શ્રી નાણોટા પ્રાથમિક શાળા
www.educationgujarati.com
PPT MAKING BY –Mr.ALPESH THAKOR
વિષય : સામાજિક વિજ્ઞાન
ધોરણ - 8
વિષયાંગ : ભારતમાં બ્રિટિશ શાસન
બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો .
આથી તેણે બંગાળ , બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી .
ખેતીની સ્થિતિ
કંપની ભારતના ખેતપેદાશોના ખરીદ – વેચાણનાં બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી .
ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેતપેદાશો મુખ્ય હતી .
ખેતીની સ્થિતિ
ખેતીની સ્થિતિ
આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો .
આ પાકોમાં મુખ્યત્વે ગળી , કપાસ , કાચું રેશમ , અફીણ અને મરીનો સમાવેશ થતો હતો . આ ખેતપેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ .
કાચું રેશમ
અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઈટાલીમાંથી આવતું હતું .
જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઈટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે .
ગળી
ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું . તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે . તેની મોટી માંગ હતી .
કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો , આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો . તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો .
ગળી
ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કૅરેબિયન દેશોમાંથી મેળવતા હતા . પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી .
આથી અંગ્રેજો ભારમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા .
ગળી
ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી : ( 1 ) નિજ અને ( 2 ) રૈયતી .
નિજ પ્રથામાં ઉત્પાદકો પોતાનાં જ હળ , બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા . છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો .
જ્યારે રૈયતી ‘ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો . આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો . મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું .
કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું . એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો .
જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો .
ગળી
ગળી
કંપનીના શાસકો તેના અમલદારો , ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી .
આ અસંતોષના કારણે ઈ.સ. 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં .
કપાસ
જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી ( રોકડિયા ) પાક છે તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારીપાક છે .
ઈ.સ. 1780 ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ – ઉત્પાદન કરતાં પ્રદેશો ઉપર અંકુશ હતો .
કપાસ
કંપની ખેડૂતોને તે વખતે બજારભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી .
ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા .
આ સિવાય તે સમયે ભારતમાં શેરડી , ચા , અફીણ , મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારીપાકો હતા .
અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા . ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું .
કપાસ
ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા .
આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા . આમ ભારતમાં વેપારી પાકોના ખરીદવેચાણમાં કંપનીનો પ્રભાવ હતો .
કપાસ
ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા . આથી કંપની ભારતમાં વેપારીપાકો ઉપર પોતાની સંત્તા સ્થાપવા માંગતી હતી .
જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીનવિહોણા ખેતમજૂરો બની ગયા .
કપાસ
જનજાતિની સ્થિતિ
અંગ્રેજોની વેપારી શોષણનીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા .
આ બળવા શા માટે થયા ?
આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી .
ઓગણીસમી સદીમાં ભારતમાં જનજાતિના જુદા – જુદા સમૂહો હતા . જેમાં ખોંડ , સંથાલો , મુંડાઓ , કોયાઓ , કોલ , ગોંડ , ભીલ વગેરેનો સમાવેશ થતો હતો .
જનજાતિની સ્થિતિ
જનજાતિની સ્થિતિ
વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહો હતા .
જેઓ રેશમના કીડા પાળતા હતા .
રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા
જનજાતિની સ્થિતિ
છોટાનાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા . આ સમુદાયો શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા .
જનજાતિની સ્થિતિ
મધ્ય ભારતમાં ખાંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલપેદાશોના સંગ્રહ કરતા હતા .
કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલ હતા . જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વનગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય – ભેંસ પાળતા હતા .
જનજાતિની સ્થિતિ
કુલુનો નદી અને કશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટાં – બકરાં પાળતાહતા . જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહિ એમાંના કેટલાક ખેડૂતો પણ હતા . તેઓ ખેતી સાથે જોડાયેલા હતા .
જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતાં હતા .
જનજાતિની પ્રવૃતિઓ
કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા . જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલ હતા .
ઋતુ અનુસાર તેઓ ઘેટાંબકરાંનું કે ગાય – ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા ઓડિશાનાં જંગલોમાં રહેતા .
જનજાતિની પ્રવૃતિઓ
ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ , કંદમૂળ , ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા .
જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા .
જનજાતિની પ્રવૃતિઓ
ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો , ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા .
ચામડાંના રંગકામ માટે કુસુંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ કરતા હતા .
જનજાતિની પ્રવૃતિઓ
આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા : ( 1 ) સ્થળાંતરીય ખેતી અને ( 2 ) સ્થાયી ખેતી .
કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા.
જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જર્મીનમાં પાથરી નાખતા . રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી . એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી .
ઓગણીસમી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા . આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા . જેમાં છોટાનાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે .
જનજાતિની પ્રવૃતિઓ
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો .
આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણાં આપવાં પડતાં . આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી
અંગ્રેજો એવું ઇચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને .
આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા , જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો .
જનજાતિની પ્રવૃતિઓ
બિરસા મુંડા
બિરસા મુંડાનો જન્મ 15 મી નવેમ્બર , 1875 માં થયો હતો . તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુન્ડાઈના હતું . બિરસાનું બચપણ ઘેટાં – બકરાં ચરાવવામાં , વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું .
કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું .
જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું .
તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ ( બહારથી આવેલા ) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તેણે જનોઈ ધારણ કરી હતી . તેમજ વૈષ્ણવધર્મ પ્રચારકસાથે પણ કામ કર્યું હતું . યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા .
ઉલગુલાન ચળવળ અને બીરસા મુંડા
અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર , જાગીરદાર , જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું .
જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી . જેના વિરોધમાં ઈ.સ. 1895 માં વ્યાપકઆંદોલન ‘ ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું .
ઉલગુલાન ચળવળ અને બીરસા મુંડા
દક્ષિણ બિહારમાં છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઈલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો .
મુંડાઓનો એવો દાવો હતો કે , છોટાનાગપુર તેમનું છે . કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે .
ઉલગુલાન ચળવળ અને બીરસા મુંડા
બિરસા મુંડાના જનઆંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું , ઘર અને ગામની સફાઈ રાખવી , ડાકણ – જાદુ કળામાં વિશ્વાસ ને રાખવો . તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું .
બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો . અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભંય લાગ્યો .
જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતી હતી . જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો મોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈ.સ. 1895 માં કરવામાં આવી .
ઉલગુલાન ચળવળ અને બીરસા મુંડા
ઉલગુલાન ચળવળ અને બીરસા મુંડા
બે વર્ષ બાદ ઈ.સ. 1897 માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા .
એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી .
ઈ.સ. 1900 માં બિરસા મુંડાનું અવસાન થયું હતું .
બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામાન્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું .
www.educationgujarati.com
Any questions?
Thanks!