત્પાદન તથા સેવા સંબંધી બધી જ આવશ્યક્તાઓની પૂર્તિ માટે મોબાઈલ કૉમર્સ સક્ષમ સાબિત થયું છે.
  • આમ છતાં, કેટલીક વિશિષ્ટ સ્થિતિઓમાં ગ્રાહક અને વિક્રેતાઓનું નિશ્ચિત સ્થાન વ્યવહાર માટે મહત્ત્વનું હોય છે. આજકાલ સ્થાન આધારિત ઘણા વિનિયોગો અને સેવાઓ આપવામાં આવે છે.
  • આ વિનિયોગો સેવા કે ઉત્પાદનને પહોંચાડવા માટે ઉપયોગકર્તાના સ્થાનની દેખરેખ રાખે છે. વ્યાવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તક્નિકના ઉપયોગને એલ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે.

19 of 53

  • મોબાઈલ ઉપકરણના ભૌતિક સ્થાનને આધારે તનિક વિનિયોગના ઉપર્યુક્ત ક્ષેત્રનું નિર્ધારણ કરે છે.
  • આ તફનિક GPS, સેલ્યુલર અને Wi-Fi સ્ત્રોત તરફથી મળતા સિગ્નલ પર કાર્ય કરે છે. મોબાઈલ ઉપકરણોની સ્થિતિ નક્કી કરવા માટેની સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (Global Positioning System - GPS) છે.
  • તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઈટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે, જ્યાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ત્રણ ઉપગ્રહોના સમૂહ દ્વારા GPS સિગ્નલ દ્વારા ઉત્પન્ન કરેલાં સિગ્નલના છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે.
  • તે 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. આને ત્રિકોણીય (Triangulation) તરીકે ઓળખવામાં આવે છે.

20 of 53

  • GPS સિગ્નલ અલ્પ કે અવરુદ્ધ હોય, તો મોબાઈલ ઉપકરણ સેલ ટાવર અને Wi-Fi હોટ સ્પોટ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરી શકે છે. આ સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી, પરંતુ સ્માર્ટફોન સંસ્થાઓ પોતાના ડેટાબેઝમાં સંગૃહીત સ્રોતનો ઉપયોગ કરી આ સ્થાનની જાણકારી આપે છે.
  • દા.ત. કોઈ બોજનલાય વિશેની જાણકારી કે સ્થળ જાણવું હોય.

સ્થાન આધારિત વિનિયોગ

21 of 53

  • સ્થાન આધારિત કેટલીક સેવાઓનાં ઉદાહરણ નીચે દર્શાવ્યાં છે :
  • અનુસંધાન-સેવા (Tracking services) : અકસ્માતની શોધખોળ, મિત્રના ભૌગોલિક સ્થાનની શોધ, ખોવાયેલી મોટરકારની શોધ, વાલી દ્વારા પોતાનાં બાળકોની શોધ વગેરે.
  • સંકટકાળ-સેવાઓ (Emergency services) : સંકટ સમયે આરોગ્યલક્ષી અને એમ્બ્યુલન્સ સેવા, શોધ અને બચાવ- કામગીરી, માર્ગ અકસ્માતોમાં સહાય, પોલીસ, સંરક્ષણ અને અગિનિશામક સહાય.
  • વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન (Advertising promotion): લક્ષ્યવેધી વિજ્ઞાપનો, પ્રોત્સાહક સંદેશાઓ, દુકાનમાં ગ્રાહકની ઓળખાણ.
  • નકશા (Mapping) : વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના નકશાઓની રચના.
  • નેવિગેશન (Navigation) : એક સ્થળથી અન્ય સ્થળ સુધીનું દિશાસૂચન

22 of 53

  • ઈ-કૉમર્સ અને એમ-કૉમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ
  • ઈન્ટરનેટ એવું સાર્વજનિક નેટવર્ક છે, જેમાં હજારોની સંખ્યામાં અંગત કમ્પ્યૂટર નેટવર્ક પરસ્પર સંલગ્ન હોય છે. આ અંગત નેટવર્ક ક્યારેક સાર્વજનિક નેટવર્ક પર સુરક્ષારહિત બની જતું હોય છે. વ્યવસાય માટે ઈન્ટરનેટ સારી તકો પૂરી પાડે છે, પણ અનુકૂળતાઓ સાથે હંમેશાં નવાં જોખમો આવતાં હોય છે. ઈન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્ત્વની વિગતો કે માહિતીનો દુરુપયોગ થઈ શકે તેની ઉચાપત થઈ શકે કે તેને વિકૃત કે નષ્ટ કરી દેવામાં પણ આવે. નીચે કેટલીક સમસ્યાઓ દર્શાવેલી છે.

ગુપ્તતા

અખંડિતતા

અધિકૃતતા

અસ્વીકાર

સમસ્યાઓ

23 of 53

  • ગુપ્તતા (Confidentiality) :-

અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે અહીં માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જે સાંકેતીકરણ (cryptography) દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં તમામ સંદેશાઓ સાંકેતિક લખાણમાં પ્રસારિત કરવામાં આવે છે. અને યોગ્ય કી (key)નો ઉપયોગ કરી સંદેશને મૂળ રૂપમાં ફેરવ્યા પછી માત્ર પ્રાપ્તકર્તા જ તે વાંચી શકે છે. આ પ્રક્રિયા અંગત વિગતોને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખે છે.

  • અખંડિતતા (Integrity) :-

તે ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસિસિક રીતે કે દ્વેષપૂર્વક બદલવામાં આવી નથી કે તેની સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રાપ્તકર્તા એ જ સંદેશ મેળવે છે, જે પ્રેષક દ્વારા મોકલવામાં આવ્યો હતો. જો પ્રસારણ દરમિયાન સંદેશ બદલાયો હોય, તો તે શોધી શકવો જોઈએ.

24 of 53

  • અધિકૃતતા (Authorization) :-

તે ખાતરી આપે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે. અધિકૃતતા મેળવવા માટે લોગ-ઈન અને પાસવર્ડ એક માર્ગ છે.

  • અસ્વીકાર (Non-repudiation) :-

સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યાનો ઈનકાર કરી શકે નહીં, તેની અહીં ખાતરી આપવામાં આવે છે. મોકલનારે ખરેખર સંદેશો મોકલ્યો હોય, તો તેના અસ્વીકારને અટકાવે છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક ખરીદ-ઓર્ડર મોકલ્યા છતાં કોઈ કારણસર તેનો ઈનકાર કરે તો સાબિત થઈ શકે છે કે ગ્રાહકે તે સંદેશ મોકલ્યો છે. સામાન્ય રીતે ડિજિટલ સહી (digital signatures) અથવા વિશ્વસનીય ત્રાહિત પક્ષ (Trusted Third Party - TTP) દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે.

25 of 53

  • ઇન્ટરનેટ સુરક્ષાના ભયસ્થાનો

સ્નિફિંગ

સેવાનો અસ્વીકાર

સાઇબર જંગલિયાત

છેતરપિંડી

દૂષિત કોડ

26 of 53

  • દૂષિત કોડ (Malicious Code) :-

આપણા કમ્પ્યૂટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. દૂષિત કોડ જાતે જ સક્રિય બને છે અથવા ઉપયોગકર્તા કોઈ સ્થાને કિલક કરે અથવા તો ઈ-મેઈલનું જોડાણ (attachment) ખોલે, ત્યારે કોઈ વાઈરસની જેમ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઈલને નષ્ટ કરી વધુ નુકસાન પણ પહોંચાડી શકે છે.

  • સ્નિફિંગ (Sniffing) :-

સિનિફર એવો પ્રોગ્રામ છે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે. સિનફર-પ્રોગ્રામનો ઉપયોગ ટેલીફોન વાયરને જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે. સિનફર-પ્રોગ્રામ ઈ-મેઈલ સંદેશ, ઉપયોગકર્તાનું લોગ-ઈન, પાસવર્ડ અને ક્રેડિટકાર્ડ નંબર વાંચી શકે છે.

27 of 53

  • સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ (Denial of Service Attack) :-

આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે. હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યૂટર અને તેના નેટવર્ક જોડાણને કે સાઈટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઈ-મેઈલ, વેબસાઈટ અને અસરગ્રસ્ત કમ્પ્યૂટર પર રહેલી બેકિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતાં ઓનલાઈન ખાતાંઓનો ઉપયોગ કરતાં અટકાવે છે.

  • સાઇબર જંગાલિયાત (Cyber Vandalism) :-

સાયબર જંગાલિયાત એ હયાત વેબસાઈટ પર કરવામાં આવતી ઈલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે. આક્રમણકાર વેબસાઈટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાંખે છે. તે અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ છે. તે મિલકતનો નાશ અથવા કોઈની તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારોનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે.

28 of 53

  • છેતરપિંડી (Spoofing) :-

છેતરપિંડી અથવા છદ્મવેશીપણું (masquerading) એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા અન્યની વેબસાઈટનો પોતાની અધિકૃત વેબસાઈટ ગણાવવી. આ તક્નિકમાં હુમલાખોર ત્રાહિત વ્યક્તિ કે વેબસાઈટની ઓળખ ધારણ કરી વ્યવહાર કરે છે.

  • ઉદાહરણ તરીકે, હુમલાખોર www.gswan.co.in નામની નકલી વેબસાઈટ બનાવી શકે છે અને તેના IP સરનામાને મૂળ વેબસાઈટના IP સરનામા સાથે બદલી નાખે છે. આમ, મૂળ સાઈટની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ઉપયોગકર્તાઓ નકલી વેબસાઈટ તરફ જાય છે.

29 of 53

  • સુરક્ષાના ઉપાયો (Security Measures)

Lorem Ipsum

Lorem ipsum dolor sit amet, nibh esamet.

01

ઍન્ટિવાઇરસ સૉફ્ટવેર

02

ફાયર વૉલ

03

ડિજિટલ સર્ટિફિકેટ

04

સાંકેતીકરણ

05

સિકયોર સોકેટ લેયર

સુરક્ષાના ઉપાયો

30 of 53

  • ઍન્ટિવાઇરસ સૉફ્ટવેર (Antivirus Software) :-

એન્ટિવાઈરસ સોફ્ટવેર એ એવો કમ્પ્યૂટર-પ્રોગ્રામ છે, જે અસરગ્રસ્ત સિસ્ટમમાં આવેલ વાઈરસ, વૉર્મ અને ટ્રોજન હોર્સ જેવા દુષિત કોડને શોધે છે, અટકાવે છે અને દૂર કરવા જરૂરી પગલાં લે છે. કમ્પ્યૂટરની સુરક્ષા માટે સારું એન્ટિવાઈરસ સૉફ્ટવેર જરૂરી છે.

  • એન્ટિવાઈરસ સૉફ્ટવેર વગરની સિસ્ટમ ઈન્ટરનેટ પર બહુ અલ્પ સમયમાં દૂષિત કોડનું સરળ લક્ષ્ય બની જાય છે. દૂષિત કોડને કારણે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓ કે નુકસાનમાંથી પસાર થવું પડે છે.
  • દૂષિત કોડનો આ ચેપ વિચિત્ર ધ્વનિ કે પોપ-અપ વિન્ડો ઉત્પન્ન કરવી અને અન્ય ત્રાસજન્ય કાર્યો કરવા જેવા સામાન્ય પણ હોઈ શકે છે. તે ફાઈલોને નષ્ટ કરી શકે છે, સિસ્ટમને ધીમી પાડી દે છે અથવા હાર્ડવેરને નુકસાન કરી આખી કમ્પ્યૂટર સિસ્ટમનો નાશ પણ કરી શકે છે.

31 of 53

  • ઍન્ટિવાઇરસ સૉફ્ટવેર (Antivirus Software) :-

સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા-સીમાને ફાયરવોલ કહે છે.

સ્થાનિક અને સાર્વજનિક નેટવર્ક વચ્ચે આપેલી ફાયરવૉલ

32 of 53

  • ફાયરવૉલ સ્થાનિક નેટવર્કને નીચેનાં જોખમો સામે સુરક્ષા આપે છે :

  • ઈ-મેઈલ સેવા જે કેટલીક વાર મુશ્કેલી ઊભી કરે છે.
  • સ્થાનિક નેટવર્કમાં અનપેક્ષિત ચિત્રો, વીડિયો જેવી વિગતોનો પ્રવેશ રોકવો.
  • સ્થાનિક નેટવર્કનો અનધિકૃત વ્યક્તિ દ્વારા ઉપયોગ અટકાવવો.
  • સંસ્થાના નેટવર્કમાંથી બહાર જતી અનધિકૃત વિગતો કે માહિતી રોકવી.
  • બહારની દુનિયામાંથી સ્થાનિક નેટવર્કમાં થતા યાતાયાતને અટકાવવો.
  • કોઈ પણ પ્રકારના નેટવર્ક આક્રમણ સામે સુરક્ષા આપવી.

ગૂગલની ફાયરવોલ સેવા

33 of 53

  • ડિજિટલ સર્ટિફિકેટ (Digital Certificate) :-

ઈલેક્ટ્રોનિક વ્યવહારમાં આપણી ઓળખાણ સાબિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ કે ડિજિટલ IDનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ વાસ્તવિક દુનિયામાં આપણી ઓળખ પૂરી પાડવા ડ્રાઈવિંગ લાઈસન્સ કે પાસપોર્ટની જરૂર હોય છે.

  • ધારકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વિશ્વસનીય ત્રાહિત પક્ષ (trusted third party) દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને સર્ટિફિકેશન ઓથોરિટી (Certification Authority - CA) કહે છે.
  • ડિજિટલ સર્ટિફિકેટમાં ધારકનું નામ, ક્રમ, સમાપ્તિ તારીખ, સંદેશને સાંકેતિક બનાવવા માટે ડિજિટલ સર્ટિફિકેટ ધારકની પબ્લિક કી, ધારકની સહી તથા સર્ટિફિકેટ આપનાર અધિકૃત પક્ષની સહી હોય છે, જેના દ્વારા સર્ટિફિકેટની સત્યતા સાબિત થઈ શકે છે.

34 of 53

  • સાંકેતીકરણ (Cryptography) :-
  • માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની કળાને સાંકેતીકરણ (Cryptography) કહે છે.
  • સાંકેતીકરણની પ્રક્રિયામાં સામાન્ય લખાણ કે સાદા લખાણ (plain text)ને સાંકેતિક અલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ખાનગી કે ગુપ્ત લખાણ (cipher text)માં રૂપાંતરિત કરી અવાચ્ય બનાવવામાં આવે છે.
  • સંદેશના સાંકેતીકરણ કે બિનસાંકેતીકરણ માટે ગુપ્ત કી (secret key)નો ઉપયોગ કરવામાં આવે છે. તે લખાણને અદ્રશ્ય બનાવતું નથી, પરંતુ લખાણને અન્ય એવા લખાણમાં પરિવર્તિત કરે છે, જે અર્થપૂર્ણ હોતું નથી.
  • ગુપ્ત સંદેશ પ્રાપ્તકર્તાને મળે, ત્યારે તેને મૂળ સ્વરૂપમાં લાવવો જરૂરી છે. આ માટે સાંકેતીકરણ (encryption)થી વિરુદ્ધ એવી બિનસાંકેતીકરણ (decryption)ની પ્રક્રિયાનો અમલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અન્વયે ગુપ્ત લખાણને પુનઃ સાદા લખાણમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

35 of 53

  • ઈન્ટરનેટ, ઈ-કોમર્સ, મોબાઈલ ટેલિફોન, બ્લ્યુટૂથ સાધનો, બેન્કનાં ઓટોમેટિક ટેલર મશીન (Automatic Teller Machines - ATM) જેવા નેટવર્કમાં પ્રસારણ દરમિયાન વિગતોની સુરક્ષા માટે સાંકેતીકરણનો ઉપયોગ કરવામાં આવે છે.

કીની મદદથી સાંકેતિકરણ

36 of 53

  • સિકયોર સોકેટ લેયર (Secure Socket Layer – SSL) :-
  • ઈન્ટરનેટ પરના વેબ-વ્યવહારોની સુરક્ષા માટે SSL પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • તેની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી.
  • ઈ-કૉમર્સના વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે. તે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વ્યાપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે, જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની ખાતરી થાય છે. સાઈટ સુરક્ષિત છે કે નહિ તે તેમાં આવેલા લોગો દ્વારા જાણી શકાય છે.
  • જો સાઈટને વેરિસાઈન (VeriSign) દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો સાઈટની લોગ ઈન સિસ્ક્રન પર વેરિસાઈનનો લોગો જોવા મળે છે. તેના પર કિલક કરવાથી માલિક અંગેની માહિતી તથા સર્ટિફિકેટની માન્યતા જાણી શકાય છે.
  • સુરક્ષિત જોડાણ ધરાવતી સાઈટનું સરનામું http:// ને બદલે https:// થી શરૂ થાય છે.

