Request edit access
શાળા સ્વચ્છતા એવોર્ડઃર૦૧૭-૧૮ (નોમીનેશન ફોર્મ) જિલ્લો : ડાંગ .
-અન્ય શાળાને પ્રેરણા આપવા સારૂ જે શાળાએ વર્ષઃર૦૧૬-૧૭ માં શાળા સ્વચ્છતા એવોર્ડ મેળવેલ હોય હશે તે શાળા આગામી ત્રણ વર્ષ સુધી ભાગ લઇ શકશે નહીં
શાળા દ્વારા શાળા સ્વચ્છતા એવોર્ડ સંદર્ભે નોમીનેશન કરવાના હેતુસર આ સાથે સામેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે આ માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં લેવી.
- સદર માહિતીપત્રક શાળા સ્વચ્છતા એવોર્ડ માટે ભાગ લેવા અંગેનું નોમીનેશન ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવાથી એવોર્ડ મળશે જ તેવો દાવો કરી શકાશે નહિ.
- શાળાએ નોમીનેશન ફોર્મની તમામ વિગતો જરૂરી આધારો સહ પૂરતી ચોક્સાઇથી ભરવાની રહેશે.
- શાળાના ડાયસ કોડ સહિતની વિગત ભૂલરહિત ભરવાની રહેશે.
- જે બાબત શાળાને લાગુ પડતી હોય તે જ બાબત સંદર્ભે  વિગતો દર્શાવવાની રહેશે.
- સમગ્ર તાલુકામાંથી આવેલ શાળાઓના નોમીનેશન્સના આધારે 70 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરતી શાળાઓની એવોર્ડ કમિટિ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવશે
- રૂબરૂ મુલાકાત લીધેલ શાળાઓ પૈકી એવોર્ડ કમિટિના મૂલ્યાંકનના આધારે જ એવોર્ડ માટે શાળાની પસંદગી કરવામાં આવશે.
- શાળા સ્વચ્છતા એવોર્ડ અંગેના સ્વ-મૂલ્યાંકન પત્રકમાં મૂકવામાં આવેલ વિકલ્પ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવેલ છે જે સંદર્ભે પ્રથમ વિકલ્પનો શૂન્ય ગુણ લઇને ચડતા ક્રમમાં ગુણભાર નક્કી કરવામાં આવેલ છે.
- ઓનલાઇન નોમીનેશન ફોર્મ અથવા ઓફલાઇન ફોર્મ ભરી શકાશે.
- ઓનલાઇન નોમીનેશન ફોર્મ અથવા ઓફલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ : ૧પ/૧૦/ર૦૧૭ રહેશે. આ ફોર્મ ડાયટમાં તા.૧પ/૧૦/ર૦૧૭ સુધીમાં અચૂક જમા કરાવવાનું રહેશે. ફોર્મ સાથે જરૂરી આધારો પછી થી જોડવાના થતા હોય તો તે તા.૧પ/૧૧/ર૦૧૭ સુધીમાં ડાયટને જમા કરાવવાના રહેશે, પરંતુ નોમીનેશન ફોર્મ તા.૧પ/૧૦/ર૦૧૭ સુધીમાં જમા કરાવવા જરૂરી છે. જે શાળાએ નોમીનેશન ફોર્મ નિયત કરેલ સમય મર્યાદામાં જમા કરાવેલ હશે તે જ શાળાના આધારો ડાયટ તા.૧૬-૧૧-ર૦૧૭ સુધીમાં સ્વીકારશે. જેની નોંધ લેવા વિનંતી અને  તે જ શાળા  "સ્વચ્છતા એવોર્ડ" માટે રજીસ્ટ્રેશન થયેલ ગણાશે.
- વધુ માહિતી માટે આપના ડાયટ- વઘઇનો સંપર્ક કરી શકશો.
                                                                                                                                   
Sign in to Google to save your progress. Learn more
Email *
ઉપરોક્ત શરતો મેં વાંચેલ છે અને મને બંધનકર્તા રહેશે *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy