1 of 14

શ્રી નાણોટા પ્રાથમિક શાળા

www.Educationgujarati.com

2 of 14

વિષય : સામાજિક વિજ્ઞાન

ધોરણ : 8

વિષયાંગ : ખનીજ અને ઊર્જા સંસાધન

3 of 14

ખનીજ એટલે શું ?

જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે.

4 of 14

ખનીજ

પૃથ્વીનાં આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક ‘ કહે છે .

અયસ્કનું શુદ્ધીકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે .

5 of 14

ખનીજ

  • ખનિજ બધાં સ્થળોએ એકસરખાં મળી આવતાં નથી .
  • તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે છે .

6 of 14

ખનીજ

  • ખનિજો કુદરતની બક્ષિસ છે .
  • ખનિજ વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ – અલગ પરિસ્થિતિઓમાં નિર્માણ પામે છે .
  • તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે .
  • આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે .

7 of 14

ખનીજ

  • તેમના રાસાયણિક ગુણધર્મો જેવાં કે રંગ , ચમક , ઘનતા , નક્કરતા વગેરેને આધારે તેમને ઓળખી શકાય છે .
  • ખનિજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે .
  • તેથી ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે .

8 of 14

ખનીજના પ્રકારો

  • પૃથ્વી પર ત્રણ હજારથી વધુ વિભિન્ન ખનિજો છે . સંરચનાના આધારે ખનિજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનિજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે .

ધાતુમય ખનીજો

અધાતુમય ખનીજો

9 of 14

ધાતુમય ખનીજો

ધાતુમય ( ધાત્વિક ) ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે .

ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતનાં વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે .

10 of 14

ધાતુમય ખનીજો

  • ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડકસમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે .
  • આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે .
  • પ્રહાર કરવાથી તે તૂટતા નથી .

11 of 14

ધાતુમય ખનીજો

  • ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે .
  • જેમકે સોનું , જસત , ચાંદી , તાંબું , ઍલ્યુમિનિયમ , લોખંડ વગેરે મુખ્ય છે .

12 of 14

અધાતુમય ખનીજો

  • આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી .
  • કેટલાંક અધાતુમય ખનિજોને કાપીને , ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે.
  • રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે .
  • ચૂનાનો પથ્થર , અબરખ અને જિપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે .

13 of 14

અધાતુમય ખનીજો

  • ઊર્જા સંસાધન જેમકે , કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે .
  • મેદાનો અને ગેડ પર્વતોના કાંપના ( નિક્ષેપકૃત ) ખડક સમૂહોનાં ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે
  • ખનિજ બળતણ જેમકે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાંથી મળી આવે છે .

14 of 14

Thanks!

www.Educationgujarati.com

Any Questions ?