ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
સપ્તાહ 11

એક કદમ આગળ
Sign in to Google to save your progress. Learn more
આપનું નામ *
આપનો મોબાઈલ નંબર *
પ્રશ્ન 1: વાત કહેવાય એવી નથી
‘ભાઈ ! એ વાત કહેવાય એવી નથી. એમાં વારે વારે શું પૂછે છે ? એકવાર કહ્યું કે કોઈ વાત કહેવાય એવી નથી.’‘પણ ભાઈ ! એવી વાત શી છે ? કહો તો ખરા ? મારાથી એવું શું ખાનગી છે ?’‘ખાનગી કે બાનગી; તારાથી કે મારાથી. મેં તને કહ્યું ને કે, એ વાત કહેવાય એવી નથી.’‘પણ એવી તે વાત કેવી કે મનેય ન કહેવાય?’‘ભાઈ ! ન કહેવાય. તને શું, કોઈનેય ન કહેવાય. ઈ વાત કોઈને કહેવાય એવી નથી. માણસ હોય તો સાનમાં સમજે. કંઇક ન કહેવાય એવું હશે ત્યારે ને ?’‘ભાઈ ! મારાથી તો કાંઈ સંતાડવું નથી ને ?’એમાં સંતાડવાનું ક્યાં છે ? હું તો કહું છું કે ઈ વાત કહેવાય એવી નથી.’‘કીધે શી ખોટ જાય એમ છે ? કહેવાય એવી વાત નથી તે કાંઈ ચોરની વાત છે કે કાંઈ મોળી વાત છે ?’‘કોણ કહે છે ખરાબ વાત છે ? કોણ કહે છે ચોરની વાત છે ? મેં ક્યાં કહ્યું કે મોળી વાત છે ?  ’‘પણ ભાઈ, ન કહેવાનું કારણ હોય ને ? કાંઈ વિના કારણે ન કહેવાય એમ હોય ?’‘કારણે હોય ને બારણે હોય; હોયે તે ને નયે હોય !’‘છે જ એવું. વાત જ કહેવાય એવી નથી.’‘ભાઈ ! મને તો કહે ? હું કોઈને નહિ કહું.’‘એમાં એ કોઈને કહેવાની વાત ક્યાં છે ? તું કોઈને કહી દઈશ એમ પણ ક્યાં છે ?’‘ત્યારે મારા ઉપર એટલો વિશ્વાસ નથી ?’‘અરે, ભલી બહેન ! વિશ્વાસનું ક્યાં કૂટે છે ? આ તો વાત કહેવાય એવી નથી.’‘પણ ભાઈ ! વાતમાં એવું તે શું બળ્યું છે ? વાત કાંઈ એમ કહે છે કે “હું કહેવાઉં એવી નથી?”‘બાપુ ! એવું કાંઈ નથી. હું તો આ ઘડીએ કહું, પણ વાત કહેવાય એવી નથી.’‘પણ કો’ક જાણી જાય એની બીક છે ? કો’ક જાણી જાય તો વઢે એમ છે ?કોઈને કાંઈ થાય એમ છે ?’‘એવું કાંઈ નથી. કોઈ વઢતુંયે નથી ને કાંઈ બીકે નથી... વાત એવી બની છે કે... પણ એમાં કહેવા જેવું છે શું ? વાત છે છેક માલ વિનાની, પણ કહેવાય એવી નથી.’‘આ તો ભાઈ, નવાઈની વાત ! માલ વિનાની વાત ને પાછી કહેવાય એવી નહિ ! ભાઈ ! કોઈ રીતે કહેવી છે ? જેની હોય એને પૂછીને કહે; પછી છે કાંઈ ?’‘એમાં કોઈને પૂછવાનું ક્યાં છે ? મને જ થાય છે કે વાત કહેવાય એવી નથી.’‘પણ ભાઈ ! કોઈ રીતે કહેવી છે ? કોઈ વાતે ?’‘પણ બહેન ! કહીને શો ફાયદો ? કામ વિનાની વાત; દમ વિનાની વાત; છોકરવાદીની વાત. એમાં કહેવું’તું શું ? કહેવા જેવી નહિ હોય ત્યારે નહિ કહેતા હોઈએ ને ?’‘પણ આટલો મોટો ભાવ શાનો ખાય છે' કહીએ છીએ કે બાપુ કહે ને !‘એમ ? કહું ત્યારે ? પણ કોઈને કહેતી નહિ હો !’‘એ તો એમ થયું કે કુસુમબહેન મારા બૂટમાં કાગળના ડૂચા ભર્યા હતા !’‘ઓ હો હો હો ! આ તો ભારે વાત !’
વાત ન કહેનાર વ્યક્તિ ભાઈ છે કે બહેન ?
‘મોળી વાત’ એટલે શું ?
‘માલ વિનાની વાત ને પાછી કહેવાય એવી નહિ’ આ વાક્ય કોણ બોલતું હશે ? વાત કહેનાર કે સંભાળનાર.
વાત ન કહેવાનું કારણ શું જણાવવામાં આવ્યું છે ?
પ્રશ્ન 2: રમેશ સરનો રોટલો
એક કાઠિયાવાડી હોટેલમાં આપણા ગણિતના શિક્ષકશ્રી રમેશભાઈ જમવા માટે ગયા. ભાવપત્રક પર નજર કરી તો જણાયું કે નાના રોટલાનો ભાવ 30 રૂપિયા છે  અને મોટા રોટલાનો ભાવ 40 રૂપિયા છે. તપાસ કરતાં માલુમ થયું કે નાનો રોટલો લગભગ 30 cm વ્યાસનો હોય છે અને મોટો રોટલો લગભગ 40 cm વ્યાસનો હોય છે.
રમેશભાઈ વિચારવા લાગ્યા કે તેમણે કયો રોટલો લેવો જોઈએ કે જેથી તેમના ખર્ચેલ દરેક રૂપિયા દીઠ વધુ પ્રમાણમાં રોટલો મળે. આપનો શું મત છે?
જેમ તમે જાણો જ છો, રમેશભાઈ ગણિતના શિક્ષક હોવાથી, તેમણે તો એક ટીસ્યુ (નાનો કાગળ) લઇને ઝડપથી ગણતરી કરી પોતાનો નિર્ણય લઈ લીધો. રમેશભાઈએ નીચેનામાંથી શેની ગણતરી કરી હશે?
ઉપરોક્ત ત્રણ વિકલ્પોમાંથી રમેશભાઈએ જે પણ ગણતરી કરી હશે, આપ પણ આપની ગણતરી અહીં રજુ કરો.
મોટા રોટલાનો કયો ભાવ 1 ચોરસ સેમી= ....... ?   સારો(સસ્તો) ગણાય?
 નાના રોટલાનો કયો ભાવ 1 ચોરસ સેમી= ....... ?  સારો(સસ્તો) ગણાય?
પ્રશ્ન 3: તર્કને આધારે સાચો વિકલ્પ પસંદ કરો.
અહી બતાવેલ કોષ્ટક પૃથ્વીની (પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ = 1) સરખામણીમાં જુદા જુદા ગ્રહો પરનું ગુરુત્વાકર્ષણ બતાવે છે. તે એવી ઊંચાઈ પણ બતાવે છે કે જે વ્યક્તિ પૃથ્વી પર 1 મીટર કૂદી શકે છે તે ગ્રહ પર કેટલું કૂદી શકે છે.
નીચેનામાંથી કયો આલેખ આ માહિતીને સૌથી યોગ્ય રજૂ કરે છે?
Captionless Image
અહી કોષ્ટકમાં પ્રવાહી અને તેની ઘનતા દર્શાવેલી છે. આ માહિતીના આધારે એ જણાવો કે નીચેમાંથી શું તેલ પર તરશે?
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.