Request edit access
શાળા સ્વચ્છતા એવોર્ડ ફોર્મ
શાળા દ્વારા શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથે સામેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે આ માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં લેવી.
સદર માહિતીપત્રક શાળા સ્વચ્છતા એવોર્ડ માટે ભાગ લેવા અંગેનું નોમીનેશન ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવાથી એવોર્ડ મળશે જ તેવો દાવો કરી શકાશે નહિ.
શાળાએ નોમીનેશન ફોર્મની તમામ વિગતો જરૂરી આધારો સહ પૂરતી ચોક્સાઇથી ભરવાની રહેશે.
શાળાના ડાયસ કોડ સહિતની વિગત ભૂલરહિત ભરવાની રહેશે.
જે બાબત શાળાને લાગુ પડતી હોય તે જ બાબત સંદર્ભે વિગતો દર્શાવવાની રહેશે.
સમગ્ર તાલુકામાંથી આવેલ શાળાઓના નોમીનેશન્સના આધારે 70 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરતી શાળાઓની એવોર્ડ કમિટિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
રૂબરૂ મુલાકાત લીધેલ શાળાઓ પૈકી એવોર્ડ કમિટિના મૂલ્યાંકનના આધારે જ એવોર્ડ માટે શાળાની પસંદગી કરવામાં આવશે.
શાળા સ્વચ્છતા એવોર્ડના શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે અને તદાનુસાર એવોર્ડ અંગેની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શાળા સ્વચ્છતા એવોર્ડ અંગેના સ્વ-મૂલ્યાંકન પત્રકમાં મૂકવામાં આવેલ વિકલ્પ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવેલ છે જે સંદર્ભે દરેક પ્રશ્નમાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
નોમીનેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 09/10/2016 રહેશે.
વધુ માહિતી માટે જિલ્લાના ડાયટના વ્યાખ્યાતા શ્રી પાલસિંગભાઈ ચૌધરીનો 9712523966 ફોન નં. પર સંપર્ક કરી શકશો.

પ્રાચાર્ય
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, .સુરત-તાપી


ઉપરોક્ત શરતો મેં વાંચેલ છે અને મને બંધનકર્તા રહેશે. *
Next
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms