1 of 49

2 of 49

  • વિદ્યાર્થી મિત્રો, શું તમે પવન, વાવાઝોડું અને ચક્રવાત વિષે જાણો છો ?
  • પૃથ્વી પર કેવી કેવી કુદરતી ઘટનાઓ થાય છે?
  1. પવન
  2. ચક્રવાત
  3. વાવાઝોડું
  4. ભૂકંપ
  5. વીજળી

3 of 49

  • તો ચાલો વિદ્યાર્થી મિત્રો પવન, વાવાઝોડા અને ચકવાત વિષે જાણીએ......

પવન એ મોટા પાયે વાયુઓનો પ્રવાહ છે. પૃથ્વીની સપાટી પર પવન એ હવાના બલ્ક હલનચલનથી બનેલો છે. બાહ્ય અવકાશમાં, સૌર પવન એ અવકાશમાં સૂર્યમાંથી વાયુઓ અથવા ચાર્જ કરવામાં આવેલા કણોની ગતિ છે,

વાવાઝોડું એ વર્તુળાકાર ઘુમતો અને ભારે વેગથી ફૂંકાતું હોવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઈ જમીન પર આવે છે.

વાયુશાસ્ત્રમાં, ચક્રવાત અથવા વંટોળિયો એટલે પૃથ્વી જે દિશામાં ફરે છે તે જ દિશામાં બંધ, વર્તુળાકારે ગતિમાં ફરતો વાયુનો ગોળો..

4 of 49

1) વીજળી:

તો ચાલો મિત્રો આવી જ બીજી કુદરતી ઘટનાઓ વિષે જાણવું છે ને....?

  • વીજળીના વાયર ઢીલા પડી જાય ત્યારે તેમાં તણખા....
  • ભારે પવન ફૂંકાવાના કારણે વાયરો ભેગા થાય છે ત્યારે તેમાં તણખા...
  • સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં તણખા....
  • વીજળી પણ એક મોટા પાયે થતો “વીદ્યુત” તણખો જ છે.

પ્રાચીન સમયમાં......

લોકો વીજળીને ઈશ્વરનો પ્રકોપ માનતા..

પરંતુ, હવે આપણે જાણીએ છીએ કે વીજળી થવાનું કારણ “વાદળોમાં એકઠો થતો વીજભાર” છે.

5 of 49

  • તણખાઓ વિષે ગ્રીકોનું જ્ઞાન...!!!!

અંદાજે ઈ.સ.પૂર્વે ૬૦૦ પહેલા,

  • ગ્રીક લોકો જાણતા હતા કે...
  • અંબર (ગુંદરનો એક પ્રકાર) ને ફર (રુંવાટી કે રૂછડા વાળી સપાટી) સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે.

  • ઉન કે પોલીએસ્ટરના કપડા અંધારામાં ઉતારીએ તો તડ – તડ અવાજ પણ આવે છે.

  • ઈ.સ.1752ના સમયમાં......

“બેન્જામીન ફ્રેન્કલીન” એ દર્શાવ્યુ હતું કે વીજળી અને કપડા કાઢતા સમયે થતા તણખામાં સામ્યતા છે.

આ વાત સાબિત કરતા ૨૦૦૦ વર્ષ જેટલો સમય લાગ્યો.....!!!!!!

બેન્જામીન ફ્રેન્કલીન

6 of 49

પ્રવૃત્તિ : 1

  • તમારી ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો, ત્યારબાદ તેને કાગળના નાના ટુકડાઓની નજીક લઈને જાઓ..!

  • શું થાય છે ? તમારા અવલોકનોની નોંધ કરો...

પ્રવૃત્તિ : 2

  • બોલપેનની વપરાયેલી રીફીલને પોલીથીન સાથે ઘસી કાગળના ટુકડા પાસે લઇ જાઓ...

  • રીફીલ બાદ સુકા પાન, રાઈના દાણા, કાગળના ટુકડા વગેરે....

  • શું થાય છે ? તમારા અવલોકનોની નોંધ કરો...

7 of 49

તારણો

  • રીફીલને પોલીથીન સાથે ઘસતા તે વીજભાર મેળવે છે.
  • આજ રીતે જયારે, પ્લાસ્ટિકના કાસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે.

  • આવા પદાર્થોને “વીજભારીત પદાર્થો” કહે છે.

  • આ પ્રક્રિયામાં વાળ અને પોલીથીન પણ વીજભાર પ્રાપ્ત કરે છે.

