“એક કદમ આગળ” અન્વયે દર અઠવાડિયે મોટા ભાગે તમામ વિષયોને લગતા પ્રશ્નો આપ સમક્ષ રજુ કરવામાં આવશે. દર અઠવાડિયે આપેલ પ્રશ્નોના ઉકેલો તેના પછીના અઠવાડિયે આપ સમક્ષ પ્રશ્નો સહિત રજુ કરવામાં આવશે. આ પ્રશ્નો ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ રહેશે, પરંતુ એવું પણ બની શકે કે કોઈક અઠવાડિયે પ્રશ્નોનું સ્તર નીચેના ધોરણને અનુરૂપ ન પણ હોય. જેથી શિક્ષકમિત્રોને વિનંતી છે કે દર અઠવાડિયે મોકલાતા પ્રશ્નોનો અભ્યાસ કરી લાગુ પડતાં વિષય શિક્ષકો સાથે આ પ્રશ્નોની ચર્ચા કરશો. “એક કદમ આગળ” અન્વયે આપવામાં આવતા પ્રશ્નો પાઠ્યપુસ્તક સાથે સંકળાયેલા ન પણ હોય. પરંતુ આ પ્રશ્નો ધોરણ 6 થી 10માં શીખવવામાં આવતી વિવિધ સંકલ્પનાઓ તેમજ જે તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ સાથે સંકળાયેલ જરૂર હશે.