1 of 51

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

મહત્ત્વપૂર્ણ બાબતોની સંક્ષિપ્ત રજૂઆત

ભાગ-1

Dr. U.D.MEHTA

Sr.Lecturer

DIET-PORBANDAR

2 of 51

પ્રસ્તાવના

  • ડૉ. કે. ક્સતુરીરંગનના અધ્યક્ષસ્થાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રજૂઆત
  • તા. 29 જુલાઇ, 2020ના રોજ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંજૂરી પ્રાપ્ત થઇ.
  • 34 વર્ષ બાદ શિક્ષણની નીતિમાં બદલાવ લાવવાનો પ્રયત્ન.
  • Sustainable Development Goals (SDG) નો આધાર
  • SDG-4 :
  • “To ensure inclusive and equitable quality education and promote lifelong learning opportunities for all.”
  • “સમાવેશી અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું અને સર્વ માટે આજીવન શિક્ષણ/અધ્યયનની તકોને પ્રોત્સાહન આપવું.”

3 of 51

Universal Access to Early Childhood Care & Education (ECCE)

Foundational Learning Curriculum

* વર્ષ 3 થી 8 વયજૂથ બે ભાગમાં વહેંચવામાં આવશે:

(i) E C C E - 3 થી 6 વયજૂથ માટે, (ii) ધોરણ 1 અને 2 – 6 થી 8 વયજૂથ માટે

Preparatory Class

  • વર્ષ 5 સુધીના પ્રત્યેક બાળકોને Preparatory Class કે બાલવાટીકા માં મોકલવામાં આવશે. (ધોરણ 1 પહેલા)

Universal Access

  • વર્ષ 3 થી 6 વયજૂથના બાળકો માટે : મુક્ત, સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ECCE માટે આંગણવાડી/પ્રિ-સ્કૂલ/બાલવાટીકામાં પ્રવેશ

Multifaceted

  • લવચિક, બહુસ્તરિય, રમત, પ્રવૃત્તિ અને શોધખોળ આધારિત અધ્યયન

4 of 51

Universal Access

  • શિક્ષણના તમામ સ્તરે પ્રવેશનાં સાર્વત્રિકરણની ખાતરી
  • ડ્રોપ આઉટ બાળકોને પાછા લાવવાના.
  • વૈકલ્પિક અને સમાવેશી શિક્ષણના કેન્દ્રો.
  • સહભાગી અધ્યયન (peer learning).
  • તમામ સ્તરે નિર્ધારિત કરવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ પર ઘ્યાન.
  • સરકારી અને બિનસરકારી સંસ્થાઓને શાળા શરૂ કરવા માટે પ્રોત્સાહન.
  • અધ્યયન માટે બહુવિધ માર્ગ; વૈધિક તેમજ અવૈધિક શિક્ષણને સાંકળવા

5 of 51

Universal Access

પ્રવેશનું સાર્વત્રિકરણ - ECCE થી માધ્યમિક સુધી

    • સમતા અને સમાવેશની ખાતરી.
    • શાળા બહારના બાળકોને પરત લાવી સમાવવા.
    • માધ્યમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ બાળકોને શાળાઓમાં રાખી SDG લક્ષ્યો પ્રાપ્ત કરવા.
    • અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ અને ગુણવત્તામાં પાયાગત સાક્ષરતા અને ગણન (FLN) દ્વારા સુધારો લાવવો.
    • અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં 21 મી સદીના કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું.
    • શાળા સંકુલ દ્વારા સંસાધન વહેંચણી કરવી.
    • અધ્યયનમાં ભાષાનો અવરોધ દૂર કરવો
    • જાહેર અને ખાનગી શાળામાં શિક્ષણ માટે સમાન ધારાધોરણો

6 of 51

બાળકો કેવી રીતે શીખશે?

7 of 51

અભ્યાસિક અને પદ્ધતિશાસ્ત્રીય માળખામાં પરિવર્તન

    • શાળા શિક્ષણ માટે નવીન શૈક્ષણિક માળખું (5+3+3+4): ૩ વર્ષ આંગણવાડી /પ્રિસ્કૂલઅને 12 વર્ષ શાળામાં
    • પાયાનો તબક્કો (Foundational stage) (5) – બહુસ્તરિય, રમત/પ્રવૃત્તિ આધારિત અધ્યયન કરવવામાં આવશે.
    • પ્રારંભિત તબક્કો (Preparatory Stage) (3) - રમત, શોધખોળ તેમજ પ્રવૃત્તિ આધારિત અને ઇન્ટરેક્ટિવ વર્ગખંડ અધ્યયન
    • મધ્ય તબક્કો (Middle Stage) (3) - ગણિત, વિજ્ઞાન, કળાઓ, સામાજિક વિજ્ઞાન તેમજ માનવવિદ્યાઓ માટે અનુભવજન્ય અધ્યયન કરાવવામાં આવશે.
    • માધ્યમિક તબક્કો (Secondary Stage) (4) - મલ્ટી ડિસિપ્સિનરી અભ્યાસ, જટિલ ચિંતન, લવચિકતા અને વિદ્યાર્થીઓની પસંદગીના વિષયોનો સમાવેશ કરવામાં આવશે.

8 of 51

ECCE માળખું

  • National Curriculum Pedagogical Framework for Early Childhood Education (NCPFECE) ની રચના NCERT દ્વારા કરવામાં આવશે.
  • Multi-faceted Framework – લિપિ, ભાષાઓ, સંખ્યાઓ, ગણન, રંગો, આકારો, વર્ગખંડમાં તેમજ તેની બહારની રમતો, કોયડાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, તાર્કિક ચિંતન, સમસ્યા ઉકેલ, ચિત્રકામ, અને અન્ય કળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
  • School Preparation Module – NCERT દ્વારા ધોરણ 1 ના તમામ બાળકો માટે 3 માસનું પ્રવૃત્તિ આધારિત શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે.
  • Research and Best Practices – ECCE ક્ષેત્રમાં કરવામાં આવેલ સંશોધનોના આધારે NCPFECE તૈયાર કરવામાં આવશે, જેમાં રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રયાસોનો પણ સમાવેશ કરવામાં આવશે.

9 of 51

પ્રારંભિક બાળ શિક્ષણ : રચનાત્મક વર્ષોમાં અધ્યયન

પ્રારંભિક શિક્ષણ દરમિયાન બાળકો માટે નીચેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે -

  • જીજ્ઞાસા વિકસાવવી.
  • તાર્કિક ચિંતન અને સમસ્યા ઉકેલનો વિકાસ કરવો.
  • વિવિધ કળાઓ અને સંગીતમાં રસ રૂચિ વિકસાવવા.
  • કુદરતા સાથે સંબંધ બાંધવો.
  • રંગો, આકારો, લિપિ તેમજ સંખ્યાઓની ઓળખ કરાવવી.
  • જૂથકાર્ય અને સંકલન કૌશલ્ય વિકસાવવું.
  • રમત, પ્રવૃત્તિ તેમજ શોધખોળ આધારિત અધ્યયન કરાવવું
  • નૈતિકતા, સ્વ-ઓળખ, શિષ્ટાચાર, વર્તન અને સાંવેગિક વિકાસને મહત્ત્વ આપવું.

10 of 51

મિશન મોડમાં ધોરણ 3 સુધીમાં પાયાની સાક્ષરતા અને ગણન

  • પાયાના અધ્યયન કૌશલ્યો સાર્વત્રિક રીતે પ્રાપ્ત કરવા યોજના
  • National Mission on Foundational Literacy & Numeracy શરૂ કરવામાં આવશે.
  • પુસ્તક પ્રોત્સાહન – National Book Promotion Policy તૈયાર કરવામાં આવશે, જે અંતર્ગત જાહેર તેમજ શાળાના પુસ્તકાલયોનો વિકાસ કરવામાં આવશે.
  • પ્રારંભિક અધ્યયન – પ્રારંભિક વાચન, લેખન અને ગણિત પર ધ્યાન આપવામાં આવશે.
  • 3 માસની પ્રવૃત્તિ આધારિત શાળા - ધોરણ 1 ના તમામ બાળકો માટે 3 માસનું પ્રવૃત્તિ આધારિત શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે.
  • રાષ્ટ્રીય સંગ્રહ – DIKSHA (National Repository) પર ઉચ્ચકક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત કરાવવામાં આવશે.
  • પુસ્તકાલયો – શાળા પુસ્તકાલયની સાથે ડિજિટલ લાઇબ્રેરીને સાંકળવામાં આવશે.

11 of 51

અભ્યાસક્રમ

12 of 51

અભ્યાસક્રમમાં ઘટાડો

  • મૂળભૂત જરૂરિયાતો (Core Essentials) - તમામ વિષયોના અભ્યાસક્રમને તેની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઘટાવામાં આવશે.
  • જટિલ ચિંતન (Critical Thinking) - સર્વગ્રાહી શિક્ષણ માટે જટિલ ચિંતન, શોધખોળ, તપાસ, ચર્ચા તેમજ પૃથક્કરણ આધારિત અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પર ધ્યાન આપવામાં આવશે.
  • ઇન્ટરેક્ટિવ વર્ગો - પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણને ઘટાડી ઇન્ટરેક્ટિવ શિક્ષણ પર ભાર આપવો તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નો પુછવા પ્રેરિત કરવા.
  • અનુભવજન્ય અધ્યયન - અનુભવજન્ય અધ્યયન તેમજ વિદ્યાર્થીઓનું ઊંડાણપૂર્વકના અધ્યયન માટે આનંદદાયી, સર્જનાત્મક, સંકલિત અને શોધખોળ આધારિત પ્રવૃત્તિઓનો સમાવેસ કરવામાં આવશે.
  • ગોખણપટ્ટી દૂર કરી કૌશલ્ય આધારિત અધ્યયનને પ્રોત્સાહન આપતા અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્રમાં વર્ષ 2022 સુધીમાં પરિવર્તન લાવવામાં આવશે.
  • વર્ષ 2021 સુધીમાં NCF 2005 અને NCF-TE 2009 માં સુધારા કરવામાં આવશે.

13 of 51

અધ્યયન નિષ્પત્તિઓ ( LO ), ક્ષમતાઓ અને વિષય સંકલન પર ધ્યાન

  • ક્ષમતાલક્ષી શિક્ષણ – સ્કૂલ લીડર્સ માટે ક્ષમતા તેમજ નિષ્પત્તિલક્ષી શિક્ષણ આધારિત પદ્ધતિ ધરાવતાં આયોજનો તૈયાર કરી અમલીકરણ કરવા માટેના મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવશે.
  • વિષયોનું સંકલન – માન્ય પેડાગોજી તરીકે આર્ટસ સંકલિત, રમતગમત સંકલિત, આઇસીટી સંકલિત તેમજ વાર્તાકથન આધારિત પદ્ધતિઓનું સંકલન કરવામાં આવશે.
  • વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ – માનવીય અને બંધારણીય મૂલ્યોના અભ્યાસ માટે વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવામાં આવશે.

14 of 51

અધ્યયન નિષ્પત્તિઓ, ક્ષમતાઓ અને વિષય સંકલન પર ધ્યાન

  • સ્પષ્ટ ભેદ દૂર કરવો – શૈક્ષણિક-સહ શૈક્ષણિક – શૈક્ષણેતર, શૈક્ષણિક – વ્યવસાયિક, વિજ્ઞાન – માનવવિદ્યા, રમતગમત-કળાઓ-અભ્યાસિક પ્રવૃત્તિઓ વચ્ચેનો ભેદ દૂર કરવો.
  • ડિજિટલ સાક્ષરતાને મહત્ત્વ – ડિજિટલ સાક્ષરતા, કોડીંગ તેમજ ગણતરીત્મક ચિંતન, નૈતિક તર્ક પર ભાર આપવામાં આવશે.
  • બહુભાષિક શિક્ષણને પ્રોત્સાહન – ભાષા શિક્ષકોને મેળવવા પડોશના રાજ્યો સાથે એગ્રીમેન્ટ કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

15 of 51

માનસિક અને શારીરિક સ્વસ્થતા

  • વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય અને પોષણ, શારીરિક શિક્ષણ, તંદુરસ્તી, સુખાકારી તેમજ રમતગમતમાં નિર્ધારિત કૌશલ્યો ફરજિયાત હસ્તગત કરવાના રહેશે.
  • તમામ વિદ્યાર્થીઓની વર્ષમાં એકવાર શારીરિક તપાસ
  • અભ્યાસક્રમમાં જરૂરી સુધારા કરી પાઠ્યપુસ્તકો તેમજ દફ્તરનો ભાર હળવો કરવામાં આવશે.
  • શાળા સંકુલમાં કાઉન્સેલર તેમજ શિક્ષકોની ભરતી કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • શાળા પરિસરને ડિસેબલ્ડ ફ્રેન્ડલી બનાવવામાં આવશે.
  • શાળામાં સમાવેશી ભાવાવરણ તૈયાર કરવા માટે આચાર્ય તેમજ શિક્ષકોની ભૂમિકા નક્કી કરવામાં આવશે.

16 of 51

અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન (Innovative Pedagogy)

  • અનુભવજન્ય અધ્યયન, સંકલિત અધ્યયન, સહપાથી અધ્યયનને પ્રોત્સાહન અપાશે.
  • શૈક્ષણિક-સહ શૈક્ષણિક – શૈક્ષણેતર પ્રવૃત્તિઓ વચ્ચે કોઇ ભેદ રાખવામાં નહીં આવે.
  • શૈક્ષણિક કેલેન્ડરમાં Bagless Day ગોઠવવામાં આવશે.
  • ધોરણ 6 થી 12 માં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો.

17 of 51

અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન (Innovative Pedagogy)

  • પાઠ્યપુસ્તકો સંદર્ભે...
    • રાજ્યોએ તેના સંદર્ભોને ધ્યાને રાખી, સુધારા કરી એનસીઇઆરટી અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોને આધારિત પોતાનો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના રહેશે.
    • પાઠ્યપુસ્તકો અને સ્કૂલબેગનું ભારણ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવશે.
    • તમામ પાઠ્યપુસ્તકોમાં જરૂરી મૂળભૂત બાબતો જ રાખવામાં આવશે. જરૂર જણાય તો સ્થાનિક જરૂરિયાત આધારિત સંદર્ભ સાહિત્ય આપી શકાશે.
    • પોસાય તેવા, ઉચ્ચ ગુણવત્તાલક્ષી અને એનર્જાઇઝ્ડ પાઠ્યપુસ્તકો આપવામાં આવશે તેમજ તેને ઇ-બુક સ્વરૂપે DIKSHA પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

18 of 51

ધોરણ 1 થી 8માં મૂલ્યાંકન

    • ધોરણ 3, 5 અને 8માં વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા વ્યાપવિશ્વ મૂલ્યાંકન (Census Assessment) કરવામાં આવશે.
    • આવશ્યક અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ પર કેન્દ્રિત કસોટી / પરીક્ષા
    • મૂળભૂત સંકલ્પનાઓનું જ્ઞાન, ઉચ્ચ સ્તરિય કૌશલ્યો અને તેના ઉપયોજન સંદર્ભે મૂલ્યાંકન કરવામાં આવશે. તેમજ ગોખપટ્ટી આધારિત અધ્યયનને દૂર કરવામાં આવશે.
    • શાળા તંત્રના વિકાસ, સુધારા તેમજ સતત નિરીક્ષણ માટે જ શાળા પરીક્ષાઓના પરિણામોનો ઉપયોગ કરવામાં આવશે.

19 of 51

ધોરણ 9 થી 12 માં મૂલ્યાંકન

    • શૈક્ષણિક વર્ષ 2022-23 સુધીમાં શિક્ષકોને મૂલ્યાંકન પ્રણાલીમાં પરિવર્તન સંદર્ભે તૈયાર કરાશે.
    • વિદ્યાર્થીઓની સિદ્ધિ પ્રાપ્તિમાં માપદંડની સમાનતા દરેક સ્કૂલ બોર્ડે નક્કી કરવાની રહેશે.
    • PARAKH National Centre તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.
    • બોર્ડ પરીક્ષાઓમાં મૂળભૂત ક્ષમતાઓની ચકાસણી કરવાનો હોઇ તેને સરળ બનાવવામાં આવશે.
    • મૂલ્યાંકન માટે વિવિધ મોડેલ્સ વિચારવામાં આવશે
      • જેમાં, વાર્ષિક/સેમેસ્ટર/મોડ્યુલર પરીક્ષાઓ, બે ભાગમાં પરીક્ષાઓ – હેતુલક્ષી અને નિબંધલક્ષી પ્રકારના પ્રશ્નો ધરાવતી પરીક્ષાઓ વિચારી શકાશે.
    • આ માટે, NCERT, SCERT Boards of Assessment અને PARAKH દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.
    • ગણિત વિષયથી શરૂ કરી તમામ વિષયોને બે સ્તરે પસંદગીના વિકલ્પ આપી શકાશે.

20 of 51

મૂલ્યાંકન પ્રણાલીમાં પરિવર્તન

    • પ્રત્યેક બાળકની અધ્યયન સિદ્ધિઓની સતત ચકાસણી.
    • બોર્ડ પરીક્ષાઓને વધુ લચીલી બનાવવી, જેમાં આવશ્યક કૌશલ્યોનો સમાવેશ કરવામાં આવશે.
    • મૂળભૂત સંકલ્પનાઓ, ઉચ્ચ સ્તરિય તેમજ પાયાગત કૌશલ્યોનું મૂલ્યાંકન પર ભાર
    • વિદ્યાર્થીઓની પ્રગતિને જાણવા માટે AI-based Software નો ઉપયોગ, જે તેઓને કારકિર્દી પસંદગીમાં મદદરૂપ બનશે.
    • નેશનલ એસેસ્મેન્ટ સેન્ટર – વિવિધ બોર્ડ ઓફ એસેસ્મેન્ટ દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાઓમાં તાદાત્મ્ય કેળવવામાં મદદરૂપ થશે.
    • સ્વમૂલ્યાંકન તેમજ સહપાથી મૂલ્યાંકનને પ્રોત્સાહન આપવામાં આવશે.
    • નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) – ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સામાન્ય અભિયોગ્યતા કસોટીઓની રચના કરવામાં મદદરૂપ થશે, જે આ પ્રકારની પરીક્ષા કે કસોટીઓ માટેની સ્પેશિયલ કોચીંગની જરૂરિયાતને દૂર કરશે.

21 of 51

સર્વગ્રાહી પ્રગતિપત્રક (Holistic Progress Card)

    • શાળાના પ્રગતિપત્રકોને સર્વગ્રાહી, 360° પ્રતિપોષણ તેમજ બહુપરિમાણીય બનાવવા પડશે.
    • પ્રગતિપત્રકમાં સ્વમૂલ્યાંકન, સહપાથી મૂલ્યાંકન તેમજ શિક્ષક મૂલ્યાંકનનો સમાવેશ.
    • બાળકની બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક તેમજ અન્ય ક્ષેત્રોની પ્રગતિ અને અનન્યતાને દર્શાવતું પ્રગતિપત્રક હશે.
    • પ્રગતિકાર્ડમાં બાળક દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ તથા શોધ આધારિત અધ્યયન, સ્પર્ધાઓ, રોલ-પ્લે, જૂથકાર્ય તેમજ પોર્ટફોલિયો વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
    • સર્વગ્રાહી પ્રગતિપત્રકમાં બાળકના અભ્યાસ અને વિકાસમાં તેના વાલીનો પણ સક્રિય ભાગ રહેશે.
    • વિદ્યાર્થીઓની પ્રગતિને જાણવા માટે AI-based Software નો ઉપયોગ

22 of 51

બહુભાષિતા અને ભાષા અધ્યયનની તાકાત

    • Medium of Instruction - ધોરણ 5 સુધી, (પ્રાધાન્ય રીતે ધોરણ 8 સુધી તેમજ આગળ,) અભ્યાસની ભાષા તરીકે ઘરની ભાષા /માતૃભાષા/ સ્થાનિક ભાષા રહેશે.
    • The Languages of India –
      • આ પ્રોજેક્ટ / પ્રવૃત્તિમાં દરેક બાળક ભાગ લેવાનો રહેશે.
    • રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ત્રણ ભાષાઓ ભણાવવાનો નિર્ણય લઇ શકશે.
    • તમામ ક્લાસિકલ ભાષાઓ શાળામાં વિકલ્પ તરીકે પ્રાપ્ત કરાવવામાં આવશે.

23 of 51

શાળાઓ

24 of 51

શાળા સંકુલ / ક્લસ્ટર

  • બાલ ભવન – કળાઓ, કારકિર્દી તેમજ રમતગમત સંદર્ભેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તમામ વયજૂથના બાળકો માટે બાલભવનોનું નિર્માણ કરવામાં આવશે.
  • સામાજિક ચેતના કેન્દ્ર – જે શાળાઓની ક્ષમતાઓ ઉપયોગમાં નથી આવતી તેવી શાળાઓને સામાજિક, બૌદ્ધિક તેમજ સ્વેચ્છા પ્રવૃત્તિઓના પ્રોત્સાહન માટે સામાજિક ચેતના કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવશે.
  • માનવ તેમજ ભૌતિક સંસાધનોની આપ-લે સરળ બનાવવામાં આવશે.
  • શાળા સંકુલ નિર્માણ થકી શાળાઓના સંસાધનોને કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લઇ શકાશે.
  • ટૂંકાગાળા તેમજ લાંબાગાળાની શાળા વિકાસ યોજના તૈયાર કરાવામાં આવશે.
  • શાળાઓનું અસરકારક સંચાલન કરવામાં આવશે.
  • શાળાઓના જોડાણ, શિક્ષકો તેમજ સંસાધનોની આપ-લે દ્વારા તેઓનું શિક્ષણમાં સંકલન કરવામાં આવશે.
  • સમગ્ર દેશમાં એક સરકારી શાળા સાથે એક ખાનગી શાળાનું જોડાણ કરવામાં આવશે.

