1 of 13

નિપુણ ગુજરાત અભિયાન

National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy

નિપુણ શાળા

નિપુણ પખવાડિયું

માતા જૂથની રચના

બી.આર.પી. નિપુણ ઓનલાઇન મીટીંગ

08-10-2026

2 of 13

નિપુણ ગુજરાત અભિયાન

ઠરાવ તા. 08-07-2026

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર · બાલવાટિકા થી ધોરણ 5 માટે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN)

3 વર્ષ

2026-27 થી 2028-29

બાલવાટિકા – ધો. 5

લક્ષ્ય જૂથ

BL · ML · EL

વર્ષમાં ત્રણ કસોટી

10% શાળાઓ

વાર્ષિક બાહ્ય મૂલ્યાંકન

વાર્ષિક મૂલ્યાંકન અને ઉપચાર ચક્ર

બેઝલાઇન કસોટી

ત્રિમાસિક 1 · ડેટા એન્ટ્રી

લક્ષ્યાંક નિર્ધારણ

રાજ્ય → જિલ્લા → બ્લોક → શાળા

ઉપચારાત્મક શિક્ષણ

જરૂરિયાત આધારે, સતત

મિડલાઇન કસોટી

ત્રિમાસિક 2 · પરિણામ આધારે ઉપચાર

ઉપચારાત્મક શિક્ષણ

ત્રિમાસિક સમીક્ષા સાથે

એન્ડલાઇન કસોટી

ત્રિમાસિક 4 · ડેટા એન્ટ્રી

બાહ્ય મૂલ્યાંકન

10% શાળા → આગામી વર્ષનું આયોજન

ઉદ્દેશ

અપેક્ષિત અધ્યયન પરિણામો (LO) પ્રાપ્ત કરવા

શાળા તૈયારી (School Readiness) મજબૂત કરવી

ક્ષમતાલક્ષી અધ્યયન (CBL) ને પ્રોત્સાહન

સમાન, સમાવેશી અને બાળમૈત્રીપૂર્ણ શિક્ષણ

સામૂહિક ભાગીદારી

માતા જૂથ — 3 થી 5 માતા, દર 15 દિવસે બેઠક

નિપુણ પખવાડિયું — અનુભવ આધારિત અધ્યયન

નિપુણ શાળા — મૂલ્યાંકનમાં 10માંથી 8+

નિપુણ ઉત્સવ — જિલ્લા/તાલુકા/શાળા કક્ષાએ

વાલી, SMC અને સ્થાનિક સમુદાયની ભાગીદારી

નિયમન અને સમીક્ષા

રાજ્ય અને જિલ્લા સમિતિ — ત્રણ માસે

બ્લોક (તાલુકા) અને ક્લસ્ટર — દર માસે

શાળા સમીક્ષા બેઠક — માસમાં 2 વાર

SSA + GCERT + DPE · DIET · DPEO · TPEO

BRC · CRC · BRP નિપુણ — બ્લોક અમલીકરણ

તાલીમ અને દેખરેખ

શિક્ષક અને મેન્ટર માટે વાર્ષિક FLN તાલીમ

શાળા આધારિત મૂલ્યાંકન (SBA) થી સતત દેખરેખ

VSK ખાતે નિપુણ ગુજરાત ડેશબોર્ડ

ઉપચારાત્મક સામગ્રી અને શ્રેષ્ઠ પ્રયોગોનો પ્રસાર

લક્ષ્યાંકો અને સ્તર

Targets & Proficiency Levels

પાયાની સાક્ષરતા: 70% → 75% → 80%

સંખ્યાજ્ઞાન: 65% → 70% → 75%

ઉદયમાન 0–30 · પ્રગતિશીલ 31–79 · નિપુણ 80+

દરેક શાળાએ વાર્ષિક FLN આયોજન ફરજિયાત

17 જૂન 2026; નિપુણ ગુજરાત અભિયાન લોન્ચ

3 of 13

માતા જૂથની રચના (30-09-2026)

બાલવાટિકાથી ધોરણ-૫ માટે ઘર-આધારિત FLN શિક્ષણ અને શાળા–પરિવાર ભાગીદારી

30 સપ્ટેમ્બર

રચના પૂર્ણ કરવી

માતા જૂથ અને લીડર માતાની પસંદગી

3–5 માતાઓનું જૂથ

SMC ના સંકલન હેઠળ

દરેક શાળામાં માતા જૂથ

દર 15 દિવસે

માતા જૂથ બેઠક

ઘર-આધારિત FLN આયોજન

પ્રક્રિયા (Process)

1

માતા જૂથની રચના

3–5 માતાઓની પસંદગી

2

લીડર માતાની પસંદગી

3

શિક્ષક સાથે બેઠક

દર 15 દિવસે

FLN માર્ગદર્શન

4

ઘરે થતી FLN આધારિત પ્રવૃત્તિઓ

5

અનુભવ શેરિંગ

આગામી બેઠકમાં

પ્રતિસાદ અને ચર્ચા

6

સતત અનુસરણ

શાળા–CRC–BRP દ્વારા

BRP નિપુણની ભૂમિકા

માતા જૂથની રચના અને બેઠકોનું અનુસરણ

શ્રેષ્ઠ પ્રયોગોનું દસ્તાવેજીકરણ અને શેરિંગ

શાળાઓને માર્ગદર્શન અને સહયોગ

નિયમિત સમીક્ષા દ્વારા ગુણવત્તા સુધારણા

​

​

મુખ્ય પ્રવૃત્તિઓ

TLM પ્રદર્શન

બાળ રજૂઆત

Best Practice

સમુદાય જાગૃતિ

સન્માન શ્રેણીઓ

અપેક્ષિત પરિણામ (Outcome)

  • રોજિંદા જીવનમાં સંવાદ, ગીતો, કવિતાઓ અને રમતો દ્વારા ભાષા વિકાસ.
  • ઘરગથ્થુ સામગ્રી દ્વારા ગણતરી, વર્ગીકરણ, સરખામણી
  • વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાન સંબંધિત સરળ ઘર-આધારિત પ્રવૃત્તિઓ
  • નિયમિત ઘર-આધારિત FLN અભ્યાસ
  • માતાઓની વધતી ભાગીદારી
  • શાળા–પરિવાર જોડાણ
  • અનુભવો અને શ્રેષ્ઠ પ્રયોગોનું આદાન-પ્રદાન
  • શ્રેષ્ઠ માતા જૂથ
  • શ્રેષ્ઠ લીડર માતા

​

4 of 13

જીલ્લાઓમાં માતાજૂથની રચના

5 of 13

3

નિપુણ પખવાડિયું (12-10-2026 થી 30-10-2026)

બાલવાટિકાથી ધો.5 માટે અનુભવ-આધારિત, સમુદાય-જોડાણ સાથેનું 15-દિવસીય અધ્યયન પખવાડિયું

15 દિવસ

દૈનિક થીમ સાથે અનુભવ-આધારિત અધ્યયન

₹5K – 10K

શાળા દીઠ ગ્રાન્ટ (વિદ્યાર્થી સંખ્યા મુજબ)

બાલવાટિકા–5

લક્ષ્ય જૂથ (2 તબક્કા)

પ્રક્રિયા (Process)

1

આપેલ દૈનિક થીમ પ્રવૃત્તિ મુજબ કાર્ય

2

શિક્ષણ સાથી (ધોરણ 3-5 સાથે બાલવાટિકા-2)

3

દરેક બાળકની ગ્રેડિંગ મુજબ દૈનિક નોંધ

4

CRC/BRC દ્વારા શાળા મુલાકાત અને માર્ગદર્શન

5

શાળા અહેવાલ

6

જિલ્લા-રાજ્ય સંકલન

ઉદાહરણ થીમ

શેરી સફર

બજાર સફર

પાણી રક્ષક

પરંપરાગત રમત

વડીલોની વાતો

ગ્રેડિંગ

ઉદયમાન

પ્રગતિશીલ

નિપુણ

અપેક્ષિત પરિણામ

FLN નું રોજિંદા જીવન સાથે જોડાણ

Peer-Leadership (મોટા-નાના)