37 of 53

  • બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા (Securing Intellectual Property)
  • સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તેની સામે રક્ષણ આપતા અધિકારને સ્વાધિકાર (Copyright) કહે છે.
  • પુસ્તકો, સૉફ્ટવેર-પ્રોગ્રામ અને લખાણને તે લાગુ પાડવામાં આવે છે. સ્વાધિકારનો કાયદો બૌદ્ધિક સંપત્તિને અનેક રીતે સુરક્ષા પૂરી પાડે છે.
  • સ્વાધિકાર (Copyright) :-
  • આ એક નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની, શબ્દસમૂહ કે ચિત્ર છે, જેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કોઈ ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ પાડવા માટે કરવામાં આવે છે. ટ્રેડમાર્કને TM, SM અને નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે.
  • ટ્રેડમાર્ક (Trademark) ;-

®

38 of 53

  • બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા (Protecting Intellectual Property)
  • એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને સ્ટેગ્નોગ્રાફી (Steganography) કહે છે. જો ફાઈલમાં આવેલી માહિતીને સુરક્ષિત બનાવવામાં ન આવે, તો તેને કોઈ પણ દૂષિત હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
  • સ્ટેગ્નોગ્રાફી (Steganography):-
  • વૉટરમાર્ક એ ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વીડિયોમાં ઉમેરવામાં આવતો ડિજિટલ કોડ છે જે ફાઈલના સ્વાધિકાર (copyright)ની ઓળખ આપી શકે છે. તે માહિતીનો સંપૂર્ણપણે અદૃશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા આપે છે.
  • ડિજિટલ ઓળખચિન્હ (Digital Watermarking) :-

39 of 53

  • ઈ-કૉમર્સ/એમ-કૉમર્સમાં ચુકવણી
  • ઈ-કૉમર્સ અને એમ-કૉમર્સમાં ચુકવણી એ સૌથી મહત્ત્વનું પાસું છે. ચુકવણીની પરંપરાગત પદ્ધતિઓમાં રોકડ, ચેક કે ક્રેડિટકાર્ડ વડે થતી ચુકવણીઓનો સમાવેશ થાય છે. આજકાલ ઓનલાઈન કરવામાં આવતા વ્યવસાયોમાં ચુકવણીની ઈલેક્ટ્રોનિક પદ્ધતિ વધુ મહત્ત્વની સાબિત થઈ રહી છે. ઈલેક્ટ્રોનિક ચુકવણી માટે નીચે જણાવેલ પ્રકાર ઉપયોગમાં લેવાય છે :

1

ચુકવણી માટેના કાર્ડ

2

નેટ બેંકિંગ

3

ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર

4

ઈ - વોલેટ

5

રુ – પે

40 of 53

  1. ચુકવણી માટેના કાર્ડ :-

1

2

3

4

ક્રેડિટ કાર્ડ (Credit Cards)

ડેબિટ કાર્ડ (Debit Cards)

ચાર્જ કાર્ડ (Charge Cards)

સ્માર્ટ કાર્ડ (Smart Cards)

41 of 53

  • ક્રેડિટ કાર્ડ (Credit Card) :-
  • ઈન્ટરનેટ પર ચુકવણી માટેની આ સૌથી વધુ પ્રચલિત અને વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત પદ્ધતિ છે.
  • ઈશ્યૂઇંગ બૅન્ક (issuing bank) નામે ઓળખાતી બેન્ક દ્વારા ગ્રાહકને ક્રેડિટકાર્ડ આપવામાં આવે છે.
  • ઈશ્યૂઇંગ બેન્ક ક્રેડિટકાર્ડના વ્યવસાયમાં સ્થાપિત અને નામાંકિત નાણાકીય સંસ્થાઓનાં ક્રેડિટકાર્ડ પૂરાં પાડે છે.
  • MasterCard® અથવા Visa® તેનાં ઉદાહરણ છે.
  • ગ્રાહકને ધિરાણક્ષમતા અને આવકના સ્તર પર આધારિત ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
  • બિલિંગ સમયગાળા દરમિયાન ગ્રાહક તે ધિરાણની મર્યાદામાં રહી ઈશ્યૂઇંગ બૅન્ક સાથે ખર્ચ કે ચુકવણી કરી શકે છે.
  • વેપારીઓ દ્વારા ક્રેડિટકાર્ડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

42 of 53

ક્રેડિટ કાર્ડના ઉદાહરણ

43 of 53

  • ક્રેડિટ કાર્ડ ના વ્યવહારમાં ચાર પક્ષ સમાવિષ્ટ થાય છે :
  • ક્રેડિટકાર્ડધારક ગ્રાહક
  • ક્રેડિટકાર્ડ સ્વીકારતો વિક્રેતા
  • ઈશ્યૂઇંગ બેન્ક (Issuing Bank) : જે ગ્રાહકને ક્રેડિટકાર્ડ આપે છે અને વિક્રેતાને ચુકવણીની ખાતરી આપે છે. બેન્ક ગ્રાહક પાસેથી ચુકવણીની રકમ પ્રાપ્ત કરે છે.
  • એક્વાયરિંગ બેન્ક (Acquiring banks): વિક્રેતા સાથે ખાતું સ્થાપિત કરતી નાણાકીય સંસ્થા, જે ક્રેડિટકાર્ડની યથાર્થતા ચકાસે છે અને ગ્રાહકની ધિરાણમર્યાદાને આધારે વેચાણને અધિકૃત કરે છે.

ઓનલાઈન ચુકવણીમાં અન્ય બે પક્ષ ભાગ ભજવે છે : પેમેન્ટ ગેટ-વે (payment gateways) અને પેમેન્ટ પ્રોસેસર (payment processor). પે-પાલ (PayPal) જેવા ત્રાહિત પક્ષો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને પેમેન્ટ ગેટ-વે તરીકે ઓળખવામાં આવે છે.

44 of 53

  • ક્રેડિટ કાર્ડ ના વ્યવહારમાં ચાર પક્ષ સમાવિષ્ટ થાય છે :
  • ક્રેડિટકાર્ડધારક ગ્રાહક
  • ક્રેડિટકાર્ડ સ્વીકારતો વિક્રેતા
  • ઈશ્યૂઇંગ બેન્ક (Issuing Bank) : જે ગ્રાહકને ક્રેડિટકાર્ડ આપે છે અને વિક્રેતાને ચુકવણીની ખાતરી આપે છે. બેન્ક ગ્રાહક પાસેથી ચુકવણીની રકમ પ્રાપ્ત કરે છે.
  • એક્વાયરિંગ બેન્ક (Acquiring banks): વિક્રેતા સાથે ખાતું સ્થાપિત કરતી નાણાકીય સંસ્થા, જે ક્રેડિટકાર્ડની યથાર્થતા ચકાસે છે અને ગ્રાહકની ધિરાણમર્યાદાને આધારે વેચાણને અધિકૃત કરે છે.

ઓનલાઈન ચુકવણીમાં અન્ય બે પક્ષ ભાગ ભજવે છે : પેમેન્ટ ગેટ-વે (payment gateways) અને પેમેન્ટ પ્રોસેસર (payment processor). પે-પાલ (PayPal) જેવા ત્રાહિત પક્ષો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને પેમેન્ટ ગેટ-વે તરીકે ઓળખવામાં આવે છે.

45 of 53

  • ક્રેડિટકાર્ડના ફાયદા નીચે મુજબ છે :
  • ગ્રાહકને મોટી રોકડ રકમ લઈને ફરવું પડતું નથી. ગ્રાહક માલ અને સેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચુકવણી કરી શકે છે.
  • બેન્કના સ્ટેટમેન્ટની મદદથી ગ્રાહકની ખરીદીની નોંધ રાખી શકાય છે.
  • બૅન્કના ખાતામાં રોકડ ઉપલબ્ધ ન હોય તે છતાં ગ્રાહકને માલ ખરીદવાની સુવિધા મળે છે. મહિનાના અંતે તેઓ રોકડ ચૂકવીને ખાતું સરભર કરે છે.

  • ક્રેડિટકાર્ડની મર્યાદાઓ નીચે મુજબ છે :
  • બહુ નાની કે બહુ મોટી ચુકવણીઓ માટે તે અયોગ્ય છે. સુરક્ષાની દૃષ્ટિએ આ કાર્ડની એક મર્યાદા છે. ખૂબ જ મોટી રકમના વ્યવહારો માટે તેનો ઉપયોગ શક્ય નથી.
  • ગ્રાહક ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરી પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરવાની માનસિકતા ધરાવી શકે છે.
  • ક્રેડિટકાર્ડ ખોવાઈ કે ચોરાઈ જવાની શક્યતા રહે છે.

46 of 53

  • ડેબિટકાર્ડ (Debit Cards) :-
  • ડેબિટકાર્ડ દેખાવમાં ક્રેડિટકાર્ડ જેવું લાગે છે, પરંતુ તેનું કાર્ય અલગ છે.
  • ગ્રાહકના બેન્ક ખાતામાંથી સીધા જ વ્યાપારીને રકમનું હસ્તાંતરણ કરી શકાય તે પ્રકારનું આ કાર્ડ છે.
  • ગ્રાહકના ખાતામાંથી રકમની તત્કાલ કપાત કરવામાં આવે છે.
  • ડેબિટકાર્ડ ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખે છે અને તેની ક્ષમતાથી વધુ ખરીદી કરવાની પરવાનગી આપતું નથી.

47 of 53

  • સ્માર્ટકાર્ડ (Smart Cards) :-
  • સ્માર્ટકાર્ડ ક્રેડિટકાર્ડ જેવું જ દેખાય છે, પરંતુ સપાટી પર માઈક્રોચિપ જડેલી હોવાથી તેનું કાર્ય અલગ પડે છે. ખાતાંઓની માહિતી, આરોગ્ય સંબંધિત વિમાની માહિતી, અંગત કી અને ઉપયોગકર્તાની અન્ય અંગત માહિતીનો સ્માર્ટકાર્ડમાં સંગ્રહ કરવામાં આવે છે.
  • સામાન્ય કાર્ડ કરતા તે સો ગણી વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે.
  • સ્માર્ટકાર્ડમાં સંગૃહિત માહિતી સાંકેતિક સ્વરૂપમાં હોવાથી તે ક્રેડિટ કે ડેબિટકાર્ડથી વધુ સુરક્ષિત છે.
  • ગ્રાહકો કાર્ડમાં રોકડ પણ ઉમેરી શકે છે અને ત્યાર પછી છૂટક વ્યાપારીની વેબસાઈટ કે દુકાન પર માલની ખરીદી તેની ચુકવણી માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.
  • છૂટક વ્યાપારીની દુકાન પર કાર્ડરીડર ઉપલબ્ધ હોય છે.
  • યુ.એસ., યુરોપ, જાપાન અને એશિયાના કેટલાક ભાગમાં સ્માર્ટકાર્ડ ઘણાં પ્રચલિત છે.

48 of 53

  • ચાર્જ કાર્ડ (Charge Cards) :-
  • ચાર્જકાર્ડ એક પ્રકારની ચુકવણીની પ્રક્રિયા છે, જેમાં ગ્રાહક કાર્ડ દ્વારા વિક્રેતાને ચુકવણી કરી શકે છે.
  • ક્રેડિટકાર્ડની તુલનામાં ચાર્જકાર્ડમાં ધિરાણની કોઈ મર્યાદા હોતી નથી.
  • કાર્ડ આપનાર સંસ્થાને ગ્રાહકે બિલિંગ સમયગાળાને અંતે પૂરેપૂરી રકમની ચુકવણી કરવાની હોય છે. જો આમ ન બને તો તેણે લેઈટ ફી ભરવી પડે છે.

49 of 53

  • નેટબેંકિંગ અથવા ઓનલાઈન બૈંકિંગનો વિકલ્પ આજકાલ ઘણો પ્રચલિત થઈ રહ્યો છે. તેમાં કોઈ પ્રકારના કાર્ડનો સમાવેશ કરવામાં આવતો નથી.
  • ઈન્ટરનેટ બેકિંગ સહિતનું બેન્કખાતું ધરાવતો ગ્રાહક તેનો ઉપયોગ કરી શકે છે.
  • ગ્રાહક આ ખાતાના ઉપયોગ દ્વારા ઓનલાઈન ખરીદી તેમજ ચૂકવણી કરી શકે તે માટે બેન્ક દ્વારા તેને નેટબેકિંગ પાસવર્ડ પૂરો પાડવામાં આવે છે.
  • ઈ-કૉમર્સ/એમ-કોમર્સની અનેક વેબસાઈટ નેટબેકિંગ દ્વારા ચુકવણીની સુવિધા પૂરી પાડે છે. વેબસાઈટ પર કાર્ડની વિગતો રજૂ કરવાને બદલે જે બેન્ક દ્વારા ચુકવણી કરવાની હોય તેનું નામ પૂછવામાં આવે છે.
  • નેટબેકિંગની ચુકવણી પદ્ધતિ ક્રેડિટકાર્ડની તુલનામાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને ભારતમાં લગભગ દરેક વ્યાપારી સંસ્થાઓ આ વિકલ્પ પૂરો પાડે છે.

2. નેટબેંકિંગ (Net-Banking) :-

50 of 53

  • એક બેન્કના ખાતામાંથી અન્ય બેન્કના ખાતામાં રકમ સ્થાનાંતરિત કરવાના કાર્યને ઈલેક્ટ્રોનિક ફંડ-ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે.
  • કાગળના રૂપમાં ચેક કે પ્રત્યક્ષ ઉઘરાણી કરતાં તે સુરક્ષિત, નિશ્ચિત, અસરકારક અને ઓછું ખર્ચાળ છે.
  • દુનિયાની બેન્કોના પારસ્પરિક વ્યવહાર, ATMના ઉપયોગથી ટ્યુશન ફીની ચુકવણી, કર્મચારીઓના પગાર તેમનાં ખાતાંમાં જમા કરવા, બેન્કખાતાની માસિક કપાત વગેરે EFTનાં ઉદાહરણ છે.
  • ઓનલાઈન ચુકવણી માટે EFTની અસરકારક્તામાં વધારો, સરળ નામાપદ્ધતિ અને વધુ સુરક્ષા EFTના લાભ છે.
  • જોકે, ઈન્ટરનેટ દ્વારા બિલ મોકલતી અને મેળવતી સંસ્થાઓની સંખ્યા હજી ઓછી છે.

3. ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (Electronic Fund Transfer) :-

51 of 53

  • કેટલાક વ્યાપારીઓ ગ્રાહકે એક વાર ભરેલા ફોર્મની વિગતોના પુનઃઉપયોગ માટે તેને પોતાના સર્વર પર સંગ્રહ કરે છે.
  • આ વ્યાપારીઓ ગ્રાહકને ઈ-વોલેટ સેવાઓ પૂરી પાડે છે, જેના દ્વારા ખરીદી કે ટિકિટ-નોંધણીનું કાર્ય વધુ સરળ બને છે.
  • આજે ઘણી બેન્કો, ઓનલાઈન દુકાનો, ટેલિફોનસેવાઓ વગેરે ઈ-વૉલેટ સેવાઓ પૂરી પાડે છે.
  • વ્યાપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચુકવણી માટેનાં ઈલેક્ટ્રોનિક કાર્ડને ઈ-વૉલેટ કહે છે. તે ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડની જેમજ કાર્ય કરે છે.
  • ઈ-વૉલેટ દ્વારા ચુકવણી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કે ડેબિટકાર્ડ નંબર પૂરો પાડવો જરૂરી નથી. આથી, ક્રેડિટ-ડેબિટ કાર્ડની ગોપનીયતા નષ્ટ થવાનું જોખમ રહેતું નથી.

4. ઈ-વૉલેટ (E-wallet) :-

52 of 53

  • Rupee અને Payment એવાં બે પદ પરથી RuPay પદ તારવવામાં આવ્યું છે.
  • નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCT)એ શરૂ કરેલી કાર્ડ દ્વારા ચુકવણીની આ એક નવી રીત છે.
  • જેનો ઉપયોગ ક્રેડિટકાર્ડ અને ડેબિટકાર્ડની જેમ જ કરી શકાય છે.

5. રુ – પે (RuPay) :-

  • RuPay કાર્ડના ઉપયોગ દ્વારા થતા તમામ વ્યવહારો પર ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે.
  • વ્યવહારની પ્રક્રિયા સ્થાનિક સ્તરે થતી હોવાથી દરેક વ્યવહારની લેવડ-દેવડ અને કરારનો ખર્ચ ઘટાડી શકાય છે.
  • આમ, ઓછું ખર્ચાળ હોવાને કારણે RuPay ગ્રાહક અને બેન્ક માટે લાભદાયી છે.

Rupay કાર્ડ

53 of 53