25 of 51

શાળા માન્યતા તેમજ માનાંક નિર્ધારણ

  • State School Standards Authority (SSSA) તૈયાર કરવામાં આવશે.
  • તમામ શાળાઓ નિર્ધારિત કરેલ લધુત્તમ વ્યસાયિક તેમજ ગુણાત્મક ધોરણો/માનાંકો અનુસરે તે નિશ્ચિત કરવામાં આવશે.
  • NCERT તેમજ SCERT દ્વારા School Quality Assessment and Accreditation Framework (SQAAF) તૈયાર કરવામાં આવશે.
  • NAS દ્વારા સમગ્ર સિસ્ટમનું નિયમિત Health Check-up કરવામાં આવશે.
  • સરકારી તેમજ ખાનગી શાળાઓનું સામાન્ય લધુત્તમ ધોરણો સંદર્ભે મૂલ્યાંકન કરી માન્યતા આપવામાં આવશે.
  • ખાનગી શાળાઓને લાભપ્રદ / ઉપયોગી ભૂમિકા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

26 of 51

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

મહત્ત્વપૂર્ણ બાબતોની સંક્ષિપ્ત રજૂઆત

ભાગ-૨

27 of 51

શિક્ષકો

28 of 51

શિક્ષક-પ્રશિક્ષણ

  • 4 વર્ષીય ઇન્ટીગ્રેટેડ બી.એડ્. – 2030 સુધીમાં શિક્ષકો માટે લધુત્તમ લાયકાત,
  • 2 વર્ષીય બી.એડ્. – અન્ય વિશિષ્ટ વિષયો સાથે સ્નાતક પદવી ધરાવતા હોય તેઓ માટે,
  • 1 વર્ષ બી.એડ્. - 4 વર્ષનો મલ્ટીડિસિપ્લીનરી સ્નાતક પદવી / અનુસ્નાતક પદવી ધરાવતા હોય તેઓ માટે,
  • વર્ષ 2030 સુધી શિક્ષક-પ્રશિક્ષણને મલ્ટીડિસિપ્લીનરી કોલેજ તથા યુનિવર્સિટીમાં લઇ જવામાં આવશે.
  • મલ્ટીડિસિપ્લીનરી ઉચ્ચ શિક્ષણની સંસ્થા જે 4 વર્ષીય ઇન્ટીગ્રેટેડ બી.એડ્. કોર્સ ચલાવતા હશે તેઓને આંતરિક વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે બ્લેન્ડેડ સ્વરૂપનું કે ઓપન અને ડિસ્ટન્સ શિક્ષણ આપી શકશે.
  • બી.એડ્. સંસ્થાઓમાં આપવામાં આવતી તાલીમમાં બહુસ્તરીય અધ્યાપન અને મૂલ્યાંકન, CWSN બાળકો માટે શિક્ષણ, શૈક્ષણિક ટેક્નોલોજીનો ઉપયોગ, અધ્યેતાકેન્દ્રી અધ્યયન વગેરેનો સમાવેશ કરાશે.
  • શાળામાં સ્થાનિક વ્યવસાયો, જ્ઞાન અને કૌશલ્યોને પ્રચાર માટે માસ્ટર ઇન્સ્ટ્રક્ટર નિમવામાં આવશે, જેમાં સ્થાનિક કૂશળ વ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવશે. તેમના માટે DIETs, BIETs કે શાળા સંકુલ દ્વારા ટૂકાંગાળાના શિક્ષક-પ્રશિક્ષક કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે.

29 of 51

શિક્ષક-પ્રશિક્ષણમાં સુધારા

  • વર્ષ 2021 સુધીમાં નવી તેમજ સર્વગ્રાહી NCF-TE તૈયાર કરવામાં આવશે.
  • નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા બી.એડ.માં એડમીશન આપવામાં આવશે.
  • નિમ્ન સ્તરની ગુણવત્તા ધરાવતી સંસ્થાઓ સામે પગલાં લેવામાં આવશે.
  • National Higher Education Regulatory Council (NHERC) દ્વારા નિયંત્રણ કરાવામાં આવશે.
  • શૈક્ષણિક રીતે સક્ષમ, મલ્ટીડિસીપ્લીનરી તથા ઇન્ટીગ્રેટેડ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • 4 વર્ષીય ઇન્ટીગ્રેટેડ બી.એડ્.માટે મેરીટ આધારિત શિષ્ટવૃત્તિ આપવામાં આવશે.
  • નિવૃત્ત થયેલ અધ્યાપકોનો સંસાધન તરીકે ઉપયોગ કરવા માટે નેશનલ મિશન ફોર મેન્ટોરીંગ તૈયાર કરવામાં આવશે.
  • TET તમામ સ્તરે લેવામાં આવશે.

30 of 51

શિક્ષક ભરતી

  • ઓનલાઇન કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ દ્વારા શિક્ષકોની બદલી કરવામાં આવશે.
  • TETs ને તમામ પ્રકારની શાળાના શિક્ષકો માટે ફરજિયાત કરવામાં આવશે.
  • વિષય શિક્ષકોની ભરતી વખતે તેમનો TET કે NTAનો સ્કોર તથા વર્ગખંડ નિદર્શનને ધ્યાનમાં લેવામાં આવશે.
  • હવેના બે દશકામાં દરેક રાજ્ય દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત આયોજિત કરવામાં આવશે.
  • NCTEનું રિસ્ટ્રક્ચરિંગ General Education Council (GEC) અંતર્ગત Professional Standard Setting Body (PSSB) તરીકે કરવામાં આવશે.
  • NCTE તથા RCI વચ્ચે તાદાત્મ્ય કેળવી વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સ્પેશિયલાઇઝેશન શરૂ કરવામાં આવશે.

31 of 51

શિક્ષકોનું સશક્તિકરણ

  • વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન અધ્યાપન પદ્ધતિ પસંદ કરવા માટે શિક્ષકોને વધારે સ્વાયત્તા આપવામાં આવશે.
  • Single School Stage માં શિક્ષકોને Career growth ની તક આપવામાં આવશે. (foundational, Preparatory, Middle or Secondary)
  • શિક્ષકો માટે શૈક્ષણિક નેતૃત્વની તક આપવામાં આવશે.
  • વર્ષ 2022 સુધીમાં National Professional Standards for Teachers (NPST) તૈયાર કરવામાં આવશે.
  • શિક્ષકો માટે વ્યવસાયિક વિકાસ –
    • મેરીટ આધારિત tenure track system
    • Continuous Professional Development ના લધુત્તમ 50 કલાક
  • શાળાની ભૌતિક સુવિધા બહેતર બનાવી વ્યવસાયિક ભાવાવરણ સુધારવામાં આવશે.

32 of 51

Key Focus Area

33 of 51

સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથો પર ધ્યાન

      • સામાજિક-આર્થિક વંચિત /પછાત જૂથો (SEDGs)માટેનું વર્ગીકરણ –
        • જાતિય ઓળખ (ખાસ કરીને, સ્ત્રી તથા ટ્રાન્સજેન્ડર)
        • સામાજિક-સાંસ્કૃતિક ઓળખ (જેમકે SC, ST, OBCs તથા લધુમતી વર્ગ)
        • ભૌગોલિક ઓળખ (ગ્રામ્ય, શહેરી વિસ્તાર કે એસ્પિરેશ્નલ જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ)
        • દિવ્યાંગતા ( લર્નીંગ ડિસેબીલીટી સાથે તમામ)
        • આર્થિક – સામાજિક સ્થિતિ (જેમકે, વિચરતી જાતિ, LIG householder, સંવેદનશીલ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ, માનવ તસ્કરીનો ભોગ બનેલા કે વ્યક્તિઓના બાળકો, અનાથ તેમજ ભીખ માંગતા બાળકો તેમજ શહેરી વિસ્તારના ગરીબ પરિવાર)

34 of 51

સમતા માટેના પ્રયત્નો

      • SC/ST/OBC બાળકોની અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવશે.
      • ટ્રાયબલ જૂથના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશિષ્ટ પ્રયત્નો કરવામાં આવશે.
      • SEDGs ના મોટા જૂથો માટે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તૈયાર કરવામાં આવશે.
      • SEDGs ના મોટા જૂથોના પ્રતિભાશાળી બાળકોને શિષ્યવૃત્તિ અને ફી માફી સુધીનું પ્રાવધાન
      • શાળાઓમાં કાઉન્સેલર્સની નિમણૂંક કરવામાં આવશે.
      • એસ્પિરેશનલ જિલ્લા / SEZ માટે વધારાની NVS, KVS તૈયાર કરવામાં આવશે.

35 of 51

જાતિયતા (Gender)

      • જેન્ડર ઇન્ક્લુશન ફંડ – કન્યાઓ તેમજ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે
      • તમામને સમાન તક પ્રાપ્ત કરાવવા માટે જેન્ડર ગેપ ઓછી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.
      • સામાજિક-આર્થિક પછાત કન્યાઓ માટે વિશેષ પોલીસી તૈયાર કરવામાં આવશે.
      • જેન્ડર સેન્સિટીવીટી એ અભ્યાક્રમનો આંતરિક ભાગ હશે.
      • કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયને ધોરણ 12 સુધી વિસ્તારવામાં આવશે.
      • શાળામાં કન્યાઓ ટકી રહે તે માટે તેમના હકો અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

36 of 51

CWSN બાળકોને મદદ

      • દિવ્યાંગ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
      • CWSN બાળકોને પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સામાન્ય શાળાઓમાં જ શિક્ષણ આપવામાં આવશે.
      • CWSN બાળકોને ટેક્નોલોજી આધારિત સાધનોનો પૂરો પાડવામાં આવશે તેમજ તેમના વાલીઓને તે અંગે ઓરિએન્ટેશન આપવામાં આવશે.
      • Indian Sign Language શીખવાડવા માટે NIOS દ્વારા મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવશે.
      • વૈકલ્પિક શાળાઓની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે.
      • Special Teacher બનવા માટે પૂર્વસેવા તેમજ સેવાકાલીન સર્ટિફિકેટ કોર્સીસ શરૂ કરવામાં આવશે.

37 of 51

વ્યવસાયિક શિક્ષણનો તમામ સ્તરે વિનિયોગ

      • લોક વિદ્યા – ભારતમાં તૈયાર થયેલ જ્ઞાનને વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરાવવામાં આવશે.
      • Practice based Curriculum – ધોરણ 6 થી 8 માટે મહાવરો આધારિત અભ્યાસક્રમની રચના કરવામાં આવશે.
      • National Skills Qualifications Framework - Vocational / professional માટે તૈયાર કરવામાં આવશે.
      • સ્થાનિક જરૂરિયાતો તેમજ સ્કિલ ગેપ એનાલિસીસ કરી વિશેષ ક્ષેત્રો તૈયાર કરવામાં આવશે.
      • ઓપન ડિસ્ટન્સ લર્નીંગ અંતર્ગત કોર્સીસ ઉપલબ્ધ કરવામાં આવશે.
      • વ્યવસાયિક હસ્તકળાઓ વિકસાવવા માટે ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ સ્થાનિક વ્યવસાયકારો સાથે ઇન્ટર્નશીપ કરશે.
      • વર્ષ 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવશે.

38 of 51

PARAKH ની રચના

      • PARAKH – National Centre for Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic development ની રચના કરવામાં આવશે. જે,
        • મૂલ્યાંકન માટે ધારાધોરણો અને માર્ગદર્શિકા તૈયાર કરશે.
        • State Achievement Survey ને માર્ગદર્શન આપશે
        • National Achievement Survey નું સંચાલન કરશે.
        • દેશમાં અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિનું નિરીક્ષણ કરશે.
      • ક્ષમતાલક્ષી મૂલ્યાંકન કરવા તરફ ભાર આપવામાં આવશે.
      • 21મી સદીના કૌશલ્યોની સાથે સર્જનાત્મક ચિંતનને જોડી પ્રોત્સાહન આપવામાં આવશે.

39 of 51

વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સહયોગ

      • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા અભ્યાસક્રમ ઉપરાંતના ક્ષેત્રોને સામેલ કરવાની યોજના
      • ગ્રામ્ય વિસ્તાર તથા સ્થાનિક ભાષામાં પ્રયત્નો કરી બહોળા પ્રમાણમાં ભાગ લેવા પ્રેરિત કરાશે.
      • શાળામાં તમામ સ્તરે પ્રોજેક્ટ બેઝ્ડ ક્લબ રચવામાં આવશે.
      • આવા બાળકો માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.
      • સમગ્ર દેશમાં વિવિધ વિષયોમાં ઓલિમ્પિયાડ અને સ્પર્ધાઓ યોજવામાં આવશે.
      • NCERT, NCTE આ બાળકોના શિક્ષણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરશે.
      • B.Ed. Specialization in Education of Gifted Children

40 of 51

Online & Digital Education

      • ઓનલાઇન તેમજ ડિઝીટલ શિક્ષણનો ઉપયોગ...
        • શિક્ષણના સાર્વત્રિકરણ માટે તેમજ વંચિત જૂથો સુધી પહોંચવા માટે દિવ્યાંગો માટે ઉપયોગ કરવામાં આવશે.
        • બ્લેન્ડેડ લર્નીગના વિવિધ મોડેલ્સનો અધ્યયનમાં ઉપયોગ વધારવા માટે
        • અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન માટે સાહિત્ય નિર્માણ, ડિઝીટલ સંગ્રહ તથા તેના પ્રચાર પ્રસાર માટે ટેક્નોલોજીનો વિનિયોગ કરવામાં આવશે.
        • DIKSHA, SWAYAM જેવા ડિઝીટલ પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવશે.
        • શ્રેણીબદ્ધ પાઇલોટ સ્ટડીસ કરવામાં આવશે.

41 of 51

Adult Education & Life long Learning

        • સમાજનો સહયોગ તેમજ ટેકનોલોજીના વિનિયોગથી પુખ્ચ શિક્ષણ માટે નવાચાર કરવામાં આવશે.
        • Adult Education Centres (AECs) નું ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે સંકલન
        • મોબાઇલ એપ્લિકેશન, ઓનલાઇન કોર્સીસ, સેટેલાઇટ ટીવી ચેનલ્સના ઉપયોગ થકી પુખ્તવયના માટે અધ્યયન કરાવવામાં આવશે.
        • ઓનલાઇન પુસ્તકો, ડિઝીટલ પુસ્તકાલય, AECs વગેરે સરકારી તેમજ અન્ય સંસ્થાઓની મદદ લેવામાં આવશે.
        • પુખ્ત શિક્ષણ અભ્યાસક્રમમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવશે...
          • પાયાની સાક્ષરતા અને ગણન
          • જીવનલક્ષી કૌશલ્યો
          • વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ
          • બુનિયાદી શિક્ષણ
          • નિરંતર શિક્ષણ

42 of 51

Goals & Timelines

For the Implementation

43 of 51

ECCE તથા નવી મૂલ્યાંકન પ્રણાલીના અમલીકરણનું આયોજન

Timeline

Early Childhood Education

Implementation of New Curriculum & Assessment

2021-22

(તબક્કો 1)

  • 1 વર્ષના પૂર્વ પ્રાથમિક શાળાનો પ્રારંભ
  • 3 માસનો ધોરણ 1 માટે શાળા તત્પરતા મોડ્યુલ

ધોરણ 9 થી નવા અભ્યાસક્રમ તથા મૂલ્યાંક પ્રણાલીની શરૂઆત

2022-23

ધોરણ 10

- ધોરણ 10 માટે નવી બોર્ડ પરીક્ષાની પેટર્ન

2023-24

(તબક્કો 2)

- આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા દ્વારા 1 વર્ષના પૂર્વ પ્રાથમિક શાળાનું વિસ્તરણ

ધોરણ 11

2024-25

ધોરણ 12

- ધોરણ 12 માટે નવી બોર્ડ પરીક્ષાની પેટર્ન

2025-26

44 of 51

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું અમલીકરણ

Timeline

અમલીકરણના તબક્કા

2021-22

NCF for School Education ની રચના

NCF for Teacher Education ની રચના

2022-23

National Professional Standards for Teachers ની માર્ગદર્શિકા તૈયાર કરવી

મૂલ્યાંકન પ્રણાલીમાં આવનાર પરિવર્તન માટે શિક્ષકોને તૈયાર કરવામાં આવશે.

2025-26

ધોરણ 3 ના તમામ બાળકો દ્વારા સાર્વત્રિક રીતે પાયાની સાક્ષરતા અને ગણનમાં સિદ્ધિ

રાજ્યો દ્વારા મહત્તમ સંસાધનોના ઉપયોગ માટે શાળા સંકુલની રચના

ઓછામાં ઓછા 50% અધ્યેતા વ્યવસાયિક શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણનો ભાગ બનશે

2029-30

સાર્વત્રિક રીતે ગુણત્તાયુક્ત પ્રારંભિક બાળવિકાસ અને સંભાળ પ્રાપ્ત થશે

શિક્ષકો માટે લધુત્તમ લાયકાત 4 વર્ષનો બી.એડ્. કોર્સ

શિક્ષક-પ્રશિક્ષણ એ મલ્ટિડિસિપ્લિનરી કોલેજ કે યુનિવર્સિટીનો ભાગ બનશે.

શૈક્ષણિક રીતે સક્ષમ, બહુઆયામી ઇન્ટીગ્રેટેડ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં રહેશે

2040

સંપૂર્ણ કાર્યરત પોલીસીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે

45 of 51

New Features of the Policy

46 of 51

New Features

  1. Preparation for Schooling & Elementary Schooling Level
    • વર્ષ 2030 સુધીમાં તમામ માટે ECCE:NCF for ECCE
    • વર્ષ 2030 સુધી શાળા શિક્ષણ માટે 100% GER
    • આંગણવાડી/પ્રિસ્કૂલ માં 5-6 વર્ષના બાળકો માટે બાલવાટિકા
    • ધોરણ 1 પ્રવેશ મેળવેલ બાળકો માટે શાળા તત્પરતા મોડ્યુલ
    • National Foundational literacy & Numeracy Mission
    • બાલભવનોનું નિર્માણ
  2. School Infrastructure & Resources
    • Special Education Zones (SEZ)
    • જે શાળાઓની ક્ષમતાઓ ઉપયોગમાં નથી આવતી તેવી શાળાઓને સામાજિક ચેતના કેન્દ્રમાં ફેરવવી
    • શાળા સંકુલ / ક્લસ્ટર દ્વારા સંસાધનોની આપ-લે

47 of 51

New Features

3. Holistic Development of the Students

    • શૈક્ષણિક-સહશૈક્ષણિક, વિજ્ઞાન-માનવવિદ્યા, કળાઓ-રમતગમત-વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે ભેદ નહીં
    • અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં નવતર અધ્યયન પદ્ધતિઓને અવકાશ
    • Book Promotion Policy, Digital Libraries
    • સર્વગ્રાહી પ્રગતિ પત્રક
    • વ્યવસાયિક શિક્ષણનું પ્રાથમિકના ધોરણોથી સંકલન તથા ધોરણ 6 થી 8 માટે 10 દિવસની (નો બેગ ડે) સ્થાનિક વ્યવસાયકારો સાથે ઇન્ટર્નશીપ
    • લોક વિદ્યા – સ્થાનિક કલાકારો (ઇન્સ્ટ્રકટર) તરફથી શાળામાં શિક્ષણ

4. સમાવેશન

  • Gender Inclusion Fund: ધોરણ 12 સુધી KGBV
  • પ્રતિભાશાળી બાળકો માટે વિશિષ્ટ પ્રાવધાનો
  • Adult education: ટેક્નોલોજીનો ઉપયોગ, NCF-AE નિર્માણ
  • ધોરણ 3, 5, 8 તેમજ વોકેશનલ કોર્સીસ માટે NIOS
  • ધોરણ 5 સુધી માતૃભાષા/ઘરની ભાષા/સ્થાનિક ભાષામાં શિક્ષણ

48 of 51

New Features

5. મૂલ્યાંકન

  • નેશનલ એસેસ્મેન્ટ સેન્ટર તરીકે PARAKH (Performance Assessment, Review & Analysis of Knowledge for Holistic development)
  • ધોરણ 10 તેમજ 12ની બોર્ડ પરીક્ષાઓની સાથે ધોરણ 3, 5 ને 8 માટે પરીક્ષાઓ
  • બોર્ડ પરીક્ષા – Modular, low stakes, જ્ઞાન અને ઉપયોજન આધારિત પ્રશ્નો

6. અભ્યાસક્રમ તથા પદ્ધતિશાસ્ત્રનું માળખું

  • 5+3+3+4 નું માળખું
  • મૂળભૂત સંકલ્પનાઓનો સમાવેશ કરી અભ્યાસક્રમમાં ઘટાડો
  • NCF ના ભાગરૂપે પ્રત્યેક ધોરણમાં જીવનલક્ષી કૌશલ્યોનો સમાવેશ
  • શાળાઓની વૈકલ્પિક મોડેલ્સ માટે પણ NCFનું અમલીકરણ
  • અધ્યયન અધ્યાપન માં ICT Integration
  • માધ્યમિક શિક્ષણમા સાર્વત્રિકરણ અંતર્ગત વિદ્યાર્થીઓનાં અધ્યયન સ્તરનું ટ્રેકિંગ

49 of 51

New Features

7. શિક્ષક ભરતી / શિક્ષક પ્રશિક્ષણ

    • 4 વર્ષ ઇન્ટીગ્રેટેડ બી.એડ. કોર્સ – શિક્ષકો માટે લધુત્તમ લાયકાત (2030 સુધીમાં)
    • TET, NTA આધારિત શિક્ષકોની ભરતી
    • પ્રતિ વર્ષ ઓછામાં ઓછી 50 કલાકની સેવાકાલીન તાલીમ
    • National Professional Standards for Teachers - 2030 સુધીમાં
    • TEIs ને મલ્ટીડિસીપ્લિનરી કોલેજ કે યુનિવર્સિટીમાં જોડવામાં આવશે.
    • દરેક Ph.D. ના વિદ્યાર્થીને ફરજિયાતપણે શિક્ષક-પ્રશિક્ષક મોડ્યુલનો અભ્યાસ

50 of 51

New Features

    • Role of Gov. Department/Bodies/Institutions
        • રાજ્ય શિક્ષણ વિભાગ - પોલીસી તૈયાર કરવામાં આવશે.
        • શિક્ષણ નિયામક – પ્રક્રિયાઓની દેખરેખ
        • એસ.સી.ઇ.આર.ટી. – શૈક્ષણિક દેખરેખ
        • સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી – શાળાઓ માટે લધુત્તમ ધારાધોરણો નક્કી કરવા
      • શાળા દ્વારા સ્વ- રજૂઆત (self disclosure)માં યાદૃચ્છિક રીતે વિદ્યાર્થીઓના ઓન-લાઇન ફિડબેક મેળવવા.
      • સ્થાનિક કક્ષાએ વ્યવસાયકારો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષકોનો શાળામાં સહયોગ
      • CABE નું સશક્તિકરણ
      • MHRD નું નામાકરણ શિક્ષણ મંત્રાલય (Ministry of Education) તરીકે.

51 of 51

THANK YOU