શાળા-સમુદાય જોડાણ

BRP નિપુણની ભૂમિકા

​

તાલુકા/શાળા આયોજનને માર્ગદર્શન અને પ્રોત્સાહન

શાળા મુલાકાત અને અહેવાલોની સમીક્ષા

શાળા અહેવાલોનું સંકલન

સંકલિત અહેવાલ રાજ્યને સમયસર મોકલવો

  • અમારી શેરીની સફર
  • ઘરનો હિસાબ ખૂણો
  • પરંપરાગત રમત મહોત્સવ
  • રંગોળી ગણિત

પ્રોત્સાહન

  • સમાપન દિવસે ગ્રેડ આધારે નિપુણ વિદ્યાર્થીઓની પસંદગી
  • નિપુણ બાળકોને પ્રમાણપત્ર/પ્રોત્સાહિત ઇનામ

6 of 13

નિપુણ પખવાડિયું — દૈનિક પ્રવૃત્તિ

દિવસ 1 થી 7

15 દિવસ · માર્ગદર્શિકા અને ઠરાવની પ્રવૃત્તિ યાદી આધારિત સૂચિત આયોજન

દૈનિક અહેવાલ: ધોરણવાર ભાગીદારી, હાજર અને સક્રિય માતાઓની સંખ્યા, 1–2 ફોટો (શાળાનું નામ_Day_જિલ્લો)

દિવસ

તારીખ · થીમ (દિવસનું નામ)

બાલવાટિકા – ધો.૨ પ્રવૃત્તિ

ધો.૩ થી ૫ પ્રવૃત્તિ

1

12 ઓક્ટો · સોમ

અમારી શેરીની સફર

(ગલી-મહોલ્લા દર્શન)

શિક્ષક/મોટા વિધાર્થી સાથે શેરીની ટૂંકી સફર કરવી; સફર માં આવતી વસ્તુઓ(દરવાજા, ઝાડ, પ્રાણીઓ) ગણવાં; પડોશીને “નમસ્તે” કહેવું.

શેરીનો સાદો નકશો દોરવો; એક દુકાનદાર/પડોશીને 2 પ્રશ્નો પૂછવા; નાના બાળકોને શેરી વિશે જણાવવું.

2

13 ઓક્ટો · મંગળ

ધ્વનિ સફારી

(અવાજોની ઓળખ)

આંખો બંધ કરી 1 મિનિટ શાંતિથી અવાજ સાંભળવા; સાંભળેલ અવાજ (પક્ષી, વાહન, વેચનાર) બોલીને બતાવવો.

5 મિનિટ જુદી-જુદી જગ્યાએ અવાજ નોંધવા; “કુદરતી/માનવસર્જિત” વર્ગીકરણ કરવું; સાદો ગ્રાફ બનાવવો.

3

14 ઓક્ટો · બુધ

બજારની સફર

(ઘરના બજેટ તરફ પ્રથમ પગલું)

1–2 નજીકની દુકાનની મુલાકાત; જો નજીકમાં દુકાન ઉપલબ્ધ ન હોય તો શાળામાં ‘નકલી બજાર’ ગોઠવી, ચિત્ર/રમકડાં/ખાલી ડબ્બા વડે વસ્તુઓની ઓળખ અને ગણતરી કરાવવી, રંગ-આકાર ઓળખ કરાવવા.

3 વસ્તુની કિંમત નોંધવી; બિલમાં નાની રકમના સરવાળા કરવા; બે દુકાનની કિંમત સરખાવવી; વેપારીની ટૂંકી મુલાકાત.

4

15 ઓક્ટો · ગુરુ

વડીલોની વાતો

વડીલ/દાદા-દાદી પાસેથી ટૂંકી લોકકથા કે હાલરડું સાંભળવું; “સ્ટોરી મેટ” પર બેસી પુનરાવર્તન કરવું.

વડીલની 3 પ્રશ્નોથી મુલાકાત લેવી; 4–5 વાક્યમાં વાર્તા લખવી; નાના બાળકોને એ વાર્તા કહેવી.

5

16 ઓક્ટો · શુક્ર

ઘરનો હિસાબ ખૂણો

ઘરેથી લાવેલ 5 નાની ચીજ (બટન, ઢાંકણ) રંગ/કદ પ્રમાણે ગોઠવવી; 2-2 કે 5-5 નાં જૂથ બનાવવાં.

ઘરનું સાદું બિલ/પાવતી (ગોપનીયતા જાળવીને) લાવવી; રકમ વાંચી-ઉમેરવી; “જરૂરિયાત સામે ઈચ્છાઓ” વિશે ચર્ચા કરી પોસ્ટર બનાવવું.

જો બિલ ન હોય તો શિક્ષકે નકલી બિલ બનાવી પ્રવૃત્તિ કરાવવી.

6

17 ઓક્ટો · શનિ

પાણી રક્ષક

શાળાના પાણીના સ્ત્રોત (નળ/ટાંકી)ની મુલાકાત; પાણીની “સફર” અભિનયથી બતાવવી; જળ-ગીત ગાવા.

સરળ માપિયા (જેમ કે 50 મિલી, 100 મિલી લખેલા નાનાં વાસણ/મગ) બતાવી, બાળકોને 1–2 વાર પાણી ભરીને “થોડું–વધારે” જેવી સમજ આપવી.

2–3 પાણીના સ્થળે વપરાશ/લીકેજ તપાસવો; ડોલ ભરવા લાગતા મગ ગણવા; વિવિધ રીતે “પાણી બચાવો” પ્રતિજ્ઞા રજૂ કરવી.

માપિયા (50 મિલી, 100 મિલી, 250 મિલી વગેરે) નો ઉપયોગ કરી, કેટલા માપિયા ભરવાથી 1 ડોલ/1 બોટલ ભરાય છે તે ગણતરી કરાવવી; “એક લીટર પાણી = કેટલા 250 મિલી?” જેવી સવાલો દ્વારા માપ અને ગણતરી જોડવી.

7

19 ઓક્ટો · સોમ

રંગોળી ગણિત

ચોક/ફૂલની પાંખડીથી સાદી પુનરાવર્તિત ભાત (લાલ-વાદળી-લાલ) બનાવવી; રંગ-ટપકાં ગણવાં.

ટપકાંની ગ્રિડ પર સપ્રમાણ (symmetry) રંગોળી બનાવવી; ત્રિકોણ/ચોરસ/વર્તુળ ઓળખવાં; ભાતનો નિયમ સમજાવવો.

7 of 13

નિપુણ પખવાડિયું — દૈનિક પ્રવૃત્તિ

દિવસ 8 થી 15

દરેક દિવસે બાલવાટિકાથી ધોરણ 5 સુધીનાં બાળકો ભાગ લે · પ્રવૃત્તિ પૂર્ણ થયે તે જ દિવસે દૈનિક ફોર્મ ભરવું

સમાપન પછી: શાળાવાર ગ્રેડિંગ અને નિપુણ બાળકોની સંખ્યા, CRC/BRC મુલાકાત અહેવાલ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સંકલન

દિવસ

તારીખ · થીમ (દિવસનું નામ)

બાલવાટિકા – ધો.૨ પ્રવૃત્તિ

ધો.૩ થી ૫ પ્રવૃત્તિ

8

21 ઓક્ટો · બુધ

શેરીનું લખાણ

(અક્ષર-શબ્દ શોધ)

પાટિયાં/બોર્ડ પર પોતાના નામના અક્ષર શોધી બતાવવા; સ્લેટ પર 2-3 અક્ષર દોરવા.

5 પાટિયાં/સૂચનાના શબ્દો નોંધવા; વર્ગીકરણ કરવું; નાનું “શેરી અખબાર” પાનું બનાવી બધાને વાંચી સંભળાવવું.

9

22 ઓક્ટો · ગુરુ

વેસ્ટમાંથી બેસ્ટ

કાર્ડબોર્ડ/અન્ય વસ્તુઓમાંથી સાદું રમકડું શિક્ષક કે મોટા વિદ્યાર્થીની મદદથી બનાવવું.

3–5 નકામી ચીજો (બોટલનું ઢાંકણ, કાર્ડબોર્ડ, ડબ્બા) ગણવું અને રંગ/આકાર પ્રમાણે ગોઠવવું.

બનાવેલા રમકડાંનું નામ બોલવું, “મોટું–નાનું”, “લાંબી–ટૂંકી” જેવી સરળ વર્ણન-શબ્દો બોલાવવું.

નકામી વસ્તુઓમાથી ટીમમા ચાલતું (working) મોડેલ બનાવવું; ચકાસી સુધારવું.

ઉપયોગ કરેલી વસ્તુઓની યાદી બનાવવી (લગભગ 5–10 વસ્તુઓ), દરેકની સંખ્યા નોંધવી (જેમ કે 4 કાગળ, 3 ઢાંકણ).

લંબાઈ/પહોળાઈ જેવી સરળ માપણી (જેમ કે “આ પાંખડી 10 સેમી, આ 20 સેમી”) કરાવી, કોષ્ટકમાં નોંધવું.

10

23 ઓક્ટો · શુક્ર

માટીના રંગ અને માટીમાંથી આકારો

2-3 પ્રકારની માટી/રેતી સ્પર્શ-ગંધથી ઓળખવી; ભીની માટીથી સાદા આકારો (જેમ કે ગોળ, લાડુ, અન્ય આકારો) બનાવવા; બનાવેલા આકારોના નામ બોલવા.

2–3 અલગ જગ્યાની માટીના નમૂનાઓ લઈ, રંગ અને પાણી શોષણ (કેટલું પાણી પીવે?) અવલોકન કરવું;

અવલોકન કોષ્ટકમાં નોંધવું (જેમ કે: “સ્થળ – રંગ – નરમ/કઠણ – પાણી શોષણ વધારે/ઓછું”).

નાનું માટીકામ (સરળ વાસણ, નાનાં પ્રાણી, ઝાડ વગેરે) બનાવી, નાના બાળકોને “આકાર” અને “નામ” સમજાવવા.

11

24 ઓક્ટો · શનિ

મારી શેરી નકશો

જમીન પર ઈંટ/પાન/પથ્થરથી “મારું ઘર-શાળા” દર્શાવવું; પોતાનો આવવા-જવાનો રસ્તો સરળ શબ્દોમાં કહેવો.

ચાર્ટ પર મહોલ્લાનો નકશો બનાવવો (દુકાન, પ્રાર્થનાસ્થળ, કૂવો, બગીચો); પ્રતીક-લીજેન્ડ બનાવવા; ડગલાં ગણી અંતર માપવું; નાના બાળકોને નકશો સમજાવવો.

12

26 ઓક્ટો · સોમ

ઘરનું ભોજન થાળ

પોતાનું મનપસંદ ઘરનું ભોજન વર્ણવવું; ચિત્ર/ચીજને અનાજ-શાક-ફળ પ્રમાણે ગોઠવવું.

3 દિવસના ઘરના ભોજનની યાદી નોંધવી; જૂથ પ્રમાણે વર્ગીકરણ કરી કોષ્ટક/ગ્રાફ બનાવવો; તારણ લખવું.

13

27 ઓક્ટો · મંગળ

મારી સફરની વાર્તા

કોઈ યાદગાર સફર (મેળો, ગામ, બજાર)નું એક ચિત્ર દોરવું; 1 વાક્યમાં પોતાની લાગણી કહેવી.

6 ચોકઠાંનું સ્ટોરીબોર્ડ બનાવવું (ચિત્ર + 1–2 વાક્ય/ચોકઠું); લાગણી-શબ્દો પર ભાર મૂકી નાના બાળકોને વાર્તા સંભળાવવી.

14

28 ઓક્ટો · બુધ

પરંપરાગત રમતો મહોત્સવ

વડીલ/વાલી પાસેથી સાદી પરંપરાગત રમત (સંતાકૂકડી, તાળી-ગીત) શીખવી; જૂથમાં રમવું.

થોડી જટિલ રમત (ગિલ્લી-દંડા, કબડ્ડી, ગોટી) શીખવી; સ્કોર/ગણતરીનું “રમતનું ગણિત” કાઢવું; નાના બાળકો માટે નાની રમત ગોઠવવી.

15

29 ઓક્ટો · ગુરુ

સમાપન પ્રદર્શન

પખવાડિયા દરમ્યાન પોતાનું મનપસંદ કામ નાના સ્ટોલ પર બતાવવું; ટૂંકમાં વર્ણવવું. માતા જૂથ અને સમુદાયને આમંત્રિત કરવા.

શાળા-મેળાનું આયોજનમાં મદદરૂપ થવું, નાના બાળકો-માતા ગ્રુપ તેમજ વાલીઓને માર્ગદર્શન; પખવાડિયા દરમ્યાન પોતાના પ્રિય 3 અનુભવો પર પ્રતિબિંબ લખવું.

8 of 13

મૂલ્યાંકન પ્રક્રિયા

વર્ષમાં ત્રણ સર્વે

નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત વર્ષમાં ત્રણ વખત બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકોની પાયાગત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનમાં સ્થિતિ જાણવા સર્વે કરવામાં આવશે

બેઝલાઇન સર્વે

જુલાઇ

મીડલાઇન સર્વે

નવેમ્બર

એન્ડલાઇન સર્વે

માર્ચ

સર્વેના પરિણામમાં વર્ગમાં રહેલ દરેક બાળકની સિદ્ધિ શિક્ષક દ્વારા ભરવામાં આવેલ ટ્રેકર્સ પરથી જાણવા મળશે

0–30%

ઉદયમાન બાળક

30 ટકા સુધીના ટ્રેકર્સમાં સિદ્ધિ

31–80%

પ્રગતિશીલ બાળક

31 થી 80 ટકા સુધીના ટ્રેકર્સમાં સિદ્ધિ

80%+

નિપુણ બાળક

80 ટકાથી વધુ ટ્રેકર્સમાં સિદ્ધિ

આપણો ધ્યેય — દરેક બાળક, નિપુણ બાળક

ટ્રેકર્સ

Assessment through trackers

દરેક બાળકની સિદ્ધિ ટ્રેકર્સમાં શિક્ષક નોંધે

વાચન, લેખન અને સંખ્યાજ્ઞાન — ધોરણ મુજબ

સર્વે પછી પરિણામ ડેટા એન્ટ્રી

પરિણામ આધારે ઉપચારાત્મક કાર્ય

9 of 13

ઉપચારાત્મક કાર્ય

સર્વે પછીની કામગીરી

સર્વે બાદ દરેક શિક્ષક પાસે તેમના વર્ગના બાળકોની દરેક ટ્રેકર્સમાં સિદ્ધિની જાણ છે

ઉપચારાત્મક કાર્ય કોને અને શેનું?

1

ટ્રેકર્સ તપાસો

વાચન, લેખન તેમજ સંખ્યાજ્ઞાન (ગણન) ના જે તે ધોરણના ટ્રેકર્સ સામે જુઓ

2

ટીકમાર્ક વગરના ટ્રેકર્સ ઓળખો

જે ટ્રેકર્સમાં ટીકમાર્ક થયેલ ન હોય તે ધ્યાનમાં લો

3

તે સંદર્ભે ઉપચારાત્મક કાર્ય

તે બાળકોને તે ટ્રેકર્સ સંદર્ભે ઉપચારાત્મક કાર્ય કરાવવાનું હોય છે

GCERT વેબસાઇટ પરથી સાહિત્ય

ઉપચારાત્મક કાર્ય માટે જરૂરી સાહિત્ય જી.સી.ઇ.આર.ટી.ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે, જે શાળાએ ડાઉનલોડ કરીને ઉપયોગમાં લેવાનું છે.

સાહિત્ય — બાલવાટિકાથી ધોરણ 5, દરેક માટે

માર્ગદર્શિકા

ગુજરાતી અને ગણિત

ટ્રેકર્સ

ગુજરાતી અને ગણિત

વર્કશીટ

અભ્યાસ માટે

લક્ષ્યાંકો

ધોરણ મુજબ

શાળાએ શું કરવું

What the school must do

ટ્રેકર્સમાંથી દરેક બાળકની જરૂરિયાત ઓળખો

વેબસાઇટ પરથી સાહિત્ય ડાઉનલોડ કરો

તે સંદર્ભે જ ઉપચારાત્મક કાર્ય કરાવો

પ્રગતિ ટ્રેકર્સમાં નોંધતા રહો

10 of 13

બી.આર.પી. નિપુણની ભૂમિકા

બ્લોક કક્ષા

આપના બ્લોકમાં નિપુણ ગુજરાત અભિયાનની તમામ પ્રવૃત્તિઓના અમલીકરણ, શૈક્ષણિક સહયોગ અને દેખરેખની જવાબદારી તમારી છે

પ્રથમ પગલું

પોતે તૈયાર થાઓ

ઠરાવ અને માર્ગદર્શિકા સંપૂર્ણ વાંચો

ચારેય પહેલની પ્રક્રિયા સમજો

મૂલ્યાંકન પ્રક્રિયા સમજો અને જરૂર મુજબ શાળાને સહાય

​

શૈક્ષણિક ભૂમિકા

Academic support and handholding

જરૂરિયાત આધારે માસિક શાળા મુલાકાતનું આયોજન કરી મુલાકાત કરવી.

મુલાકાત પહેલાં તે શાળાનો ડેટા, અગાઉનો પ્રતિભાવ અને ફોકસ એરિયા તૈયાર રાખવા.

વર્ગખંડ અવલોકન અને 5 વિદ્યાર્થીઓનું SPOT મૂલ્યાંકન કરવું.

બાલવાટિકાથી ધોરણ 5 માં જરૂર મુજબ અધ્યાપન (demonstration) કરવું.

GCERT વેબસાઇટ પરની FLN અને ઉપચારાત્મક સામગ્રીનો ઉપયોગ કરાવવો

જરૂર જણાય ત્યાં શાળા કે ક્લસ્ટર કક્ષાએ ટૂંકું તાલીમ સત્ર લેવું.

આગામી મુલાકાત સુધીમાં શાળા માટે સ્પષ્ટ કાર્યરેખા શિક્ષક સાથે નકકી કરવી.

વહીવટી અને દેખરેખ ભૂમિકા

Administrative and monitoring role

સમયપત્રક અને લેસન પ્લાન/ દૈનિક નોંધપોથી મુજબ વર્ગકાર્ય થાય તે સુનિશ્ચિત કરવું.

માતા જૂથ,નિપુણ પખવાડિયું, નિપુણ શાળા, નિપુણ ઉત્સવ — માર્ગદર્શિકા અને સમયરેખા મુજબ થાય છે તે સુનિશ્ચિત કરવું.

​

જરૂર મુજબ શાળાને સક્રિય કરવા સહયોગ પૂરો પાડવો.

આપેલ પહેલનો હેતુ અને મહત્વ સમજાવી —ઉદેશ્ય મુજબ અમલીકરણ થાય તે માટે પ્રયાસ કરવો.

રાજ્ય તરફથી આપેલ માહિતી પત્રકો/અહેવાલ સમયસર ભરાઈ તેનું તાલુકા કક્ષાએ સંકલન સુનિશ્ચિત કરવું.

શ્રેષ્ઠ પ્રયોગોનું દસ્તાવેજીકરણ કરી અન્ય શાળાઓ તેમજ રાજ્ય સાથે શેર કરવું.

મુખ્ય જવાબદારી

Core responsibility

ડેટા જુઓ → ગેપ ઓળખો → મુલાકાત આયોજન

વર્ગખંડમાં સાથે બેસો, કરી બતાવો, લક્ષ્ય નક્કી કરો

ચારેય પહેલ સમયરેખા મુજબ થાય તે જુઓ

દર માસે પ્રગતિની સમીક્ષા અને અહેવાલ

ઉપચારાત્મક સામગ્રીથી પરિચિત થાઓ

BL/ML/EL ડેટા તપાસી ક્ષમતા અને અધ્યયન પરિણામ (LO) મુજબ મુખ્ય જરૂરિયાતો ઓળખો

11 of 13

આભાર

નિપુણ શાળા

નિપુણ પખવાડિયું

માતા જૂથની રચના

12 of 13

1

નિપુણ શાળા (ડિસેમ્બર, 2026 થી ફેબ્રુઆરી 2027)

