1 of 16

ભારતનાં ભાષાકુળો

ડૉ. નિયતિ અંતાણી

2 of 16

પ્રાસ્તાવિક

  • ભાષાનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે : સ્વરૂપલક્ષી વર્ગીકરણ અને પારિવારિક વર્ગીકરણ
  • પારિવારિક વર્ગીકરણ એટલે જન્યજનક સંબંધે કે ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ સંકળાયેલી ભાષાઓનો એક પરિવાર કે કુળમાં ગોઠવી આપવી.
  • કોઈપણ ભાષાકુળની ભાષાઓ કાયમને માટે એક ને એક સ્વરૂપની રહે તેમ બનતું નથી કેમકે ભાષા સતત પરિવર્તન પામે છે, વિકસે છે. આ પરિવર્તન સ્વરૂપગત પણ હોય છે.

ડૉ. નિયતિ અંતાણી

2

3 of 16

  • ૧૮ મી સદીમાં સંસ્કૃતનો અભ્યાસ કરતાં સર વિલિયમ જૉનઝને સંસ્કૃતની લેટિન અને ગ્રીક સાથેની કેટલીક ધાતુવિષયક અને વ્યાકરણવિષયક સમાનતાઓ દેખાઈ. આથી આ ત્રણેય ભાષા કોઈ એક મૂળમાંથી આવી હશે તેવું માનવા તેઓ પ્રેરાયા.
  • ૧૮ મી સદી પછી તો તુલનાત્મક ભાષાવિજ્ઞાનનો ઘણો બધો વિકાસ થયો પરિણામે ઘણીબધી ભાષાઓ વચ્ચેના કુળસંબંધો પ્રમાણભૂત રીતે શોધાવા લાગ્યા.
  • ઐતિહાસિક રીતે નાના કુળોને મોટા કુળોમાં સમાવી લેવાનું શક્ય બન્યું.
  • એમાંની ઘણીખરી ભાષાઓના દસબાર કુળો પણ તારવી શકાયાં.

ડૉ. નિયતિ અંતાણી

3

4 of 16

ડૉ. નિયતિ અંતાણી

4

5 of 16

ભૌગોલિક ખંડો પ્રમાણે જગતનાં ભાષાકુળો

  • યુરોપ અને એશિયામાં ફેલાયેલું ભાષાકુળ : ભારત- યુરોપીય ભાષાકુળ
  • મુખ્યત્વે યુરોપમાં ફેલાયેલું ભાષાકુળ : યુરાલીય ભાષાકુળ
  • મુખ્યત્વે એશિયામાં ફેલાયેલાં ભાષાકુળ : આલતાઇ, ચીની-તિબેટી, દ્રાવિડી, મોંખ્મેર, મલાયો-પૉલોનેશિયન ભાષાકુળ
  • આફ્રિકા અને એશિયામાં ફેલાયેલું ભાષાકુળ : આફ્રો-એશિયન ભાષાકુળ
  • આફ્રિકામાં ફેલાયેલાં ભાષાકુળ : બાન્ટુ (નાઈજર-કૉંગો), ચારી-નાઇલ, ખોઇસન વગેરે ભાષાકુળ
  • અમેરિકામાં ફેલાયેલાં ભાષાકુળ : એસ્કિમો – અલ્યૂટ, એથબેસ્કન, એલ્ગોનકિન વગેરે
  • ઑસ્ટ્રેલિયાનું ભાષાકુળ : ઑસ્ટ્રેલિયન ભાષાકુળ

ડૉ. નિયતિ અંતાણી

5

6 of 16

ભારતીય ઉપખંડનાં ભાષાકુળો

ડૉ. નિયતિ અંતાણી

6

ભારતીય-આર્ય ભાષાકુળ

મોનખ્મેર / એસ્ટ્રો-એશિયાટિક ભાષાકુળ

ચીની-તિબેટી ભાષાકુળ

દ્રાવિડી ભાષાકુળ

7 of 16

ડૉ. નિયતિ અંતાણી

7

8 of 16

ભારતીય-આર્ય ભાષાકુળ

  • ભારતીય ઉપખંડ એટેલે કે ભારત અને પાકિસ્તાનના પ્રદેશોમાં જોવા મળતાં મુખ્ય ભાષાકુળો
  • સૌથી મહત્વનું ભાષાકુળ
  • ભારતીય – યુરોપીય પરિવારની ભારતીય-આર્ય શાખાનું
  • ભારતમાં આર્યો ઈ. સ. પૂર્વે 1500 લગભગ પ્રવેશ્યા ત્યારથી આ શાખાનો આરંભ થયો કહેવાય.
  • એ સમયમાં રચાયેલા ઋગ્વેદની વૈદિક ભાષા એ ભારતીય આર્યનો જૂનામાં જૂનો નમૂનો
  • વૈદિક ભાષામાંથી પ્રશિષ્ટ સંસ્કૃત વિકસી.
  • ત્યારબાદ પાલિ, શૌરસેની, મહારાષ્ટ્રી, માગધી, પૈશાચી, અર્ધમાગધી, વગેરે પ્રાકૃતો
  • પછી અપભ્રંશ અને પછી આજની ઉત્તર ભારતની ભાષાઓ
  • અત્યારે ભારતીય-આર્યકુળની ભાષા બોલનારાઓની સંખ્યા ભારતીય ઉપખંડમાં ૫૪ કરોડ જેવી હશે.
  • ૭૫ ટકા જેટલા લોકો ભારતીય-આર્યકુળની ભાષા બોલે છે.

ડૉ. નિયતિ અંતાણી

8

9 of 16

ભારતીય આર્યકુળની ભાષાઓ અને બોલીઓ

ડૉ. નિયતિ અંતાણી

9

10 of 16

ડૉ. નિયતિ અંતાણી

10

11 of 16

દ્રાવિડી ભાષાકુળ

  • ભારતનું બીજું મહત્વનું ભાષાકુળ તે દ્રાવિડી ભાષાકુળ.
  • આ ભાષાકુળના ભાષકોની સંખ્યા ૧૫ કરોડ જેટલી છે.
  • દક્ષિણ ભારતનાં ચાર મોટાં રાજ્યોની માન્ય ભાષાઓ દ્રાવિડી કુળની છે.
  • તામિલનાડુની તમિલ, કેરળની મલયાલમ, કર્ણાટકની કન્નડ અને આંધ્રપ્રદેશની તેલુગુ.
  • આમાં તમિલમાં પ્રાચીન (છેક પહેલી સદીથી મળતું) અને સમૃદ્ધ સાહિત્ય છે.

ડૉ. નિયતિ અંતાણી

11

12 of 16

  • આ ઉપરાંત, દક્ષિણના નીલગિરિ પર્વતોમાં રહેતી પહાડી જાતિઓમાં બોલાતી બડગા, કોટા, ટોડા વગેરે બોલીઓ પણ દ્રાવિડી કુળની છે.
  • કેરાળા – કર્ણાટકને પશ્ચિમ કાંઠે તુળુ અને મધ્ય ભારતના ભોપાલથી માંડીને વર્ધા-નાગપુર, બાલાઘાટ, સંબલપુર, સુધીના પહાડી વિસ્તારોમાં તેમજ બંગાળના રાજમહલ જિલ્લાની જંગલી જાતિઓમાં ગોંડી, કુરુખ, કૂઈ, કૂવી વગેરે બોલીઓ બોલાય છે.
  • બલુચિસ્તાનમાં આ કુળની બ્રાહુઈ ભાષા અને શ્રીલંકામાં તમિલ બોલાય છે.

ડૉ. નિયતિ અંતાણી

12

13 of 16

  • આર્યો ભારતમાં આવ્યા ત્યારે દ્રાવિડી પ્રજા અહીં સ્થિર થઈ ચૂકેલી હતી.
  • બલૂચિસ્તાનની બ્રાહુઈ ભાષા એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રાચીન કાળમાં દ્રવિડો ભારતમાં ઉત્તરીય ભાગમાં વસતા હતા. આર્યોના હુમલાઓને કારણે એમને દક્ષિણમાં છેક શ્રીલંકા સુધી જઉં પડ્યું હોય એમ જણાય છે. પણ આર્ય ભાષા પર દ્રવિડ પ્રજાની ભાષાની અસર પડ્યા વિના રહેતી નથી
  • દા. ત. મૂર્ધન્ય ધ્વનિઓ આર્યોની ભાષામાં દ્રાવિડી ભાષાઓના પ્રભાવથી સંભવ છે એવું મનાય છે.

