શૈક્ષણિક ઉપકરણો
પ્રાચીન સમયમાં વર્ગખંડ એટલે માત્ર કથન અને શ્રવણ એવો અર્થ થતો જેમાં કાળુ પાટિયું, ચોક અને પાઠયપુસ્તકનો સમાવેશ થતો હતો પણ હવે વૈવિધ્યપૂર્ણ ઇન્ટરેકિટવ બોર્ડનો ઉપયોગ થાય છે.
પ્રોજેકટરના પ્રકારઃ-
· સ્લાઇડ પ્રોજેકટર
· ફિલ્મસ્ટ્રીપ પ્રોજેકટર
· ઓવરહેડ પ્રોજેકટર
· એપિડાયોસ્કોપ
સ્લાઇડ પ્રોજેકટરઃ-
સ્લાઇડ પ્રોજેકટર એ દ્શ્ય ઉપકરણ છે. એમાં રજૂ કરાયેલી વિગતો પડદા પર જોઇ શકાય છે. સ્લાઇટ એ ચિત્રવાળી ચોરસ અને લંબચોરસ પારદર્શક તકતી છે. સામાન્ય રીતે ૩’’×૩’’થી માંડીને ૧૦’’×૧૦’’ સુધીની પ્લેટસ, ચિત્ર,સ્લાઇડ, લખાણ વગેરે પડદા પર ઝીલી શકાય છે અને તેને રસપૂર્વક નિહાળી શકાય છે.
ફાયદાઃ-
· વિધાર્થીઓની કલ્પના શકિતનો વિકાસ થાય છે.
· પાઠયપુસ્તકનું જ્ઞાન મૂર્ત બને છે.
· સંકલ્પનાઓ- વ્યાખ્યાઓ સ્પષ્ટ થાય છે.
· રંગીન લખાણ અને ચિત્રો દ્વારા સંકલ્પના સ્પષ્ટ કરી શકાય છે.
· વિજ્ઞાનમાં આકૃતિઓ દર્શાવવા આ સાધન ખૂબજ સફળ નીવડે છે.
· સામાજિક વિજ્ઞાનમાં નકશા, આલેખ દર્શાવવા માટે આ સાધન ઉપયોગી છે.
ફિલ્મસ્ટ્રીપ પ્રોજેકટરઃ-
કોઇ પણ વિષયના ક્રમિક રીતે પારદર્શક હોય તેવી પ્લાસ્ટીકની પટ્ટી પર લીધેલા ૮ થી ૧૦ કે વધુ ચિત્રોની હારમાળાને ફિલ્મસ્ટ્રીપ કહેવામાં આવે છે. આખા વર્ગમાં ફિલ્મસ્ટ્રીપમાં દોરાયેલા ચિત્રો પડદા પર મોટા સ્વરૂપે જોઇ શકાય છે શિક્ષક ઇચ્છે તો પોતાના હાથે પોતાની કુશળતા પ્રમાણે જાતેજ રંગીન કે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મસ્ટ્રીપ બનાવી શકે છે.
ફાયદાઃ-
· શિક્ષક ઇચ્છે તે મુજબ અને વિધાર્થીને સમજ પડે ત્યાં સુધી
· ક્રમિક ફિલ્મો બતાવી શકાય અને વિષયનું દ્ઢીકરણ કરી શકાય છે.
· વર્ગવ્યવહાર જીવંત બને છે.
· ઓછી મહેનત અને ઓછા ખર્ચે શિક્ષક જાતે ફિલ્મસ્ટ્રીપ તૈયાર કરીશકે છે.
· વિધાર્થીઓની કલ્પનાશકિત વિકસે છે.
ઓવરહેડ પ્રોજેકટરઃ-
ઓવરહેડ પ્રોજેકટર એ પ્રોજેટરનો જ એક ભાગ છે. જેનો ઉપયોગ કરતી વખતે શિક્ષક વર્ગની સામે ઉભો રહી શકે છે. જેનાથી ૧૦’’×૧૦’’ સુધીની કોઇ પણ માપની પારદર્શક વસ્તુઓ પ્રક્ષેપિત થઇ શકે છે. આનો ઉપયોગ સર્વપ્રથમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને તાલીમ આપવા માટે થયો હતો.
ફાયદાઃ-
· આકૃતિ, રેખાંકન અને નકશા પ્રક્ષેપિત કરી શકાય છે.
· અલગ ચોકકસ કાર્ય કરવાની જરૂર રહેતી નથી.
· ઓવરહેડ પ્રોજેકટરનાં સંચાલન માટે અન્ય વ્યકિતની સહાય જરૂરી નથી.
· શિક્ષક વર્ગની સન્મુખ હોય છે એટલે ચર્ચા કરવી સરળ બને છે.
એપિડાયોસ્કોપ
એપિડાયોસ્કોપ અપારદર્શક ચિત્રને પડદા પર પ્રક્ષેપિત કરે છે. આ પ્રકારના અપારદર્શક સાહિત્યનું પ્રક્ષેપિત કરવાની ક્ષમતા બીજા કોઇ પણ સાધનની નથી. આ વિશિષ્ટ ગુણને કારણે આ સાધનનું વિશેષ મહત્વ છે.
એપિડાયોસ્કોપની રચનાઃ-
એપિડાયોસ્કોપ એ ધાતુની એક પેટી જેવી રચના હોય છે જેના મુખ્ય ભાગોમાં બલ્બ, પરાવર્તક અરીસો, લેન્સ-૧, લેન્સ-ર સ્લાઇડ/ફિલ્મસ્ટ્રીપ મુકવાનું સ્ટેન્ડ વગેરે હોય છે. તેમાં પ૦૦ થી ૧૦૦૦ વોલ્ટનો બલ્બ વાપરવામાં આવે છે. બેઠકની નીચે હેન્ડલ જેવી રચના હોય છે. બેઠક પર પ્રક્ષેપિત કરવાની અપારદર્શક સામગ્રી મૂકવામાં આવે છે.
એપિડાયોસ્કોપની શિક્ષણ પ્રક્રિયામાં યોગદાન/ઉપયોગ
· એપિડાયોસ્કોપએ અપારદર્શક સામગ્રી અને ફિલ્મસ્ટ્રીપ કે સ્લાઇડ જેવી પારદરર્શક સામગ્રીને પ્રક્ષેપિત કરવા માટે ઉપયોગી છે.
· બાળકો માટે જરૂરી સંદર્ભ પુસ્તકો, મેગેઝીન, વર્તમાનપત્રો તેમજ અન્ય અપારદર્શક સામગ્રીને સીધે સીધી એપિડાયોસ્કોપની બેઠક પર મૂકીને રજૂ કરી શકાય છે.
· નાના કદમાં રહેલી સામગ્રીને મોટા કદમાં રજૂ કરી શકાય છે.
· મહાન વ્યકિતઓના હસ્તલિખિત લખાણ વિધાર્થીઓની રચનાઓ કે આકૃતિઓ દર્શાવી શકાય છે.
· વર્ગમાં ચિત્ર, આકૃતિ કે ડાયાગ્રામને એનલાર્જ કરી શકાય છે.
· નાની ઘન અપારદર્શક વસ્તુઓ દર્શાવવાના ઉપયોગમાં લઇ શકાય છે.
ટેપરેકોર્ડરઃ-
પ્રાચીન સમયમાં ગુજરાતી જેવા વિષયમાં કવિતા મૌખિક ભણાવવામાં આવતી પરંતુ આમાં શિક્ષકોની મર્યાદાને કારણે બાળકોને આમાં રૂચિ લાગતી ન હતી. પરંતુ જો કવિતાને રાગ, લય, તાલ અને સંગીતના સાધનો સાથે સંભળાવવામાં આવે તો બાળકોને કઇંક અલગજ અનૂભૂતિ થશે. સામાન્ય રીતે શિક્ષક આ સાધનોનો ઉપયોગ વર્ગખંડમાં કરી શકે છે.
ફાયદાઃ-
· એક જ કેસેટ ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
· શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબજ ઉયોગી બને છે.
· ભૂતકાળમાં રેકોર્ડ થયેલા સારા વકતવ્ય(સ્પીચ)ને બાળકો સમક્ષ રજૂ કરી પ્રેરણા પૂરી પાડી શકાય છે.
· બાળક પોતાની સ્પીચ રેકોર્ડ કરીને ઉચ્ચારણ અંગેની જાણ કરી શકાય છે.
· દ્ઢીકરણ અને પુનરાવર્તનનો અવકાશ રહે છે. સરળતાથી અને ઓછા ખર્ચે વસાવી શકાય છે.
ટેલીવીઝનઃ-
વિશ્વના લગભગ બધા જ દેશોમાં શિક્ષણના એક અસરકારક સાધન તરીકે ટેલીવિઝનની ઉપયોગિતાને માન્યતા મળેલી જોવા મળે છે. શિક્ષણમાં તેનો વ્યાપક ઉપયોગ કરીને અધ્યેતા પક્ષે અસરકારકતા જોવા મળે છે. આ એવું દ્શ્યશ્રાવ્ય ઉપકરણ છે જેના દ્વારા બાળકમાં અનુભવ અને જ્ઞાન મેળવવની ક્ષમતા વિકસે છે.
ફાયદા
· આ ઉપકરણ વડે વર્ગને જીવંત રાખી શકાય છે.
· આ આ ઉપકરણ દ્વારા GIET અને BISAG દ્વારા પાઠ નિદર્શન અને શૈક્ષણિક પ્રવુત્તિઓનું સમયાંતરે પ્રદર્શન બતાવી શકાય છે.
· ભણતર આનંદમય, પ્રવૃત્તિમય અને ભાર વગરનું બને છે.
· શિક્ષણની યાત્રા આનંદની યાત્ર બને છે.
· સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં ઐતિહાસિક સ્થળોનું નિદર્શન વર્ગખંડમાં બેઠા- બેઠા કરી શકે છે.
· વર્ગશિક્ષણ કરતાં ટેલિવિઝન શિક્ષણ હેઠળના વિધાર્થીઓ વધુ પ્રસન્ન, પ્રફુલ્લ રહી શિક્ષણ મેળવે છે. જે ચિરદાયી નીવડે છે.
· આમ ટેલીવિઝન શિક્ષણની ફળશ્રુતિ પ્રણાલીગત શિક્ષણ કરતાં વધુ ફળદાયી નીવડી શકે છે.
મોબાઇલઃ-
આજના યુગને મોબાઇલ યુગ કહીએ તો પણ ખોટું નથી. મોબાઇલ એ એક ઇલેકટ્રોનિક ઉપકરણ છે જે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
”No one Can live without Mobile”
આજના શૈક્ષણિક વાતાવરણમાં મોબાઇલ ડિવાઇસએ બાધારૂપ નીવડે છે પરંતુ જો તેનો યોગ્ય અને શિસ્તપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણકાર્યનું એક શૈક્ષણિક ઉપકરણ બની શકે છે.
મોબાઇલનો શિક્ષણમાં ઉપયોગઃ-
· મોબાઇલના ઉપયોગ દ્વારા જોડકણા, બાળગીત, કવિતા, પ્રાર્થના વગેરે બાળકો સમક્ષ રજૂ કરી શકાય છે.
· મોબાઇલમાં રેકોર્ડિંગ સુવિધા હોવાથી શિક્ષક તેનો વર્ગમાં યોગ્ય વિષય અંતર્ગત ઉપયોગ કી શકે છે.
· સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં શિક્ષક સમયરેખા, વૈશ્વીક સમયની માહિતી વર્ગ સમક્ષ મોબાઇલ દ્વારા રજૂ કરી શકાય છે.
· મોબાઇલના ઉપયોગ દ્વારા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્ગના કાર્યક્રમો, પ્રવાસ પર્યટન કે જરૂર જણાય ત્યાં ફોટોગ્રાફસ, વિડીઓ રેકોર્ડિંગ કરી શકાય છે.
· મેમરી કાર્ડ એ મોબાઇલમાં વપરાતું Storage Device છે જેની સંગ્રહ ક્ષમતા 16GB સુધીની છે.
પેન ડ્રાઇવ
માહિતીને સંગ્રહ કરવા અને એક કોમ્પ્યુટરમાંથી અન્ય કોમ્પ્યુટરમાં માહિતી આપ-લે કરવા વપરાતું સરળ સાધન એટલે પેન ડ્રાઇવ.
પેન ડ્રાઇવની રચના પેન જેવી છે. જે આપણા પોકેટમાં સરળતાથી રાખી શકાય છે. પેન ડ્રાઇવ એ સ્ટોરેજ ડિવાઇસ છે જેમાં સરળતાથી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. હાલ બજારમાં પેન ડ્રાઇવ 4GB,8GB,16GB,32GB ની ઉપલબ્ધ છે.
પેન ડ્રાઇવની શોધ- તોશીબા કંપની(જાપાન)
જેમાં પેન ડ્રાઇવનો ઉપયોગ શિક્ષક અનેક રીતે કરી શકે છે. પેન ડ્રાઇવ ઉપયોગમાં લેતી વખતે વાયરસની આપ-લે ન થાય તેની ખાસ કાળજી રાખવી.
પેન ડ્રાઇવનો શાળામાં ઉપયોગઃ-
· પેન ડ્રાઇવનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે વાપરી શકાય.
· પેન ડ્રાઇવમાં ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી ચિત્રો, Video Clips, Audio Clips વગેરે જેવી માહિતી વર્ગખંડમાં રજૂ કરીને તેમના જ્ઞાનને અપડેટ કરી શકાય છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન સિમિત ન બની શકાય છે.
· પેન ડ્રાઇવમાં શાળાના સાંસ્કુતિક કાર્યક્રમનો, ફોટોગ્રાફસ, વિડિયો રેકોર્ડિંગ વગેરે સંગ્રહ કરીને ભવિષ્યમાં બીજા વિધાર્થીઓ સમક્ષ નિદર્શન કરી શકાય છે.
· પેન ડ્રાઇવનો ઉપયોગ સીડી, ડીવીડી કરતાં સરળ રીતે થઇ શકે છે.
You tube downloader
You tube downloader એક પ્રકારની Application છે જેના દ્વારા You tube પરના દરેક વિડિયોને કોઇ પણ ફોર્મેટ(3GP, MP3,MP-4,WMP FLV) ડ) ડાઉનલોડ કરી શકો છો.
ઇન્ટરનેટ પરથી Video downloaderને અનુલક્ષીને અનેક Application ઉપલબ્ધ છે. દા.ત. keepvide, vdowloader
CD/DVD:-
આજના ટેકનોલોજીના યુગમાં માહિતીનો સંગ્રહ કરવો જરૂરી બની ગયો છે ત્યારે શિક્ષણમાં પણ માહિતીનો સંગ્રહ કરવા CD/DVD જેવા ઉપકરણો અનિવાર્ય બની ગયા છે. જેનો ઉપયોગ વર્ગમાં યોગ્ય સમયે ચોકકસ હેતુ સિધ્ધ કરવા વપરાય છે.
CD:- COMPACT DISK
DVD:- DIGITAL VERSATILE DISK
CD/DVDનો શિક્ષણમાં ઉપયોગઃ-
· CDનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા થાય છે.
· CDની માહિતી ફકત વાંચી શકાય પણ તેના પર ફરી લખી ન શકાય.
· CDનો ઉપયોગ રમતો, ચલચિત્રો, એનિમેશન વગેરેના પ્રકાશનમાં પણ કરી શકાય.
· CDની સંગ્રહ ક્ષમતા 700GB ની હોય છે.
· CDની ઉપર આખા જ્ઞાનકોષને સંગ્રહ કરી શકાય છે.
· જયારે DVDનો ઉપયોગ CDની જેમજ ઉપર જણાવ્યા પ્રમાણે થાય છે. પરંતુ તેની સંગ્રહ ક્ષમતા ઘણી ઉંચી છે.
· DVDની સંગ્રહ ક્ષમતા 4.7GB હોય છે.
· CD અને DVD બીજા ઉપકરણ કરતા સસ્તુ અને સરળતાથી હેરફાર કરી શકાય તેવું સાધન છે.
પ્રિન્ટરઃ-
સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં માહિતીને feed કરીએ છીએ અને તેને છાપવા ઇચ્છીએ છીએ. માહિતીને છાપવા કે પ્રિન્ટ કરવા માટે કોમ્પ્યુટર સાથે જોડાયેલા એકમને પ્રિન્ટર કહે છે. હાલમાં વિવિધ પ્રકારના પ્રિન્ટરર્સ બજારમાં ઉપલબ્ધ છે. થોડા સમય પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટરર્સ હતા જયારે હાલમાં કલરીંગ પ્રિન્ટરર્સ ઉપલબ્ધ છે.જેવા કે લેસર પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર, ડોટ મેટરીક્ષ પ્રિન્ટર, લાઇન પ્રિનટર વગેરેનો સમાવેશ કરી શકાય છે. હાલ લેસર પ્રિન્ટર વધારે ઉપયોગી બને છે.
સ્કેનરઃ-
સ્કેનર એ ઇનપુટ સાધનોમાંનું એક ઇનપુટ સાધન છે. સ્કેનરનો ઉપયોગ કોઇપણ નાની માહિતીને સ્કેન કરી પડદા પર Magnify કરી પડલા પર પ્રદર્શીત કરી શકાય છે.
આધુનિક સ્કેનર પ્રત્યેક ચોરસ ઇંચે 4800 ટપકાને જુદા-જુદા ડિજિટમાં ફેરવે છે. સંશોધકોએ હેન્ડ સ્કેનર પણ ઉપલબ્ધ કરાવી દીધા છે.
Internet નો લોકો ઉપયોગ સૌથી વધારે ઉપયોગ E-Mail કરવા માટે કરે છે.
E-Mail એટલે Electronic Mail
E-Mailના ઉપયોગથી સંદેશાની આપ-લે કરી શકાય છે. આ સંદેશા અત્યંત ઝડપી પહોંચી જાય છે. અને સંદેશો પહોચ્યો તેના સમાચાર પણ તરત જ આપણને મળી જાય છે.
અત્યારે મોટા ભાગની સાઇટ E-Mail સર્વિસ મફત પૂરી પાડે છે.
E-Mail દ્વારા લખાણ ઉપરાંત ચિત્ર અને voice પણ મોકલી શકાય છે. voice મોકલો ત્યારે તેને voice mail કહેવામાં આવે છે.
E-Mail ની સગવડ મેળવવા મેળવવા માટે કોઇ ચોકકસ સાઇટ પર E-Mail Account ખોલાવવુ જરૂરી છે.
E-Mail Account ખોલાવવા માટે g-mail,yahoo,hotmail જેવી સાઇટ પ્રચલિત છે.
ત્યાર બાદ નવું E-Mail એકાઉન્ટ ખોલાવવા માટેનું એક ફોર્મ online જ ભરવાનું છે. આવો આપણે જાણીએ કે E-Mail Account કેવી રીતે ખોલાય.
E-Mail Account ખોલવું:-
· સૌપ્રથમ Internet પર કનેકટ થાઓ.
· ત્યાર બાદ Internet Explorer પર ડબલ કલીક કરો.
· નવી ખૂલતી સ્ક્રી પર Address bar માં તમે સાઇટનું નામ લખો.
દા.ત. www.hotmail.com
www.redifmail.com વગેરેમાંથી કોઇ એક.
· તમે જે સાઇટનું નામ આપ્યું હશે તેનું HOME PAGE ખૂલશે. આ પેઇજ પર
new user! Sign up now! તેની પર કલીક કરો.
· હવે એક રજીસ્ટ્રેશન ફોર્મ આવશે તે ફોર્મ પુરેપુરૂ ભરી દો.
· ફોર્મ ભરી લીધા બાદ નીચે summit પર કલીક કરો.
· આમ તમે પસંદ કરેલી સાઇટ પર તમારૂ account બની ગયું.
· હવે તમે પસંદ કરેલ user id અને password યાદ રાખો. તથા તમારી
નોટબુકમાં નોંધી લો.
· તમારે જયારે પણ E-Mail કરવો હોય ત્યારે તમે Internet Explorer પર
કબલ કલીક કરો. ખુલતા સ્ક્રીન પર તમારી સાઇટનું Address લખો.
· સાઇટ ખુલી જાય એટલે sign name અથવા તો ID લખેલ હોય તે ખાનામાં
તમારૂ ID લખો અને password ના ખાનામાં તમારો password લખો.
· ત્યાર બાદ Enter આપો અથવા sign in પર કબલ કલીક કરો.
· આમ કરતા તમે તમારી સાઇટના તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવી શકશો.
· તમારા Accountમાં તમારા પર જે Mail આવ્યા હશે તેની યાદી આપેલી
હશે.
· લાલ તીરની નિશાની વાળા E-mail નવા અથવા તો વાંચ્યાં વગરના છે
· તમે તમારા E-mail વાંચી લો.
· તમારે જે E-mail દૂર કરવા હોય તેની સામે આપેલા ચેકબોકસમાં કલીક
કરો. Delete પર કલીક કરો. આમ દૂર કરવા માટે પસંદ કરેલા E-mail દૂર
થશે.
E-mail કેવી રીતે કરશો?
· તમારા Accountમાં પ્રવેશ કરો.
· ત્યારબાદ compose પર કલીક કરો.
· આથી એક નવો વિન્ડો ખુલેલો જોવા મળશે.
· નવા વિન્ડોમાં TO લખેલું છે તે ખાનામાં તમારે જેને E-mail મોકલવો છે
· તેનું E-mail Address લખો.
· દા.ત. shrinatan@rediffmail.com
· cc અને Bcc નો ઉપયોગ તમે એક કરતાં વધું વ્યકિતને સમાન E-mail મોકલવા કરી શકો છો. જરૂર જણાય તો તે ખાનામાં અન્ય E-mail Address લખો અથવા ખાલી રહેવા દો.
· subjectના ખાનામાં તમે તમારા E-mailનો subject લખો.
· ઉપરોકત એડ્રેસના મુદ્દાઓની નીચે આપેલ બોકસમાં તમે તમારો મેસેજ ટાઇપ કરો.
· હવે તમે લખેલા સંદશા બોક્ષની ઉપર અને નીચે બને બાજુ send લખેલ છે તેમાંથી ગમે તે એક જગ્યાએ કલીક કરો.
· માત્ર ચાર પાંચ સેકન્ડમાં તમારો E-mail તમે જણાવેલ સ્થળે પહોંચી જશે. અને તે મેલ સરનામે પહોંચ્યો છે તેના સમાચાર પણ તમારી સામે આવી જશે.
· તમે કોઇ પણ ચિત્ર તેમજ તેની સાથેનું લખાણ કે voiceનો સંદેશો E-mail દ્વારા મોકલવા માંગતા હોય તો તે સંદેશો પહેલાં MS-WORD કે અન્ય પ્રોગ્રામમાં લખી લો. ત્યારબાદ તેને save કરો. તમે કયા નામ નીચે, કયા ફોલ્ડરમાં, કઇ ડ્રાઇવ પર સેવ કરેલ છે તે યાદ રાખો.
· દા.ત. pankajsciencepicture લખેલ છે, તો આ તમારી ફાઇલનો path થયો. જેમાં ડ્રાઇવ, pankaj નામનું ફોલ્ડર અને sciencepicture નામની ફાઇલ છે.
· હવે તમે તમારૂ E-mail Account ઇન્ટરનેટ પર ખોલો. ત્યારબાદ જે સ્ક્રન ખૂલે તેમાં પ્રથમ ખાનામાં તમારી ફાઇલનો path લખો.
· ત્યારબાદ Attach to massage પર કલીક કરો. અને અંતે Done પર કલીક કરો. આમ કરતાં તમારી ફાઇલ તમે આપેલ E-mail એડ્રેસ પર પહોંચી જશે.
DRAFT:-
· ડ્રાફટ મેઇલ એટલે જયારે E-mail કરતી વખતે E-mail ને સેવ કરવામાં આવે ત્યારે તે ડ્રાફટ મેઇલ બને છે.
SPAM MAIL:-
જયારે એક વ્યકિત અથવા કંપની બીજી વ્યકિતને બિનજરૂરી E-mail મોકલે છે તેને spamming કહે છે.
સ્પામીંગની મદદથી મોકલવામાં આવતાં E-mail ને spam mail કહે છે. જે વ્યકિત કે કંપની બિનજરૂરી E-mail(spam) મોકલે છે તેને spammer કહે છે.
સ્પામ મેઇલને મુખ્યત્વે મોકલવાનો ઉદે્શ ઘણીબધી વ્યકિત એક સાથે કંપનીની પ્રોડકટ જોઇ શકે અને જાહેરાત કે પ્રલોભન જોઇ વસ્તુ ખરીદી શકે અથવા પ્રોડકટની સર્વિસ માટે રજીસ્ટ્રેશન કરી શકે.
કોઈને મેઈલ કરતા સમયે subjectમા મેઇલનો વિષય કે સંદર્ભ લખવો નહીતર મેઈલ સ્પામ થવાની પૂરી સંભાવના રહે છે.
Internet
ઇ.સ. 1969માં અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સએ નેટવર્ક શરૂ કર્યુ અને તે ARPNET(ADVANCED RESEARCH PROJECTS ADMINISTRATION NETWORK) તરીકે ઓળખાયું. તેની શરૂઆતમાં એક કમ્પ્યટર કેલીફોરર્નિયા અને બાકીના ત્રણ Uthaમાં હતાં તેમાં સોફટવેર અને હાર્ડવેર ડિવાઇલ શેર થતા હતા. ત્યાની મિલિટરીએ યુનિવર્સિટીને નેટવર્ક સાથે જોડવાની રજા આપી અને જેના કારણે વિધાર્થીને જોડીને તેને લગતાં સોફટવેર ડેવલપ કરી શકે અને આમ ઇન્ટરનેટનો જન્મ થયો કે હાલની સદીનું એક અગત્યનું અંગ બની ગયું છે.
ઇન્ટરનેટ એટલે શું?
ઇન્ટરનેટ એ Inter-Inter connected અને Net-Network એ બે શબ્દોના સંયોજનથી બનેલ શબ્દ છે. આમ ઇન્ટરનેટ એટલે ઇન્ટર કનેકટ નેટવર્ક.
Internet- Network of networks
નેટવર્કઃ-
બે અથવા બે કરયાં વધું Computerનું એવું જોડાણ કે જેમાં દરેક Computer એકબીજા સાથે માહિતીની આપલે કરી શકે અને તેને Computer Network કહી શકાય.
નેટવર્કના પ્રકારઃ-
LAN (LOCAL AREA NETWORK):- એકજ મકાન કે એકજ સંકુલમાં આવેલ Computerને જોડતું એવુ Network જેની માલિકી અને સંચાલન કોઇ એક વ્યકિત કે સંસ્થા દ્વારા થાય.
દા.ત. શાળામાં Computer Labના Computerનું જોડાણ WAN(WIDE AREA NETWORK):-
વાઇડ એરીયા નેટવર્ક એટલે “જુદા જુદા સંકુલમાં આવેલા Computerને જોડતું Network.
દા.ત. બેંક,LIC, રેલ્વે રીજર્વેશન મોટી Main Officeનું sub office સાથેનું જોડાણ.
WANના પ્રકારઃ-
Internet
Entranet
આ ઉપરાંત બીજા અન્ય નેટવર્ક અર્થાત એક કમ્પ્યુટર સાથે અન્ય કમ્પ્યુટરનું જોડાણ માટે અહી જણાવેલ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.
(A) Wireless Local Area Network
(B) Metropolitan Area Network
(C) Storage Area Network
(D) System Area Network
ઇન્ટરનેટ માટે જરૂરી એવા સાધનોઃ-
(૧) કોમ્પ્યુટર
(ર) મોડેમ
(૩) ટેલીફોન
(૪) ISDN (Intrarated Services Digital Network)
ઇન્ટરનેટ પર મળતી શૈક્ષણિક માહિતીઃ-
ઇન્ટરનેટ પર જુદી જુદી શૈક્ષણિક પ્રકારની સાઇટ રહેલ હોય છે.Multi User site પરથી શૈક્ષણિક, રમતગમત, બિઝનેસ, સમાચાર, મનોરંજન વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.
અમુક શૈક્ષણિક સાઇટ પરથી શૈક્ષણિક માહિતી, વ્યકિત વિશેષ, વસ્તુનો ઇતિહાસ, શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક કોર્સ, પધ્ધતિ વગેરે વિષે વિસ્તૃત માહિતી આંગળીના ટેરવે મેળવી શકાય છે.
ઇન્ટરનેટનો એક અગત્યનો ઉપયોગ તેમની સાથે જોડાયેલ દુનિયાની લાઇબ્રેરીઓ છે. જેના દ્વારા તમે દુનિયાની કોઇપણ લાઇબ્રેરી સાથે ઇન્ટરનેટથી જોડાણ કરી શકો છો અને તેની પ્રિન્ટ કરી શકો છો. (આવી લાઇબ્રેરીઓમાંથી માહિતીઓ આદાન પ્રદાન કરવા અમુક રકમ ચૂકવવું પડે છે.
ઇન્ટરનેટની મદદથી Educational Softwareની યાદી તેમની કિંમત તેના ડિલરના નામ સાથે ઉપરાંત E-Commerceની સાઇટ દ્વારા તમે તે ખરીદી શકો કે ઓર્ડર આપી શકો.
Chat
Chatting દ્વારા એક વ્યકિત દુનિયાના કોઇપણ ખૂણાના બીજા વ્યકિત સાથે સંદેશાની આપ-લે કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય કોલની સરખામણીમાં Chatting ઘણું સસ્તુ પડે છે.જયારે Chatting માટે બ્રાઉઝર ખોલો છો ત્યારે તેની વિન્ડોમાં એક બાજુ જે વ્યકિત રૂમમાં હોય એટલે જોડાયેલી હોય તેવી વ્યકિતના નામનું લિસ્ટ જોવા મળે છે.બાજુની સ્કીનમાં એક વ્યકિત બીજી વ્યકિતને સંબોધીને જે મેસેજ મોકલે છે તે જોવા મળે છે.
ધારો કે A વ્યકિત B વ્યકિતને મેસેજ કે સંદેશો મોકલવા માંગતી હોય તો અહીં બંને વ્યકિત ઇન્ટરનેટ પર હોવી જોઇએ ઝયાં વ્યકિતના નામનું લિસ્ટ જોવા મળે છે.
ત્યાં જે તે નામ ઉપર ડબલ કિલક કરવાથી એક વિન્ડો ઓપન જોવા મળે છે તેમાં જે સંદેશો લખવો હોય તે લખીને આપવા. તે સંદેશો જે તે વ્યકિતના Computer ઉપર લાલ અક્ષરમાં જોવા મળે છે. પરંતુ જો વ્યકિતનું નામ સિલેકટ કર્યા વગર સંદેશો મોકલવામાં આવે તો તે સંદેશો જેટલી પણ વ્યકિત જોડાયેલી હશે તેટલી બધીજ વ્યકિતના Computer ઉપર જોવા મળશે.
કોઇ લાગણી દર્શાવતો મેસેજ મોકલવો હોય તો જ વેબસાઇટ ઉપરથી Chatting કરતાં હોય ત્યાં ઇમેજ બટન જોવા મળે છે. તેમાં Thank you, Sorry, Happy જેવી લાગણીઓ દર્શાવતી ઇમેજ જોવા મળશે. મેસેજ બોકસમાં ઇમેજનું નામ લખી ok આપતા લાગણી એટલે કે ઇમેજ દર્શાવી મોકલી શકાય છે.ઇન્ટરનેટ ઉપર Chatting માટેની નીચેની જાણીતી વેબસાઇટ સવલત આપે છે.
આ સિવાય ઘણી બધી વેબસાઇટો છે જે Chattingની સવલત પૂરી પાડે છે.
Live Chat- Video Conference
અગાઉ આપણે Chatની ચર્ચા કરી પરંતુ અહીં આપણે એકબીજીનો ચેહેરો જોઇ શકતા નથી તો તેના માટે Live Chat અને Video Conference ઉપયોગમાં લઇ શકાય.
વિડિયો કોન્ફરન્સનો ઉપયોગ શ્રાવ્ય, વિડિયો શ્રાવ્ય તેમજ કોમ્પ્યુટર ડેટા માટે થઇ શકે છે. કોમ્પ્યુટર વિડિયો કોન્ફરન્સ તેનો ઉપયોગ કરનાઓને એકબીજા સાથે માહિતીની આપ-લે કરવાની સગવડ પૂરી પાડે છે.
આપણે ટી.વી. ઉપર વિડિયો કોન્ફરન્સનો કાર્યક્રમ જોઇએ છીએ તેમાં કોઇ એક સ્થળે કે છેડે વિષયનો તજજ્ઞ કે નિષ્ણાત હોય છે તેનું સંચાલન કરનાર વ્યકિત હોય છે, નિષ્ણાતો જે ચર્ચા કરે છે ,વિચારો રજૂ કરે છે તે સંબંધી બીજા કોઇ સ્થળે રહેતી એકત્રિત થથેલી વ્યકિત કે જૂથ મનમાં ઉદભવેલા પ્રશ્નો કે સમસ્યાઓ રજૂ કરી તજજ્ઞ પાસે માર્ગદર્શન, સમાધાન મેળવે છે.
શિક્ષણક્ષેત્રમાં આ પ્રવિધિના ઉપયોગનો નવવિચાર આવકાર્ય બન્યો છે. કોઇ એક સ્થળે શૈક્ષણિક પાઠોનું વાર્તાલાપ કે ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. બીજા છેડે શિક્ષકો કે વિધાર્થીઓ સમૂહ હોય છે. તેઓ નિદર્શન નિહાળે છે અને જે પ્રશ્નો ઉદભવે તે અંગે સમાધાન મેળવે છે.
વિડિયો કોન્ફરન્સ કે લાઇવ ચેટ માટે હેડફોન, માઇક્રફોન, સ્પીકર, વિડિયો કેમેરાની જરૂર પડે છે.Computer ઉપર ડિવાઇસ એટેચ કરવામાં આવે છે.
ત્યારબાદ windows ઓપન કરવામાં આવે છે.ઇન્ટરનેટ ઉપર કનેકશન થયા પછી જે તે વેબસાઇટ દ્વારા સામેની વ્યકિતના Computer એકબીજાને જોઇ શકે છે.
ત્યાર બાદ માઇક્રોફોન- હેડફોનની સવલતથી લાઇવ વાતચીત કરી શકાય છે. ઇન્ટરનેટ ઉપર paltalk.com, ivist, yahoo.com, net to phone જેવી વેબસાઇટ પરથી સવલત મળે છે.
સરળતાથી મોબાઈલ પરથી ચેટિંગ કરવા માટે અત્યારે Whats app, facebook messenger, viber, skype વિગેરે ઉપલબ્ધ છે. મોબાઈલમા ઈન્ટરનેટ ઉપલબ્ધ હોવાથી આ બધા ચેટ એપ્સ દ્વારા સરળતાથી ફોટોગ્રાફ્સ, વિડીયોક્લિપ્સ, વોઇસ કે સંદેશાની આપ-લે સરળતાથી કરી શકાય છે.
અગત્યની વેબસાઇટ
amazone.com(પુસ્તકો વિષેની માહિતી)
khel.com(ભારતની રમતગમત અંગેની માહિતી)
cnn.com(online સમાચાર ચેનલ)
pugmarks.com(હિન્દી ગીતો માટે)
want zlearn.com(online educationની માહિતી)
Ncte-in.org
Cookinkclub.com
Freerice.com(અંગ્રેજી શીખવા માટે)
SEARCH ENGINE
Search Engine શબ્દ સુચના મેળવાવા માટેની વિધિઓ માટે પ્રચલિત છે. Search Engine એક વેબસાઇટ છે. જેનો ઉપયોગ www(world wide wab) પર માહિતી મેળવવા થવા જોવા માટે કરવામાં આવે છે. Search Engineએ શબ્દોનો ઉપયોગ કરે છે. જે ઉપયોગકર્તા દ્વારા કિ-બોર્ડ દ્વારા ઇનપુટ કરવામાં આવે છે.
સામાન્યતઃ Search Engineનું કામ એક સ્પાઇડર(spider)ને મોકલવાનું હોય છે. જે સંભવ દસ્તાવેજોને વાંચવાનું કામ કરે છે. એક બીજો પ્રોગ્રામ છે. ઇન્ડેક્ષ(Index), જેનું કામ દસ્તાવેજોને વાંચી સમાવાયેલા શબ્દો પરથી ઇન્ડેકસર(Indexar)નું નિર્માણ કરે છે. Search Engine આ માટે અલગોરિધમના ઉપયોગથી ઇન્ડેકસનું નિર્માણ કરે છે.
Search Engine ના ઘટકોઃ-
Search Engine ના ઘટકો નીચે મુજબ છે.
(૧) SPIDER(સ્પાઇડર):- સ્પાઇડર એક રોબોટિક પ્રોગ્રામ છે. જે વેબપેજને ડાઉનલોડ કરે છે. અને આ પેજના કોડને જુવે છે. સ્પાઇડર પાસે જોવા માટે કોઇ ઘટક હોતો નથી. તેથી વેબપેજ પર માઉસની જમણી કલીક કરી view source પર જઇએ છીએ જે આ કોડ એ જ થઇ જાય છે. જેને સ્પાઇડર જોઇ શકે છે.
(ર) CRAWLER(ક્રાલર):- સ્પાઇડરના પાનાનુ ડાઉનલોડ થતી વખતે આ ક્રોલર ગોળ ફરે છે. જે તરત જ પેજ પર મળતી link પર પહોંચી જાય છે.
(૩) INDEXER(ઇન્ડેકસર):- ઇન્ડેકસરનું કામ વેબસાઇટનાં વિભિન્ન ડાઉનલોડ કરેલ પેજનું વિચ્છેદન કરવાનું છે.
(૪)DATABASE(ડાટાબેઝ):- આ એક ડાઉનલોડ કરેલ પાના અને કાર્યરત પાનાનું ગોદામ છે.
SEARCH ENGINEનું પરિણામ પેજઃ- આ એ પેજ છે જેના પર સર્ચ કરેલું પરિણામ જોઇ શકાય છે. અને અહી શબ્દો પ્રમાણે નકકી થાય છે કે કયુ પેજ હોમપેજનાં સર્ચ બોકસમાં ઇનપુટ Query થી સમાનતા ધરાવે છે.
કેટલાંક પ્રચલિત SEARCH ENGINE:-
· EXCITE(એકસાઇટ):- આ એક વલ્ડ વાઇડ વેબ SEARCH ENGINE છે. જેને EXCITE(એકસાઇટ) દ્વાર વિકસીત કરી શકાય કરવામાં આવે છે. આ લગભગ પ૦ મિલિયન વેબ પેજનું પૂર્ણ TEXT ઇન્ડેકસની સુવિધા આપે છે. આ ઉપરાંત એકસાઇટની સુવિધા આપે છે. આ ઉપરાંત એકસાઇટ એની પાસે ઉપલબ્ધ ૬૦૦૦૦ સાઇટને સર્ચ કરવામાં સક્ષમ છે.
· અલ્ટાવિસ્તા (ALTA VISTA):- આ એક પ્રચલિતSEARCH ENGINE છે. જેનો વેબ પર ડેટર બેઝ વધારે છે. તથા આમાં લગભગ ૧૪૦ મિલિયન વેબપેજની ઇન્ડેકસ થઇ ગઇ છે. તેનું URL છે. http:/altavista.com/ ૧૯૯૮ સુધી આ SEARCH ENGINE yahooને સર્ચ સુવિધા આપતું અતું. અલ્ટાવિસ્તા બધાં શબ્દો એક વેબપેજ પર ઇન્ડેકસ કરે છે. તથા નવા પેજ જાતે જ એના ડેટાબેઝમાં થોડા દિવસોમાં જોડાઇ જાય છે. આમાં આપણે ફકત વેબસાઇટનું મુખ્ય પેજ જ સબમીટ કરવાનું રહે છે.અલ્ટાવિસ્તા સ્પાઇડર દાખલ કરેલ વેબસાઇટને નમૂના પેજનું પ્રતિનિધિત્વ કરવાવાળા ઇન્ડેકસ નિર્માણ કરે છે.
Yahoo(યાહુ)
(YET ANOTHER HIERARCHICAL OFFICIOUS ORCLE)
યેટ અનદર હિરાકિકલ અફિસિયસ ઓરેકલ
Yahoo એક word wide web ડીરેકટરી છે. જેની શરૂઆત ડેવિડ ફિલો અને જેરીંયેંગ એ સ્ટેનફોર્ડ યુનિવસિટીમાં કરી હતી. એકણે ૧૯૯૬માં વેબ પેજની કમ્પ્લાઇલીંગ અને કેટેગરાઇઝિંગ કર્યુ હતુ. ૧૯૯૬ સુધી આ પ્રચલિત વેબસાઇટ બની હતી અને આ બહુ જ મહત્વપૂર્ણ હતી.
Google (ગૂગલ):-
કહેવાય છે કે કોઇ પણ શોધવું હોય તો Google best. વિશ્વનું સર્વાધિક ઉપયોગ થવા વાળુ search engine ૪ બિલીયન ઇન્ડેકસ વેબપેજ ઉપલબ્ધ છે. Google search engine ૧૯૯૯થી ઉપલબ્ધ છે. Google ફકત એ જ પેજ બતાવે છે જેના બધા જ શબ્ધ Query એટલે કે સર્ચ બોક્ષમાં લખેલું લખાણથી સામ્યતા દર્શાવે છે. આ પ્રકારે સર્ચને વધારે યોગ્ય બનાવે છે. આમાં શબ્દોને પહેલા ઇનપુટ કરેલાં શબ્દો આગળ જોડવા સહેલા રહે છે. Google search engineને ઓપન કરવા google.com લખતાં મોનિટર પર નફફનીભ લખેલું જોવા મળશે. તેની નીચે એક બોક્ષ હોય છે જે સર્ચ બોક્ષ કહેવાય છે. જે પણ માહિતી મેળવવાની હોય તેને તેમાં લખવામાં આવે છે. તે બોક્ષની ઉપર web, mage, video, g-mail, googlet, news, calendar, reader વગેરે લખેલું હોય છે. જે ગૂગલ એ આપેલી લીંક છે. જેના પર click કરી સર્ચ બોક્ષમાં લખવાથી તે માહિતી જોઇ શકાય છે.
(૧) Web:- આના પર કલીક કરી search boxમાં લખવાથી અને search આપતાં તેને સંલગ્ન વેબસાઇટ ખૂલે છે. અને આપણે તેની માહિતી મેળવી શકીએ છીએ.
(ર) Image:- આના પર કલીક કરી search boxમાં માહિતી લખી search આપતા Imageનાં રૂપમાં માહિતી મેળવી શકાય છે.
(૩) Video:- જો કોઇ Video જોઇએ તો Video પર કલીક કરી બોક્ષમાં લખતાં તેની Video મેળવી શકાય છે.
(૪) Map:- Google Mapના ઉપયોગથી કોઇપણ સ્થળને અનુલક્ષીને ત્યાં જવા માટેનો માર્ગ જોઇ શકાય છે અને તે સ્થળ કયાં આવેલું છે તેની પણ સચોટ માહિતી મેળવી શકાય છે.
(પ) G-mail:- G-mail એટલે Google mail . G-mail પર mail account બનાવીને e-mail મોકલી શકાય છે. અને મેળવી પણ શકાય છે. E-mailમાં Image, Video કે બીજી કેટલીક પ્રકારની માહિતી uplaode a કરી શકાય છે અને મોકલી શકાય છે.
(૬) News:- આના પરથી રોજબરોજનાં News તથા historyમાં જુના News પણ મેળવી શકાય છે.
(૭) Google Talk:- ગૂગલ ટોક ઇન્સ્ટન્ટ મેસેજીંગ કલાઇન્ટ છે. ગૂગલ ટોકને કમ્પ્યટર કે મોબાઇલ ફોનમાં ઇન્ટોલ કરી દુનિયાભરમાં ચેટીંગ કરી શકાય છે. અને valpની મદદથી કોલ પણ કરી શકાય છે. ગૂગલ ટોક દ્વારા થતા કોલ એક કમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર વચ્ચે થાય છે.
(૮) ગૂગલ વોઇસઃ- ગૂગલ વોઇસ ટેલીકોમ્યુનિકેશન સર્વિસ છે. જેની મદદથી કોઇને પણ રેગ્યુલર ફોનની અંદર કોલ કરી શકાય છે. ગૂગલ વોઇસ આર્ડીનરી ટેલીફોન સાથે કામ કરી શકે છે. ગૂગલ વોઇસ દ્વારા PCથી રેગ્યુલર ફોન પર પણ વાત થઇ શકે છે. હાલમાં યુ.એસ.માં ગૂગલ વોઇસની મદદથી ફ્રી કોલ થાય છે. દુનિયાભરમાં ફોન કરવા નજીવો ચાર્જ લેવાય છે. જો કે ગૂગલ વોઇસ હમેરિકામાં જ હાલ કાર્યરત છે. ગૂગલ વોઇસ માટે લોકલ ટેલીફોન નંબર હોવો જોઇએ.
GOOGLE+:- હાલમાં ઘણી બધી Social website અસ્તિત્વમાં આવી છે. જેથી Google પણ GOOGLE+ દ્વારા Social Networkની શરૂઆત કરી છે. જેમાં નીચે પ્રમાણે સુવિધા આપેલ છે.
