સંદેશ:
સમાજના દરેક સભ્યની નાની-મોટી સફળતાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઇ જવાનો આ પ્રયાસ છે.૨૧૦૦૦ યુવાઓ ને એક મંચ પર સંગઠિત કરવાનો પ્રયાસ છે.
આ મંચથી સામાજિક કલ્યાણનું કામ કરતા કે કરવા ઉત્સુક એવા સેવાભાવીઓને તેમના જેવા બીજા સેવાભાવીઓ સાથે સમન્વય સેતુ ઉભો કરી તેમના વિવિધ સમાજલક્ષી કાર્યોને વિશાળ ફકલ પર દુનિયાના કોઈ પણ છેડા પર રહીને એક બીજાના સહકારથી કરી શકશે. જે લાભો યોગ્ય જાણકારી કે સંપર્કના અભાવે છેવાડાં ભાઈબંધુ સુધી નહોતા પહોંચી શકતા તેને પહોંચાડવા માટે આ એક માધ્યમ બની શકે છે, અને આવા તો બીજા ઘણા ઉદેશ્ય આપણે સૌ સેવાભાવી ભેગા થઈને ફળીભૂત શકીયે જે પહેલા શક્ય ન હતા.
આ માટે, આ પ્રયાસ ને સફળ બનાવવા તમારો યોગદાન અવશ્ય આપો.સમાજ ના દરેક સભ્યની નોધણી કરો/કરાવો.
==> સભ્ય રજીસ્ટ્રેશન ફ્રી છે. <==
ગ્લોબલ ડો આંબેડકર યુવા સંગઠન"
ધન્યવાદ
- સુર્યદીપ ફાઉન્ડેશન
સંસ્થાના નિયમો :
૧. આ સસ્થામાં સભ્યપદ માત્ર "એસી" સમાજ પૂરતું મર્યાદિત છે.
૨. સંસ્થા મા સભ્ય થનાર વ્યક્તિ પ્રાથમિક સભ્ય તરીકે ગણાશે.
૩. દરેક સભ્ય સંસ્થાના સંગઠન અને સેવાકાર્ય માટે કટિબદ્ધ અને સમર્પિત હોવું જરૂરી છે.
૪. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવત્તિ કે સામજિક જીવનને હાની પહોંચાડી શકે એવા કાર્ય કરનાર વ્યક્તિનું સભ્યપદ આપોઆપ રદ થશે આ માટે સંસ્થા જવાબદાર રહેશે નહી.
Help Line Contact : 780 2828 121