1 of 17

1

SHRI R. K. PARIKH ARTS AND SCIENCE COLLEGE

PETLAD

DEPARTMENT OF SOCIOLOGY

WELCOMES

Students, Goodmonring

Paper code:UA04CSOC23

Title:Current social Problems

Semester:04

Year-2021-22

2 of 17

� � Course�Objectives:

2

Sem. IV Course No.UA04CSOC23

(Current social problems in Indian society

3 of 17

બાળમજૂરીનો અર્થ , બાળમજૂરીના કારણો

  • પરિચય: બાળમજૂરી એ ભારતીય સમાજની અત્યંત ગંભીર અને કરુણ સમસ્યા છે. બાળક તેના બાલ્યકાળમાં શાળામાં કે રમતના મેદાનમાં હોવું જોઈએ તેના બદલે થોડા પૈસા કમાવા માટે તેને કારખાનામાં, ઉદ્યોગ કે ફેક્ટરીમાં, લારી ગલ્લા પર, ખેતરોમાં, હોટેલોમાં કે ઘરઘાટીકામમાં જોડાઈ જવું પડ્તું હોચ તે સમાજ તથા સરકાર માટે શરમજનક ઘટના ગણાવી જોઈએ

3

4 of 17

���(1) બાળમજૂરીનો અર્થ (Meaning of Child Labour):��

  • બાળમજૂર અને બાળમજૂરી એ બંને ખ્યાલો પરસ્પર સંકળાયેલા છે. ઉંમરના આધારે બાળમજૂરોને પુખ્તવયી મજૂરથી ભિન્ન પાડવામાં આવે છે. મહંમદ મુસ્તફા અને શર્મા તેમના પુસ્તક ‘Child Labour in India – A Bitter Truth (1996)’ માં જમાવે છે કે ‘ સામાન્ય રીતે 14 – 15 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ કુટુંબની અંદર કે બહાર કોઈ ઉત્પાદક પ્રવૃત્તિમાં સવેતનીય કે અવેતનીય કામ કરતી હોય ત્યારે તેવી વ્યક્તિને બાળમજૂર કહેવાય.

4

5 of 17

બાળમજૂરીના કારણો

  • (i)ગરીબી અને બેકારી (Poverty and Unemployment):
  • ગરીબી અને બેકારી આર્થિક પછાતપણું સૂચવે છે. ગરીબીને બાળમજૂરીનું સૌથી આગળ પડતું અને પ્રત્યક્ષ કારણ ગણી શકાય. બાળમજૂરી પરના અનેક કઅભ્યાસોમાં જણાયું છે કે ગરીબ કુટુંબો કૌટુંબિક આવકમાં થોડો વધારો કરવા બાળકોને આર્થિક કામો કો નોકરી કરવા મોકલે છે. આથી બાળમજૂરીની સમસ્યા સર્વાંશે ગરીબ કુટુંબોની સમસ્યા છે.જે કુટુંબોને ભરણપોષણ માટે બાળકોની કમાણી પર આધાર રાખવાની જરૂર હોતી નથી તેઓ બાળકોને શાળાએ મોકલે છે, નોકરી કરવા નહીં. ખરી સમસ્યા શાળાએ બિલકુલ નહીંજતાં તથા અધવચ્ચેથીશાળા છોડી દઈને ફૂલટાઈમ નોકરી મજૂરી કરતાં બાળકોની છે.

5

6 of 17

(ii)નિરક્ષરતા (Illiteracy):

ગરીબી અને નિરક્ષરતા એ બે ભેગાં થાય એટલે એની સાથે બીજાં ગણા દુષણો વણનોતર્યાં ચાલ્યા આવે એમ કહી શકાય. ભારતમાં જેમ વ્યાપક ગરીબી છે એમ પુષ્કળ નિરક્ષરતા પણ છે. 1991ની વસ્તીગણતરી મુજબ કુલ શિક્ષણ 52.1 ટકાહતું દેશના 48 ટકા જેટલા લોકો નિરક્ષર હતાં. 1991માં દેશની 60 ટકા સ્ત્રીઓ નિરક્ષર હતી. દેશમાં સાડા છ કરોડ બાળકો શાળાએ જતાં નથી. સંભવત આ બધાં નિરક્ષર બાળકો બાળમજૂરો છે. બાળમજૂરી માટે બાળકોની નિરક્ષરતા કરતાં મા બાપની નિરક્ષરતા વધુ જવાબદાર ગણી શકાય.માબાપ જો શાળા મોકલે તો બાળકો ભણવા જાય અને માબાપ તેમને નાની ઉંમરે નોકરીએ રાખી દે તો નોકરી કરવા જાય.

6

7 of 17

(iii)ઝડપી વસ્તીવૃદ્ધિ :

  • ભારતમાં વસ્તીનું કદ અત્યંત ઝડપથી વધી રહ્યું છે. ઝડપી વસ્તીવૃદ્ધિએ ગરીબી, બેકારી અને નિરક્ષરતામાં વધારો કર્યો છે અને ગરીબી, બેકારી તથા નિરક્ષરતામાં વધારો થતાં બાળમજૂરીની સમસ્યા પણ તીવ્ર બની છે. આ રીતે વસ્તીવૃદ્ધિ સીધી રીતે અને આડકતરી રીતા બાળમજૂરીને ટકાવી રાખે છે. અને તેમાં વધારો પણ કરે છે.

7

8 of 17

  • ભારતમાં વાર્ષિક લગભગ 2 થી 2.5 ટકાના દરે વસ્તીવૃદ્ધિ થઈ રહી છે. 1921થી તીવ્ર રીતે વસ્તી વધતી રહી છે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે વસ્તી લગભગ 36 કરોડ હતી. 1991માં વસ્તી 84 કરોડ હતી. તે અત્યારે 2000 ની સાલમાં 100 કરોડના આંકડા સુધી પહોંચી ગઈ છે. ગરીબ કુટુંબોને બે છેડા ભેગા કરવાની મુશ્કેલી હોય ત્યાં બાળકોને ભણવા મોકલવાનો વિચાર કરવાનું પણ મુશ્કેલ બને એ સ્વભાવિક છે. ઝડપી વસ્તીવૃદ્ધિને અંકુશિત કરવા માટે 1951થી ભારતમાં કુટુંબનિયોજન કાર્યક્રમનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આજે પણ આ કાર્યક્રમને ધારી સફળતા મળી નથી.

8

9 of 17

(iv)મોટાં કદનાં કુટુંબો:

  • ભારતીય સમાજમાં પ્રાચીનકાળથી સંયુક્ત કુટુંબપ્રથા પ્રચલિત રહી છે. વર્તમાન સમયમાં શહેરીકરણ, ઉદ્યોગીકરણ, સામાજિક ગતિશીલતા, શિક્ષણ લોકશાહી અને વ્યક્તિસ્વાતંત્ર્યના વિકસેલાં મૂલ્યો વગેરેના પ્રભાવના કારણે સંયુક્ત કુટુબો નાના થતા જાય છે. ગ્રામીણ સમાજોમાં હજી અમુક અંશે સંયુક્ત કુટુંબપ્રથાનું પ્રચલન ચાલુ રહ્યું છે. એક બાજુ કુટુંબમાં ગરીબી અને નિરક્ષરતા છે અને બીજી બાજુ કુટુંબમાં બાળકોની સંખ્યા વધારે છે. કુટુંબની ઓછી આવકને લીધે ભરણપોષણની તરલીફો તો હોય છે જ અને તેમાં પણ મોટા કુટુંબને કારણે ભરણપોષણની તકલીફમાં ઓર વધારે થાય છે.આથી મોટાં કુટુંબોમાં બાળકોને નોકરીએ લગાડી દઈને કૌટુંબિક આવકમાં વધારો કરવાનું માબાપોને જરૂરી લાગે છે.

9

10 of 17

(v)જ્ઞાતિપ્રથામાં વારસાગત વ્યવસાયોની પરંપરા :

  • ભારતીય જ્ઞાતિ-વ્યવસ્થામાં પરંપરાગત રીતે દરેક જ્ઞાતિનો આગવો વારસાગત વ્યવસાય હતો. દરેક જ્ઞાતિ પોતાના બાપદાદાનો ધંધો કરી ભરણપોષણ મેળવતી. જેમકે, લુહાર, સુથાર, સોની, દરજી, કુંભાર, મોચી. વણકર, હજામ, બ્રાહ્મણ, વણિક, રબારી, ભરવાડ, ખેડૂત, માછીમાર વગેરે લગભગ બધી જ્ઞાતિઓના વારસાગત વ્યવસાયો હતા. દરેક જ્ઞાતિનાં કુટુંબો પોતાનાં બાળકોને ઘણી નાની ઉંમરથી જ પોતાની જ્ઞાતિના પરંપરાગત વારસાગત વ્યવસાયનું શિક્ષણ –તાલીમ અનૌપચારિક રીતે ઘણઆંગણે જ આપતાં. આવું શિક્ષણ મેળવવા બાળકને શાળામાં સોકલવાની જરૂર પડતી નહીં અને શાળાઓમાં આવું વ્યવસાયિક શિક્ષણ અપાતું પણ નહીં. તેને બહાર નોકરી શોધવાની જરૂર ન પડે

10

11 of 17

(vi)શિક્ષણની અપૂરતી સુવિધા :

  • 6 થી 14 વર્ષ સુધીની ઉંમરનાં તમામ બાળકોને માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવાના કાયદા થયા છે. પરંતુ દેશમાં આ ઉંમરના તમામ બાળકોને હજી સુધી પ્રાથમિક શિક્ષણ હેઠળ આવરી લેવામાં આવ્યાં નથી. તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે જરૂરી શાળાઓ, શિક્ષકો, શિક્ષણ માટે ખર્ચની ફાળવણીની રકમ ઘણી ઓછી છે. 1986 – 92 ના ગાળામાં કેન્દ્ર સરકારે શિક્ષણ પાછલ 2 ટકા, આરોગ્ય પાછળ 2 ટકા અને સંરક્ષણ પાછળ 17 ટકા ખર્ચ કર્યો હતો. તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની સુવિધા માટે જોઈતા નાણાંકીય સાધનો સરકાર પાસે નથી.

11

12 of 17

(vii)સામાજિક જાગૃતિનો અભાવ કે અલ્પતા :

  • ભારતીય સમાજમાં ગરીબી, બેકારી, નિરભરતા, વસ્તીવૃદ્ધિ અને બાળમજૂરીની સમસ્યાઓ વ્યાપક સ્વરૂપમાં ચિંતાજનક સ્થિતિએ પહોંચી છે. પરંતુ સામાન્ય રીતે એવું જોવાં મળે છે કે સમાજમાં આ પરિસ્થિતિઓ અંગે લોકોમાં સામાજિક જાગૃતિ કે સભાનતા નહીંવત્ કે અલ્પ પ્રમાણમાં છે. એમાં પણ બાળમજૂરી તરફ તો સમાજમાં જાગૃતિ કે સભાનતા નહીંવત્ પ્રમાણમાં છે.

12

13 of 17

(viii)સ્થળાંતરિત મજૂરો :

  • : સ્થળાંતરિત મજૂરોને અવારનવાર મજૂરી મેળવવા એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે છે. ચોમાસું નિષ્ફળ જવાથી અસર ઓછો વરસાદ પડવાથી અમુક પ્રેદશોમાં અછતની પરિસ્થિતિ સર્જાય છે. અછતગ્રસ્ત પ્રદેશમાં ઢોરને ઘાસચારો, પાણી મળતાં નથી અને મજૂરોને ખેતીની રોજી મળતી નથી. આથી આવાં કુટુંબો જે પ્રદેશમાં સારો વરસાદ થયો હોય એવા પ્રદેશમાં અથવા શહેરોમાં કામચલાઉ રીતે કુટુંબ અને બાળકો સહિત સ્થળાંતર કરે છે. અછતના વરસમાં કચ્છના માલધારીઓ ઢોરઢાંખર સાથે દક્ષિણ ગુજરાતના પાણી અને ઘાસચારાની સગવડ મળે તેવા પ્રદેશમાં સ્થળાંતર કરી જાય છે અને પછી ચોમાસામાં વરસાદ થયા પછી પોતાના મૂળ સ્થળે પાછા ફરે છે.

13

14 of 17

(ix)સામાજિક રિવાજો પાછળનું ખર્ચ અને દેવું :

  • ગામડાંઓમાં ખાસ કરીને પછાત જ્ઞાતિઓ સામાજિક રીતરિવાજો જેવાં કે, લગ્ન, જન્મ, મરણ, દહેજ, ધાર્મિક ક્રિયાકાંડ વગેરે પાછળ ગજા બહારનું ખર્ચ કરતા હોય છે.અને આવું ખર્ચ કરવા માટે દેવું પણ કરતા હોય છે.જે જ્ઞાતિઓ આર્થિક રીતે સમૃદ્ધ છે, તેઓને આવું ખર્ચ થાય તે પોષાય છે, પણ ગરીબ કુટુંબોને સામાજિક રિવાજો પાછળનું વધુ પડતું ખર્ચ દેવાદાર બનાવે છે. આ માટે બાળકોને મજૂરીનાં કામો પર મોકલીને પૈસા મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે.

14

15 of 17

(x)કુટુંબના કમાતા સભ્યનું મૃત્યુ :

  • કુટુંબના કમાતા સભ્યનું આકસ્મિક મૃત્યુ થાય, અન્ય કોઈ પુખ્ત સભ્ય કમાનાર ન હોય, આવકનું બીજું કોઈ સાધન ન હોય તો કુટુંબના ભરણપોષણ માટે બાળકોને નોકરીએ લગાડવાની જરૂરિયાત ઊભી થાય છે. કેટલીક વખત આવા સંજોગોનાં શાળામાં ભણતાં બાળકોને શાળા છોડાવીને પણ નોકરી- ધંધામાં જોતરવાં પડે છ.મૃત્યુ પામનાર વ્યક્તિ સરકારી નોકર હોય તો લાભોને કારણે બાળકોને શાળા છોડીને નોકરી કરવી પડતી નથી, પણ ગામડાંઓમાં ખેતી, મજૂરી, પશુપાલન કે હસ્તઉદ્યોગનો વ્યવસાય કરતાં કુટુંબોમાં કમાતા સભ્યના આવા આકસ્મિક મૃત્યુના પ્રસંગે બાળકો ભણતાં હોય તો શાળા છોડીને પણ તેમણે પિતાનો ધંધો સંભાળી લેવો પડે છે. આવી પરિસ્થિતિ બાળમજૂરી માટે અમુક અંશે કારણભૂત બને છે.

15

16 of 17

(xi)આસપાસનું વાતાવરણ :

  • કુટુંબ જે વિસ્તારમાં વસવાટ કરતું હોય તે વિસ્તારમાં કુટુંબની આસપાસનું વાતાવરણ બાળકો પર ઊંડી અસર કરે છે. અભ્યાસોમાં જણાયું છે કે જે વિસ્તાર કે મહોલ્લામાં અમુક કુટુંબનાં બાળકો શાળાને બદલે નોકરીએ જતાં હોય છે અને પૈસા કમાઈ લાવતાં હોય છે. એ વિસ્તારમાં વસતાં અન્ય કુટુંબો પર પણ તેની અસર પડે છે. બાળકોને નોકરીએ નહીં મોકલનારા કુટુંબોને પૈસાનું આકર્ષણ જાગે છે અને તેઓ પણ પડોશીનાં બાળકોની જેમપોતાનાં બાળકોને પણ નોકરી કરવા મોકલી આપતાં હોય છે.જો કે, બધાં જ કુટુંબોની બાબતમાં આવું બનતું નથી પણ જે મા બાપો ગરીબ અને નિરક્ષર છે તેઓ આસપાસના વાતાવરણની અસર હેથળ ઝડપથી આવી જાય છે.

16

17 of 17

(xii)ગ્રામીણ જીવન અને કૃષિ આધારિત વ્યવસાયો :

  • ભારતમાં આજે પણ 70 ટકા જેટલી વસ્તી ગામડાઓમાં વસે છે. આથી ભારતીય સમાજમાં જે સમસ્યાઓ ઉદભવી છે તેમાં ગ્રામીણ જીવનની પ્રાધાન્યતા મહત્ત્વનો ભાજ ભજવે છે. ગામડાંઓ મુખ્યત્વે ખેતી, ખેતીની મજૂરી, પશુપાલન, હસ્તઉદ્યોગો વગેરે વ્યવસાયો પર નભે છે. ગામડાંઓમાં નિરક્ષરતા, મોટાં કુટુંબોનું પ્રચલન, શિક્ષણની અલ્પ સુવિધાઓ વગેરે વધુ પ્રમાણમાં જોવા મળે છે.

17