Request edit access
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
સપ્તાહ 10

એક કદમ આગળ
Sign in to Google to save your progress. Learn more
આપનું નામ *
આપનો મોબાઈલ નંબર *
પ્રશ્ન 1: ઘોડાની વાર્તા
વૈશાલી નામની નગરીમાં ચિત્રસેન નામનો રાજા હતો. તેને ઘોડેસવારીનો ખૂબ શોખ હતો. તેના તબેલામાં ઉત્તમ પ્રકારના અનેક ઘોડા હતા. તે પૈકી ચાર ઘોડા તેને પ્રિય હતા, જે તેમની અપેક્ષા મુજબ તાલીમ પામેલા ન હતા. તબેલામાં કામ કરતા માણસોએ ઘોડાઓને તાલીમ આપવા પ્રયત્ન કર્યો પણ તેનાથી રાજાને સંતોષ ન થયો. રાજા ઘોડાઓને ઉત્તમ પ્રકારની તાલીમ અપાવવા ઈચ્છતો હતો. આ માટે તેણે રાજ્યમાં જાહેરાત કરી કે જે વ્યક્તિ તેના ચારે ઘોડાઓને ઉત્તમ પ્રકારની તાલીમ આપશે તેમને રાજ્ય દ્વારા સન્માન અને મોટું ઈનામ આપવામાં આવશે. ઘણા લોકો જે જેઓ ઘોડાને તાલીમ આપવામાં નિષ્ણાત હતા તેઓ રાજા પાસે આવ્યા. રાજાએ તેમને ચાર ઘોડાઓ તાલીમ માટે સોંપ્યા. પરંતુ જેવા લોકો ઘોડાને તાલીમ આપવા તેની નજીક પહોંચતા, હાથ લગાવતા કે તરત ઘોડાઓ તેમને લાત મારી જમીન પર પટકી દેતા અને કોઈ રીતે કાબુમાં ન આવતા. કેટલાય લોકોનાં હાડકાં ભાંગી ગયાં. એક દિવસ એક યુવાન  રાજ દરબારમાં રાજા પાસે આવ્યો અને તેણે ઘોડાઓને તાલીમ આપવાનું બીડું ઝડપ્યું. દરબારીઓ તેની વાત સાંભળી હસવા લાગ્યા. કેટલાકને તેની મૂર્ખતા પર દયા પણ આવી. રાજાએ તેને કહ્યું, “યુવાન તારી પહેલાં કેટલાય લોકો આવી ગયા પણ તેઓ સફળ ન થયા. મોટાભાગના લોકોનાં હાડકાં પણ ભાંગી ગયાં.’’ પણ યુવાને આત્મવિશ્વાસથી કહ્યું, ‘’રાજાજી મને તક આપો. મને પૂરો વિશ્વાસ છે કે હું આપના ઘોડાઓને આપની અપેક્ષા અનુસાર તાલીમબદ્ધ કરી શકીશ. પરંતુ મારી એક શરત છે, જ્યાં સુધી ઘોડા સંપૂર્ણપણે તાલીમબદ્ધ ન થાય ત્યાં સુધી હું એમને મારી પાસે જ રાખીશ.’’ રાજાએ મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરી તેની વાત માની તેને ચારે ઘોડા સોંપી દીધા. અઠવાડિયાં વીતી ગયા, મહિના વીતી ગયા, જોતજોતામાં એક વર્ષ પૂરું થઈ ગયું. પણ ઘોડાના સમાચાર ન આવ્યા. રાજાએ દરબારીઓને કહ્યું. નક્કી ઘોડાઓ યુવાનને ઘાયલ કરી ભાગી ગયા હશે અને યુવાન અહીં પહોંચવા લાયક નહીં રહ્યો હોય. હવે યા તો ઘોડાને શોધો કાં તો ભૂલી જાઓ. એટલામાં ઘોડાનો અવાજ આવ્યો. રાજાએ મહેલની અટારીએથી જોયું તો ચારે ઘોડા એક લાઈનમાં યુવાનની પાછળ-પાછળ શાંતિથી આવતા હતા. રાજા આ જોઈ આનંદની સાથે સાથે નવાઈ પામ્યો. એણે નીચે આવી એ યુવાનને ધન્યવાદ આપ્યા અને પૂછ્યું, ‘યુવાન, તું મને જનાવ કે, તેં આ ઘોડાઓને તાલીમ કેવી રીતે આપી? ઘોડાઓ તારા વશમાં કેવી રીતે થયા. તમને આટલો સમય કેમ લાગ્યો?’ યુવાને જવાબ આપ્યો,’ રાજાજી, ઘોડા વાસ્તવમાં જંગલી હતા. મેં તેમને શરૂઆતમાં ખુલ્લા મુકી દીધા, તેઓ જે કરતા તે તેમને કરવા દીધું. હું પણ તેમની સાથે તેવું જ કરતો. તે દોડતા ત્યારે હું દોડતો, તેઓ આરામ કરતા ત્યારે હું પણ આરામ કરતો. તે ખાવાનું ખાતા ત્યારે હું પણ ભોજન લેતો. એના કારણે ઘોડાઓને એવું લાગવા માંડયું કે હું પણ તેમની જેમ પાંચમો ઘોડો છું. થોડા દિવસ પછી મેં તેમની પીઠ પર સીટ મુકવા પ્રયત્ન કર્યો. પણ તેમને ગમ્યું નહી, તેમણે સીટ કાઢી નાખી. પણ સતત પ્રયાસ કરવાથી તેઓને  સીટની આદત પડી ગઈ. તે પછી મેં તેમને પટ્ટો બાંધવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં તેઓ પટ્ટો પણ ખેંચીને કાઢી નાખતા. પછી સતત પ્રયાસોથી ધીરે ધીરે તેમને પટ્ટાની પણ ટેવ પડી ગઈ. ધીરે ધીરે હું તેમનો મિત્ર બની ગયો અને હું તેમને તાલીમ આપી શક્યો. ઉપરોક્ત વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
યુવાનની પહેલાં તાલીમ આપવા આવેલ લોકો કેમ નિષ્ફળ ગયા?
યુવાનની સફળતાનું શું રહસ્ય હોઈ શકે?
આ પ્રસંગ તમને કયા પ્રકારની વિચારસરણી તરફ દોરી જાય છે?
પ્રશ્ન 2: સિક્કાઓનો ગણ
તમને કેટલાક સિક્કાઓ ડિઝાઇન કરવા કહેવામાં આવ્યું છે. તમામ સિક્કાઓ ધાતુના બનેલા હોવા જોઈએ તથા વર્તુળાકાર હોવા જોઈએ, પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે તમામ સિક્કાઓનો વ્યાસ જુદો હોવો જોઈએ. સિક્કાઓ નીચે દર્શાવેલ આવશ્યકતાઓ  પૂર્ણ કરતા હોવા જોઈએ.                                                                                              • સિક્કાઓનો વ્યાસ 15 mmથી નાનો અને 45થી મોટો ન હોવો જોઈએ                    • કોઈ પણ વ્યાસના સિક્કાથી મોટા સિકકાનો વ્યાસ ઓછામાં ઓછો 30% મોટો હોવો                                     જોઈએ                                                                                               • સિક્કા બનાવતું મશીન માત્ર એવા સિક્કા બનાવી શકે છે કે જેથી સિક્કાઓનો વ્યાસ        મિલીમીટરમાં  પૂર્ણાંક સંખ્યા હોય. (જેમકે 17 mm વ્યાસનો સિક્કો બની શકે, પરંતુ 17.3 mm વ્યાસનો સિક્કો ન બની શકે.)તમારે ઉપરોક્ત આવશ્યકતાઓ પૂર્ણ કરે તેવા સિક્કાઓ બનાવવાના છે, પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે તમે મહત્તમ કેટલા સિક્કાઓ બનાવી શકો?
જો તમે 15 mmના સિક્કાથી શરૂઆત કરો તો તમે મહત્તમ કેટલાં સિક્કાઓ બનાવી શકો?
જો તમે 15 mmના સિક્કાથી શરૂઆત કરો તો સૌથી મોટા સિક્કાનો વ્યાસ લગભગ કેટલો હશે?
પ્રશ્ન 3:
શ્યામ પિચકારી (સિરીંઝથી-ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબની) રમી રહ્યો છે. તે પિચકારી(સિરીંઝ) ના મોં પર તેની આંગળી રાખે છે અને ડટ્ટાને અંદરની તરફ ધકેલવાનો પ્રયાસ કરે છે. તે ડટ્ટાને ___________ ધકેલી શકે.
વિદ્યાર્થીઓ એ જાણવા ઇચ્છતા હતા કે ઢોળાવ(ઢાળ) પર ખાલી પીપ એ રેતીથી ભરેલા પીપ કરતા ઝડપથી નીચે આવે છે કે કેમ?  
આ  પરિણામની ચકાસણી કરવા માટે સિદ્ધ કરવા નીચેનામાંથી કઈ બાબત ચકાસવાની જરૂરિયાત નહી હોય?
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy