Request edit access
શાળા સ્વચ્છતા એવોર્ડ (નોમીનેશન ફોર્મ) 2017-18
District Institute of Education and Training- Mehsana

શાળા દ્રારા શાળા સ્વચ્છતા અેવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથે સામેલ ફોર્મમાં જરુરી વિગત ભરવાની રહેશે આ માટે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવી.

૧. સદર મહિતિ પત્રક શાળા સ્વચ્છતા એવોર્ડ માટે ભાગ લેવા અંગેનુ નોમીનેશન ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવાથી એવોર્ડ મળશે જ તેવો દાવો કરી શકાશે નહી.

૨. શાળાએ નોમીનેશન ફોર્મની તમામ વિગતો જરુરી આધારો સહ પુરતી ચોકસાઈથી ભરવાની રહેશે

૩.શાળાના ડાયસ કોડ સહીતની વિગત ભુલરહીત ભરવાની રહેશે

૪. જે બાબત શાળાને લાગુ પડતી હોય તે જ બાબત સંદર્ભે સ્વ-મૂલ્યાંકનની વિગતો દર્શાવવાની રહેશે.

૫. સમગ્ર તાલુકામાંથી આવેલ શાળાઓના નોમીનેશનના આધારે ૭૦ ગુણથી વધુ ગુણ મેળવનારી શાળાઓને એવોર્ડ કમીટી દ્રારા રૂબરૂ મુલાકાત લેવામાં અાવશે.

૬. રૂબરૂ મુલાકાત લીધેલ શાળાઓ પૈકી એવોર્ડ કમીટીના મૂલ્યાંકનના આધારે જ એવોર્ડ માટે શાળાની પસંદગી કરવામાં અાવશે.

૭. શાળા સ્વચ્છતા એવોર્ડ ના Education department of Gujarat ના ઠરાવમાં દર્શાવેલ શરતોનુ પાલન કરવાનું રહેશે અને તદઅનુસાર એવોર્ડ અંગેની પ્રકીયા હાથ ધરવામાં આવશે.

૮. શાળા સ્વચ્છતા એવોર્ડ અંગેના સ્વ-મૂલ્યાંકન પત્રક માં મૂકવામાં અાવેલ વિકલ્પ દીઠ ગુણભાર નકકી કરવામાં અાવેલ છે. જે સંદર્ભે તમામ વિકલ્પ નો જવાબ આપવો જરુરી છે.-

૯. તારીખ : ૩૦-૧૧-૨૦૧૭ સુધીમાં નોમીનેશન ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉપરાંત ભરેલ ફોર્મની હાર્ડકોપીની ફાઈલ જરૂરી આધારો સાથે ડાયટમાં જમા કરાવવાની રહેશે .

10. જે શાળાએ ઓનલાઈન ફોર્મ ના ભરી શકે તેઓએ પણ ઓફલાઈન ફોર્મ ભરી ડાયટ માં તારીખ :-૩૦-૧૧-૨૦૧૭ સુધીમાં જરૂરી આધારો સાથે જમા કરાવવાનું રહેશે.

11.નોમીનેશન ફોર્મ સાથે જરૂરી આધારો તારીખ:- ૩૦-૧૧-૨૦૧૭ સુધીમાં જમા કરાવવાની છૂટ રહેશે .

૧૨. અન્ય શાળાને પ્રેરણા આપવા માટે જે શાળાને વર્ષ -૨૧૬-૧૭ માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલ હોય તે શાળાઓ આગામી ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ ..

13.. એકવાર આપની શાળાનુ નોમીનેશન થયા બાદ આપ બીજીવાર નોમીનેશન કરશો તો ધ્યાને લેવામાં આવશે નહી. પ્રથમ કરેલ નોમીનેશનને જ ધ્યાને લેવામાં અાવશે. જેથી ફોર્મ ભરતી વખતે પુરતી કાળજી લઈ ફોર્મ ભરવુ.

વધુ માહિતી માટે ડાયટ મેહસાણાના વ્યાખ્યાતા શ્રી વી.ડી.અઢીયોલનો ફોન નં.9429060893 પર સંપર્ક કરી શકશો.

પ્રાચાર્ય
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
મહેસાણા

ઉપરોક્ત શરતો મેં વાંચેલ છે અને મને બંધન કર્તા રહેશે *
Next
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms