1. જેમને મોહ ગળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદા રત રહે છે તથા પવિત્ર _____________ને ધારણ કરનારા છે અને ગૃહાદિ છોડીને _______________ના અર્થે જેઓ તપ કરે છે એવા મુનિઓ વિરલા જ હોય છે.
2. મુનિઓને શાસ્ત્રનું અગાધ જ્ઞાન હોય તેનું પણ _____________ કે અભિમાન હોતું નથી.
3. ______________ ગૃહસ્થોને પણ જ્ઞાન-ચારિત્રાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે _________________ અને બહુમાન હોય છે.
4. શરીરનું અને વિકલ્પનું મમત્વ તેમને નથી અને આહાર તથા ઉપદેશાદિના વિકલ્પને તોડીને _____________ સ્વભાવમાં સ્થિત છે તેવા ઉત્તમ ______________ધર્મમાં રત મુનિઓ આ જગતમાં ધન્ય છે.
5. આકિંચન્ય એટલે ______________ રહિતપણું. મમતા તે જે પરિગ્રહ છે, મમતા-રહિત વીતરાગભાવ તે ઉત્તમ ______________ છે.
6. __________ના રહસ્યને જાણનારા વીતરાગી મુનિઓએ સમસ્ત પરવસ્તુઓને પોતાના ______________થી ભિન્ન જાણીને તેનો ત્યાગ કરી દીધો છે. તેથી તેમને ઉત્તમ આકિંચન્યધર્મ છે.
7. _________ તો પરમાણુઓનો સંયોગ છે તેનો વિયોગ ____________ની સ્થિતિ પુરી થાય છે; પણ તેના ઉપરનું મમત્વ છોડીને નિર્મોહી ______________માં જાગૃત રહેવું તે ઉત્તમ આકિંચન્યધર્મ છે.
8. જયારે મુનિરાજ સમ્યક દર્શન-જ્ઞાનપૂર્વક _______________માં લીન હોય અને બહારના પદાર્થોનું લક્ષ જ ન હોય તે વખતે કોઈ બીજા આવીને તેના ઉપર વસ્ત્ર નાંખી જાય તો તે વખતે ______________ ગણાય.
9. મુનિઓ _________________ દેવામાં કોઈ ઊંચી વાતને કે મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. _________________ આપવાથી તે કાંઈ ખૂટે તેમ નથી, પણ ઉલટી પોતાને જ્ઞાનસ્વભાવની ભાવના ઘૂંટતા એકદમ ખીલતું જાય છે.
10. _______________ એટલે અત્યંત નિસ્પૃહ વીતરાગતા; મુનિઓ આકાશની જેમ નિરાવલંબીવૃત્તિવાળા હોય છે.
11. મુનિદશામાં એક વખત આહાર હોય છે; તે પણ શરીરની _____________ખાતર હોતો નથી, પરંતુ ________________ના નિભાવની વૃત્તિથી હોય છે.
12. દેહનો સંયોગ છૂટવો એ મુનિને આધીન નથી. વસ્ત્રાદિનો રાગ છૂટી જતાં બાહ્યમાં વસ્ત્રાદિ પણ છૂટી જાય છે એવો ______________ સંબંધ છે.
13. મુનિદશામાં વિકલ્પ ઉઠે તો બહારમાં ____________નું આલંબન હોય પરંતુ તેનો આગ્રહ હોતો નથી. વસ્ત્રાદિ રાખવાનો ભાવ તો _______________ છે અને તે મુનિઓને હોય નહિ.
14. મુનિદશામાં ક્યારેક હજી ____________ આપવાની વૃત્તિ ઉઠે છે પરંતુ તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે ___________ પ્રાપ્ત કરવાના કામી છે એવા મુનિઓ દુર્લભ છે.