1 of 11

નીતિશાસ્ત્રઃવ્યાખ્યા,નૈતિક દર્શન, નૈતિક ચૂકાદાઓ અને પ્રતિક્રિયાઓની પ્રકૃતિ

ડૉ. નરેશ શુક્લ

ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

મો.9428049235, www.sahityasetu.co.in, shuklanrs@yahoo.co.in

https://www.youtube.com/watch?v=H3C6xik8Ok0

2 of 11

નીતિશાસ્ત્રઃ સંશોધનના સંદર્ભમાં....

  • સમાજ, ધર્મ અને માનવસમુદાયને સ્વીકાર્ય એવી આદર્શ ધારણાઓ અને મૂલ્યોની એટલે નીતિ.
  • નીતિઓને રાજ્યતંત્ર દ્વારા સમાજમાં, સમાજના સભ્યો પર લાગુ કરવામાં આવતી હોય છે. પૂર્વે રાજાઓ દ્વારા અને હવે સરકારો દ્વારા કેટલાક કાયદાઓથી તો કેટલીક વણલખ્યાં નીયમોથી નીતિનિર્ધારણ થતું હોય છે.
  • ભારતીય પરંપરાએ ન્યાય અને નીતિશતકોને સદીઓથી લિખિત અને અલિખિત રૂપે નીતિની સ્થાપના અર્થે પ્રયત્નો કર્યા છે.
  • કોઈપણ સભ્ય સંસ્કૃતિ અને સમાજ માટે નીતિશાસ્ત્રો અનિવાર્ય બાબત લેખાઈ છે.

3 of 11

નીતિશાસ્ત્રઃ સંશોધનના સંદર્ભમાં...

  • નીતિઓનું નિર્ધાણ નીચેની બાબતો પર આધાર રાખે છે-

1. રાજ્યસત્તા દ્વારા ઘડવામાં આવતી નીતિઓ- જેને કાયદાની કલમોરૂપે ઓળખતાં આવ્યા છીએ.

2. ધર્મસત્તા દ્વારા કેટલાક નિયમનો નક્કી કરવામાં આવ્યાં હોય છે, જેને એના અનુયાયીઓ દ્વારા મોટાભાગે નૈતિકભૂમિકાએ સ્વીકારવામાં આવતા હોય છે. એમાં કાયદા જેવી સખ્તી નથી પણ સ્વૈચ્છિક રીતે, નૈતિક રીતે અને કેટલુંક ધાર્મિક એવી ગૂઢ બાબતોથી ડરીને સ્વીકાર કે અસ્વીકાર કરવામાં આવતો હોય છે.

3. સામાજિક માળખાના ભાગરૂપે પાળવામાં આવતાં નીતિ-નિયમનો. જે સમયાન્તરે બદલાતાં રહે છે.

આ ત્રણેય સમયાન્તરે વિવિધ કારણોથી બદલાતાં રહે તેવી વ્યવસ્થા હોય છે.

4 of 11

સંશોધન પ્રક્રિયા-

  • પ્રોડક્ટિવ બાબતો.
  • રિપ્રોડક્ટિવ બાબતો.
  • સૌંદર્યલક્ષી બાબતો.

  • સંશોધનની પ્રાથમિક શરત – શંકાશીલ સ્વભાવ, નૈતિક ફરજ પ્રત્યેની સભાનતા, માનવજાતને ઉપયોગી- કે ઘાતક દીશાના સંશોધનોની સ્વીકાર્યતા જેવી બાબતો.

5 of 11

સંશોધન પ્રક્રિયા-

  • પ્રોડક્ટિવ બાબતો.
  • રિપ્રોડક્ટિવ બાબતો.
  • સૌંદર્યલક્ષી બાબતો.

  • સંશોધનની પ્રાથમિક શરત – શંકાશીલ સ્વભાવ, નૈતિક ફરજ પ્રત્યેની સભાનતા, માનવજાતને ઉપયોગી- કે ઘાતક દીશાના સંશોધનોની સ્વીકાર્યતા જેવી બાબતો.

6 of 11

રિપ્રોડક્ટિવ બાબતોમાં સંશોધનનું મહત્ત્વ.

  • રિપ્રોડક્ટિવ (પુનરૂત્પાદક સર્જકતા)- આ સંશોધનને નૈતિક બાબતો સાથે સીધી જ લેવા દેવા છે.
  • જેમકે- સુર અને અસુર- વૃત્તિઓની અસરો અને પરિણામના કારણે પડતી અસરો.
  • અજાણતાં નીતિ-મૂલ્યો સાથે થતી છેડખાની.
  • ઇરાદાપૂર્વક થતાં અધઃપતનો.- વાઈરસની શોધ, ખાદ્ય ચીજોના જીનેટિકલ ફેરફારોથી ગુણવત્તા પર થતી અસરો.
  • અણુભંજનની શોધ, લેસરની શોધ, સોનોગ્રાફીની
  • શોધ કેપિટલિસ્ટ મૂડીવાદને કારણે સર્જાયેલ વિષયમતા,
  • રોજબરોજના જીવનને સ્પર્શતાં સંશોધનોની અસરો.
  • સાહિત્યના સંદર્ભે થતાં સંશોધનોએ સર્જેલાં પ્રશ્નો....

7 of 11

સાહિત્યિક સંશોધનમાં નૈતિક બાબતો.

  • સાહિત્યિક સંશોધન એ ઇનોવેશન, પ્રોડક્શન કે માનવજીવનને સીધું જ બદલી નાંખનારું ભાગ્યે જ હોય છે – એટલે એમાં રહી ગયેલી નૈતિક ક્ષતિઓ, મૂલ્યહ્રાસની સીધી અસર પણ ઓછી કળાતી હોય છે.
  • એટલે સ્વાભાવિક જ સંશોધકની નૈતિક ફરજ બને કે સંશોધન નીતિઓનું ચૂસ્તપણે પાલન કરવું.
  • સાહિત્યિક સંશોધક જો માહિતીદોષને ચેક કર્યા વિના જ આગળ ધપી જાય તો લાંબાગાળે મોટી મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને દોષની પરંપરા ઊભી થતી હોય છે.
  • સાહિત્યનું સંશોધન હોય કે સમાજશાસ્ત્રોનું સંશોધન- જો આપણું સંશોધન જ્ઞાનસંપદામાં, સીધું જ માનવચેતનાને સમૃદ્ધ કરનારું ન હોય, ગતાનુગતિક જ હોય તો એ માત્ર પસ્તી વધારે- સાચું સંશોધન અન્ય માટે, આવનાર પેઢીઓને માર્ગદર્શન આપી ન શકે તો એનું કોઈ મૂલ્ય નથી.

8 of 11

સાહિત્યિક સંશોધનમાં નૈતિક બાબતો.

  • સંદર્ભોની ઉચિત અને જરૂરી સ્પષ્ટતા, કોઈને વિચારોને પોતાના નામે ચડાવીને રજૂ કરવા, સર્જક કે કૃતિને પૂર્વગ્રહયુક્ત અભિપ્રાયોથી તપાસવા જેવા દોષ સાહિત્યિક સંશોધકમાં રહી જવાની સંભાવના અન્ય વિદ્યાશાખાઓને મુકાબલે વધારે હોય છે.
  • કોઈકાળે મૂળ રેફરન્સ તપાસવાની આળસ ન ચાલે, મૂળ કૃતિને અવગણી ન શકાય, કોઈપણ માહિતીસોર્સને જાત- તપાસ વિના પોતાના સંશોધનમાં સામેલ ન કરવા જેવી બાબતે સભાન રહેવું જરૂરી છે.
  • સંશોધક એ વિવેચક નથી, એ તથ્યોના આધારે જ વાત કરે છે એટલે અંગત ગમા-અણગમાને પ્રવેશવા ન દે તે સાચો સંશોધક હોય, ભાષાનું માધ્યમ હોવાથી સાધનશુદ્ધિ રાખવી અનિવાર્ય છે.

9 of 11

કેટલાંક સંદર્ભ ગ્રંથો....

  • સાહિત્યિક સંશોધન વિશે....- સુમન શાહ (પાર્શ્વ પબ્લિકેશન્સ)
  • સંશોધનશાસ્ત્ર- ચંપૂ વ્યાસ (પાર્શ્વ પબ્લિકેશન્સ)
  • સાહિત્યિક તથ્યોની માવજન- જયંત કોઠારી
  • સંશોધનશાસ્ત્ર અને સાહિત્યિક સંશોધન- નરેશ શુક્લ (પાર્શ્વ પબ્લિકેશન્સ)
  • સંશોધનશાસ્ત્ર પરના વિવિધ લેખો- અધિતના અંકો (પ્ર. ગુજ.નો અધ્યાપક સંઘ)
  • સાહિત્યનું સંશોધન -ભરત પરીખ, (પાર્શ્વ પબ્લિકેશન્સ)

10 of 11

કેટલાંક સંદર્ભ ગ્રંથો....

  • સાહિત્યિક સંશોધન વિશે....- સુમન શાહ (પાર્શ્વ પબ્લિકેશન્સ)
  • સંશોધનશાસ્ત્ર- ચંપૂ વ્યાસ (પાર્શ્વ પબ્લિકેશન્સ)
  • સાહિત્યિક તથ્યોની માવજન- જયંત કોઠારી
  • સંશોધનશાસ્ત્ર અને સાહિત્યિક સંશોધન- નરેશ શુક્લ (પાર્શ્વ પબ્લિકેશન્સ)
  • સંશોધનશાસ્ત્ર પરના વિવિધ લેખો- અધિતના અંકો (પ્ર. ગુજ.નો અધ્યાપક સંઘ)
  • સાહિત્યનું સંશોધન -ભરત પરીખ, (પાર્શ્વ પબ્લિકેશન્સ)

11 of 11

આભાર

  • ડૉ. નરેશ શુક્લ
  • ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત