નીચેના ગ્રાફ ચાર જુદીજુદી જગ્યાએ વર્ષ દરમિયાન સરેરાશ પવનની ઝડપને (wind speed) આલેખે છે. નીચેનામાંનો કયો ગ્રાફ વિન્ડ ફાર્મ સ્થાપિત કરવા માટે સૌથી યોગ્ય સ્થળ દર્શાવે છે. જેમ પવનની ઝડપ વધે તેમ પવનચક્કીના પાંખીયાઓની ફરવાની ગતિ વધશે અને તેના પરિણામ સ્વરૂપે વીજ ઉત્પાદન વધશે. પરંતુ, વીજ ઉત્પાદનનો દર સીધી અને સરળ રીતે પવનની ઝડપ સાથે સંકળાયેલ નથી. નીચેના ચાર મુદ્દાઓ એક વાસ્તવિક પવનચક્કીની વીજ ઉત્પાદનની કાર્યપ્રણાલીની વિગતો આપે છે. - જયારે પવનની ઝડપ V1 બને ત્યારે પવનચક્કીના પાંખિયાઓ ગોળ ફરવા લાગે છે.- જયારે પવનની ઝડપ V2એ પહોંચે છે, ત્યારે વીજ ઉત્પાદનનો દર મહત્તમ (W) બને છે. (અહીં V1<V2) - સુરક્ષાના કારણોસર, પવનની ઝડપ V2થી વધુ થાય તો પણ પવનચક્કીના પાંખિયાઓની ઝડપમાં વધારો ન થાય તેની જોગવાઈ કરેલ હોય છે. - જયારે પવનની ઝડપ V3એ પહોંચે છે ત્યારે પાંખીયાઓ ફરવાનું બંધ કરે છે.