મોડયુલ – 9 અહેવાલ
પાયાનું સંખ્યાજ્ઞાન
શિક્ષક કોડ : 10087791 તારીખ : 03-02-2022
શિક્ષકનું નામ : મક્કમપરા વિજય રાકેશભાઇ મો.નં.:- 8140480391
શાળાનું નામ : શ્રી ઐયર પ્રાથમિક શાળા તા – નખત્રાણા જિ- કચ્છ
★ કોર્સની ઝાંખી :-
કોર્સનું માળખું, હેતુઓ અને કોર્સની રૂપરેખા અંગે સમજ મેળવી હતી.આ ઉપરાંત કોર્સના સમયગાળા અને પ્રમાણપત્ર મેળવવા અંગે સમજ મેળવી હતી.
★ પાયાના સંખ્યાજ્ઞાનનો પરિચય:-
પ્રો. અનુપ રાજપૂત દ્વારા 07:10 મિનિટના વીડિયોમાં પાયાના સંખ્યાજ્ઞાન પરિચય અપાયો હતો. જેમાં આ મોડ્યૂલ દ્વારા શીખવા ના મુદ્દાઓ વિશે જણાવવામાં આવ્યું હતું તથા બાળકો સાથે આ મોડ્યુલમાં જણાવેલ પ્રવૃત્તિઓ ખાસ કરવા પર ભાર મૂકાયો હતો.
★ પ્રારંભિક ગાણિતિક કૌશલ્ય અને પાયાના સંખ્યાજ્ઞાનની જરૂરિયાત કેમ છે?:-
પ્રો. અનુપ રાજપૂત દ્વારા 13:28 મિનિટના વીડિયોમાં સંખ્યાઓ ની સંગતતા અંગે સમજ, સંખ્યાઓની ગણતરી અંગે સમજ, વાતાવરણ પ્રમાણે પ્રવૃત્તિઓના સમાવેશ બાબતે સમજ, સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વચ્ચેના જોડાણ અંગે સમજ અપાઇ હતી.
પ્રવૃત્તિ: ૧ - જાતે કરો
ગણતરી સમયે બાળકો જે સંભવિત ભૂલો કરે છે તે અંગે યાદી બનાવી તે અંગેના કારણો વિશે વિચાર્યું હતું.
★ પ્રારંભિક ગણિત અને પાયાના સંખ્યાજ્ઞાનના મુખ્ય પાસાઓ કયા છે?:-
પૂર્વ સાંખ્યાયિક સંકલ્પનાઓ: વર્ગીકરણ, એક એક સંગતતા અને ક્રમિકતા અંગે સમજ અપાઇ હતી.
પ્રવૃત્તિ: ૨ - તમારી સમજ ચકાસો
કેટલીક પ્રવૃત્તિઓ આપવામાં આવેલ જેને પૂર્વ સાંખ્યાયિક સંકલ્પનાઓના યોગ્ય વિકલ્પ સાથે જોડવાની હતી.
☞ સંખ્યાઓ અને ગાણિતિક ક્રિયાઓ:
સંખ્યા ના મુખ્ય ત્રણ પ્રકારો છે. જેમાં-
સંખ્યાઓ નિયમન કરવા માટેના અભિગમ થી પરિચિત થયા હતા.
પ્રવૃત્તિ: ૩ - જાતે કરો
વર્તુળ આકારની ઓળખ માટેની વર્ગીકરણ પ્રવૃત્તિના આધારે ગોળાકાર ની સંકલ્પના માટેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
માપન:
પેટર્ન:તરાહની ઓળખ, નિયમનું વર્ણન, તરાહનું વિસ્તરણ, નવી તરાહ બનાવવા અંગે સમજ અપાઇ હતી.
માહિતી નિયમન, ગાણિતિક પ્રત્યાયન આમ આ તમામ બાબતો અંગે સમજ મેળવી હતી.
પ્રવૃત્તિ: ૪ - તમારી સમજ ચકાસો
★ પાયાના સંખ્યાજ્ઞાન કૌશલ્યોના વિકાસ માટેની શૈક્ષણિક પ્રક્રિયાઓ કઈ છે?:-
- બાળકેન્દ્રી શિક્ષણ પ્રક્રિયા
- અન્વેષણ અને ગાણિતિક વિચારસરણી માટે અવકાશ પૂરો પાડવો
- રમકડા નો ઉપયોગ
- રોજિંદા જીવન સાથે નું ગણિત
- શિક્ષણનું માધ્યમ
- ગણિતને અન્ય વિષયો સાથે એકીકૃત કરવું
- ગાણિતિક રીતે પ્રત્યાયન કરવું
- સમસ્યાના નિરાકરણમાં સહાયક વૈકલ્પિક વ્યૂહરચનાઓ માટે અવકાશ આપવો
- ગણિતમાં આનંદ
- બાળકના પક્ષે ભૂલો માટેનો અવકાશ
- સહયોગી શિક્ષણ
- મૂલ્યાંકન
પ્રવૃત્તિ: ૫ - તમારા વિચારો જણાવો
બાળકની બાદબાકીની સંકલપનાને વધુ સારી રીતે સમજવામાં કેવી રીતે મદદ કરી શકાય તે અંગેના મારા વિચારો આપેલ લીંક પર જઈને જણાવ્યા હતા.
★ આપણે મૂલ્યાંકન કેવી રીતે કરી શકીએ?:-
મૂલ્યાંકન મહત્વપૂર્ણ અને ગણિત શીખવામાં સહાયક હોવું જોઈએ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બંનેને ઉપયોગી અને માહિતી પ્રદાન કરતું હોવું જોઈએ. મૂલ્યાંકન પરીક્ષણો અને તકનીકો ની બહુવિધતા, અધ્યયન નિષ્પતિ પર આધારિત આદર્શ મૂલ્યાંકન ટેસ્ટનો વિકાસ, પ્રશ્ન બેંક નો વિકાસ, મૂલ્યાંકન માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો નું નિર્માણ, શીખવાના સ્તરની મૂલ્યાંકન કસોટી અંગે સમજ મેળવી હતી.
પ્રવૃત્તિ: ૬ - તમારા વિચારો જણાવો
આપેલ લીંક પર જઈને આપવામાં આવેલ પ્રશ્ન અંગે મારા વિચારો રજૂ કર્યા હતા.
સમજૂતી માપદંડો દ્વારા મૂલ્યાંકન:-
બાળકના જ્ઞાન નો ઉપયોગ કરવો, બાળકોની ઉકેલ માટેની વ્યૂહરચના, પ્રતિસાદ ધ્યાન પર લેવા, પ્રશ્ન બેંક બનાવવા બાળકોની મદદ લેવી, પોર્ટફોલિયો બનાવવો જેવી બાબતો અંગેની જાણકારી 09:42 મિનિટના વિડીયો દ્વારા મેળવી હતી.
★ સારાંશ :-
ચાર્ટ દ્વારા સમગ્ર મોડયુલનો ટૂંકમાં સાર આપવામાં આવેલ હતો. જેના આધારે ટૂંકમાં સમગ્ર મોડયુલ અંગે સમજ મેળવી હતી.
★ પોર્ટફોલિયો :-
ગણિતની સંકલ્પના શીખવવા માટે આપવામાં આવેલ ઢાંચાનો ઉપયોગ કરી પાઠ આયોજન બનાવ્યુ હતું.
★ વધારાના સંસાધનો :-
બીજી વધારાની માહિતી માટે કોર્સમાં આપેલ વેબ સાઇટોની નોંધ કરી અને આપેલ લીંક જોઇ વધુ સમજ મેળવી હતી.
★ મુલ્યાંકન :- 20 પ્રશ્નોના ઉત્તર આપી ક્વીઝ પુર્ણ કરી હતી.
આમ, આ મોડયુલ દ્વારા પાયાના સંખ્યાજ્ઞાન અંગે પુરતી સમજ મેળવી હતી.
મોડયુલ – 10 અહેવાલ
પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે શાળાનેતૃત્વ
શિક્ષક કોડ : 10087791 તારીખ : 04-02-2022
શિક્ષકનું નામ : મક્કમપરા વિજય રાકેશભાઇ મો.નં.:- 8140480391
શાળાનું નામ : શ્રી ઐયર પ્રાથમિક શાળા તા – નખત્રાણા જિ- કચ્છ
★ કોર્સની ઝાંખી :-
કોર્સનું માળખું, હેતુઓ અને કોર્સની રૂપરેખા અંગે સમજ મેળવી હતી.આ ઉપરાંત કોર્સના સમયગાળા અને પ્રમાણપત્ર મેળવવા અંગે સમજ મેળવી હતી.
★ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે શાળાના નેતૃત્વ આધારિત માળખું વિકસાવવું:-
પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટેની NISHTHAમાં ૩ થી ૯ વર્ષની વયના બાળકો નો સમાવેશ કરવામાં આવેલ છે. ધોરણ - ૩ પછીના બાળકો માટે 'વાંચવા માટે શીખવું' થી 'શીખવા માટે વાંચવા' તરફ વાળવા માટેના વળાંક જેવી બાબતો અંગેની જાણકારી ડો. ચારુ સ્મિતા મલિકના 04:59 મિનિટના વીડિયોમાં મેળવી હતી.
☞ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે શાળા નેતૃત્વ આધારિત પરિપ્રેક્ષ્ય વિકસાવવો:
Sustainable Development Goal - 4 સિદ્ધ કરવા FLN સાથે સંકળાયેલી ક્ષમતાઓ સિદ્ધ કરવી જરૂરી છે. FLN એ 'પ્રવેશ કૌશલ્ય' છે 'અધ્યયન કસોટી' અને 'સંગૃહીત અધ્યયન ખોટ' અંગે સમજ મેળવી હતી.
મુખ્ય ત્રણ વિકાસાત્મક લક્ષ્યો:-
૧) બાળકો સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવે
૨) બાળકો અસરકારક પ્રત્યાયન કરતા બને
૩) બાળકો ભાગ લેનાર અધ્યેતા બને અને તેમના નજીકના પર્યાવરણ સાથે જોડાય
ઉપર્યુક્ત બાબતો અંગે સમજ મેળવી હતી.
☞ અધ્યયનના વિવિધ તબક્કાઓ-
'શીખવા માટે વાંચવા'ની સંકલ્પનાની સમજ મેળવી હતી.
☞ FLNના સંદર્ભમાં શાળા નેતૃત્વ આધારિત મોડેલસ:
૪ પ્રકારના મોડેલ્સ નો સમાવેશ થાય છે જે આ પ્રમાણે છે-
૧) સ્થાનિક પરિપ્રેક્ષ્ય આધારિત નેતૃત્વ: પૂર્વ શાળા અને બાલવાટિકાના સંદર્ભો અનુસાર શૈક્ષણિક અને વહીવટી સંસાધનો પૂરા પાડવા પડશે
૨) અનુકૂલનશીલ નેતૃત્વ
૩)સહયોગી નેતૃત્વ
૪) પરિવર્તનશીલ નેતૃત્વ: સર્જનક્ષમ શાળા સંસ્કૃતિનું નિર્માણ કરવું.
પ્રવૃત્તિ: ૧ - જાતે કરી જુઓ
FLNના ઉદ્દેશ્યો માટે સંદર્ભ આધારિત શાળાના પ્રવેશ માર્ગો વ્યાખ્યાયિત કર્યા.
પ્રવૃત્તિ: ૨ - તમારા વિચારો જણાવો
શાળાના આચાર્ય તરીકે ૩ થી ૯ વર્ષની વયના બાળકોની અધ્યયન જરૂરિયાતોને અનુરૂપ થવા માટે વિવિધ હિતધારકો સાથે કઈ રીતે જોડાવવું તે અંગેના વિચારો આપેલી લિંક પર જઈને જણાવ્યા હતા.
★ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટેનું શિક્ષણશાસ્ત્રી નેતૃત્વ:-
અહીં 14:24 મિનિટનો વિડીયો નિહાળ્યો હતો. જેમાં ડોક્ટર ચારુ સ્મિતા મલિક, પ્રો. પૂજા સિંઘલ, પ્રો. સુનિતા ચુગ દ્વારા શિક્ષણશાસ્ત્રી આગેવાન કોણ છે?, તે શું કરે છે?, FLNના સંદર્ભમાં આચાર્યનું મહત્વ, શિક્ષણશાસ્ત્રી અને નેતૃત્વ કરનારનો પરિપ્રેક્ષ્ય શું હોવો જોઈએ?, શાળા માટે લક્ષ્યાંક કેવી રીતે નિર્ધારિત કરવું?, FLNની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા અને આયોજન કરવાના પગલા અંગે ચર્ચાના માધ્યમથી વિગતે સમજ મેળવી હતી.
પ્રવૃત્તિ: ૩ - અન્વેષણ કરો
- FLN માટે શિક્ષણ શાસ્ત્રીય નેતૃત્વ- બાળકને કેન્દ્રમાં રાખવું.
- વિઝન અને અભ્યાસક્રમ- ધ્યેય વ્યાખ્યાયિત કરવા.
- આરોગ્ય અને સુખાકારી- પ્રથમ વિકાસલક્ષી ધ્યેય.
- સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન આધારિત ક્ષમતાઓનું નિર્માણ
- FLN માટેની સક્ષમ પરિસ્થિતિ/ વાતાવરણનું નિર્માણ
- અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ને સક્ષમ બનાવી
- શિક્ષક સજ્જતામાં વધારો/ ક્ષમતા નિર્માણ
- વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન
- સંબંધિતો સાથેનું જોડાણ
- સંબંધિતો, શૈક્ષણિક કાર્યકર્તાઓ, ICDS સાથેનું જોડાણ
- વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ માં સુધારો
ઉપર્યુક્ત બાબત અંગે સમજ મેળવી હતી.
પ્રવૃત્તિ: ૪ - તમારા વિચારો જણાવો
૩ થી ૯ વર્ષની વયજૂથના બાળકોની અધ્યયન ક્ષમતાની ખાતરી કેવી રીતે કરશો? તે અંગેના મારા વિચારો આપેલ લીંક પર જઈને જણાવ્યા હતા.
☞ શિક્ષણશાસ્ત્રી અને નેતૃત્વ કરનાર કેવી રીતે બનવું?:
અહીં 06:07 મિનિટનો વિડીયો નિહાળ્યો હતો. જેમાં બે જુદી-જુદી પરિસ્થિતિઓ દર્શાવવામાં આવેલ હતી. શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો સાથે અને વાલી મીટીંગ દ્વારા વાલીઓ સાથે ચર્ચા કરી નેતૃત્વ અંગેની સમજ અપાઇ હતી.
★ FLN માટે શાળા - પરિવાર - સમુદાયની સફળ ભાગીદારી નું નિર્માણ:-
ઉપરોક્ત છ પ્રકારો કઈ રીતે અમલમાં મૂકવા અને તેનાથી થતાં ફાયદાઓ અંગે સમજ મેળવી હતી.
પ્રવૃત્તિ: ૫ - જાતે કરી જુઓ
બાળકો, માતા-પિતા અને શિક્ષકો વચ્ચે પરસ્પર સહયોગ બાબતના પડકારો અને ફાયદાઓ અંગે વિચારો લખ્યા હતા.
★ શાળાઓમાં FLNનું આયોજન અને અમલીકરણ:-
તાલુકા અને શાળા સ્તરે FLNને લાગુ કરવાની વ્યૂહરચના અંગે સમજ મેળવી હતી.
☞ પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું શાળાના આચાર્ય દ્વારા અમલીકરણ:
અહીં 08:02મિનિટ નો વિડીયો નિહાળ્યો હતો. જેમાં નાટકના માધ્યમથી તાલુકા કક્ષાએથી એકબીજાને કઈ રીતે સહયોગ પુરો પાડવો તે અંગે સમજાવવામાં આવેલ હતું.
પ્રવૃત્તિ: ૬ - અન્વેષણ કરો
શાળા વિકાસ યોજના, આયોજન, સહિયારુ વિઝન વિકસાવવું, ધ્યેયો અને લક્ષ્યાંકો સ્પષ્ટ કરવા, અમલીકરણ, જૂથ નિર્માણ અને જૂથ નેતૃત્વ, શાળા પ્રક્રિયામાં સહયોગ આપવો અને તેના પર દેખરેખ રાખવી, શાળા વિકાસ યોજના નું સતત મૂલ્યાંકન અંગે સમજ મેળવી હતી.
★ સારાંશ :-
ચાર્ટ દ્વારા સમગ્ર મોડયુલનો ટૂંકમાં સાર આપવામાં આવેલ હતો. જેના આધારે ટૂંકમાં સમગ્ર મોડયુલ અંગે સમજ મેળવી હતી.
★ પોર્ટફોલિયો :-
આપેલ વિષયના અનુસંધાને અસાઇન્મેંટ બનાવ્યુ હતું.
★ વધારાના સંસાધનો :-
બીજી વધારાની માહિતી માટે કોર્સમાં આપેલ વેબ સાઇટોની નોંધ કરી અને આપેલ લીંક જોઇ વધુ સમજ મેળવી હતી.
★ મુલ્યાંકન :- 20 પ્રશ્નોના ઉત્તર આપી ક્વીઝ પુર્ણ કરી હતી.
આમ, આ મોડયુલ દ્વારા પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે શાળા નેતૃત્વ વિશે પુરતી સમજ મેળવી હતી.