મોડયુલ – 6 અહેવાલ

પાયાની ભાષા અને સાક્ષરતા

શિક્ષક કોડ : 10087791                                                        તારીખ : 02-12-2021

શિક્ષકનું નામ : મક્કમપરા વિજય રાકેશભાઇ                                    મો.નં.:- 8140480391

શાળાનું નામ : શ્રી ઐયર પ્રાથમિક શાળા                તા – નખત્રાણા                       જિ- કચ્છ

કોર્સની ઝાંખી :-

              કોર્સનું માળખું, હેતુઓ અને કોર્સની રૂપરેખા અંગે સમજ મેળવી હતી.આ ઉપરાંત કોર્સના સમયગાળા અને પ્રમાણપત્ર મેળવવા અંગે સમજ મેળવી હતી.

પરિચય:-

              ભાષા અને સાક્ષરતાને સમજવા માટે 10:55 મીનીટનાં વિડિયો દ્વારા પ્રૉ.ઉષા શર્મા દ્વારા સમજ આપવામાં આવી હતી. જેમાં બાળકો ભાષા શીખે છે અને તેમના સાક્ષરતા કૌશલ્યોમાં અભિવૃદ્ધિ કરે તે અંગે સમજ મેળવી હતી.

ભાષા અને સાક્ષરતા- એક પરિપ્રેક્ષ્ય:

              પ્રારંભિક તબક્કામાં વાંચન અને સંખ્યાજ્ઞાન પર વધુ ભાર આપવા જણાવવામાં આવેલ હતું. તેના આધારે પછીના વર્ષોમાં બાળક પર થતી તેની અસરોથી વાકેફ થયા.

બહુભાષિતા:-

              પ્રૉ. ઉષા શર્મા અને યાચના ગુપ્તા દ્વારા 14:26 મીનીટના વિડિયો દ્વારા ભાષા શીખવા માટે માતૃભાષા અને બાળ સાહિત્યના પ્રયોગ વિશે સમજ અપાઇ હતી. બહુભાષિતાને એક સંસાધનના રૂપમાં જણાવેલ હતું.

બહુભાષિતા: વિવિધ પાસાઓ:

              વિવિધ સંભવિત પરિસ્થિતિઓ વિશે જણાવેલ હતું. બહુભાષિતાએ સામાજિક સંવાદિતા અને આદર જેવા નોંધ પાત્ર બંધારણીય મુલ્યોને પ્રોત્સાહન આપવાની જરૂરીયાત વિશે સમજાવેલ હતું.

પ્રવૃત્તિ-૧ : જાતે કરો ☯

               આપવામાં આવેલ પ્રશ્નો અંગે વિચારણા કરીને જવાબો લખ્યા હતા.

ભાષા અને સાક્ષરતાના કૌશલ્યોની સમજ :-

               પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો અને પડકારો વિશે જણાવ્યું હતું અને ભાષાનો અર્થ સમજાવ્યો હતો.

પ્રવૃત્તિ- ૨ : તમારા વિચારો જણાવો ☯

               બાળકોમાં ભાષા શીખવાની અને ભાષાના માધ્યમથી શીખવાની કુદરતી વૃત્તિ હોય છે. તેના પર આપેલ લીંક પર જઈને વિચારો રજૂ કર્યા હતા.

ભાષા શીખવી- પ્રારંભિક સાક્ષરતા આધારીત દ્રષ્ટિકોણ:-

              પ્રારંભિક તબક્કે ધ્વનિ જાગરૂકતાની જરૂરીયાત અંગે સમજાવ્યું હતું.

પ્રવૃત્તિ- ૩ : તમારા વિચારો જણાવો ☯

              ભાષાઓને મૂળાક્ષરોનો પરિચય કરાવીને શીખવવાનું શરૂ કરવું પડશે ? શું બાળકોને અક્ષરોથી ક્રમશ: પરિચિત કરવા જોઇએ તેના પર આપેલ લીંક પર જઈને વિચારો રજૂ કર્યા હતા.

અધ્યયનની શાંત અવધિ / સમયગાળો:

              બાળકના શાંત સમયગાળાને ભાષાના સ્વ- સમજ દ્વારા શીખવાના સમયગાળા તરીકે ગણાવ્યું હતું.

ભાષા અને સાક્ષરતા:-

              સમજણના આધારે ચિંતન કરવા અને અભિપ્રાયો વ્યકત કરવા માટે અવકાશ આપવો, સહાયક વાતાવરણ મળતા જ્ઞાનાત્મક કૌશલ્યોનો ઉપયોગ કરીને રચનાત્મક બનવાનું શીખે, છાપેલી સામગ્રીથી સમૃદ્ધ વાતાવરણ નિર્માણ કરવું અને મૌખિક ઇંપુટ્સ, શાળામાં વસ્તુઓ અને અનુભવો વિશે વાત કરવાની તકો, ચિત્રો દ્વારા ભાષા અને સાક્ષરતા અંગે સમજ મેળવી હતી.

વાંચન:-

             વાંચનનો પરિચય આપવામાં આવેલ જેમાં ત્રણ પ્રકારના વાંચન જેમાં સામુહિક વાંચન, મર્ગદર્શિત વાંચન અને સ્વતંત્ર વાંચન વિશે સમજાવવામાં આવેલ.

વાંચનના પાસાઓ:

             વાંચનના વિવિધ પાસાઓ- જ્ઞાનાત્મક પાસું, ભાષાકીય પાસું, સામાજિક પાસું, મનોવૈજ્ઞાનિક પાસા વિશે સમજ મેળવી હતી.

વાંચનમાં સામેલ પ્રક્રિયાઓ અને વર્તન:

             વાંચનને અર્થપૂર્ણ પ્રવૃત્તિ બનાવવા માટેના પરિબળો વિશે સમજ મેળવી હતી.

પ્રવૃત્તિ- ૪ : તમારી સમજ ચકાસો ☯

             વાંચનની વિવિધ વ્યૂહરચનાઓ વિશે સમજ મેળવી હતી.

લેખન:-

             બાળકોની મૂળભૂત આંતરદ્રષ્ટિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા, વાતચિત અને વિચારોના વિકાસ માટે સઅસરકારક સાધન બનાવવા,  અભિવ્યક્તિમાં સક્રિય, સર્જનાત્મક અને વિશ્વસનીય બનવાની તક પૂરી પાડવા અંગે સમજ મેળવી હતી.

પ્રવૃત્તિ-૫ : બાળ સાહિત્યના વિવિધ સંસાધનો વિશે જાણીએ ☯

             વાર્તાના પુસ્તકો, વિવિધ શૈલીઓ અને પ્રકારો આધારિત પુસ્તકો, કવિતાના પુસ્તકો, પૉસ્ટર્સ, ફોટોગ્રાફ સંગ્રહ, બાળ સંગ્રહ, બાળ સામાયિક વિશે જાણકારી મેળવી હતી.

પાયાના તબક્કે અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા:-

              વધારાના વાંચન અંગે આપવામાં આવેલ બે ઉદાહરણો દ્વારા સમજ મેળવી હતી. જેમાં એક કાગડાની વાર્તા દ્વારા વાર્તા રચવી, વાર્તા લેખન અને વાંચન, અવલોકન, અવલોકન ચાર્ટ વિશે સમજ મેળવી હતી.

બાળકોના વાંચન અને લેખન પ્રયત્નો:-

              બાળકોના સ્વ- વાંચન અને લેખનના પ્રયત્નોને સમજવા,વાર્તા કથન અને શિક્ષકોમા પોર્ટફોલિયાની જાળવણી વિશે સમજ મેળવી હતી.

પ્રવૃત્તિ- ૬ : જાતે કરી જુઓ ☯

              વિવિધ પરિસ્થિતિના આધારે અધ્યયન- અધ્યાપન સાક્ષરતાના અભિગમ અને પદ્ધતિ નક્કી કરવાની હતી.  

સારાંશ :-

              ચાર્ટ દ્વારા સમગ્ર મોડયુલનો ટૂંકમાં સાર આપવામાં આવેલ હતો. જેના આધારે ટૂંકમાં સમગ્ર મોડયુલ અંગે સમજ મેળવી હતી.

પોર્ટફોલિયો :-

             શીખવામાં મુશ્કેલીઓ દર્શાવતાં બાળકો માટે વ્યક્તિગત શિક્ષા યોજના તૈયાર કરવા અંગે અસાઇન્મેંટ બનાવ્યુ હતું.

વધારાના સંસાધનો :-

             બીજી વધારાની માહિતી માટે કોર્સમાં આપેલ વેબ સાઇટોની નોંધ કરી અને આપેલ લીંક જોઇ વધુ સમજ મેળવી હતી.

મુલ્યાંકન :- 20 પ્રશ્નોના ઉત્તર આપી ક્વીઝ પુર્ણ કરી હતી.

             આમ, આ મોડયુલ દ્વારા પાયાની ભાષા અને સાક્ષરતા વિશે પુરતી  સમજ મેળવી હતી.