ડૉ. નિયતિ અંતાણી

13

14 of 16

મોનખ્મેર/ ઑસ્ટ્રોએશિયાટિક ભાષાકુળ

  • ભારતમાં જોવા મળતું આ ત્રીજું ભાષાકુળ તે મોનખ્મેર અથવા ઑસ્ટ્રોએશિયાટિક ભાષાકુળ છે.
  • એના બોલનારાઓની સંખ્યા ઘણી ઓછી ૬૦-૭૦ લાખ હશે.
  • આ ભાષાઓ ઑસ્ટ્રિક શાખાની મુંડા કે કોલ જાતિની ભાષાઓ તરીકે છૂટીછવાઈ ટકી રહી છે.
  • ઑસ્ટ્રિક પ્રજા દ્રવિડોની પહેલાં ભારતમાં વસનારી પ્રજા હતી અને દ્રવિડોની સામે ટકી ન શકતા એ પ્રજાએ પર્વતીય અને જંગલી સ્થાનોમાં આશ્રય શોધ્યો.
  • પૂર્વમાં હિન્દ-ચીન તરફ પણ એ પ્રજા જતી રહી હશે એવું વિદ્વાનોનું માનવું છે.

ડૉ. નિયતિ અંતાણી

14

15 of 16

  • આપણા દેશમાં અત્યારે ઉત્તર શિમલા, નેપાળ, ગઢવાલ, દાર્જિલિંગના પર્વતીય પ્રદેશોમાં, મેઘાલયના ખાસી પહાડોમાં છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશોમાં, મધ્ય ભારતના પર્વતીય વિસ્તારમાં તથા મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક આ કુળની ભાષાઓ બોલનારાઓ મળી આવે છે.
  • આ કુળની મુખ્ય ભાષા – મુખ્ય શાખા તે મુંડા છે જેને મુંડારી, શાંતાલી, કોર્કુ, સોરાના, સવર, કનાવરી વગેરેનો સમાવેશ થાય છે.
  • આ ઓસ્ટ્રોએશિયાટિક ભાષાઓની અસર પણ આર્યોની ભાષા પર પડી છે.
  • જેમકે, તાંબૂલ, નારિકેલ, હરિદ્વા, અલાબુ, વાતીંગણ આદિ સંસ્કૃત શબ્દો આ કુળના હોવાનું માનવામાં આવે છે.

ડૉ. નિયતિ અંતાણી

15

16 of 16

ચીની-તિબેટી ભાષાકુળ

  • ભારતમાં અત્યંત ગૌણ રીતે જોવા મળતું આશરે ૪૦ લાખ ભાષકો ધરાવતું છેલ્લું ભાષાકુળ તે ચીની-તિબેટી ભાષાકુળ છે.
  • ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતની સીમા પર આવેલઆ એક બાજુ લદાખ અને બીજી બાજુ નેફા વિસ્તારના પહાડી પ્રદેશોમાં બોલાતી કેટલીક અનાર્ય બોલીઓ ચીની-તિબેટી ભાષાકુળની છે.
  • જેમકે, લડાખી, શેરપા, મેઘાલયના ગારો પર્વતના પ્રદેશમાં બોલાતી ગારો ભાષા, બોડો ભાષા અને નાગાલેન્ડની નાગ ભાષાઓ, મિઝોરમની મિઝો, મણિપુરની મણિપુરી, ત્રિપુરાની ત્રિપુરી વગેરે.
  • નેપાળની નેવારી અને મણિપુરીમાં ચૌદમી સદીનું સાહિત્ય મળે છે. મણિપુરીમાં સાહિત્ય પરંપરા વિકસેલી છે.

ડૉ. નિયતિ અંતાણી

16