Circle:-આ સુવિધાનો ઉપયોગ કરી આપણે આપણા જાણીતા કે ગમતા વ્યકિતનું ગ્રુપ બનાવી શકીએ છીએ અને માહિતીની આપલે કરી શકીએ છીએ.
Hangout:- જયારે ઘણા બધા મિત્રો વાતો કરતા હોય અને તેમાંથી કોઇ એક વ્યકિત કોઇની વાતની શરૂઆત કરે તો બાકીના તમામ તેની વાત સાંભવવ લાગે છે. આ જ રીતે Google+ ની +Hang0utની સુવિધાથી આપણે મહત્તમ ૧૦ લોકો સાથે Video Chat કરી શકીએ છીએ. પરંતુ જો કોઇ એક વ્યકિત વાત ચાલુ કરશે તો બાકીના તમામ માત્ર તેને જોતા હશે. અને તેના માટે કોઇ ખાસ Settings કરવા પડતા નથી હાલ કોણ Chat કરશે તે નિર્ણય આપમેળે લે છે.
Share any where:- જો આપણી પાસે કોઇ નવી માહિતી આવે તો આપણે તરત જ આપણા મિત્રો સાથે share કરી શકીએ એવી વ્યવસ્થા કરેલી છે.
Spark:- આપણા circleમાં કોઇ વાત share ના થતી હોય અથવા આપણને ખબર ના હોય તેવા સંજોગોમાં આપણે Sparks પર કલીક કરી આપણા મનગમતાં વિષય વિશે ત્યાં લખી શકાય છે. આથી Google+ તેની જાતે શોધી આપણને બતાવે છે.
આ ઉપરાંત Google Translator પણ Google Page પર Google Page પર ઉપલબ્ધ છે જેનાં ઉપયોગથી ૧૬ પ્રકારની languageમાં Translete કરી શકાય છે અને વિવિધ પ્રકારની different languageમાં માહિતી મેળવી શકાય છે.
વિવિધ Search Engine ની યાદીઃ-
khoj.com
Rediff.com
Lycos.com
Go.com
Snap.com
Looksmart.com
Askjeeves.com
Goto.com
Infoseek.com
Indolink.com
Webcrawler.com
You tube (video search)
Mobile Networking
ર૧મી સદીમાં ઇન્ટરનેટ હવે Computer કે Laptop પૂરતું સિમિત રહયુ નથી. પરંતુ હવે તે હાથવગુ થઇ ગયુ છે. પ્રવર્તમાન સમયમાં આપણે મોબાઇલમાં પણ ર૪ કલાક ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ જેને Mobile Networking કહે છે.
પ્રવર્તમાન સમયમાં મોબાઇલમાં આવેલ ફેરફારને કારણે મોબાઇલ માનવજીવનનું એક અભિન્ન અંગ બની ગયુ છે. આંગળીના એક ટેરવેથી મોબાઇલ દ્વારા વિશ્વફલકની કોઇ માહિતી આપ-લે થઇ શકે છે.
Mobile Networkingનો વર્ગખંડમાં ઉપયોગઃ-
મલ્ટીમિડીયેટ કે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા વિવિધ પ્રકારની Poem, Songs, Rymes download કરી બાળકોને વર્ગખંડમાં સંભળાવી શકાય છે.
વર્ગખંડમાં કોઇ પ્રવૃત્તિ કરી તે Video recording કરી બાળકોને બતાવી શકાય છે. તથા વિશ્વફલક પર મૂકી શકાય છે.
આસપાસ બનતી ઘટનાઓનો ફોટોગ્રાફ કે વિડિયો લઇને મિત્રને મોકલી શકાય છે તથા બાળકોના અભ્યાસમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે.
પ્રોજેકટ કનેકટેડ ફોન દ્વારા વર્ગખંડમાં બાળકો સમક્ષ photo માહિતી વગેરે મૂકી શકાય છે.
Mobile T.V. દ્વારા બાળકોને new, educational programme બતાવી શકાય છે.
BISAG
ઇ.સ. ૧૯૯૭ના April માસમાં RESECOની સ્થાપના કરવામાં આવી. (RESECO- Remote sensing and communication centre)
ત્યારબાદ ડીસેમ્બર-ર૦૦૩માં મહાન ભારતી ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યના નામ પરથી આ સંસ્થાનું નવું નામ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ફોર સ્પેશ એપ્લિકેશન જીઓ- લન્ફરમેટિકસ (BISAG) આપવામાં આવ્યું.
BISAG દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓઃ-
કૃષિક્ષેત્રને લગતી વિવિધ માહિતીનું એકત્રીકરણ અને આયોજન
Soil and Land use
Urban Land use
પાણીના સ્ત્રોતો, Water Shad
Forest and Environment
શૈક્ષણિક કાર્યક્રમો
Edu. Sat. નામની સેટેલાઇટ શિક્ષણ વિભાગ દ્વારા લોંચ કરવામાં આવી છે જેની મદદથી રાજય સરકાર હસ્તકની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં દૂરવર્તી શિક્ષણને અનુલક્ષીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લગતા વિવિધ કાર્યક્રમો તજજ્ઞોના માર્ગદર્શન દ્વારા તૈયાર કરીને તેનું પ્રસારણ સમગ્ર ગુજરાતની શાળાઓમાં BISAG દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.
શિક્ષણ વિભાગને લગતા કોઇપણ કાર્યક્રમ, તાલીમ, માહિતીનું આદાન-પ્રદાન વિડિયો કોન્ફરન્સીંગ BISAG દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.
આ દરેક કાર્યક્રમનું પ્રસારણ પત્રક.......
· માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત થતો લેખ માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણમાં આવે છે.
· જીવન શિક્ષણ
· કાર્યક્રમ પ્રસારણનો સમય 14:30 થી 17:00 નો હોય છે.
આ સમગ્ર કાર્યક્રોનું સંચાલન GCERT દ્વારા કરવામાં આવે છે.
GSWAN- GUJARAT STATE WIDE AREA NETWORK
ઉપરોકત સુવિધા દરેક સરકારી કચેરીમાં ઉપલબ્ધ છે.સરકારી કચેરીઓ GSWANની મદદથી મેઇલની આપલે કરે છે અને શિક્ષણની વિવિધ કચેરીઓ અને સરકાર તરફથી મૂકવામાં આવતાં શિક્ષણ વિભાગના બધા જ પરિપત્રો GSWAN વેબસાઇટની મૂલાકાત લઇ આપણે માહિતી મેળવી શકીએ છીએ.