બ્લોક દીઠ શ્રેષ્ઠ FLN કામગીરી કરતી નિપુણ શાળાઓની ઓળખ, ચકાસણી અને માન્યતા

નિપુણ શાળા / બ્લોક

શાળા લક્ષ્યાંક (વાર્ષિક)

80%+

વિદ્યાર્થી FLN પાત્રતા (10માંથી 8+)

1 વર્ષ

માન્યતાનો સમયગાળો

પ્રક્રિયા (Process)

1

FLN મૂલ્યાંકન

2

સ્વ-ઘોષણા અરજી

3

CRC સ્તરે ચકાસણી

4

BRC/BRP સંયુક્ત ચકાસણી

5

જિલ્લા સમિતિ સમીક્ષા અને ભલામણ

6

રાજ્ય સ્તરે મંજૂરી

મૂલ્યાંકન માળખું

વિદ્યાર્થી FLN પરિણામો — 60%

વર્ગખંડ પ્રક્રિયાઓ — 20%

FLN શાળા વાતાવરણ — 20%

સન્માન

પ્રમાણપત્ર

ટ્રોફી

ડિજિટલ બેજ

વોલ પ્લેક

અપેક્ષિત પરિણામ

Model FLN / Peer Learning શાળા

Exposure Visit કેન્દ્ર

રાજ્યવ્યાપી Best Practice પ્રસાર

જિલ્લાની ભૂમિકા

District Role

DPEO/DEO/DPC/DDO નેતૃત્વમાં જિલ્લા સમિતિ

બ્લોક દીઠ 1-2 શાળાની ભલામણ

જરૂર જણાયે પુનઃચકાસણી (Re-verification)

અંતિમ યાદી રાજ્યને મોકલવી

નિપુણ શાળા સન્માન પત્ર

ટ્રોફી

13 of 13

2

નિપુણ ઉત્સવ (09-01-2027)

તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ FLN પ્રયોગો સાથે વાલી અને સમુદાય માટે નિપુણ ઉત્સવ

ડિસેમ્બર - જાન્યુઆરી

તાલુકા કક્ષાએ આયોજન

₹15,000

તાલુકા દીઠ વાર્ષિક ગ્રાન્ટ

તમામ શાળા

તાલુકાની સંપૂર્ણ ભાગીદારી

પ્રક્રિયા (Process)

1

આયોજન (ઉત્સવના 4-6 અઠવાડિયા પહેલેથી)

2

શાળા તૈયારી�(ઉત્સવના 2–4 અઠવાડિયા પહેલાં)

3

સંકલન�(ઉત્સવના એક અઠવાડિયા પહેલાં)

4

નિપુણ ઉત્સવ દિવસ

5

અનુસરણ અહેવાલ

​

​

મુખ્ય પ્રવૃત્તિઓ

TLM પ્રદર્શન

બાળ રજૂઆત

Best Practice

સમુદાય જાગૃતિ

સન્માન શ્રેણીઓ

નિપુણ બાળક / શ્રેષ્ઠ FLN શિક્ષક

શ્રેષ્ઠ TLM / શ્રેષ્ઠ FLN શાળા

શ્રેષ્ઠ માતા જૂથ / ક્લસ્ટર

અપેક્ષિત પરિણામ (Outcome)

FLN જાગૃતિ અને પ્રેરણા વૃદ્ધિ

શાળાઓ વચ્ચે શ્રેષ્ઠ પ્રયોગોનું આદાન-પ્રદાન

વાલી-SMC સહભાગિતા

જિલ્લાની ભૂમિકા

District Role

તાલુકા આયોજનને શૈક્ષણિક માર્ગદર્શન

કાર્યક્રમની સમીક્ષા અને અનુસરણ

ગ્રાન્ટ ઉપયોગની ખાતરી (નાણાકીય નિયમો મુજબ)

SMC ભાગીદારી. જરૂરી સહયોગ અને સંકલન

  • TLM પ્રદર્શન અને સમજણ
  • FLN વાંચન–લેખન રજૂઆતો
  • Best Practicesનું પ્રસ્તુતિકરણ.
  • વાલી અને સમુદાય માટે FLN જાગૃતિ કાર્યક્રમ.