8 of 49

ઘસવામાં આવતા પદાર્થો

ઘસવા માટે વપરાતા પદાર્થો

કાગળના ટુકડાને આકર્ષે છે / આકર્ષતા નથી

વીજભારીત થયા / વીજભારીત થયા નથી

રીફીલ

પોલીથીન

ફૂગ્ગો

પોલિથીન, કોરા વાળ, ઉનનું કાપડ

સ્ટીલની ચમચી

પોલીથી, ઉનનું કાપડ

9 of 49

વિજભરના પ્રકારો અને તેની આંતરક્રિયા:

પ્રવૃત્તિ : ૩...... બે ફુગ્ગો અને તેમને ઘસતા તેમની વચ્ચેની ક્રિયા

પ્રવૃત્તિ : ૪..... રીફીલ અને ફુગ્ગા વચ્ચેની પ્રક્રિયા

પ્રવૃતિનો સાર.......

  • વીજભારીત ફુગ્ગાથી વીજભારીત ફુગ્ગો અપાકર્ષિત થયો.
  • વીજભારીત રીફીલથી વીજભારીત રીફીલ અપાકર્ષિત થઇ.
  • વિજ્ભારિત ફુગ્ગાથી વીજભારીત રીફીલ આકર્ષિત થઇ.

શું તે એવું દર્શાવે છે કે ફુગ્ગા પરનો વીજભાર રીફીલ પરના વીજભાર કરતા જૂદો છે ?

10 of 49

તો શું આપણે કહી શકીએ કે વીજભાર બે પ્રકારના હોય છે...!!

  • સમાન પ્રકારના વિજ્ભારો વચ્ચે અપાકર્ષણ
  • જયારે, અસામાન વિજ્ભારો વચ્ચે આકર્ષણ થાય છે.

  • ઘસવાથી ઉત્તપન થતો વિદ્યુતભાર સ્થિર હોય છે.
  • તેઓનું જાતે વહન થતું નથી.
  • જયારે વહન થાય છે ત્યારે વિદ્યુતપ્રવાહ સર્જે છે.

11 of 49

વીજભારનું વહન અને વીજળી

12 of 49

  • વીજભારનું વહન
  • ચાલો વિદ્યાર્થી મિત્રો, આપને વીજભારનું વહન એક પ્રવૃત્તિ દ્વારા નિહાળીએ.....

13 of 49

  • વીજભારનું વહન

14 of 49

  • સુવાહાકતા
  • ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. (જેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઇ શકે..)
  • એટલે કે “ધાતુઓમાંથી વિદ્યુત પસાર થઇ શકે છે.”

ઉદાહરણ: તાંબુ

લોખંડ

સ્ટીલ

એલ્યુમિનિયમ , વગેરે.....

આ પ્રકારની ધાતુઓ માંથી વિદ્યુત પસાર થતો હોવાથી આ ધાતુઓ વીજભાર કે વિદ્યુતની સુવાહક છે તેમ કહી શકાય.

15 of 49

  • ઇલેક્ટ્રોસ્કોપ
  • જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને અપાકર્ષે છે.

યાદ કરો... સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા..

સમાન વીજભાર ધરાવતી રીફીલ...

  • “કોઈ પદાર્થ વીજભારીત છે કે નહિ તે જાણવા વપરાતા સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે.”

16 of 49

આપણે જાણ્યું કે... વિજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વિદ્યુતભારનું વહન થાય છે.

હાથ વડે તેને સ્પર્શ કરતા તે પોતાના વિદ્યુતભાર ગુમાવે છે, અને વિદ્યુતભાર રહિત થઇ જાય છે.

વારંવાર આ પ્રક્રિયાને એટલે કે પેપર્ફોઇલને હાથ વડે અડીશું એતે વિદ્યુતભાર ગુમાવશે અને તે તેના મૂળ સ્થાને આવી જશે.

17 of 49

  • વિદ્યુત વિભારિત
  • ફોઈલનો પટ્ટીઓ પોતાનો વીજભાર ગુમાવે છે જેના કરને તે તેના મૂળ સ્થાન પર આવી જાય છે.
  • પોતાના વિજભારો હાથ અડકવાના કારણે પૃથ્વીમાં ગુમાવે છે.
  • ફોઈલની પટ્ટીઓ પોતાનો વીજભાર ગુમાવતી હોવાથી તેને “વિદ્યુત વિભારત” થઇ તેમ કહેવાય છે.
  • અર્થિંગ
  • “વીજભારીત પદાર્થથી પૃથ્વીમાં વિજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે.”

18 of 49

19 of 49

  • વીજળીની વાર્તા

તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વીજળી થવા પાછળના કારનો સમજીએ..

આ માટે આપણે એક વીજળીની વાર્તા વીડિઓ દ્વારા સમજીશું.....

20 of 49

  • વીજળીની વાર્તા

21 of 49

  • વીજળી સુરક્ષા
  • વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી.
  • ગાજવીજ સંભાળતાની સાથે જ સલામત સ્થળે દોડીને જતું રહેવું.
  • છેલ્લી ગાજવીજ સાથેની વીજળીનો અવાજ સંભળાયા બાદ જ સલામત સ્થળ છોડીને બહા આવવું.

સલામત સ્થળની શોધ......

  • વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન ઘર કે ઈમારત સલામત સ્થળ છે.
  • જો તમે કારમાં કે બસમાં મુસાફરી કરતા હો તો, વાહનના બધા જ બારી બારણા બંધ કરવા.

22 of 49

  • ગાજવીજ સમયે કરવાની અને ન કરવાની બાબતો......

1) ઘરની બહાર

  • ખુલ્લા વાહનો જેવા કે મોટર, બાઈક, ટ્રેકટર, ખુલ્લા મશીનો વગેરે સુરક્ષિત નથી.
  • ખુલ્લા મેદાનો, ઉંચી ઈમારતો, ઊંચા વૃક્ષો પણ સુરક્ષિત નથી.
  • ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઇ જવી એ જરા પણ સલાહભર્યું નથી.
  • જંગલમાં હોય તો નીચા વૃક્ષોની નીચે જ આશ્રય લેવો.
  • ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ આશ્રય ન હોય તો ઊંચા વૃક્ષોથી દુર રહેવું.
  • થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દુર રહો.
  • મેદાન ઉપર સુવું કે આડા પડવું નથી, તેની કરતા ઉભડક બેસી જવું.
  • ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું.
  • આ સ્થિતિને કારણે તમારા પર આક્રમણને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે.

23 of 49

  • ગાજવીજ સમયે કરવાની અને ન કરવાની બાબતો......

2) ઘરની અંદર

  • વીજળી ટેલીફોનના તાર, ધાતુના તાર અને ધાતુની પાઈપ પર ત્રાટકી શકે છે.
  • ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો.
  • મોબાઈલ ફોન અને કોડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે.
  • વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજ વાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ.
  • TV , કમ્પ્યુટર, ફ્રીઝ જેવા સાધનોના પ્લગ કાઢી લેવ.
  • વીજળીની લાઈટો ચાલુ રાખી શકાય તે નુકશાન કારક નથી.

24 of 49

  • વીજળીના વાહકો
  • વીજળીના વાહકો એ સાધનો છે જે ઈમારતોને વીજળીથી બચાવે છે.
  • બાંધકામ સમયે ઈમારત કરતા ઉંચો એક ધાતુનો સળીયો દીવાલમાં નાખવામાં આવે છે.
  • ધાતુના સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો જમીનમાં ઊંડે દાટી દેવામાં આવે છે.
  • આ સળીયો વિજ્ભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે.
  • આ સળિયા વડે વિદ્યુતભાર પૃથ્વીમાં સમાઈ જતા હોવાથી કૈક અંશે આપણને બચાવે છે.
  • ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ સળીયાથી દુર રેહવું હિતાવહ છે.

25 of 49

THANK YOU

26 of 49

ભૂકંપ

27 of 49

  • જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડાની પૂરી સંભાવના છે.
  • માટે તોફાન અને વીજળી સામે રક્ષણ મેળવવાનો યોગ્ય અને પુરતો સમય મળે છે.

  • જયારે.... ભૂકંપ એ એવી કુદરતી ઘટના છે “જેના માટે કોઈ પૂર્વાનુમાન કે સંભાવના કરી શકાય નહિ.”

ઉદાહરણ – 26 જાન્યુઆરી 2001માં ગુજરાતના કચ્છમાં આવેલ ભૂકંપ

ઉતર કાશ્મીરમાં ઉરી અને તંગધારમાં 8 ઓક્ટોબર 2005માં આવેલ ભૂકંપ

  • તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ વિષે વધુ સ્પષ્ટ માહિતી વીડિઓ દ્વારા મેળવીએ.......

28 of 49

  • તમારા માતાપિતાને કચ્છમાં આવેલ ભૂકંપ વિષે પૂછો અને સમાચાર પત્રો અને અંકોમાંથી આ અંગેની માહિતી એકત્ર કરો.

29 of 49

  • પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે, જે ખુબ થોડા સમય માટે થાય છે.
  • પૃથ્વીના પેટાળમાં ખુબ ઊંડે થતા વિક્ષોભ (DISTURBANCE) ને કારણે ભૂકંપ ઉદ્ભવે છે.
  • પૃથ્વીના પેટાળમાં આંતરક્રિયાઓ દ્વારા આ ભૂકંપની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે, તે નોંધાતા પણ નથી.
  • ભૂકંપ કે ધરતીકંપ ખુબ ઓછી વાર થતા જોવા મળે છે.
  • ભૂકંપ પુલ, રસ્તા, ડેમ, સરોવર, ઈમારત તથા મનુષ્યોને નુકશાન કરે છે.
  • ભૂકંપમાં જાનમાલની મોટી નુકશાની થાય છે.
  • ભૂકંપને લીધે ભૂસ્ખલન અને ત્સુનામી જેવી ઘટનાઓ નિર્મિત થાય છે.
  • ભૂકંપ શું છે ?

30 of 49

  • ત્સુનામીને સામાન્ય ભાષામાં કહીએ તો, “ત્સુનામી એટલે દરિયાની સપાટી પર આવતો ભૂકંપનો આંચકો જેના લીધે દરિયાના પાણીમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે”
  • હિન્દ મહાસાગરમાં 26 ડીસેમ્બેર, 2004ના રોજ ખુબ મોટી ત્સુનામી આવી હતી.
  • દરીયાકાઠાના તમામ વિસ્તારોમાં ખુબ નુકશાન થયું હતું.
  • ત્સુનામી

31 of 49

  • ત્સુનામી

32 of 49

  • પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણોની ખબર ન હતી.
  • લોકો ભૂકપ શાથી થાય છે તેનાથી અવગત ન હતા.

  • તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂકંપ શાથી થાય છે તે સમજીએ....
  • ભૂકંપ શાથી થાય છે ?

33 of 49

  • પૃથ્વીના સૌથી ઉપરના પડને “પોપડો” કહે છે.
  • તેની અંદર ખુબ ઊંડે વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે.
  • પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી.
  • તે ટુકડાઓમાં વિભાજીત થયેલું છે.
  • આ દરેક ટુકડાને “પ્લેટ” કહે છે.
  • ભૂકંપ શાથી થાય છે ?

34 of 49

  • આ પ્લેટો સતત ગતિમાં હોય છે.
  • જયારે તેઓ એકબીજા સાથે ઘસાય છે અથવા એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે.
  • આ સમયે થોડા સમય માટે ધ્રુજારી અનુભવાય છે.
  • આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે.
  • ભૂકંપ શાથી થાય છે ?

35 of 49

  • જો કે આપણે ભૂકંપ સાથી થાય છે તે કહી શકીએ પરંતુ તે ક્યાં અને ક્યારે થશે તે અનુમાન લગાવી શકાતું નથી.

  • આપણે અવાર-નવાર સંભાળતા હોઈએ છીએ, “ભૂગર્ભીય ધડાકા”
    • આ ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી કે કંપન સર્જે છે....
  • ભૂકંપ શાથી થાય છે ?

36 of 49

  • જ્વાળામુખી ફાટવાથી,
  • પૃથ્વી પર ઉલ્કા પડવાથી,
  • ભૂગર્ભમાં ન્યુક્લીઅર ધડાકાઓને લીધે પણ ધ્રુજારીઓ થઇ શકે છે.

  • “જો કે મોટા પ્રમાણમાં ભુકંપ પૃથ્વીની પ્લેટોના હલન-ચલનને લીધે જ થાય છે.”
  • ભૂકંપ શાથી થાય છે ?
  • વીડિઓ દ્વારા વધુ માહિતી મેળવીએ....

37 of 49

  • કેટલાક ભૂકંપ પ્લેટોના હલન-ચલનના લીધે થાય છે.
  • આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઇ શકે તેવા નબળા કે પોલા વિસ્તારો રહેલા હોય છે.
  • આવા નબળા વિસ્તારોને “સિસ્મિક કે ફોલ્ટ ઝોન” કહે છે.
  • ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સમ્પૂર્ણ ઉતર – પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે.
  • દક્ષીણ ભારતના પણ કેટલાક વિસ્તારોનો સમાવેશ ભૂકંપ માટેના ભયજનક વિસ્તારોમાં થાય છે.
  • ભૂકંપ શાથી થાય છે ?

38 of 49

  • ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સમ્પૂર્ણ ઉતર – પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે.
  • દક્ષીણ ભારતના પણ કેટલાક વિસ્તારોનો સમાવેશ ભૂકંપ માટેના ભયજનક વિસ્તારોમાં થાય છે.
  • ભૂકંપ પ્રભાવિત વિસ્તારો

39 of 49

  • ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપકમ દેખાડતા એકમને “રિક્ટર સ્કેલ” કહે છે.
  • ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રીક્ટર સ્કેલ પર “તીવ્રતા 7થી પણ વધુ” હોય છે.
  • ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી.
  • ભૂકંપનું માપન

40 of 49

THANK YOU

41 of 49

ભૂકંપ સામે રક્ષણ

42 of 49

  • તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સિસ્મોગ્રાફ વિષે વધુ સ્પષ્ટ માહિતી વીડિઓ દ્વારા મેળવીએ.......
  • સિસ્મોગ્રાફ
  • ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે.
  • આ તરંગોને “સિસ્મીક તરંગો” કહેવામાં આવે છે.
  • આ તરંગોને “સિસ્મોગ્રાફ” નામના સાધન વડે માપવામાં આવે છે.
  • આ સાધનમાં સામાન્ય રીતે ધ્રુજારી પામે તેવો સળીયો કે લોલક હોય છે, જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે.

43 of 49

ભૂકંપનો નકશો

44 of 49

  • ભૂકંપ સામે રક્ષણ
  • આપણને ખ્યાલ છે કે, ભૂકંપ એ એવી કુદરતી ઘટના છે જેનું પૂર્વાનુમાન થઇ શકતું નથી.
  • એ ખુબ જ વિનાશકારક પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
  • આ માટે જરૂરી છે કે, દરેક સમયે આપણે આપણી સાવચેતી કે રક્ષણ માટેના જરૂરી પગલા લઈએ.

45 of 49

  • ભૂકંપ સામે રક્ષણ
  • સિસ્મીક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ સૌથી વધુ છે ત્યાં લોકો એ વધુ સાવચેતી પૂર્વક તૈયાર રહેવું જોઈએ.
  • સૌ પ્રથમ તો આ વિસ્તારમાં આવેલ ઈમારતો એવી રીતે તૈયાર થયેલી હોવી જોઈએ જેથી કે તે મોટા આંચકા સહન કરી શકે.
  • ઈમારત માટેની આધુનિક ટેકનોલોજીની મદદ લેવી.
  • ‘ભૂકંપ સલામત’ હોય તેવા માળખા ઉભા કરવા.

46 of 49

  • ભૂકંપ સામે રક્ષણ
  • યોગ્ય આર્કિટેક્ચર અને માળખા માટેના ખાસ એન્જીનીયરનો સંપર્ક કરવો.
  • ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં, ભારે બાંધકામ મટીરીયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે.
  • છાપરાઓ બંને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટી નુકશાની ન થાય.
  • કબાટ અને છાજ્લીઓ દીવાલ સાથે લગાડેલા રાખવા.
  • જયારે ઘડિયાળ, ગીઝર વગેરે લગાવો ત્યારે એ ખાત્રી કરવી કે ભૂકંપ સમયે કોઈ ઉપર ન પડે.

47 of 49

  • ભૂકંપ સામે રક્ષણ
  • કેન્દ્રીય ઈમારત સંશીધન કેન્દ્ર, રૂરકીમાં ભૂકંપ અવરોધક ઈમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે.

  • ગુજરાતમાં ભૂકંપ પર સંશોદન કરતી સનાસ્થા ISR (INSTITUTE OF SEISMOLOGICAL RESEARCH) ગાંધીનગર મુકામે આવેલી છે.

48 of 49

  • ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલા લો.
  • ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો.
  • તમારી પર અડી શકે તેવી ઉંચી અને ભારે વસ્તુઓથી દુર રહો.
  • જો તમે પથારીમાં હો તો ઉભા ન થાઓ, તકિયા વડે પોતાના માથાનું રક્ષણ કરો
  • ઈમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતા વિદ્યુતની લાઈનોથી દુર ખુલ્લું સ્થળ શોધવું.
  • ખુલ્લા સ્થાને જઈને જમીન પર બેસી જવું.
  • જો તમે મોટર કે બસમાં હો બહાર ન આવો. વાહનને ધીમે ધીમે ખુલ્લા સ્થળ તરફ લઇ જવું.
  • જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવવું.
  • જો તમે ઘરે હોય તો
  • જો તમે ઘરની બહાર હોય તો

49 of 49

THANK YOU