Gaam History

વાંઝણા

'"વાંઝણા"' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામ ચિખલી થી ૧૨ કિલોમિટર અંતરે (ચિખલી - સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર) આવેલા રાનકુવા ગામથી ૩ કિલોમીટર ઉત્તર દિશામાં ખારેલ જવાના રસ્તે આવ્યું છે. લીલા વૃક્ષ આચ્છાદિત અરબી સમુદ્ર થી ૨૫ કિલોમીટરના અંતરે અને દરિયાની સપાટીથી ૧૫ મિટરની ઊંચાઈએ આવેલું છે. ગામમાં ડાંગર તેમ જ શેરડી મુખ્ય પાક છે અને કેરી, ચીકુની વાડી સાથે કેળા પણ ઝુલે છે. ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે.ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

Vanzana Mukhya Shala

 Bus-Stand