Module 5 Aheval @eshalasetu.com.docx

મોડયુલ – 5 અહેવાલ

‘વિદ્યાપ્રવેશ’ અને ‘બાલવાટિકા’ ને સમજવા

શિક્ષક કોડ : 10087791                                                        તારીખ : 01-12-2021

શિક્ષકનું નામ : મક્કમપરા વિજય રાકેશભાઇ                                    મો.નં.:- 8140480391

શાળાનું નામ : શ્રી ઐયર પ્રાથમિક શાળા                તા – નખત્રાણા                       જિ- કચ્છ

કોર્સની ઝાંખી :-

              કોર્સનું માળખું, હેતુઓ અને કોર્સની રૂપરેખા અંગે સમજ મેળવી હતી.આ ઉપરાંત કોર્સના સમયગાળા અને પ્રમાણપત્ર મેળવવા અંગે સમજ મેળવી હતી.

પરિચય:-

              ‘વિદ્યાપ્રવેશ’ અને બાલવાટિકા’ના પરિચય અંગેની સમજ 07:41 મીનીટના વિડિયો દ્વારા મેળવી હતી. જેમા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની સાર્વત્રિક જોગવાઇની હિમાયત પર ભાર મુકાયો. NIPUN ભારત અંતર્ગત ત્રણ મહિનાના શાળા તત્પરતા કાર્યક્રમને ‘વિદ્યાપ્રવેશ’ નામ અપાયું છે. કાર્યક્રમની રચના અને અમલ અઠવાડિયામાં 5 દિવસ અને દરરોજ 4 કલાક કરવા અને શનિવારે પુનરાવર્તન કરાવા જણાવેલ હતું. ‘વિદ્યાપ્રવેશ’ અને ‘બાળવાટિકા’ ના ઉદેશ્યો વિશે સમજ મેળવી હતી અને તે અંગેના માળખાની સમજ મેળવી હતી.

પ્રવૃત્તિ- ૧ : જાતે કરો ☯

               ધોરણ- ૧ માં શાળા તત્પરતા અને બાળવાટિકા વિશે NEP ને લગતી ભલામણો અને મુખ્ય વિશેષતાઓ લખી હતી.

વિકાસના લક્ષ્યો:-

               વિકાસાત્મક મુખ્ય ત્રણ લક્ષ્યો આ મુજબના હતા-

                                     ૧) બાળકો સારું સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવે

                                     ૨) બાળકો અસરકારક પ્રત્યાયન કરનાર બને

                                     ૩) બાળકો જાતે શીખે અને નજીકનાં પર્યાવરણ સાથે જોડાય

                વિકાસાત્મક લક્ષ્ય – ૧ બીજા લક્ષ્યો સાથે પરસ્પર કેવી રીતે સંકળાયેલા છે તેની સમજ 07:37 મીનીટના વિડિયો દ્વારા ડો. રોમીલાબેન સોની દ્વારા અપાઇ હતી.

પ્રવૃત્તિ- ૨ : તમારી સમજ ચકાસો ☯

                બાળકો સાથેના અનુભવના આધારે મુખ્ય ક્ષમતાને પેટા ઘટકોને આપેલ વિકલ્પમાંથી પસંદ કરી સમજ ચકાસવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

પુરક વાચન: ભાષાકિય ક્ષમતા પ્રોત્સાહિત કરવાની રીતો :-

                મૌખિક ભાષા, પ્રિંટ જાગૃતિ અને પુસ્તકો સાથે જોડાણ, ધ્વનિ જાગૃતિ અને સમજ સાથેનું વાંચન એમ 4 રીતો વિશે સમજ અપાઇ હતી.

વિકાસાત્મક લક્ષ્યો સંબંધિત શીખવાના અનુભવો:-

                વિકાસાત્મક લક્ષ્ય- ૧ સંબંધિત શીખવાના અનુભવો અંતર્ગત સામાજિક સંબંધોને તેના કુટુંબના આધારે સમજાવવામાં આવ્યા હતા.  

પાયાની ભાષા અને સાક્ષરતા માટે આનંદમય અનુભવોનું આયોજન:-

                પાયાની ભાષા અને સાક્ષરતા માટે આનંદમય અનુભવોના આયોજન અંગે 12:10 મીનીટના વિડિયોમાં ડૉ. રોમિલાબેન સોની દ્વારા લક્ષ્ય- ૨વિશેની પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કેવી રીતે કરવું તેના વિશે સમજ અપાઇ હતી.

પાયાના સંખ્યાજ્ઞાન અને પર્યાવરણ સાથેના જોડાણ માટે આનંદમય અનુભવોનું આયોજન:-

                પાયાના સંખ્યાજ્ઞાન અને પર્યાવરણ સાથેના જોડાણ માટે આનંદમય અનુભવોનું આયોજન અંગે 07:14 મીનીટના વિડિયો દ્વારા પ્રવૃત્તિ અને રમતોનું આયોજન કઇ રીતે કરવું તે અંગે સમજ મેળવી હતી.

પ્રવૃત્તિ- ૩ : તમારા વિચારો જણાવો ☯

               વિકાસાત્મક લક્ષ્ય સંબંધિત પડકારજનક ક્ષણો વિશે અભિપ્રાય આપેલ લીંક પર જઈને આપ્યા હતા.

★  ‘વિદ્યાપ્રવેશ’ અને બાલવાટિકા કાર્યક્રમનું નિર્માણ:-

               વિદ્યાપ્રવેશ અને બાલવાટિકા કાર્યક્રમ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો વિશે 06:44 મીનીટના વિડિયો દ્વારા સમજ મેળવી હતી. જેમા હેતુ, લક્ષ્ય, માળખુ, સમયગાળો, શીખવાની તકો, સમયપત્રકનો અભ્યાસ,સાધનસામગ્રી જેવી બાબતોને ધ્યાનમાં રાખવા જણાવાયુ હતું.

પ્રવૃત્તિ-  ૪ : તમારી સમજ ચકાસો ☯

               શબ્દ/ વાક્ય માટે યોગ્ય પ્રવૃત્તિ / રુચિવાળા વિસ્તારો આપવામાં આવેલ વિકલ્પમાથી પસંદ કર્યા હતા.

               વર્ગખંડમાં પ્રિંટ સમૃદ્ધ અને સંખ્યાજ્ઞાન સમૃદ્ધ બનાવવા વાતાવરણનું નિર્માણ કરવા અંગે સમજ મેળવી.

પ્રવૃત્તિ- ૫ : તમારા વિચારો જણાવો ☯

               વર્ગખંડમાં પ્રિન્ટ સમૃદ્ધ વાતાવરણનું નિર્માણ કરવા અંગેના વિચારો આપેલ લીંક પર જઈ રજુ કર્યા હતા.

પ્રારંભિક શીખવાના અનુભવો નિર્માણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:-

               પ્રારંભિક શીખવાના અનુભવો નિર્માણ કરતી વખતે નમુનારૂપ અઠવાડિક સમય પત્રક બનાવવા અંગે પુરતી સમજ મેળવી હતી.

પ્રવૃત્તિ- ૬ : જાતે કરો ☯

              વિવિધ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને દિવસ પ્રમાણે સાપ્તાહિક સમયપત્રક બનાવ્યું હતું.

બાળકોની પ્રગતિની દેખરેખ રાખવી:-

              બાળકોની પ્રગતિની દેખરેખ રાખવા વિડિયો નિહાળીને સમજ મેળવી હતી.

પૂરક પ્રવૃત્તિ : ચિંતન કરો ☯

              સતત શીખવાનું મુલ્યાંકન કરવા અંગે કેસ સ્ટડી કરવામાં આવેલ.

સારાંશ :-

              ચાર્ટ દ્વારા સમગ્ર મોડયુલનો ટૂંકમાં સાર આપવામાં આવેલ હતો. જેના આધારે ટૂંકમાં સમગ્ર મોડયુલ અંગે સમજ મેળવી હતી.

પોર્ટફોલિયો :-

             શીખવામાં મુશ્કેલીઓ દર્શાવતાં બાળકો માટે વ્યક્તિગત શિક્ષા યોજના તૈયાર કરવા અંગે અસાઇન્મેંટ બનાવ્યુ હતું.

વધારાના સંસાધનો :-

             બીજી વધારાની માહિતી માટે કોર્સમાં આપેલ વેબ સાઇટોની નોંધ કરી અને આપેલ લીંક જોઇ વધુ સમજ મેળવી હતી.

મુલ્યાંકન :- 20 પ્રશ્નોના ઉત્તર આપી ક્વીઝ પુર્ણ કરી હતી.

             આમ, આ મોડયુલ દ્વારા ‘વિદ્યાપ્રવેશ’ અને ‘બાલવાટિકા’ ની સમજવા અંગે  પુરતી  સમજ મેળવી હતી.