એક કદમ આગળ

સપ્તાહ 1ના ઉકેલો

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર

એક કદમ આગળ શિર્ષક હેઠળ ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય માટે વિચાર પ્રેરક પ્રશ્નો પુછવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ પ્રશ્નોના સીધે સીધા ઉત્તરો ન આપતાં આ જવાબ શા માટે આવ્યો છે તે જો ચર્ચા કરવામાં આવે તો આ પ્રક્રિયા વધુ ઉપયોગી બનશે. આવી પ્રક્રિયા મારફતે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ પ્રકારનાં વિવિધ પ્રશ્નો પણ હલ કરી શકે તે આશય છે. આ સાથે સપ્તાહ 1માં પૂછેલા પ્રશ્નોના ઉકેલો રજૂ કરીએ છીએ.

પ્રશ્ન 1: પ્રિન્ટની છાપ

સમીરા તેના કમ્પ્યુટર પર ટી-શર્ટ માટે ફોટા ડિઝાઇન કરે છે. તે એક ખાસ કાગળનો ઉપયોગ કરીને પ્રિન્ટો છાપે છે. તે પછી પ્રિન્ટને ટી-શર્ટ પર મૂકી ઇસ્ત્રી કરવામાં આવે છે.

ટી-શર્ટ પરની અંતિમ પ્રિન્ટ એ કમ્પ્યુટર પરની ડિઝાઇનની મિરર પ્રિન્ટ (અરીસામાં મળતા પ્રતિબિંબ જેમ) છે. (નીચેની આકૃતિ જુઓ)

કમ્પ્યુટર પર રચાયેલ છે         કાગળ પર પ્રિન્ટ          ટી-શર્ટ પર ઇસ્ત્રી કરેલ પ્રિન્ટ

1. નીચેનું ચિત્ર સમિરાએ કાગળ પર પ્રિન્ટ કરેલ નવી ડિઝાઇન દર્શાવે છે.

જો આ ડિઝાઇન સમિરા સમાન પ્રક્રિયા દ્વારા ટી-શર્ટ પર લગાવે તો તે કેવી દેખાશે?

ઉકેલ:

અહીં, આપણી પાસે જે પરિસ્થિતિ છે તે જણાવે છે કે સમીરા તેના ટી શર્ટ પર જે સ્ટીકર લગાવે છે તે સ્ટીકર, જેવું દેખાય છે તેના કરતા ટીશર્ટ પર પ્રિન્ટ કરવાથી અવળું જોવા મળે છે. બીજી રીતે કહીએ તો અસલ સ્ટીકરની પાસે એક સાદો અરિસો મૂકીએ અને જે પ્રતિબિંબ અરિસામાં જોવા મળે તેવું જ ચિત્ર(છબી) કે પ્રિન્ટ ટીશર્ટ પર જોવા મળે છે.

આવું કંઇક આપણને બીજી કેટલી એવી આકૃતિઓમાં જોવા મળે છે, જેના પર કોઇ એક એવી જગ્યાએ સાદો અરિસો મૂકીએ તો આપણને જે તે આકૃતિ કરતા ઉલટી કે અવળી આકૃતિ જોવા મળે છે. જો આપણે આ બંને આકૃતિઓને જોડી દઇએ તો એક સરસ ભાત જોવા મળે છે. આ ભાતને સંમિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે સંમિતિની સંકલ્પનાનો ઉપયોગ કરવો પડશે.

આ પ્રશ્નો ઉકેલ મેળવવા માટે બાળકોને નીચે જણાવેલ પ્રશ્નો પૂછી શકાય.

1.  નીચેના આકારોની સામે અરિસો રાખતા અરિસામાં કેવું પ્રતિબિંબ જોવા મળશે તે જણાવો.

  1. A B C          
  2. $ € £

હવે, તમને આપેલ પ્રશ્ન વાંચો અને અવલોકન કરવા કહો. ત્યારબાદ કેટલાક પ્રશ્નો પૂછો. જેમકે,

  1. અસલ ચિત્ર કે ભાતનું પ્રતિબિંબ અરિસામાં કેવું દેખાય છે?
  2. અરિસામાં ચિત્ર અવળું દેખાતું હોય તો, મૂળ ચિત્ર કરતાં શું ફેર જોવા મળે?
  3. જો તમને કોઇ બીજું ચિત્ર આપવામાં આવે તો, તેનું પ્રતિબિંબ જોતા શું ફેરફાર જોઇ શકાશે?
  4. હવે, તમે તમને આપેલ મૂળ પ્રશ્નનું અવલોકન કરો અને જણાવો કે આપેલ સ્ટિકરનું ચિત્ર કેવું મળશે?

2. સમીરા દ્વારા તેના કમ્પ્યુટર પર તૈયાર કરેલી ડિઝાઇન્સનો ઉપયોગ સાદા પોર્સેલેઇન મગ પર પ્રિન્ટો છાપવા પણ કરી શકાય છે. સમીરાના મિત્ર માધવને તેની વસાહતની એક ઇવેન્ટ માટે 5 ટી-શર્ટ્સ અને 2 મગ મળ્યા છે. સમીરાએ તેની પાસેથી મુદ્રણ શુલ્ક તરીકે રૂપિયા 500 લીધા છે. જો એક ટી-શર્ટ પર પ્રિન્ટ મુદ્રિત કરવાની કિંમત રૂ. x અને એક મગ પર પ્રિન્ટ મુદ્રિત કરવાની કિંમત રૂ. y હોય તો કુલ પ્રિન્ટિંગ ચાર્જને દર્શાવતું સાચું સમીકરણ પસંદ કરો.

a) x + y = 500

b) 2x + 5y = 500

c) 5x + 2y = 500

d) 5x – 2y = 500

ઉકેલ:

અહીં, સમીકરણ તૈયાર કરવા માટે પૂર્વજ્ઞાન તરીકે આપણે જ્ઞાત, અજ્ઞાત સંખ્યા, પદ, પદાવલી અને ત્યારબાદ સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરવાનો થશે.

આપેલ માહિતી અનુસાર, આપણી પાસે ટી શર્ટ્સ તેમજ મગની સંખ્યા જ્ઞાત છે, જ્યારે તેની કિંમતો અજ્ઞાત સંખ્યા છે. આથી,

જ્ઞાત સંખ્યા = 5 ટીશર્ટસ તેમજ 2 મગ

અજ્ઞાત સંખ્યા = ટીશર્ટ પર પ્રિન્ટ કરવાની કિંમત રૂ. x છે,

        મગ પર પ્રિન્ટ કરવાની કિંમત રૂ. y છે.

આમ, બે પદ પ્રાપ્ત થાય, (1) 5 ટીશર્ટ્સ પર પ્રિન્ટ કરવાની કિંમત = 5x

                                  (2) 2 મગ પર પ્રિન્ટ કરવાની કિંમત =2y

બંનેની કિંમત ભેગી કરવાથી આપણને મળશે =  5x + 2y                …..(a)

હવે , સમીરાએ માધવ પાસે મુદ્રણ શુલ્ક તરીકે રૂ. 500 લીધા હતા. આથી,

બંનેની કિંમત રૂ. 500 થાય.                                                               ....(b)

આમ, (a) અને (b) પરથી કહી શકાય કે, 5x + 2y = 500

5x + 2y = 500 એ સાચું સમીકરણ થાય.

પ્રશ્ન 2: ઉદ્દીપક ( ઉત્પ્રેરક, કેટલિસ્ટ ) નો પરિચય 

રસાયણશાસ્ત્રનો મોટો ભાગનો અભ્યાસ એક અથવા વધુ નીપજો પેદા કરવા માટે એક પદાર્થની બીજા પદાર્થ સાથેની પ્રક્રિયા વિશે છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે તમે તમારા દસમાં ધોરણના સાયન્સના અભ્યાસક્રમમાં વધુ અભ્યાસ કરશો. આ અઠવાડિયાના વિજ્ઞાનના અભ્યાસક્રમમાં, અમે તમને ઉદ્દીપક સાથે પરિચિત કરવા માગીએ છીએ.

કેટલાક સમયે, પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા કરવામાં ખૂબ સમય લે છે, કેટલીકવાર વર્ષો પણ લાગી શકે છે. હવે, જ્યારે આપણે આવી પરિસ્થિતિમાં ઉદ્દીપકોને ઉમેરીએ છીએ, ત્યારે આ પ્રક્રિયાઓ ઝડપી થાય છે. ખરેખર, અમુક પ્રક્રિયાઓને સક્રિય થવા માટે થોડી બાહરી ઉર્જા (સક્રિયકરણ ઉર્જા) ની જરૂર પડે છે. જો આ ઉર્જા ઉપલબ્ધ ન થાય તો, પ્રક્રિયા થઈ શકે નહીં અથવા ખૂબ લાંબો સમય લેશે. તેથી, આવા સમયે ઉદ્દીપક તરીકે ઓળખાતા વિશેષ પદાર્થો ઉમેરવામાં આવે છે જે આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે. કેટલીકવાર, ઉદ્દીપકનો ઉપયોગ પ્રક્રિયાઓને ધીમી કરવા માટે પણ થાય છે. તેથી, ઉદ્દીપક એવા પદાર્થો છે કે જેને પ્રક્રિયામાં ઉમેરો તો તે પોતાનો ઉપભોગ ન થવા દેતા પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. કેમિકલ, પેટ્રોલિયમ, ફાર્માસ્યુટિકલ્સ, વગેરે ઉદ્યોગોમાં આનો વ્યાપક ઉપયોગ થાય છે.

આ ક્ષણે તમારા શરીરમાં ઘણા ઉદ્દીપક તેમનું કાર્ય કરી રહ્યા છે. ઉત્સેચકો એટલે કે એન્ઝાઈમ્સ કુદરતી ઉદ્દીપક છે અને તમે જેમ બાયોલોજીનો અભ્યાસ કરશો તેમ તમે તેમાંના ઘણા સાથે પરિચયમાં આવશો જેમ કે - પાચક ઉત્સેચકોનો અભ્યાસ કરશો, જે આપણા ડીએનએ ને નકલ કરવા અથવા યકૃતને શરીરમાં ઝેરી પદાર્થોને નાબૂદ કરવામાં મદદ કરે છે. વિજ્ઞાન સમાચાર માટેના વિદ્યાર્થીઓના લેખમાં લોરેલ હેમર્સ જણાવે છે તેમ, ઉદ્દીપકો એ રાસાયણિક પ્રક્રિયાઓના વણઓળખાયેલા હીરો છે, જે માનવ સમાજને ટકાવી રાખે છે.

હકીકતમાં, તમે સામાન્ય વાતચીતમાં પણ આ શબ્દનો ઉપયોગ થતો સાંભળ્યો હશે. ઉદાહરણ તરીકે, બાળકો સાતત્યપૂર્ણ ગ્રહ તરફના પરિવર્તન માટેના ઉદ્દીપક બની શકે છે.

નીચેનામાંથી કયું એક વાક્ય ઉદ્દીપકો માટે ખોટું છે?

(a) તે પ્રક્રિયાની શરૂઆત કરે છે

(b) તે સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે / વધારે છે

(c) તે પ્રક્રિયકો સાથે જોડાય છે

ઉકેલ:

અહી ઉદ્દીપકની વાત કરવામાં આવેલ છે. ઉદ્દીપક એવા પદાર્થો છે કે જેને પ્રક્રિયામાં ઉમેરો તો તે પોતાનો ઉપભોગ ન થવા દેતા પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. તે પ્રક્રિયા થવા માટે જરૂરી એવી સક્રિયકરણ ઉર્જાની ઘટાડે છે. પરંતુ તે પ્રક્રિયકો સાથે જોડાયા વિના પોતાનો ભાગ બજાવે છે. તેથી (c) સાચું છે.

એમોનિયા(NH3) એ ઉદ્યોગો માટેનું એક મહત્વપૂર્ણ રસાયણ છે અને તેનો ઉપયોગ ખાતરોના, અન્ય રસાયણોના અને બીજા ઘણા પદાર્થોના ઉત્પાદનમાં કરવામાં આવે છે. તે હવામાં રહેલ નાઇટ્રોજન(N2) અને કુદરતી ગેસ(મીથેન)ના આડ ઉત્પાદન તરીકે ઉપલબ્ધ થતાં હાઇડ્રોજન(H2)ને સંયોજિત કરીને બનાવવામાં આવે છે. તેમની રસાયણિક પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય છે.

                                  Fe

(g) + 3  (g)   ⇌​  2NH​3 (g)

ઉપરોક્ત પ્રક્રિયા થાય તે માટે, કયા પદાર્થ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

ઉકેલ:

આ પ્રક્રિયામાં આર્યન (Fe) ઉદ્દીપક છે. તે પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી, માત્ર પ્રક્રિયાનો દર વધારે છે.

પ્રશ્ન 3: ક્વિઝ

પ્રશ્નાવલિ કોયડો સાપેક્ષ રીતે નવો શબ્દ છે. તે 1700 ના દાયકાના અંતમાં પ્રથમ વખત ઉપયોગમાં આવ્યો, જે ૨૫૦ વર્ષથી વધુ જૂનો છે. તેના ઉદ્ભવ વિષે વિચિત્ર વાર્તા છે. તે ડબ્લીનમાં આવેલ રોયલ થિયેટરમાં ૧૭૯૧માં મેનેજર તરીકે કામ કરતા રીચાર્ડ ડાલીની વાર્તા છે

કોયડા શબ્દનું મૂળ યા ઉત્પત્તિ:- રીચાર્ડ ડાલી એ સમયે આઈરિશ થિયેટરનો પરવાનો [લાઈસન્સ] ધરાવતો હતો. તે મોટા ભાગે શનિવાર સાંજનો સમય બૌદ્ધિક, વિનોદ વૃત્તિવાળા લોકો, ફૅશનેબલ અને આધુનિક વિચારધારા ધરાવતા લોકોની સોસાયટીમાં ગુજારતો હતો. જુગારનું પ્રચલન થયું અને મેનેજરે એક મોટી રકમ લગાવી દીધી હતી કે તેમાં ચોક્કસ દિવસ દ્વારા કોઈ શબ્દ બોલવાનો હતો જેનો  ડબલિનની બધી મુખ્ય શેરીઓમાં કોઈ અર્થ નથી, ન તો કોઈ જાણીતી ભાષામાંથી ઉતરી આવ્યું છે. શરત મૂકી દેવામાં આવી હતી, અને દાવ જમા થઈ ગયા હતા, ડેલી તાત્કાલિક થિયેટરમાં ગયો અને મહેકમના તમામ ફાજલ કારીગરો અને સેવકોને "ક્વિઝ" શબ્દ સાથે રવાના કર્યા , જેમણે શહેરના મોટાભાગના દુકાન-દરવાજા અને બારી પર "ક્વિઝ" શબ્દ ચિપકાવી દીધા. બીજા દિવસે રવિવાર હોવાથી, બધી દુકાનો બંધ કરી દેવામાં આવી હતી, અને ચર્ચમાં જતા અથવા આવતા દરેક વ્યક્તિએ આ શબ્દ જોયો હતો; દરેક વ્યક્તિ તે જ સમયે તેને પુનરાવર્તિત કરે છે: જેથી "ક્વિઝ" આખા ડબલિનમાં સાંભળવામાં આવે. દરેક દરવાજા અને બારી પર એટલો વિચિત્ર શબ્દ હોવાને કારણે, આશ્ચર્ય થયું; અને ત્યારથી કોઈ વિચિત્ર વાર્તાને વર્તમાનમાં પસાર કરવાનો પ્રયાસ થાય, ત્યારે "તમે મને ક્વિઝ કરી રહ્યા છો" ની અભિવ્યક્તિ તરફ દોરે છે.

આ વાર્તા પર શંકા કરવા માટે ઘણા કારણો છે. મુદ્રિત પત્રિકામાં તે ૧૮૩૫ માં પ્રથમવાર તેમજ એક માન્યતા અનુસાર આ ઘટના બન્યાના ૪૪ વર્ષ પછી જોવા મળી. વાર્તા એક નાનકડી જાહેરાતના સ્વરૂપમાં ત્રિવિયામાં આવી જેનો ઉપયોગ છાપાં અને પત્રિકાઓ તેમની કોલમ આપવા કરતા હતા. તે ઘણાં બધાં પ્રકાશનોમાં જોવા મળી જેવાં કે ન્યૂયોર્ક મીરર [મે ૨, ૧૮૩૫], ઘ મીરર [ફેબ્રુઆરી ૨૧, ૧૮૩૫], લંડન તથા પેરીસ ઓબ્ઝર્વર [ફેબ્રુઆરી ૧૫, ૧૮૩૫] જો કે તેની પત્રકારિતા જવાબદાર ન ઠરી અથવા તો શરૂઆતમાં થોડી જવાબદારી આવી. એટલે આપણી પાસે તે જાણવા માટે કોઈ જ રસ્તો નથી કે લેખકે આ માહિતી કેવી રીતે જાણી. કદાચ છાપાના સંપાદકે પોતે જ તૈયાર કરી હોય.

આ વાર્તા પર શંકા કરવા માટે ઘણા કારણો છે. મુદ્રિત પત્રિકામાં તે ૧૮૩૫ માં પ્રથમવાર તેમજ એક માન્યતા અનુસાર આ ઘટના બન્યાના ૪૪ વર્ષ પછી જોવા મળી. વાર્તા એક નાનકડી જાહેરાતના સ્વરૂપમાં ત્રિવિયામાં આવી જેનો ઉપયોગ છાપાં અને પત્રિકાઓ તેમની કોલમ આપવા કરતા હતા. તે ઘણા બધાં પ્રકાશનોમાં જોવા મળી જેવાંકે ન્યૂયોર્ક મીરર [મે ૨, ૧૮૩૫], ઘ મીરર [ફેબ્રુઆરી ૨૧, ૧૮૩૫], લંડન તથા પેરીસ ઓબજર્વર [ફેબ્રુઆરી ૧૫, ૧૮૩૫] જો કે તેની પત્રકારિતા જવાબદાર ન ઠરી યા તો પ્રારમ્ભમાં થોડી જવાબદારી આવી. એટલે આપણી પાસે તે જાણવા માટે કોઈ જ રસ્તો નથી કે લેખકે આ માહિતી કેવી રીતે જાણી. કદાચ છાપાના સંપાદકે પોતેજ તૈયાર કરી હોય.

બીજું, 1790 ના દાયકામાં, ‘ક્વિઝ’ નો અર્થ જે આજે છે. તે નહોતો. તે અપમાન જનક શબ્દ હતો. મતલબ ધૂની  અથવા તરંગીપણું. લંડન મેગેઝિને કહ્યું તેમ, "એક વ્યક્તિ જે વિચારે છે, બોલે છે, વર્તે છે તે સામાન્ય રીતે બાકીના વિશ્વથી અલગ જ પ્રકારનું હોય છે. "

પછી પ્રશ્નો ઊભા થાય છે, જો રિચાર્ડ ડેલી અને તેના થિયેટરના કર્મચારીઓએ દુનિયાને કોયડો [quiz] શબ્દ ન આપ્યો હોત તો તે કઈ રીતે ઉદ્ભવ્યો. સ્ટીફન ફ્રાય દ્વારા પ્રસ્તુત એક થિયરી, તે છે કે "તે લેટીન ભાષાની પ્રથમ વ્યાકરણ શાળામાં વ્યાકરણના પ્રથમ મૌખિક પ્રશ્ન Qui es યા ‘who are you?’ માં થી તારવવામાં આવ્યો છે.

ઓક્સફર્ડ શબ્દકોષ કેટલીક વધુ માહિતી પ્રદાન કરે છે:

'ક્વિઝ' એક પ્રકારનાં રમકડા, યો-યો જેવાના નામ તરીકે ઉપયોગમાં લેવાતો હતો, જે લગભગ 1790 ની આસપાસ પ્રચલિત હતો. તેમ છતાં આ શબ્દનો અંદાજ મેળવવો મુશ્કેલ છે, અને તેથી 'સવાલ અથવા પૂછપરછ કરવી' એ પછીના અર્થ છે . આ 19 મી સદીના મધ્યમાં ઉભરી આવ્યું હતું અને વ્યક્તિની જ્ઞાન કસોટી પર આધારિત મનોરંજનના પ્રકાર માટે, આજે આ શબ્દનો સૌથી સામાન્ય ઉપયોગ થતો હોય છે.

ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની 1971 ની આવૃત્તિ પણ સૂચવે છે કે તેનો વર્તમાન અર્થ તેના જિજ્ઞાસુ શબ્દ સાથેના જોડાણથી આવ્યો હોય જે એટલો જ જૂનો શબ્દ છે, જેટલી અંગ્રેજી ભાષા.  જે લેટિન પૂછપરછમાંથી પણ તારવવામાં આવ્યો હોય.

ઉપરના લખાણને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

 જો તમે અઢાર મી સદીમા કોઈને “ક્વિઝ” કહેતા હો, તો એનો મતલબ તેને __________

  1. માલિકીપણું દર્શાવવું.
  2. ઇશારો કરવો
  3. ઉતારી પડવો.
  4. દગો કરવો

ઉકેલ:

(C) ઉત્તારી પાડવો

1790 ના દાયકામાં, ‘ક્વિઝ’ નો અર્થ જે આજે છે. તે નહોતો. અત્યારે ક્વીઝ એટલે કોયડો, જેમાં મગજ કસવું પડે. વિચારવું પડે. ગમ્મત સાથે જ્ઞાન મળે. પણ એ વખતે ક્વીઝ એ ધૂની અથવા તરંગી વ્યક્તિના મસ્તિષ્કની ઉપજ ગણાતી. જે ક્યારેક કોઈને ઉતારી પાડવાની ચાલ તરીકે જોવાતી જેના કારણે તે અપમાન- જનક શબ્દ હતો. લંડન મેગેઝિનના અનુસાર "એક વ્યક્તિ જે વિચારે છે, બોલે છે, વર્તે છે તે સામાન્ય રીતે બાકીના વિશ્વથી અલગ જ પ્રકારનું હોય છે. " તે આ વાત તરફ ઈશારો કરે છે.

નીચે આપેલ 7 માંથી 4 નિવેદનો ઓળખો કે જે ઉપર ફકરા પ્રમાણે સાચા હોય.

વિધાન

સાચું/ખોટું

  1. ક્વિઝ શબ્દનો પરિચિત અર્થ, જે આપણે આજે જાણીએ છીએ, તે 1800 ના દાયકા ના મધ્ય ભાગ થી ઉદભવ્યો.

  1. ક્વિઝ એ રમતના ઉપયોગ માટે ૧૭૦૦ ના દાયકાના  અંતમાં વપરાતો શબ્દ હતો.

  1. સ્ટીફન ફ્રાયએ વિદેશી શબ્દમાંથી ક્વિઝ શબ્દ બનાવ્યો હતો, જેનું ભાષાંતર થાય ત્યારે 'તમે કોણ છો?'

  1. ક્વિઝ  શબ્દનો વર્તમાન અર્થ બહાર આવતાં અડધી સદી કરતા થોડો વધારે સમય લાગ્યો.

  1. એક વર્તમાનપત્રના ના સંપાદકે રિચાર્ડ ડેલીની વાર્તા બનાવી

  1. જિજ્ઞાસુ શબ્દના મૂળિયા લેટિન શબ્દ પ્રતિકૂળ/વિક્ષેપમાં છે

  1. ન્યૂયોર્ક મિરરની રિચાર્ડ ડેલી વાર્તાના લક્ષણો ક્વીઝ દ્વારા કહેવાતી વસ્તુ માટે આશ્ચર્યચકિત લાગે છે.

ઉકેલ:

વિધાન

સાચું/ખોટું

1) ક્વિઝ શબ્દનો પરિચિત અર્થ, જે આપણે આજે જાણીએ છીએ, તે 1800 ના દાયકા ના મધ્ય ભાગ થી ઉદભવ્યો.

સાચું

2) ક્વિઝ એ રમતના ઉપયોગ માટે ૧૭૦૦ ના દાયકાના  અંતમાં વપરાતો શબ્દ હતો.

સાચું

3) સ્ટીફન ફ્રાયએ વિદેશી શબ્દમાંથી ક્વિઝ શબ્દ બનાવ્યો હતો, જેનું ભાષાંતર થાય ત્યારે 'તમે કોણ છો?'

ખોટું

4) ક્વિઝ  શબ્દનો વર્તમાન અર્થ બહાર આવતાં અડધી સદી કરતા થોડો વધારે સમય લાગ્યો.

સાચું

5) એક વર્તમાનપત્રના ના સંપાદકે રિચાર્ડ ડેલીની વાર્તા બનાવી

ખોટું

6) જિજ્ઞાસુ શબ્દના મૂળિયા લેટિન શબ્દ પ્રતિકૂળ/વિક્ષેપમાં છે

ખોટું

7) ન્યૂયોર્ક મિરરની રિચાર્ડ ડેલી વાર્તાના લક્ષણો ક્વીઝ દ્વારા કહેવાતી વસ્તુ માટે આશ્ચર્યચકિત લાગે છે.

સાચું

નોંધ: ઉપરોક્ત પ્રશ્ન બાળકના વાંચનની સાથે સાથે અર્થગ્રહણની ક્ષમતાને પણ ચકાસે છે. અહી બલકે માત્ર વાંચ્યુ જ નથી સમજ્યો પણ છે.

પ્રશ્ન 4: સાચો વિકલ્પ પસંદ કરો.

ઉનાળાના વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય. તો હું આમાંથી કયા રાજ્યની મુલાકાત લઇ શકું?

  1. બિહાર
  2. તમિલનાડુ
  3. મધ્યપ્રદેશ
  4. ઉત્તરાંચલ

સાચો જવાબ: તમિલનાડુ

આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ ચળવળ વિશ્વના લગભગ દરેક દેશના સમાજમાં હોય છે. ભારતના તેને 'ભારતીય રેડ ક્રોસ સમાજ' કહે છે. ભારતીય રેડ ક્રોસ સમાજ કયા પ્રકારની સેવા આપે છે?

  1. પ્રાણી આરોગ્ય સંભાળ
  2. જીવન વીમા સેવાઓ
  3. ગરીબો માટે નાણાંકીય સહાય
  4. આકસ્મિક તબીબી સેવાઓ

સાચો જવાબ: આકસ્મિક તબીબી સેવાઓ

યુકેની એક મોટી બેંકિંગ કંપનીએ કેટલાક કામ માટે મુંબઇ સ્થિત કોલ સેન્ટરને ભાડે લીધું. અબીદા, આ કંપનીમાં કામ કરતી 21 વર્ષની મહિલા/છોકરી છે. તેની નોકરીની યોગ્યતા મુજબ તેણે યુકે ફોન કરીને ત્યાંના સ્થાનિક લોકોને ક્રેડિટ કાર્ડ વેચવાના છે. તો અબીદા કયા પ્રકારની કંપની માટે કામ કરે છે?

  1. રાષ્ટ્રીયકૃત બેંક
  2. એક ખાનગી ફોન કંપની
  3. એક વેપાર પ્રક્રિયા આઉટસોર્સ કરતી પેઢી
  4. મહારાષ્ટ રાજ્ય સરકાર મંત્રાલય

સાચો જવાબ: એક વેપાર પ્રક્રિયા આઉટસોર્સ કરતી પેઢી

આમાંથી કઈ ભારતીય કંપની ભારતમાં સહકારી આંદોલન સાથે મજબૂત રીતે સંકળાયેલ છે?

  1. બાટા
  2. અમૂલ
  3. ઈન્ડેન
  4. ડાબર

સાચો જવાબ: અમૂલ

નીચેનામાંથી શું કોર્પોરેટ ગૃહની 'કોર્પોરેટ સામાજિક જવાબદારી' પહેલનો ભાગ હોઈ શકે છે?

  1. એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે બિઝનેસ સ્કૂલની સ્થાપના
  2. બેંગ્લોરમાં 5 સ્ટાર હોટલની સ્થાપના
  3. ખેડૂતો માટે જ્ઞાન-વિનિમય કેન્દ્રોની સ્થાપના        
  4. મુંબઈમાં સૌંદર્ય ઉત્સવનું પ્રાયોજન

સાચો જવાબ: ખેડૂતો માટે જ્ઞાન-વિનિમય કેન્દ્રોની સ્થાપના

 

Page  of