Fix_Pay_New_Advocate
Team Fixpay Gujarat
મિત્રો,
નમસ્કાર!!
આપણા સૌના સઘન પ્રયાસોથી સુપ્રીમ કૉર્ટ માં ચાલતા ફિક્સ પગારના કેસમાં તાજેતરમાં નામદાર કોર્ટ દ્વારા ૬૮ જુદા જુદા સંર્વગના કર્મચારીઓને જોડવા હુકમ કરેલ છે. કેસની શરૂઆતમા ટીમ ના સભ્યો દ્વારા દીર્ઘદ્રષ્ટિ વાપરીને તમામ મુખ્ય કેડરના જાણ્યા અજાણ્યા કર્મચારીઓ પીટીશનર તરીકે જોડવામા આવ્યા છે કોઇ કેડર પ્રત્યે ટીમ ફીકસ પે એ ભેદભાવ રાખ્યો નથી તમામ સાથ આપનાર કે પુરતો સહયોગ ના આપનાર કેડરના મિત્રો ને પણ પીટીશનર લીસ્ટમા સમાવવામા આવ્યા છે.
કેસની હકીકત ટૂંકમા જોઇએ તો, સરકાર દ્વારા તા. ૧૬.૦૨.૨૦૦૬ નાણા વિભાગના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અમલ મા મુકી છે.  જેને આજે ૧૧ વર્ષથી વધુ સમય થઇ ગયેલ છે, ૨૦૧૨ માં ગુજરાત હાઇકૉર્ટ દ્વારા આ પોલીસી મુળ અસરથી રદ કરી તમામ લાભો ચુકવવા હુકમ કરેલ છે. પરંતુ આ હુકમ ને સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કૉર્ટ મા પડકારવામા આવેલ છે.  સરકારની દલીલ છે કે આ ચુકાદા ના લીધે સરકાર પર કરોડોનો નાણાકીય બોજો પડવાની શક્યતાના કારણે જ સરકાર દ્વારા સુપ્રીમકોર્ટમાં આ ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં આવી છે જે હાલમા નામદાર કોર્ટમા ફાઇનલ સ્ટેજ પર છે.
આ કેસ કાર્ટ મા પડતર છે તે અરસામા જ સુપ્રીમકૉર્ટએ પંજાબ સરકાર વિ. જગતસિંહ ના કેસમાં લઘુતમ વેતન તથા અન્ય ભથ્થાઓ રેગ્યુલર મહેકમ પર કામ કરતા તમામ કર્મચારીઓને ચૂકવી દેવાનો લેન્ડમાર્ક ચુકાદો આપેલ છે. જેના આધારે પંજાબ સરકાર દ્વારા કોંટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે એક આખો કાયદો(એક્ટ) ૨૬/૧૨/૨૦૧૬ ના રોજ અમલમાં મૂકેલ છે.
આપણો કેસ સુપ્રીમ કૉર્ટમાં છેલ્લા સ્ટેજ પર જ છે, અને અગાઉના સુપ્રીમકૉર્ટના ચુકાદો ધ્યાને લેતાં, આ ચુકાદો આપણી તરફેણમાં જ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આપણા કેસના વકીલશ્રી સાથે થયેલ ચર્ચા મુજબ, આ કેસમાં આપણી તરફેણમાં ચુકાદો આવ્યા બાદ પણ સરકાર નાણાકીય બોજો પડવાના કારણે આ કેસમાં રીવ્યુ પીટીશન ફાઇલ કરી શકે છે, વધુમાં પૂરે પૂરી એરીયર્સની રકમ ચૂકવવા બાબતે ઘટાડો પણ માગી શકે છે.  જેમ જેમ મુદતો લંબાતી જશે એમ એમ આ એરીયર્સની રકમ પણ વધતી જ જશે, જેથી સરકાર પર નાણાકીય બોજો પણ વધતો જ જવાનો છે.
સરકાર પક્ષે બચાવ માટે એટર્ની જનરલ, સોલીસીટર જનરલ, એડીશનલ સોલીસીટર જનરલ  સહિત અન્ય ટોપ મોસ્ટ નામાંકિત વકીલોની ફોજ છે, જ્યારે આપણે ૫૩૦૦/- ફિક્સ પગારના કર્મીઓ હોઇ, આપણા જે તે સમયના બજેટ મુજબ આપણાથી શક્ય એવો વકીલ રાખેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવુ જણાઇ આવ્યુ છે કે, સુપ્રીમ કૉર્ટમાં ફેસ વેલ્યુ છે, સરકાર પક્ષે મુદત માંગણી કરી કેસ ને કયાંક ને કયાંક લંબાવવાના પ્રયાસો થતા હોય તેમ જણાય છે. છેલ્લા બે હીયરીંગ મા આપણો કેસ બાર્ડ પર આવ્યો ત્યારે પણ સરકારના જુનીયર વકીલ એ ઉભા થઇ સિનિયર વકીલ થોડી વાર મા આવે છે તેમ કહી “પાસ ઓવર”ની માંગણી કરી હતી ત્યાર બાદ કેસ બપોર બાદ ફરી બોર્ડ પર આવે તેમ હતો ત્યારે ફરીથી આપણા વકીલને જણાવ્યુ હતુ કે સીનીયર વકીલ હાજર રહી શકે તેમ નથી એમ કહીને મુદતની માંગણી કરાઇ હતી. અહી નવાઇ ની વાત એ હતી કે એડીશનલ સોલીસીટર જનરલ સાહેબ દ્વારા આ આ માંગણી થઇ હતી. આ બધા ઘટના ક્રમ જોતા આપણા તરફે પણ ખ્યાતનામ નામાંકિત વકીલની જરૂરિયાત ટીમને જણાય છે.
પહેલા આપણા મિત્રોની ફરિયાદ હતી કે, કેસ મા આપણા એડવોકેટ હાજર નથી રહેતા નથી કે યોગ્ય રીતે આપણો કેસ રજુ થતો નથી આથી છેલ્લી દસ મુદતથી આપણી ટીમ વતી કોઇક ને કોઇક સભ્ય સુપ્રીમકૉર્ટમાં હાજર રહી ને આપણા હીત નુ ધ્યાન રાખે છે.  રાત્રે ૩ વાગ્યે ઉઠી, ૧૦૦૦ જોજન ની મુસાફરી કરીને અમદાવાદ થી દિલ્હી જાય છે, અને આ કામ માટે પોતાની અંગત સમય અને રજાઓનો પણ ભોગ આપે છે.  કારણ કે આપણે હવે છેલ્લે છેલ્લે આ કેસ મા કોઇપણ જાતની કચાસ રાખવા માંગતા નથી.
તા.૧૮/૦૧/૧૭ ના ઠરાવથી આપણા પગારમાં ૬૧ થી ૧૨૩% નો વધારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ મોટા ભાગના ફિક્સ પગારના મિત્રો સુષુપ્ત થઇ ગયા હોય એવુ લાગી રહ્યુ છે. અગાઉ જ્યારે સુપ્રીમકૉર્ટમાં પક્ષકાર તરીકે જોડાવા માટે દરખાસ્ત હતી તેમાં સમગ્ર ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓએ ઉત્સાહભેર ટેકો આપેલો હતો. જાન્યુઆરીમાં બધા જ ફિક્સ પે મિત્રોનો સુપ્રીમકૉર્ટમાં નવો વકીલ શોધવા માટે તથા તેમનો અભિપ્રાય માટે ગૂગલ ફોર્મમાં વિગતો મંગાવેલી હતી, જેમાં ઘણા મિત્રોએ તો પૂરેપૂરો પગાર ફંડમાં આપવા માટે તૈયારી દર્શાવેલી હતી.
આપણે આ તબક્કે યોગક્ષેમ ફાઉન્ડેશનો આભાર માનીયે એટલો ઓછો છે કારણ કે તેમણે આપણો કેસ હાઇકોર્ટમા રીપ્રેઝેન્ટ કર્યા ત્યારે આપણે આજે આ લેવલ સુધી પહોચ્યા છીએ. હવે આગળની જવાબદારી આપણી છે. આગામી સમયમા યોગક્ષેમ ફાઉન્ડેશન માથી પ્રેરણા લઇ, આપણી ટીમને ફાઉન્ડેશનનુ સ્વરૂપ આપવાનુ ફિકસ પે ટીમની વિચારણા હેઠળ છે. આપણે બધા સાથે મળી ફીક્સ-પે દુર કરવા શક્ય તમામ બંધારણીય પ્રયાસો કરશુ, હાલ SLP-14124-14125 ના કેસમા નામાંકીત એડવોકેટની એપોઇન્ટ કરીશુ સાથે સાથે Payback to society ની ભાવના રાખી દ્વારા સતત કર્મચારી અને સામાજીક કલ્યાણના સખાવતી કાર્યો કરશુ તેવુ ભવિષ્યનુ આયોજન છે.  
હાલ ટીમના સક્રીય સભ્યો દ્વારા ખાસ કરીને ભારતેન્દુભાઇ અને મિતેશભાઇ દ્વારા whatsapp મેસેજના માધ્યમથી ટીમને મજબુત કરવા કો-ઓડીટર નિમવા માટેના પ્રયાસો થઇ રહેલ છે.  જેમા પણ ઘણો સારો પ્રતિભાવ મળેલ છે.
હવે, આ કામગીરી માટે જિલ્લા તથા તાલુકા કક્ષાએ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવાની થાય છે, કેમ કે સમગ્ર રાજ્યમાં આપ સૌના સાથ સહકાર વિના પહોંચી શકવુ અશકય છે. જેથી ફરી એક વાર આપના સહયોગની જરૂર છે. જેથી જે મિત્રો સ્વૈચ્છાએ પોતાની કચેરીની કે તાલુકાની કે જિલ્લાની જવાબદારી નિભાવી શકે તેમ હોય તે તમામ, મિત્રોએ આ ફોર્મ ભરવુ. જે મિત્રો જવાબદારી નિભાવી ન શકતા હોય તેઓ પણ આ મેસેજ ને ફોરવર્ડ કરે તેવી અમારી વિનંતી છે. આ ફોર્મ ૧૦/૦૬/૨૦૧૮ સુધીમાં ભરી દેવુ.

આભાર
ટીમ ફિક્સ પે – ગુજરાત
Follow Us on Twitter
@FixPayTeam
DISTRICT *
નામ *
હોદ્દો *
કયા પ્રકારની જવાબદારી નિભાવવા તૈયાર છો? *
મોબાઇલ નંબર (વોટ્સ એપ નંબર ખાસ જણાવવો) *
કચેરીનુ નામ (સરનામા સહિત વિગતો દર્શાવવી) *
અમારી ટીમ માટે કોઇ સૂચનો હોય તો જણાવવા
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy