કાગડો, હરણ, નાનો ઉંદર અને કાચબો ... તેઓ બહુ સારા મિત્રો હતા. ચારેય મિત્રો સાથે રમતા અને ખૂબ ગમ્મત કરતા. એક દિવસ હરણ રમવા ન આવ્યું. તેમણે ચારે બાજુ તપાસ કરી ત્યાં! કાગડાએ હરણને દૂર નીચે પડેલું જોયું. તે જાળમાં ફસાયેલુ હતું. ફટાફટ, તે પોતાના મિત્રો તરફ ઉડ્યો અને તેણે જે જોયું તે વાત કરી, ફટાફટ તેઓ હરણ તરફ ગયા. ફટાફટ નાનકા ઉંદરે તેના તીક્ષ્ણ દાંતથી જાળ કાપી નાંખી. ત્યારે જ તેમણે શિકારીને તેમની તરફ આવતો જોયો. ફટાફટ કાગડો ઉપર ઉડ્યો, નાનકા ઉંદરે ઝાડ ઉપર દોટ મૂકી, હરણ ઊભુ થયું અને દોડયું, કાચબો તેનું બધું જોર લગાવી જલ્દી ચાલ્યો.વાહ! હરણ તો ભાગી ગયું. પણ... અરેરે! શિકારીએ કાચબાને ઉંચક્યો અને જાળમાં ફેંક્યો. હરણ દોડીને આવ્યું. તે તળાવના કિનારે મરી ગયાનો દેખાવ કરતું લાંબુ થઈને સુઈ ગયું.કાગડાએ તેને ચાંચ મારવાનો દેખાવ કર્યો. શિકારીએ કાચબાને પડતો મૂક્યો અને હરણને ઉંચકવા દોડ્યો. નાનકો ઉંદર ફટાફટ કાચબા તરફ દોડ્યો અને પોતાના તીણા દાંતથી જાળ કાપીનાંખી. જેવો શિકારી નજીક આવ્યો, કે હરણ કૂદકો મારીને ભાગી ગયું. તરત કાગડો ઊડી ગયો. હવે શિકારી દોડીને કાચબાને પકડવા પાછો આવ્યો એટલીવારમાં તો તેણે તળાવમાં ભૂસકો મારી દીધો અને નાનકડો ઉંદર ઝાડ ઉપર ચડી ગયો.