JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
સમયસાર - QUIZ No. 11
વિષય: કલશ ૧૪ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૧૫ - કુંદકુંદાચાર્ય
Download Gujarati Book :
https://atmadharma.com/shastras/samaysaar_guj_txt_VV.pdf
Download Hindi Book :
https://atmadharma.com/shastras/samaysaar_hin_txt_VV.pdf
By:
www.jainmedialive.com
- 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
સમયસાર અધ્યયન વર્ષ
Your First and Last Name (આપનુ પુરુ નામ)
*
Your answer
Country (દેશ)
*
Choose
India
United States of America
United Kingdom
United Arab Emirates
Switzerland
South Africa
Saudi Arabia
Kenya
Japan
Germany
Canada
Australia
Kuwait
Other
City (શહેર)
*
Your answer
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Your answer
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
Your answer
NOTE: કલશ ૧૪ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૧૫ - કુંદકુંદાચાર્ય મૂળ શાસ્ત્ર, ચિંતનના બિંદુ PDF વાંચીને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવા.
સમયસાર પરમાગમ - ગાથા ૧૫
સમયસાર પરમાગમ - ગાથા ૧૫
૧. નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ એટલે શું ?
*
1 point
શુદ્ધ આત્માનો અનુભવ
અબદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોરૂપ આત્માનો અનુભવ
ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ આત્માનો પર્યાયમાં એકાકાર અનુભવ
ઉપર આપેલા બધા વિકલ્પ સાચા છે
૨. નિશ્ચયથી જિનશાસન કયું છે ?
*
1 point
બાહ્ય દ્વાદશાંગરૂપ દ્રવ્યશ્રુત
અંતરંગ ભાવશ્રુતજ્ઞાનરૂપ
૩. દ્વાદશાંગરૂપ જિનવાણીને કેવું જિનશાસન કહેવાય ?
*
1 point
વ્યવહાર જિનશાસન કારણ કે જિનવાણી / શાસ્ત્રમાં આત્માની અનુભૂતિ કે જે જિનશાસનની અનુભૂતિ છે તેનો માર્ગ બતાવ્યો છે.
નિશ્ચય જિનશાસન કારણ કે જિનવાણી / શાસ્ત્ર જ્ઞાન તે જ આત્માની અનુભૂતિ છે - જિનશાસન છે.
૪. ક્રોધાદિ કષાયોથી ભિન્ન એક જ્ઞાયકભાવ એવા પોતાના શુદ્ધ આત્માનો અનુભવ શું છે ?
*
1 point
આત્માની ચારિત્રગુણની પર્યાય છે, જિનશાસનની અનુભૂતિ છે.
આત્માની જ્ઞાનગુણની પર્યાય છે, જિનશાસનની અનુભૂતિ છે.
આત્માની શ્રદ્ધાગુણની પર્યાય છે, જિનશાસનની અનુભૂતિ છે.
૫. આત્મા પોતાના જ્ઞાનમાં સ્વનું લક્ષ કરે એટલેકે પોતાને જાણે ત્યારે પોતાનો આત્મા - એ કેવું જ્ઞેય કહેવાય ?
*
1 point
સ્વજ્ઞેય
પરજ્ઞેય
૬. જ્ઞેયાકાર જ્ઞાન એટલે શું ?
*
1 point
આત્માનું ઇન્દ્રિય કે મનના વિષયોના નિમિત્તથી થતું, પરદ્રવ્ય કે સંયોગ સાથે મિશ્રણવાળું અનેકાકાર જ્ઞાન, અનેક પ્રકારે જાણવું.
આત્માનું ઇન્દ્રિય કે મનના વિષયોના નિમિત્ત વિના થતું પરદ્રવ્ય કે સંયોગ રહિત એકાકાર જ્ઞાન, એક જ્ઞાનરૂપ જાણવું.
૭. શુદ્ધનયથી બતાવેલ આત્માનો અનુભવ એટલે શું ?
*
1 point
ત્રિકાલી જ્ઞાયકભાવ એવા પોતાના આત્માનો (સ્વજ્ઞેય), જ્ઞાનની પર્યાયમાં એકાકાર, જ્ઞાનાકારરૂપ અનુભવ.
ત્રિકાલી જ્ઞાયકભાવ એવા પોતાના આત્મામાં, પરવસ્તુનો (પરજ્ઞેય) જ્ઞાનની પર્યાયમાં એકાકાર, જ્ઞાનાકારરૂપ અનુભવ.
ઉપર આપેલા બંને વિકલ્પ સાચા છે.
૮. અજ્ઞાની જીવ કોને કહેવાય ?
*
1 point
જે જીવ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી જ્ઞેયોમાં આસક્ત નથી અને જ્ઞાનનો જ્ઞાનમાત્ર ( જ્ઞાનાકારે ) અનુભવ કરે છે.
જે જીવ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી જ્ઞેયોમાં આસક્ત છે અને જ્ઞાનનો જ્ઞેયમાત્ર ( જ્ઞેયાકારે ) અનુભવ કરે છે.
૯. સામાન્યનો આવિર્ભાવ કરવો એટલે શું ?
*
1 point
જ્ઞાનસ્વરૂપને લક્ષમાં લેવું , પરદ્રવ્યના સંયોગને ગૌણ કરવું
જ્ઞાનસ્વરૂપને ગૌણ કરવું, પરદ્રવ્યના સંયોગને લક્ષમાં લેવું
૧૦. સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ કરવાથી શું થાય ?
*
1 point
જ્ઞાયકભાવરૂપ ત્રિકાલી આત્માની જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેયોનો જ્ઞેયાકાર,અનેકાકાર અનુભવ થાય, પોતાનો આત્મા પ્રગટ હોવા છતાં ન જણાય..
જ્ઞાયકભાવરૂપ ત્રિકાલી આત્માનો જ્ઞાનની પર્યાયમાં સ્વ-પર તમામ જ્ઞેયોનો જ્ઞાનાકાર,એકાકાર અનુભવ થાય, આત્મા જણાયો કહેવાય
૧૧. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અનેકાકાર જ્ઞાનનો અનુભવ કરવો, તેમાં રોકાઈ જવું, ક્ષણિક સુખ-દુઃખનો અનુભવ તે શું છે ?
*
1 point
સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ
સામાન્યનો તિરોભાવ અને વિશેષનો આવિર્ભાવ
૧૨. શરીર, કુટુંબ, મિત્રાદિના નિમિત્તે ઉત્પન્ન મોહાદિના પરિણામો ગૌણ કરી એકમાત્ર જ્ઞાનસ્વરૂપને લક્ષમાં લેવું તે શું છે ?
*
1 point
સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ
સામાન્યનો તિરોભાવ અને વિશેષનો આવિર્ભાવ
૧૩. 'ભરતજી ઘર મેં વૈરાગી' - અહીં ભરતજીને ગૃહસ્થ અવસ્થામાં વૈરાગી શા માટે કહેવાય ?
*
1 point
સામાન્યનો તિરોભાવ - જ્ઞાનાદિ પરિણામો છોડી દે છે અને વિશેષનો આવિર્ભાવ - મોહાદિ પરિણામોથી એકરૂપ આત્મા અનુભવે છે.
સામાન્યનો આવિર્ભાવ - જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરે છે અને વિશેષનો તિરોભાવ - મોહાદિ પરિણામોથી ભિન્ન અનુભવે છે.
૧૪. 'દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' - અહીં જીવ કેવો અનુભવ કરે છે ?
*
1 point
સામાન્યનો આવિર્ભાવ - જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરે છે અને વિશેષનો તિરોભાવ - શરીરાદિની અવસ્થાથી ભિન્ન અનુભવે છે.
સામાન્યનો તિરોભાવ - જ્ઞાનસ્વરૂપ આત્માને દૂર કરી દે છે અને વિશેષનો આવિર્ભાવ - શરીરાદિની અવસ્થાથી એકરૂપ આત્મા અનુભવે છે.
૧૫. 'મોહનીંદ કે જોર, જગવાસી ઘૂમે સદા' - અહીં જીવ સંસારમાં પરિભ્રમણ કેમ કરે છે ?
*
1 point
મોહાદિ વિશેષનો તિરોભાવ અને જ્ઞાનસ્વરૂપ આત્માનો આવિર્ભાવ કરવાથી
મોહાદિ વિશેષનો આવિર્ભાવ અને જ્ઞાનસ્વરૂપ આત્માનો તિરોભાવ કરવાથી
૧૬. આત્માની વિવિધ અવસ્થાઓમાં તે પરદ્રવ્યોના સંયોગથી મિશ્ર જણાય છે, તેને શુદ્ધ કેવી રીતે જોવો ?
*
1 point
પરદ્રવ્યોને દૂર કરવા, તેના વિવિધ સંયોગોને દૂર કરવાનો પ્રયત્ન કરવો,પર્યાયને દૂર હટાવવી.
સંયોગજનિત અવસ્થા વિશેષનો તિરોભાવ કરવો અને સર્વ પર્યાયોમાં સદા પ્રગટ જ્ઞાનસ્વરૂપ આત્માનો આવિર્ભાવ કરવો.
૧૭. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત જીવને શેનો સ્વાદ આવે છે ?
*
1 point
રાગ-દ્વેષનો સ્વાદ આવે, ક્ષણિક સુખ-દુ:ખનો સ્વાદ આવે, જ્ઞેયાકાર જ્ઞાનનો અનુભવ થાય
આત્માના આનંદસ્વરૂપનો સ્વાદ આવે, જ્ઞાનસ્વરૂપનો અનુભવ થાય
૧૮. પરદ્રવ્યોને ( પરજ્ઞેય ) અનેક પ્રકારે જાણતાં આત્માનું જ્ઞાન કેવું થયું તેમ કહેવાય છે ?
*
1 point
વાસ્તવમાં આત્માનું જ્ઞાન અખંડ એકાકાર જ્ઞાનાકારે રહેતું નથી પરંતુ જેવો જ્ઞેય હોય તેવા જ્ઞાન ટુકડા ખંડ-ખંડરૂપ થઇ જાય છે.
વાસ્તવમાં આત્માનું જ્ઞાન અખંડ એકાકાર જ્ઞાનાકારે જ રહે છે, વ્યવહારે તેને ખંડ-ખંડરૂપ જ્ઞેયાકારે અનેકરૂપ થયું તેમ કહેવાય છે.
૧૯. ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી જોવામાં આવતા રંગબેરંગી વિવિધ પરપદાર્થોને (પરજ્ઞેયોને) જે-તે જ્ઞેયસ્વરૂપ જોવા / અનુભવવા તે શું છે ?
*
1 point
અજ્ઞાનીનું લક્ષણ
જ્ઞાનીનું લક્ષણ
૨૦. બાવીસ પરિષહનું પાલન કરતા ભાવલિંગી મુનિરાજ શીત-ઉષ્ણ પરિષહ કેવી રીતે સહન કરે છે ?
*
1 point
સ્પર્શ ઇન્દ્રિયના નિમિત્તે થતી શરીરાદિની શીત-ઉષ્ણ અવસ્થામાં પોતાને જે-તે સ્વરૂપે (શીત-ઉષ્ણરૂપે) જ્ઞેયાકાર અનુભવે છે.
સ્પર્શ ઇન્દ્રિયના નિમિત્તે થતી શરીરાદિની શીત-ઉષ્ણ અવસ્થામાં પોતાને એકાકાર જ્ઞાનસ્વરૂપ અનુભવે છે.
૨૧. ગૃહસ્થ અવસ્થામાં સમ્યગ્દ્રષ્ટિ જીવ શું કરે છે ?
*
1 point
સામાન્ય જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષમાં લે છે, વિશેષ સંયોગ અવસ્થાનો તિરોભાવ કરે છે.
સામાન્ય જ્ઞાનસ્વરૂપ આત્માનો તિરોભાવ કરે છે, વિશેષ સંયોગ અવસ્થાનો લક્ષમાં લે છે
૨૨. આચાર્યદેવ, જીવને સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ કરવાનો ઉપદેશ આપે છે - તે ક્યાં થાય છે ?
*
1 point
જીવની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં
જીવના ત્રિકાલી દ્રવ્યસ્વરૂપમાં
૨૩. આત્માના જ્ઞાનમાં જ્ઞાનાકારે પર્યાય ઉત્પન્ન થવી તે શું છે ?
*
1 point
સામાન્ય જ્ઞાન / આત્માનુભવ
વિશેષ જ્ઞાન / જ્ઞેયાકાર અનુભવ
સમયસાર પરમાગમ - કળશ ૧૪
સમયસાર પરમાગમ - કળશ ૧૪
૨૪. આચાર્યદેવ કેવી ભાવના ભાવે છે?
*
1 point
અમને જ્ઞાનાકાર શુદ્ધ સ્વરૂપ, અનાકુલ, અખંડિત આત્માની પ્રાપ્તિ થાઓ.
અમને વિશ્વના તમામ જ્ઞેયોને જાણતી જ્ઞેયાકાર આત્મજ્યોતિની પ્રાપ્તિ થાઓ.
૨૫. પ્રાપ્ત કરવા યોગ્ય આત્મા કેવો છે ?
*
1 point
સ્વયંસિદ્ધ સત્તાસ્વરૂપ
સ્વાભાવિક સુખસ્વરૂપ
જ્ઞાનરસથી પરિપૂર્ણ - જ્ઞાનઘન
ઉપર આપેલા તમામ વિકલ્પો સાચા છે.
જય જિનેન્દ્ર. આપે નવી નોટબુક અથવા ડાયરીમાં સમયસાર ગાથા લખી ? દરેક ક્વિઝમાં આવતી ગાથા લખવાથી સંપૂર્ણ સમયસાર પોતાના સ્વ-અક્ષરે લખાઈ જશે અને આપની યાદગીરી બનશે એવી ભાવનાથી આપણે લખવું એમ નક્કી કર્યું છે. અનુકૂળતા હોય તો જરૂરથી લખવી અને ગાથા ૨ થી ૪ વાર બોલવી.
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report