1 of 14

ભાષાની વ્યાખ્યાઓ આપી તેનાં લક્ષણો વિષે ચર્ચા કરો.

2 of 14

  • ભાષાનું મુખ્ય કાર્ય લાગણી કે ભાવના આદાનપ્રદાનનું અને સંક્રમણનું છે. માણસને ભાષા સમાજમાંથી પ્રાપ્ત થાય છે અને સમાજના સઘળા વ્યવહાર ચલાવવા માટે તે ભાષાનો ઉપયોગ કરે છે. �પ્રાણીઓ પોતાની ઈચ્છા કે લાગણી વ્યક્ત કરવા માટે વિવિધ ધ્વનિઓ કાઢતા હોય છે તે દરેકે દરેક ધ્વનિઓ પાછળ વિશેષ ઉદ્દેશ હોય તે જરૂરી નથી.�જ્યારે માનવ ભાષાના ધ્વનિઓ સ્પષ્ટ રીતે વિચારો, ભાવો અને ઇચ્છાઓના વાહક છે. �ભાષા મનુષ્ય સમાજની વિશિષ્ટ અને અત્યંત મૂલ્યવાન સિધ્ધી છે. �મનુષ્ય સામાજિક સંબંધો બનાવવા માટે જે કઈ બોલે છે (તે ભાષાનું રૂપ પ્રયોજે છે) તેને ભાષાનું સામાજિક વ્યવહારના સાધન તરીકેનું કાર્ય ગણાવી શકાય. જેમકે – ‘રામ રામ’, ‘જયશ્રી કૃષ્ણ’, �માણસને ભાષા સમાજમાંથી પ્રાપ્ત થાય છે. �સામાજિક રીતભાતોમાં પણ ભાષા મહત્વનું કામ કરે છે. ‘હું મારો હક દાવો આ મિલકત ઉપરથી ઉઠાવી લઉં છું.’ આવા કાયદેસરના લખાણ માત્રથી સંપત્તિ બીજાના હાથમાં સોંપાવી પડે છે. ��

આમ....

3 of 14

ભાષાની વ્યાખ્યા:

1. સપિરની વ્યાખ્યા : ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણી અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ

2. રોબટ હૉલ: ભાષા એટલે યાદૃચ્છિક સંકેત પધ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની, માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય –શ્રાવ્ય આદતોની વ્યવસ્થા.

3. સ્વીટ: ભાષા એટલે મૌખિક ધ્વનિઓ દ્વારા વિચારોની અભિવ્યક્તિ.

4. બ્લોક- ટ્રેગર : A Language is a system of arbitrary vocal symbol by means of which social groups co- operate.

4 of 14

આગળ જણાવેલ વ્યાખ્યાઓના આધારે ભાષાની લાક્ષણિકતા

તમામ વ્યાખ્યા વાંચતા ભાષાની ચાર સર્વસામાન્ય લાક્ષણિકતાઓ નોંધી શકાય:�

  • શબ્દો એ ભાષાના ધ્વનિરૂપ સંકેતો છે, જે વાચ્ય અને શ્રાવ્ય છે.

  • આ સંકેતો યાદૃચ્છિક કે સ્વૈચ્છિક છે.

  • ભાષા એક વ્યવસ્થા છે.

  • ભાષા વડે એક ચોક્કસ જૂથના સભ્યો વ્યવહાર અને આદાનપ્રદાન કરે છે.

5 of 14

ભાષાનાં લક્ષણો

6 of 14

ભાષાનાં મુખ્ય લક્ષણો

યાદૃચ્છિકતા

સર્જનાત્મકતા

અનુકરણ ગ્રાહ્યતા

પરિવર્તનશીલતા

વિભાજ્યતા/

વિચ્છિનતા

મૌખિકતા-શ્રાવ્યતા

દ્વૈતતા

અંતરંગતા

7 of 14

યાદૃચ્છિકતા

‘યાદૃચ્છિકતા’ એટલે ‘સ્વૈચ્છિક’ (ઈચ્છા મુજબ) જે તર્કપૂર્ણ નથી તે.

સમાજની ઇચ્છા અનુસાર અમુક પદાર્થ માટે અમુક શબ્દ નિયત થયેલ હોય છે.

જો શબ્દ અને સંકેતનો કોઈ તર્ક(સીધો)પૂર્ણ સંબંધ હોત તો વિશ્વની ભાષાઓમાં કોઈ ભેદ ન હોત. જો સંકેત અને મૂળ પદાર્થ વચ્ચે જો કોઈ સીધો સંબંધ હોત તો દૂનિયાની બધી ભાષામાં ‘હાથ’ માટે હાથ શબ્દ જ હોત પરંતુ એવું નથી, અંગ્રેજીમાં હાથને ‘Hand’ , સંસ્કૃતમાં ‘હસ્ત’, સ્પેનીશમાં ‘ La mano’ કહેવાય છે. આજ છે ભાષાની યાદૃચ્છિકતા.

આ યાદૃચ્છિકતાના કારણે જ વિશ્વની ભાષાની વાક્યરચના, રૂપરચનામાં ભેદ જોવા મળે છે

8 of 14

સર્જનાત્મકતા

ભાષામાં શબ્દ અને રૂપ તો મર્યાદિત હોય છે પણ તેને જ આધારે આપણે આપણી જરૂરિયાત મુજબ સાદૃષ્યને આધારે નિત્ય નવાં અમર્યાદિત વાક્યોનું સર્જન કરીને તેનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ.

એક જ વાક્ય જુદી જુદી રીતે આપણે બોલીએ છીએ દા.ત. –

1) ‘આ કામ તે કર્યું છે?’ , ‘આ કામ તે કર્યું છે!’ , આ કામ તે કર્યું છે.’

2) ‘ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર’,

મા પાવા તે ગઢથી ઉતર્યા મા મહાકાળી’,

‘ગાય આપણી મા છે’

આમ મનુષ્યની ભાષામાં સર્જનાત્મકતા છે જ્યારે સૃષ્ટિ પરના અન્ય કોઈ પણ જીવોની ભાષામાં આવી કોઈ સર્જનાત્મકતા નથી.

9 of 14

અનુકરણગ્રાહ્યતા અને પરિવર્તનશીલતા

અનુકરણગ્રાહ્યતા: માનવભાષા સમાજ દ્વારા અનુકરણથી શીખી, ગ્રહણ કરી શકાય છે. બાળક માના ગર્ભમાંથી ભાષા શીખીને આવતું નથી. પશુ પંખી અને જીવજંતુને જન્મજાત ભાષા પ્રાપ્ત છે. જેમકે દરેક દેશમાં દરેક પ્રદેશમાં કૂતરાં એક સરખું જ ભસે કે રડે છે, દરેક ગાય કે ભેંસ એક સરખું જ ભાંભરે છે. દરેક સિહ કે વાઘ એક સરખી જ ગર્જના કરે છે. તેમને આ ભાષા જન્મજાત પ્રાપ્ત છે જ્યારે દરેક મનુષ્ય પોતાના સમાજમાંથી ભાષા શીખે છે. સંસ્કૃતિની જેમ સંસ્કૃતિના અંશરૂપ ભાષા શીખતો જાય છે. આમ કહી શકાય કે, અનુકરણથી મનુષ્ય કોઈ પણ ભાષા શીખી શકે છે.

પરિવર્તનશીલ: ઉપર જોયું તેમ માનવેતર જીવોની ભાષા પરિવર્તનશીલ નથી. માનવીની ભાષા સ્થળ, સમય અને સમાજ પ્રમાણે બદલાય છે. હજારો વર્ષો પહેલા પશુઓ જે ભાષા બોલતા હતા તે જ ભાષા આજે પણ બોલે છે. જ્યારે મનુષ્યની ભાષા કાળક્રમે બદલાતી રહી છે. મૂળ સંસ્કૃતમાંથી કાળક્રમ પ્રામાણે આજે કેટલીય આર્ય ભાષાઓ અસ્તિત્વમાં આવી છે.

10 of 14

વિભાજયતા/ વિચ્છિન્નતા અને મૌખિકતા – શ્રાવ્યતા �

વિભાજ્યતા: ભાષાનું સ્વરૂપ વિભાજ્ય છે. એક જ વાક્ય કેટલા બધા ઘટકોમાંથી (શબ્દો)બનેલું હોય છે. આ શબ્દ કેટલા બધા ધ્વનિઓથી બનેલા હોય છે. જેમકે મધમાંખી એક જ પ્રકારના અવાજો કરીને બીજી મધમાંખીઓને બોલાવતી હોય છે. જ્યારે મનુષ્ય વિભિન્ન રીતે વાક્ય બોલી શકે છે . આ છે ભાષાની વિભાજયતા .

11 of 14

આજે કોલેજ ચાલુ છે.

  • આજે – કોલેજ- ચાલુ – છે શબ્દો – 4
  • આ + જે + કો + લે + જ + ચા + લુ + છે અક્ષર – 8
  • આ + જ + એ + ક + ઓ + લ + એ + જ + અ + ચ + આ + લ + ઉ + છ + એ - 15

12 of 14

મૌખિકતા – શ્રાવ્યતા �

મૌખિકતા: માનવાભાષા મુખથી બોલાય છે, કાનથી સંભળાય છે. જ્યારે અન્ય પ્રાણીઓ દ્રશ્ય સરણિ, ગંધ સરણિ દ્વારા પણ અભિવ્યક્તિ સાધે છે. જેમકે મધમાંખીઓ નૃત્ય દ્વારા પોતાનો સંદેશો પહોંચાડે છે. જ્યારે અમુક શારીરિક મર્યાદાઓને બાદ કરતાં મોટાભાગના મનુષ્યની ભાષા મૌખિક અને શ્રાવ્ય છે.

13 of 14

દ્વૈતતા : માનવભાષાના શબ્દો અને વાક્યોના ઉચ્ચારણના બે સ્તર છે. એક સ્તરનું એકમ સાર્થક છે જ્યારે બીજા સ્તરનો એકમ નિરર્થક હોય છે. આ બંને સ્તરને દ્વૈતતા કહેવાય છે. શબ્દ, ધાતુ, પ્રત્યય, ઉપસર્ગ, કારકચિહન વગેરે સાર્થક એકમ છે. દા.ત. ‘કમળ‘ શબ્દમાં કˎ+ અ + મˎ+ અ + ળˎ + અ અહીં કુલ મળીને છ ધ્વનિઓ છે. તેની એકતાથી શબ્દ સાર્થક બને છે. અહીં સામેલ જુદા જુદ વર્ણોનો એકલાનો કોઈ અર્થ નથી બધા વર્ણો સાથે મળે છે ત્યારે જ અર્થ સાર્થક બને છે.

દ્વૈતતા �(Duality)

14 of 14

અંતરંગતા

અંતરંગતા : માનવેતર જીવો મોટાભાગે વર્તમાન બાબતની જ સૂચના આપે છે. જ્યારે માનવભાષા વર્તમાનમાં પ્રયોજાતી હોવા છતાં ભૂત – ભવિષ્યની બાબત પણ જણાવી શકે છે. આમ માનવભાષા કાલાંતરણની જેમ દિક્કલાંતર પણ કરી શકે છે. માનવભાષાનું આ મહત્ત્વનું લક્ષણ છે.